વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 19, 2011

( 830 ) ક્રિસમસ ૨૦૧૫ અને નવા વર્ષ ૨૦૧૬ નું સ્વાગત ……

MERRY CH-VINOD

ક્રિસમસ ૨૦૧૫ અને નવા વર્ષ ૨૦૧૬ નુ સ્વાગત

સન ૨૦૧૫ ના વર્ષનું એક ચક્ર પુરું થવા આવ્યું અને આવી પહોંચ્યા આપણે ક્રિસમસની હંમેશ મુજબની ચીલા ચાલુ ઉજવણી કરીને નવા વર્ષ ૨૦૧૬ નું હર્ષ અને ઉલ્લાસથી સ્વાગત કરવા માટેની તૈયારીઓ સાથે .

હિન્દુઓ જેવી રીતે કૃષ્ણ જન્મને જન્માષ્ટમી ,રામના જન્મને રામ નવમી દ્વારા ઉજવીને એમના આ આરાધ્ય દેવો પ્રત્યે ભક્તિ ભાવ વ્યક્ત કરે છે એવી જ ભાવનાથી ખ્રિસ્તીઓ પણ ભગવાન ઈશુના (ક્રાઈસ્ટના) જન્મદિન ૨૫મી ડિસેમ્બરને ક્રિસમસના લોક તહેવાર તરીકે ઉજવે છે.

૨૦૧૫ વર્ષ પહેલાંના આ દિવસે માતા મેરી અને પિતા જોસેફને ત્યાં બેથલેહામ શહેરમાં પ્રાણીઓને રાખવાના સ્થળ (manger) માં બેબી જીસસનો જન્મ થયો હતો, જેમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં જેલમાં માતા દેવકીને પેટ થયો હતો. હિન્દુઓ માટે જેવી રીતે આપણા ધર્મ પુસ્તકો ભાગવત, ગીતા અને રામાયણ આપણી સંસ્કૃતિના પાયાના ધર્મ ગ્રંથો છે એમ ખ્રિસ્તીઓ માટે બાઈબલ એ રોજ બ રોજના જીવન માટેનો માર્ગદર્શક ધર્મ ગ્રંથ છે.

બાઈબલમાં દર્શાવાયેલ ભગવાન ઈશુના ઉપદેશને ખ્રિસ્તીઓ આ દિવસે પુરા ભાવથી ચર્ચમાં જઈને સાંભળે છે અને કેરોલ ગીતો ગાય છે . ક્રિસમસ એ ખ્રિસ્તીઓનો ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર હોઈ એક જાહેર રજાનો દિવસ છે.

આધુનિક ક્રિસમસની ઉજવણીમાં આકર્ષક રમકડાં અને લાઈટોથી ઘેર ઘેર ક્રિસમસ ટ્રી ની સજાવટ તથા ઘરની બહાર રોશનીનો શણગાર કરવામાં આવે છે.આ દિવસે સ્ટોરોમાં ખરીદી, શાંતાકલોઝ, ભેટ સોગાદોની અરસ પરસ આપ લે ,સહકુટુંબ હળી મળીને ખાણી પીણી,ગીત સંગીત અને ચર્ચમાં જઈને ભક્તિ સંગીત અને બાઇબલનો પાઠ સાંભળીને વિગેરે પ્રવૃતિઓથી આનંદ અને ઉત્સાહથી લોકો દિવસ પસાર કરે છે. 

આપણે જેવા ઉત્સાહ અને ઉન્માદથી નવ દિવસ નવરાત્રીનો તહેવાર ઉજવીએ છીએ એવા જ  ઉત્સાહ અને આનંદથી ક્રિસમસની સાત દિવસ ઉજવણી કરવામાં આવે છે.ક્રિસમસ એ ફક્ત ખ્રિસ્તીઓ માટેનો તહેવાર હવે રહ્યો નથી પણ અન્ય ધર્મના લોકો પણ આ ક્રિસમસના દિવસોમાં ઉલ્લાસ અને ઉન્માદમાં સામેલ થઈને રજાઓનો આનંદ માણે છે અને પછી નવા વર્ષની બીબાઢાળ દિનચર્યા શરુ કરે એ પહેલાં થોડા હળવા થાય છે.આવા તહેવારો સમસ્યાઓથી ત્રાસિત મનને થોડી રાહત પહોંચાડે છે.  માનવ મનને માંજીને થોડું ઉજળું કરે છે.

ચાલો આપણે પણ દિવાળી જેવા ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીને વધાવીએ જૂની સમસ્યાઓને ભૂલી, હળવા બની નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે નવા વર્ષનું સ્વાગત કરીએ.

નવા વર્ષે નવલા થઈએ

પસાર થઇ ગયું એક ઓર ૨૦૧૫ નું વરસ

આવીને  ઉભા નવા વરસ ૨૦૧૬ ને પગથાર

નવા વરસે નવલા બની નવેસરથી

નવું વર્ષ હળીમળી પ્રેમથી ઉજવીએ .  

નુતન વર્ષે નુતન આશાનો દીપ જલાવી

ઈશ્વરને કરીએ ખરા  દિલથી પ્રાર્થના કે

ગત વર્ષો કરતાં આવતું ૨૦૧૬ નું વર્ષ

સર્વ રીતે સર્વોત્તમ બનાવજે, હે પ્રભુ 

ક્રિસમસ અંગેનો એક સુંદર વિડીયો જોવા અને સંગીત સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.youtube.com/watch?v=DOFhV5J4-fc&feature=related

વર્ષના આ સુંદરમાં સુંદર સમય ક્રિસમસના પર્વ પ્રસંગે વિનોદ વિહાર બ્લોગના સૌ વાચકો/સ્નેહી જનોને ઉલ્લાસમય અને આનંદમય ક્રિસમસ માટેની વધાઈ અને નવા વર્ષ ૨૦૧૬ નું વર્ષ સુંદરત્તમ બને એ માટેની અનેક હાર્દિક શુભેચ્છાઓ.

Thank you God

વિનોદ પટેલ

_________________________________________

મેરી ક્રીસમસ અમેરીકા’…… હાસ્ય લેખક- શ્રી હરનીશ જાની 


સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં પ્રકાશીત થતી ન્યુ જર્શી નીવાસી અમેરીકાના ખ્યાત નામ હાસ્ય–લેખક શ્રી. હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’માં પ્રગટ અમેરિકામાં ક્રિસમસ કેવી રીતે ઉજવાય છે એની સુંદર વિગતો રજુ કરતો એક સરસ લેખ વાંચવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરી ગુજરાત મીત્ર પહોંચી જાઓ.

 

Marry Christmas- Harnish Jani

namaste-namaskar

 વાંચકોનો આભાર  

મને એ જણાવતાં  ખુશી થાય છે કે ૧લી, સપ્ટેમબર ૨૦૧૧ના રોજ વિનોદ વિહાર બ્લોગની શરૂઆત કરી ત્યારથી ડિસેમ્બરના આજના દિવસ સુધીના આ સમય ગાળામાં  247,200 + સાહિત્ય રસિક વાચકોએ આ બ્લોગની મુલાકાત લીધી છે.

મારા બ્લોગની મુલાકાત લઈને મને પ્રોત્સાહિત કરવા બદલ

સૌ વાચક મિત્રોનો અંતરથી આભાર માનું છું.નવા વરસે પણ

આવો જ સુંદર સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.

The stars have 5 ends.

Square has 4 ends

Triangle has 3 ends

Line has 2 ends

Our life has 1 end

But the circle of our friendship has no ends…………………..

 વિનોદ પટેલ , સંપાદક-વિનોદ વિહાર

ક્રિસમસ ૨૦૧૫