વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

“જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની “— એક સુંદર વિડીયો દર્શન.

એક પ્રેરક વિડીયોએ સર્જેલ વિચાર વમળો                          સંકલન- વિનોદ પટેલ

આ ક્રિસમસ પ્રસંગે મારા કઝીન ભાઈ નારણભાઈએ મને ઈ-મેલમાં એમની ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે એક અદભુત વિડીયોની નીચેની લીંક મોકલી આપી હતી.

http://www.andiesisle.com/creation/magnificent.html

આ વિડીયો જોયા પછી ચિંતનશીલ બ્લોગર મિત્રોના મનમાં ઉદભવેલ વિચારોનો ઈમેલ દ્વારા એક રસિક વિચાર વિનિમય સર્જાયો એનો સિલસિલો આજની આ પોસ્ટમાં રજુ કર્યો છે.

વાચકોને, આ પ્રેરક વિડીયો નજરે નિહાળવા અને આ આનંદદાયક વિચાર વિનિમય વાંચીને જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટે આમંત્રણ છે.

ગમતાનો કરીએ ગુલાલ એ દ્રષ્ટિથી મને ખુબ ગમેલ આ વિડીયોની લીંક અંગત બ્લોગર મિત્રો શ્રી સુરેશભાઈ જાની અને શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને જોવા માટે તારીખ ડિસેમ્બર ૨૪ ૨૦૧૧ ના રોજ આ પ્રમાણે એક ઈમેલ લખીને મે મોકલી આપી હતી..

 શ્રી સુરેશભાઈ અને રાજેન્દ્રભાઈ ,

આ સાથે એક ખુબ સુંદર વિડીઓની લીંક તમોને જોવા મોકલું છું. આ વીડીઓ જોઈને અને ગીત સાંભળીને મારા દિમાગમાં નીચેના કાવ્યની સ્ફુરણા થઇ .

જગતપતિની અગણિત લીલાઓ

આ સચરાચર ભર્યું ભર્યું દિશે

મનહર કલાકાર સર્જનહાર તારી કલાકૃતિઓથી.

 વાતા પવનો અને વહેતા જળનું સંગીત,

 વિશાલ જલધિ ,ઉડતાં પંખીનો સમૂહ,

 ગુલાબની સુગંધ, નવજાત બાળ રુદન,

 લીલાછમ મેદાન,પર્વતો અને ખીણો

એક જોઈએ અને બીજું ભૂલીએ એવી

તારી અનેક સૌન્દર્ય લીલાઓ જોઈ

એક બાળ શું હું પણ અવશ્ય માનું-

પ્રભુ, આ નજરે દેખાતી તારી હયાતીને !

 વિનોદ આર. પટેલ

મારા આ ઈ-મેલના પ્રત્યુત્તરમાં ચિંતક મિત્રો સુરેશભાઈએ અને રાજેન્દ્રભાઈએ જે પ્રતિભાવો આપ્યા એ આ પ્રમાણે છે.

શ્રી સુરેશભાઈ-

સાવ સાચી વાત.

આ નજર ખીલે પછી, કોઈ મૂર્તિની/ પ્રતિકની જરૂર જ નથી.

પરમ તત્વ તો હાજરા હજૂર કણ કણમાં વેરાયેલું છે જ.

એના થકી જ તો બધું છે. મને એટલે જ હાસ્ય ગમે છે. શેં રડવું?

જ્યાં જ્યાં નજર મારી પડે, યાદી ભરી ત્યાં આપની..

અને એમાં ને એમાં જ ૨૬૮ અવલોકનો લખાઈ ગયા….

  સુરેશભાઈનાં આ બધા અવલોકનો આ લિંક  ઉપર વાંચો.

શ્રી રાજેન્દ્રભાઈ

 આ નયનથી દુનિયા જોવાની,

 પણ રીત જોવાની દ્રસ્ટી પર આધારે.

 અન્ધ પણ અન્તરની દ્રસ્ટીથી અનુભવે સત્યને.

જ્યારે,

માનવ બાહ્ય દ્રસ્ટીથી જુવે તો સત્ય ના પણ અનુભવે!

કવિ એ લખેલ ને બાળપણનુ મારુ પ્રિય ગીત ગણગણુ છુ

આગળીના આધારે,

મારા મગજને કોગનીશનની મદદથી આ ટાઈપ કરૂ છુ.

 “મારા નયણાની આળસ રે ન નિરખ્યા હરિને જરી,

એક મટકુ ન માર્યુ રે નજરીયા ઝાખી કરી.”

રાજેન્દ્ર ત્રિવેદી

આના અનુસંધાનમાં સદા અભ્યાસી અને ઉદ્યમી એવા શ્રી સુરેશભાઈએ મહાકવિ નાનાલાલનાં આ સુંદર કાવ્ય-કમ-ભજન  “મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી.” નો પૂરે પૂરો પાઠ  શોધીને મોકલી આપ્યો એટલું જ નહી એ ગીતને સંગીત સાથે કાને સાંભળીને માણવા માટેની લીંક પણ એમના ઈ-મેલમાં મોકલી આપી.

 આ ગીતને  આખું વાંચવા અને ફાલ્ગુની શેઠના મધુર સ્વરે ગીત સાંભળવા અહી ક્લિક કરો.

છેલ્લે શ્રી રાજેન્દ્રભાઈએ અને પ્રજ્ઞાબેન વ્યાસે આ ચમત્કારિક વિડીયોમાં Brian Doerksen નું જે અંગ્રેજી ગીત Creation Calls ગવાય છે એ ગીતનો સળંગ અંગ્રેજી પાઠ આ પ્રમાણે મોકલી આપ્યો.

વિડીઓ જોઇને મૂળ શબ્દો સાથે ગાતા કસક અનુભવાય છે.

Creation CallsBrian  Doerksen
I have felt the wind blow,
Whispering your name
I have seen your tears fall,
When I watch the rain.
(Refrain)
How could I say there is no God?
When all around creation calls!!
A singing bird, a mighty tree,
The vast expanse of open sea
(Musical interlude)
Gazing at a bird in flight,
Soaring through the air.
Lying down beneath the stars,
I feel your presence there.
I love to stand at ocean shore
And feel the thundering breakers roar,
[- From :http://www.elyrics.net/read/b/brian-doerksen-lyrics/creation-calls-lyrics.html -]
To walk through golden fields of grain
With endless bloom horizons fray.
Listening to a river run,

Watering the Earth.
Fragrance of a rose in bloom,
A newborns cry at birth.
(Refrain)
I love to stand at ocean shore
And feel the thundering breakers roar,
To walk through golden fields of grain
With endless bloom horizons fray
I believe
I believe
I believe
(Interlude)
I believe
I believe
I believe just like a child
(Choir I believe..)
I believe

 મને આશા છે કે આ બ્લોગના વાચક મિત્રો આ પ્રેરક વિડીયો .આ  લિંક  ઉપર  જોતાં જોતાં ઉપરનું પ્રભુનું ગુણગાન કરતું અંગ્રેજી ગીત ગાઈને  અંતરના સાચા આનંદની અનુભૂતિ કરશે અને મિત્રોને પણ કરાવશે.

અત્રે વાચકોને શ્રી સુરેશભાઈ જાની અને શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો પરિચય કરાવવાની તક લઉં છું.  

શ્રી સુરેશભાઈ જાનીનો પરિચય અને મિત્રતા મને એમના બ્લોગ ગદ્ય સુર દ્વારા થઇ  .નિવૃતિ કાળમાં તેઓ જે ધગસ અને ઉત્સાહથી આ ઉમરે :એમના આ બધા બ્લોગો ના સંચાલનમાં કાર્યશીલ રહે છે એમાંથી મને મારો આ બ્લોગ શરુ કરવાની પ્રેરણા થઇ  હતી .મારા બ્લોગની શરૂઆતમાં અને જ્યારે જરૂર પડી ત્યારે  એમણે મને એમના અનુભવ આધારિત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, એ બદલ એમનો આભારી છું. મારે મન સુરેશભાઈ એ ગુજરાતી બ્લોગ જગતનું એક મોટું આશ્ચર્ય છે. એમના બ્લોગોની મુલાકાત લેવાથી સુરેશભાઈના ખરા વ્યક્તિત્વનો પરિચય મળે છે.  

રાજેન્દ્રભાઈનો પરિચય હસી ખુસીના બ્લોગ :હાસ્ય દરબાર  દ્વારા ટૂંક સમય પહેલા જ થયો  હોવા છતાં એમના અને એમના કુટુંબીજનોના ધાર્મિક સંસ્કારો અને વિચારો મને  પ્રેરક લાગ્યા છે.બોસ્ટનના આ જાણીતા  ડોક્ટર રાજેન્દ્રભાઈ હાસ્ય દરબાર દ્વારા શરીર,મન અને આત્માના આરોગ્ય માટે જરૂરી હાસ્ય પીરસે છે  એની સાથે સાથે અમદાવાદના અંધજન મંડળ અને વિકલાંગો માટે અહી બેઠા ફાળો એકઠો કરી-મોકલીને સેવા પણ પૂરી પાડે છે.(www.bpaindia.org ).એમના અને એમના  કુટુબીજનો દ્વારા ચલાવાતો  ત્તુલસી દલ બ્લોગ એમના પિતા શ્રી મૂળશંકરભાઈ ત્રિવેદીના  આધ્યાત્મિક વારસાના  જતનનું સુંદર કામ કરી રહ્યો છે તુલસીદલની પ્રસ્તાવનામાં અમદાવાદના ભાગવદ વિદ્યાપીઠ સોલાના પુ. કૃષ્ણશંકર શાસ્ત્રી આ પ્રમાણે  જણાવે છે.

શ્રી હરિશરણ, ચરણ અને સ્મરણનો નૈસર્ગિક આનંદ કેવળ શ્રી. કૃષ્ણાનુગ્રહનું સરસફલ છે. આનંદની ક્ષુધા અને પિપાસા પ્રાણીમાત્રને સહજ હોય, એમાં આશ્ચર્ય નથી, કારણકે, આત્માનું સહજ સ્વરૂપ છે કેવલ આનંદ. સત્ય અને ચૈતન્યના ઉત્તરદલમાં આનંદ એ એક જ પૂર્ણદલ છે. કેવલ આનંદનું નૈસર્ગિક સ્વરૂપ સર્વને વિદિત  નથી “सो रसो वै सः रसम् एनम् लब्ध्वा हि आनन्दा भवति ।“ આ આનંદનો પરિચય ભગવાન વેદ છે. આનંદ સ્વરૂપ હરિનું આસ્વાદન કેવલ ભગવાનની અહૈતુકી સેવા, નૈસર્ગિક ગુણગાથા, લીલાગાથા અને નામ સંકીર્તનથી સહજ સુલભ છે. સ્થાવર જંગમને આનંદનું દાન ભગવાનના ગુણગાનથી છે. આ ગુણગાનનો આસ્વાદ શ્રીહરિના અનુગ્રહથી
પરમકોમલ હૃદય શ્રી. મૂળશંકરભાઇને સુલભ બન્યો. સર્વથા હરિ ગુણગાનપાન માત્ર જીવી શ્રી. મૂળશંકરભાઇનાં શ્રી હરિચરણે સમર્પિત કરવા આ ભક્તિરસ સભર પદપદથી વિલસિત ભજન પદાવલી સ્વરૂપ આ તુલસીદલનાં દર્શન – કીર્તનથી સહજ સુલભ થાય છે. આ અનુભૂતિનો સ્વાદ છે . સ્વાદ લઇ જાણો.

– અકિંચન કૃષ્ણશંકર 

 શ્રી સુરેશભાઈ  અને શ્રી રાજેન્દ્રભાઈના એક મિત્ર હોવાનો અને એમના સતત સંપર્કમાં રહીને પ્રેરણા મેળવતા રહેવાનો મને આનંદ છે.એમણે મારા મૂળ ઈ -મેલના પ્રત્યુત્તરમાં ઉપર મુજબ  સુંદર વિચારો રજુ કરી માહિતી પૂરી પાડી,જેના પરથી આજની આ અવનવી તરહની પોસ્ટની રચના થઇ શકી એ માટે  એમનો અને પ્રજ્ઞાબેન વ્યાસનો આભારી છું..

 સંકલન – વિનોદ પટેલ

8 responses to ““જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની “— એક સુંદર વિડીયો દર્શન.

  1. dhavalrajgeera ડિસેમ્બર 28, 2011 પર 1:51 પી એમ(PM)

    Happy to read your “જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની “— એક સુંદર વિડીયો દર્શન. and સંકલન by વિનોદ પટેલ,
    We wish you to stay connected.
    Keep shining

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Like

  2. સુરેશ જાની ડિસેમ્બર 28, 2011 પર 2:11 પી એમ(PM)

    ભર્તૃહરિનું આ સુભાષિત ટાંકવા મન થાય છે –
    परगुणकथनैः स्वान दुणान ख्यापयन्तः ।
    \૭૦ + ની ઉમ્મરે જન્મજાત ખોડ છતાં વિનોદભાઈએ જે લગનથી બ્લોગિંગ પ્રવૃત્તિ શરૂ કરી છે- તે સરાહનીય છે.

    ખેર, આપણે એકમેકની પ્રશંસા કરી અહમ ને પોષવાનું ટાળીએ, અને પરમ તત્વની આપણા ઉપરની અસીમ કૃપાને કદી ન વિસરીએ.

    Like

  3. Vinod Patel ડિસેમ્બર 28, 2011 પર 3:11 પી એમ(PM)

    સુરેશભાઈ ,મેં હકીકતોનું જ બયાન કર્યું છે.પરમ તત્વની કૃપા કોઈ કાર્યને પાર પાડવા માટેની
    પહેલી શરત છે.
    One who meditates, all his knots of his heart, the bondages are opened; all the doubts are eliminated and one becomes
    gradually free from the fetters of action with ego. ~ Mundaka ઉપનિષદ

    વિનોદ પટેલ

    Like

  4. chandravadan ડિસેમ્બર 29, 2011 પર 1:18 પી એમ(PM)

    Vinodbhai,
    I had READ & LISTENED to that NICE ENGLISH Poem…
    I liked your Rachana.
    It had INSPIRED me too.
    I have a Rachana which I plan to publish later on
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  5. nabhakashdeep ડિસેમ્બર 30, 2011 પર 6:18 પી એમ(PM)

    શ્રી વિનોદભાઈ,
    નવા વર્ષની અંતરથી શુભેચ્છાઓ.
    ઉત્તમ લાભ મળ્યો. ચીંતનસભર મહામૂલું વિચારવૃન્દ.સુંદર સંકલન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    • Vinod R. Patel ડિસેમ્બર 31, 2011 પર 2:09 પી એમ(PM)

      શ્રી રમેશભાઈ (આકાશદીપ ),
      આપને અને કુટુંબીજનોને નવા વર્ષ ૨૦૧૨ માટેની મારી શુંભેચ્છાઓ સ્વીકારશો.
      આપને માંરી નવી પોસ્ટ ગમી એથી આનંદ થયો.
      આ રીતે પ્રતિભાવ આપતા રહી આભારી કરશો.
      વિનોદભાઈ

      Like

  6. ushapatel ડિસેમ્બર 31, 2011 પર 2:48 પી એમ(PM)

    વિનોદભાઈ આપનો લેખ અને સુંદર સંગ્રહ વાંચીને આનંદ થયો. નવાવર્ષના ખૂબ ખૂબ અભિનંદન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: