વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(1)મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર “ના શ્રી ગણેશ ….

 મારા ગુજરાતી બ્લોગ  વિનોદ વિહારના શ્રી ગણેશ ….

આજથી મારા ગુજરાતી બ્લોગ વિનોદ વિહારના સંપાદનની શરૂઆત કરતાં ખુબ આનંદ થાય છે.આ રીતે મારા અનેક ગુજરાતી બ્લોગ મિત્રોની કપનીમાં હું જોડાઉં  છું .વિનોદ મારું નામ તો છે જ પરંતુ તે ઉપરાંત વિનોદ વિહારનો અર્થ a pleasure trip એટલે કે આનંદ યાત્રા થાય છે.એનો મંત્ર છે “ગુજરાતી ગદ્ય-પદ્ય રચનાઓની આનંદ યાત્રા “

આ રીતે ગુજરાતી ભાષાને પ્રેમ કરતા સૌ સુજ્ઞ વાચકોને આ બ્લોગ વિનોદ વિહારના માધ્યમથી એક આનંદ યાત્રા કરાવવાની મારી અંતરની અભિલાષા છે.

કોઈ સ્નેહીજનને કદાચ એ પ્રશ્ન થાય કે હવે આ ૭૫ વર્ષની જૈફ ઉંમરે આ બ્લોગનું સંપાદન કરવાનો  વિચાર કેમ આવ્યો ? એક જ શબ્દમાં એનો જવાબ છે શોખ, હૃદયમાં વષોથી ભંડારાઈને પડેલો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ.

આજથી ૬૦ વર્ષા પહેલાં હાઈસ્કુલમાં કડી સર્વ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો ત્યારે હાલ ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે ખુબ જાણીતા અને મારા પ્રિય ગુરુ શ્રી મોહનલાલ પટેલ ગુજરાતી શીખવતા અને તેમની પ્રેરણાથી ગુજરાતી સાહિત્ય વાંચવાનો અને લખવાનો શોખ હૃદયમાં રોપાયો. એમની અને આચાર્ય સ્વ.નાથાભાઈ દેસાઈ સાહેબની પ્રેરણાથી મારા અને સર્વ વિદ્યાલયના બીજા વિદ્યાર્થીઓના લેખો,કાવ્યો,ચિત્રો  વિગેરે  માહિતી સાથેનું  હસ્તલિખિત સામયિક ”ચિનગારી ” ચલાવવામાં આવતું હતું. આ ”ચિનગારી” નો મને તંત્રી નીમવામાં આવ્યો હતો.ગુજરાતી ભાષા પ્રત્યેનો વિદ્યાર્થી કાળનો આ વાચન અને લેખનનો શોખ વધુ ને વધુ મહાવરાથી  વર્ષો વર્ષ વધતો ગયો.

હદયમાં ધરબાએલો સાહિત્યનો શોખ આજે આ ઉમરે આ નિવૃત્તિ કાળમાં આંતરિક આનંદ અને સંતોષ સાથે સમય સારી રીતે પસાર કરવામાં ખુબ કામ લાગ્યો છે. મને જાણતા ઘણા સ્નેહીજનોને ખબર હશે કે અમદાવાદના ધરતી માસિકમાં અને ન્યુયોર્કથી પ્રગટ થતા જાણીતા સાપ્તાહિક ગુજરાત ટાઈમ્સમાં અને અન્યત્ર મારા લેખો,કાવ્યો વી. ઘણા વર્ષોથી પ્રકાશિત થાય છે.એ બધી આજ સુધીની પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ સાહિત્યિક સામગ્રી મારી ફાઈલમાં એકત્રિત છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ હજુ મોકલાઈ ન હોય એવી પુષ્કળ હસ્તલિખિત સ્વરચિત સામગ્રી અને મનગમતા સુવાક્યો,અવતરણો વિગેરેથી મારી નોટબુકો ભરેલી પડી છે.

મારા આ ગુજરાતી બ્લોગ વિનોદ વિહારના માધ્યમથી આ બધી સંગ્રહિત સામગ્રીમાંથી કેટલીક ચૂંટેલ અને હવે પછી મનમાં જે પ્રેરણા થાય અને જન્મે તે સાહિત્યને સૌને ગમે એવી રીતે પીરસીને રસમય આનંદયાત્રા-વિનોદ વિહાર કરાવવાની મારા મનની મુરાદ  છે અને એ વિચારમાંથી જ આ બ્લોગનો જન્મ થયો છે.

આ બ્લોગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social media નું પણ કામ કરશે.એના માધ્યમથી ઘણા નવા સાહિત્ય પ્રેમી અવનવા મિત્રોનો પરિચય પણ થશે. સદવિચારોની કદર બુઝી જાણનાર મિત્રો અને સ્નેહીજ્નો સાથે તેમના પ્રતિભાવો(ફીડ બેક)થી આ બ્લોગ એક મિલનસ્થાન બનશે. ટૂંકમાં ગમતાનો ગુલાલ કરીને કઈંક સકારાત્મક ઉપયોગી પ્રવૃત્તિ કરવાનો આનંદ, સંતોષ અને એકલતા ઓછી કરવાનું માટેનું ઓસડ બનશે.

મારી ૭૫ વર્ષની ભાતીગર અને સંઘર્ષમય જીવન યાત્રા દરમ્યાન મનમાં અનેક અનુભવો અને વિચારોનું ભાથું જમા પડેલું છે એને આ બ્લોગના માધ્યમથી બહાર લાવવાની આ તકને વધાવતાં ખુબ સંતોષની લાગણી થાય છે .મારી શારીરિક શક્તિ જો કે  પુરેપુરો સહકાર ભલે ન આપતી હોય પણ મારી માનસિક યાદદાસ્ત, બુદ્ધિ અને વિચારશક્તિ પ્રભુ કૃપાએ હજુ પહેલાં જેવી જ સાબુત છે. જ્યાં સુધી એ ચાલે છે ત્યાં સુધી એનો ઉપયોગ કરીને આપ સૌના સહકારથી ગુજરાતી ભાષામાં અને કોઈ વાર અંગ્રેજી ભાષામાં પણ મારી સાહિત્યિક અને આધ્યત્મિક અભિવ્યક્તિ (expressions) દ્વારા ગગન વિહાર કરવાની આ તક ઝડપતાં ખુબ આનંદ અનુભવું છું.

આજથી શરુ થતા મારા આ બ્લોગ વિનોદ વિહારની મુલાકાત લઇને અને આપની કૃતિઓ મોકલીને મારા આનંદમાં સહભાગી થવા આપને મારું  ભાવભીનું આમંત્રણ છે. આપનાં સુચનો અને પ્રતિભાવ મને મોકલી પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું .

આ બ્લોગનો શુભારંભ કરતાં વિઘ્ન હરતા દેવ ગણેશને યાદ કરૂ છું અને નીચે મારી સ્વ-રચિત શ્રી ગણેશની ચિત્રકૃતિ મૂકી હૃદયથી પ્રાર્થના કરું છું . 

વક્રતુંડ મહાકાય , સુર્ય કોટી  સમપ્રભ

નિર્વિઘ્ન્મ  કુરુ મે દેવ, શુભ કાર્યેષુ સર્વદા

GANESH- ART- FINAL

વિનોદ આર. પટેલ     

તારીખ. સપ્ટેમ્બર ૧, ૨૦૧૧.

આજના સુવિચારો

માઈલોના માઈલોનું અંતર ખરી પડે

જ્યાં અંતરના પ્રેમનો સેતુ નિરંતર

“Life is not about waiting for the storms to pass…

It’s about learning how to dance in the rain. “   –Vivian Greene

9 responses to “(1)મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર “ના શ્રી ગણેશ ….

 1. nabhakashdeep સપ્ટેમ્બર 25, 2011 પર 9:05 એ એમ (AM)

  શ્રી વિનોદભાઈ
  આપતો આજીવન સાહિત્યના ઉપાસક છો. આપનો પરિચય ‘ગુજરાત ટાઈમ્સ’
  દ્વારા મળેલો હતો અને આજે આપના બ્લોગ દ્વારા મળતાં વિશેષ આનંદ થયો.
  આપના આ અનુભવનો ખજાનો ગુજરાતી સાહિત્યની પ્રસાદી સમ છે.
  સુંદર મનનીય લેખો માટે ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  • Vinod Patel સપ્ટેમ્બર 30, 2011 પર 7:51 એ એમ (AM)

   શ્રી રમેશભાઈ ,

   પ્રોત્સાહનના શબ્દો માટે આપનો ખુબ આભાર. આપના કાવ્યો ગુજરાત ટાઈમ્સમાં
   વાંચવાનો આનંદ લેતો હોઉ છું. તમે મારી નજીકમાં જ કારોનામાં રહો છો.કારોનામાં મારા સંબંધીઓને ત્યાં આવી ગયો છું.

   વિનોદભાઈ

   Like

 2. Pingback: (85 ) વિનોદ વિહાર – પહેલી વર્ષગાંઠે « વિનોદ વિહાર

 3. pravinshastri ઓક્ટોબર 25, 2012 પર 9:13 એ એમ (AM)

  વિનોદભાઈ,
  આજે આપના બ્લોગ પર કબીરવાણી જગજિત કંઠે માણી. આપના બ્લોગમાં જે વિવિધતા છે તે પ્રસંશાપાત્ર છે. ઉચ્ચ કક્ષાના સામયિકના સંપાદક જેવું આ કામ છે. સંસ્કાર અને સાહિત્યને વીણી વીણીને તમારા બ્લોગમાં પીરસ્યું છે. વાંચતો રહીશ.
  પ્રવીણ શાસ્ત્રી
  http://pravinshastri.wordpress.com.

  Like

 4. Pingback: (85 ) વિનોદ વિહાર – પહેલી વર્ષગાંઠે | વિનોદ વિહાર

 5. Pingback: 1097 – વિનોદ વિહારની છ વર્ષની આનંદ યાત્રા બાદ સાતમા વર્ષમાં પ્રવેશ .. | વિનોદ વિહાર

 6. Pingback: 1227 – વિનોદ વિહારની આઠમી વર્ષ ગાંઠ પ્રસંગે ….. | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: