વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

અપંગનાં ઓજસ – બે વિકલાંગ પણ સમર્થ પ્રતિભાઓનો પરિચય

આજની પોસ્ટમાં બે એવી અપંગ વ્યક્તિઓનો પરિચય આપ્યો છે, જેઓએ પોતાની અપંગ અવસ્થા ઉપર વિજય મેળવીને હિમ્મત,સેવા અને પુરુષાર્થથી લાખો અપંગજનોની લઘુતાગ્રંથી દુર કરીને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપી.વિકલાંગો માટે અભ્યાસ અને ઉદ્યોગોની સગવડો ઉભી કરીને એમના  જીવનમાં નવી આશાનો સંચાર કર્યો.એમના જીવનને નવો ઓપ આપ્યો.

અશક્ય ને શક્ય કરી બતાવનાર આવી બે વ્યક્તિઓમાં એક છે આપણા ગુજરાત,સુરતના વતની શ્રી કનુભાઈ ટેઈલર અને બીજી વ્યક્તિ છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત,વિક્લાંગો  માટેની દીવાદાંડી સમી અંધ, બહેરી અને મૂંગી  અવસ્થા હોવા અદભુત કાર્ય કરી બતાવનાર ,અમેરિકન નારી હેલન કેલર.

                                                                         —- વિનોદ આર. પટેલ

_________________________________________________________________

જવાંમર્દ વિકલાંગ કનુભાઈ ટેઈલર

જીવનભર વિકલાંગોની સેવા માટેના ભેખધારી.  આપણા ગુજરાતના ગૌરવ સમા કનુભાઈનો એમના જ મુખે પરિચય આપતો , પત્રકાર સુધીર રાવલ સાથેના એમના ગુજરાતીમાં ઇન્ટરવ્યુંનો વિડીયો જોવા નીચે ક્લિક કરો.

કનુભાઈ ટેઈલરનો  પરિચય એમના મુખે –સુધીર રાવલ સાથેનો  એમનો  ઈન્ટરવ્યું  

વધુમાં, Astonishing Story–Hindi video on Kanu Tailor એ વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો. 

કનુભાઈ ટેઈલરના જીવનની વધુ વિગતો હિન્દીમાં આ વીડીઓમાં જુઓ અને સાંભળો  

આ બે વીડીયો જોયા પછી તમોને જરૂર નવાઈ લાગશે કે જે વ્યક્તિએ એક વખત પોતાની અપંગાવાસ્થાથી કંટાળીને જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો એ જ વ્યક્તિએ  પોતાના પુરુષાર્થ અને ઊંચા મનોબળનો પરચો બતાવીને કેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કીર્તિ અને સિદ્ધિ સંપાદન કરી લીધી !  

આ બે વિડીઓમાંથી તારવેલ વિકલાંગ કનુભાઈની સંકલ્પથી  સિદ્ધિઓની   અદભુત તવારીખ ઉપર પુનઃ નજર નાખી લઈએ, જે સમર્થ લોકો માટે પણ પ્રેરણાદાયી થાય એવી છે.

જન્મ –૧૯૫૬, મગદલ્લા( જિ. સુરત)માં પણ ઉછેર થયો ખેડા  જીલ્લાના અડાસ ગામે. 

૬ મહિનાની ઉમરે તાવમાં પોલીઓ ગ્રસ્ત થઈને બે પગ ગુમાવ્યા. અપન્ગાવ્સ્થાનું દુખ અસહ્ય બનતા, આત્મહત્યાનો પ્રયાસ કર્યો પણ ઈશ્વરે એમને નવજીવન આપ્યું.

કુટુંબ- પત્ની, અને બે પુત્રીઓ

        રચના -એમ.બી.એ.ના છેલ્લા વર્ષમાં        સોનલ- કોલેજના છેલ્લા વર્ષમાં .  

ઉંઘવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાના પ્રયાસમાંથી બચી ગયા એ પછી  એમને થયું હતું – “મારું જીવન જીવવા માટે છે.ભગવાને મારા માટે કઈક બીજું વિચાર્યું હશે.મારે મારી વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર કરી જીવન જીવી લેવું જોઈએ”

અમદાવાદમાં આવીને અપંગ માનવ મંડળ, વસ્ત્રાપુર માં રહીને બે વર્ષ કોલેજનો અભ્યાસ કર્યો. એ પછી વિકલાંગોનું મંડળ બનાવીને વિકલાંગોના ઉત્કર્ષ માટેનું કામ કરવાનું શરુ કર્યું.

૧૯૭૯માં વિકલાંગોને માટે સરકારી બસોમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ  એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી ગુજરાત સરકારે એમની માગણીઓ સ્વીકારી.એમના જીવન માટેની વિકલાંગોની સેવાના નિર્ધાર માટેની એ પહેલી જીતે એમનો ઉત્સાહ વધાર્યો.

૧૯૭૯ માં વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .

આ કોન્ફરન્સમાં એમના સબળ પ્રતિનિધિત્વ  અને પ્રયાસોથીથી ૧૯૮૧ નુ આખું વર્ષ આંતર રાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું કોન્ફરન્સમાં નક્કી થયું જે ભારત સરકારે તરત સ્વીકારી એ વર્ષને વિકલાંગ વર્ષ તરીકે જાહેર કર્યું.

૧૯૮૨મા અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.  

૧૯૮૫મા સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું જે વિકલાંગોથી  ચલાવાતું હતું.અહીં સગવડના અભાવે ૬ મહિના સુધી તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.

૧૯૯૦ માં અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ-સીનીયર-નાહસ્તે Outstanding achievement Award  એનાયત કરવામાં આવ્યો.બુશે એમને વાઈટ હાઉસમાં આમંત્રીને અબ્રાહમ લિંકનની ખુરશીમાં બેસાડીને એમનું બહુમાન કર્યું.

૧૯૯૧ માં સુરત અને આજુબાજુના વિસ્તારના વિકલાંગોની સેવા અને એમના માટે વિના મુલ્યે સ્કુલની સગવડ માટે Disabled Welfare Trust of India  ની સ્થાપના કરી.એમના કામને જોઈને દાનનો પ્રવાહ આવવા લાગ્યો.૧૯૯૭માં ચાર વિક્લાન્ગથી શરુ થયેલી સ્કુલમાં ૨૦૦૦ સુધીમાં ૪૦૦ વિકલાંગો અભ્યાસ કરતા થયા.કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલનો લાભ લઈને સારી નોકરી મેળવીને કમાવા લાગ્યા.

૧૯૯૩મા સુરત લાયન્સ ક્લબ ઓફ મીડ વેસ્ટના પહેલા વિકલાંગ પ્રમુખ થયા. લંડનની ટુરમાં રાણી ઈલીઝાબેથ અને વડા પ્રધાન માર્ગારેટ થેચરને મળવાનું માન મળ્યું.

૨૦૦૬મા ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.૧ થી ૧૨ ધોરણ સુધીની સ્કૂલ, હોસ્ટેલ અને બીજી સગવડોનો લાભ વિના મુલ્યે વિકલાંગોને મળતો થયો.

વિકલાંગો માટે અલગ હોસ્પિટલ માટેનું કનુભાઈનું  સ્વપ્નું, મુંબાઈના હરિયાની ફાઉંડેશને આપેલ  ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું.હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.

શ્રી કનુભાઈ ટેલરને આજસુધીમાં ૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ  એનાયત કરવામાં આવેલ છે.દલાઈ લામા ,પ્રમુખ સ્વામી જેવી અનેક જાણીતી વ્યક્તિઓએ એમના કામને બિરદાવીને એમને આશીર્વાદ પાઠવ્યા છે.

ગુજરાત સરકારે એમને ગુજરાત ગૌરવ અને બેસ્ટ એમ્લોયરના  એવોર્ડથી નવાજ્યા છે.

છેલ્લે, ભારતના પ્રેસિડન્ટ પ્રતિભા પાટીલે તાંજેતરમાં  એમને એક ખાસ સમારંભમાં વિકલાંગોના ઉત્કર્ષના કામને બિરદાવીને પદ્મશ્રીનો  એવોર્ડ એનાયત કર્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રી કનુભાઈ ટેઈલર વિષે આ પ્રમાણે જણાવે છે.

“શ્રીમાન કનુભાઈનું સન્માન એ ભારતની વિરાસતનું સન્માન છે.કનુભાઈ ભલે પોતે વિકલાંગ રહ્યા હોય, પરંતુ તેઓ સમાજની વિકલાંગતા દુર કરવામાં મોટું યોગદાન આપી રહ્યા છે. “  

                                          —-વિનોદ આર. પટેલ

________________________________________________

વિકલાંગોની દીવાદાંડી –હેલન કેલર           

સક્ષમ માનવીને ભગવાને પાંચ જ્ઞાનેન્દ્રિયો આપી હોય છે.દ્રષ્ટિ(આંખ),શ્રવણ (કાન),વાચા (જીભ ),ગંધ (નાક )અને સ્પર્શ (ત્વચા ).હેલન કેલરની ત્રણ મહત્વની જ્ઞાનેન્દ્રિયો આંખ,કાન અને વાચા બાળપણમાં જ છીનવાઈ જતાં તેઓ અંધ,બહેરા અને મૂંગા બની ગયાં હતાં.

આવી ત્રેવડી અપન્ગાવસ્થા ભોગવતાં હોવા છતાં  હેલન કેલર કદી નાસીપાસ ન થયાં .આવા શારીરિક પડકારો વચ્ચે જિંદગીનો જંગ સફળતાથી જીવી બતાવી તેઓએ લાખો વિકલાંગોને હિમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. હેલન કેલરે પોતાની અપન્ગાવસ્થા અંગે આ પ્રમાણે લખ્યું છે. 

“ I thank God for my handicaps, for through them, I have found myself ,my work and my God.”    

આવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી પ્રેરણાદાયી પ્રતિભા હેલનનો પરિચય આપતો “ વિકલાંગોની દીવાદાંડી –હેલન કેલર “ એ નામનો મારો એક લેખ અમદાવાદના ધરતી માસિકમાં અગાઉ પ્રગટ થયો હતો.આ લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો. 

વિકલાંગોની દીવાદાડી -હેલન કેલર લેખક- વિનોદ પટેલ

QUOTATIONS  OF  HELEN  KELAR.  

 1.  “Character cannot be developed in ease and quite. Only through experience of trial and suffering can the soul be strengthened ,ambition inspired and success achieved .”

 2. “Four things to learn in life: To think clearly without hurry and confusion .To love everyone sincerely, To act in everything with the highest motives , To trust in God unhesitantly.” 

 3. “It gives me a deep comforting sense that things seen are temporal and things unseen are eternal.”    

વિનોદ આર. પટેલ

સાન ડિયેગો,

તા. જાન્યુઆરી ૮,૨૦૧૨.

 

     

11 responses to “અપંગનાં ઓજસ – બે વિકલાંગ પણ સમર્થ પ્રતિભાઓનો પરિચય

 1. સુરેશ જાની જાન્યુઆરી 9, 2012 પર 8:52 એ એમ (AM)

  બહુ જ સરસ લેખ અને પરિચય. હેલન કેલરનું જીવન ચરિત્ર વાંચ્યું ત્યારે અહોભાવથી મન ભરાઈ ગયું હતું. આપણને કુદરતે આપેલી સંપદાની આપણને કદર જ નથી, અને આપણાં રોદણાં રડે રાખીએ છીએ.

  આ અનુવાદ તમારા ભાવને પુષ્ટિ આપશે ….

  http://gadyasoor.wordpress.com/2008/11/08/sensations/

 2. Vinod R. Patel જાન્યુઆરી 9, 2012 પર 9:46 એ એમ (AM)

  સુરેશભાઈ,આપના પ્રતિભાવ માટે આભાર.

  આપના બ્લોગ ગદ્ય સુરની ઉપરની લિંક પર આપનો સંવેદના લેખ હું એક ધ્યાનથી વાચી ગયો.
  હેલન કેલર જેવી બધીજ અંધ વ્યક્તિઓની સંવેદનાની શક્તિને સમજવા માટે અને હેલન કેલર ઉપરના
  મારા લેખની પૂર્તિ તરીકે વાચકોને સુરેશભાઈનો સંવેદના લેખ વાંચવા મારી ભલામણ છે.
  વિનોદ પટેલ

 3. dhavalrajgeera - Rajendra - જાન્યુઆરી 9, 2012 પર 9:52 એ એમ (AM)

  Dear Vinodbhai,

  Read a book Biography of Padmashree Jagdish Kashibhai Patel – Visionary and founder of BPA, Ahmedabad, india.
  He open the Club for the Blind in 1954.
  To day,the work which is the largest in South East Asia.
  All surfers may like to read by Clicking http://www.bpaindia.org
  Also,You may like to search Jagadguru Rambhadracharya Handikep University -JRHU Chitrakut.MP

  http://www.bpaindia.org
  Dr.Jitendra Trivedi in 1965 opening the First Secondary School for the Blind.

  • dhavalrajgeera - Rajendra - જાન્યુઆરી 9, 2012 પર 10:05 એ એમ (AM)

   Dr..Jitubhai is our older Brother you know, who was friend and teacher of Jagdishbhai Patel my wife’s oldest brother
   Dr.Jitubhai Mulshanker Trivedi was teaching in 1964 for a year at Perkins School for the blind who was a Rockfeller Foundation and Fullbright Scholler.
   We want all surfers to not only surf but work for such orgenizations.

   Rajendra M. Trivedi, M.D.
   http://www.bpaindia.org

   http://www.bpaindia.org

   • Vinod R. Patel જાન્યુઆરી 9, 2012 પર 10:40 એ એમ (AM)

    રાજેન્દ્રભાઈ,
    આપના ઉપરના બન્ને સુંદર પ્રતિભાવો માટે આપનો આભાર.
    આપના મોટાભાઈ જીતુભાઈ સાથે મારે ફોન ઉપર બે-ત્રણ વાર વાત થઇ છે.
    એમની અપંગ સ્થિતિમાં પણ એમણે જીવનમાં જે પ્રગતી કરી છે અને વિકલાંગો
    માટે સેવા કાર્ય બજાવ્યું છે એ અભિનંદનીય છે.
    ડો. જગદીશભાઈ અને ડો. જીતુભાઈ જેવી વ્યક્તિઓએ વિકલાંગો માટે કોઈ પણ જાતની
    પ્રસિદ્ધિની ખેવના રાક્યા વિના સેવા બજાવી છે એની નોધ લેવી જ જોઈએ.
    આપનું ત્રિવેદી પરિવાર અહી રહીને પણ BPA, Ahmedabad, ઇન્ડિયા માટે સુંદર કાર્ય કરે છે..
    આપના સેવાકાર્યમાં સૌનો સહકાર મળશે એવી આશા છે.
    વિનોદ પટેલ

 4. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 9, 2012 પર 8:33 પી એમ(PM)

  આદરણીય શ્રી વિનોદભાઈ,
  સુંદર લેખ અને એક ગુજરાતી તરીકે માનનીય શ્રી કનુભાઈની શક્તિઓને સો સો સલામ

 5. Padmakant જાન્યુઆરી 11, 2012 પર 5:03 એ એમ (AM)

  Vinodbahi CONGRATULATIONS for this beautiful work , you do.
  Right now I remeber our Bethak and milana at Kathawada living house Quater of 1959 thru’ 1962. Since then I have seen the cultural and religious aptitude of yours and now I see this REAL CONSTRUCTION.
  Talking about me, Padmakant Khambhati and Rama ,my wife, we are in Houston Tx since 1982 and enjoy the retired life after 2003.
  I established “:Sanatan Hindu center” in 1986 in Houston . Its website is http://www.sanatanhinducenter. org” I have one Hindu dharma radio program since 1994, named “Voice of sanatan Hinduism” from 9:00am to noon every Sunday morning Houston time. You can listen that live on http://www.KULFradio.com. PLEASE TRY IT and give me your comments, suggestions etc.
  My phone # is 281-459-0866, or Cell 832-398-5410.

  • Vinod R. Patel જાન્યુઆરી 11, 2012 પર 5:33 એ એમ (AM)

   I thank you Pdmakantbhai and Ramabhabhi. yes, I DO REMEMBER the days of our youthful friendship
   started from Kathwada in 1959-62 and still continues in our old days in America.I remember the
   love you showed including Vijya Masi who fed me delicasies in your kitchen in Kathwada.
   It was pleasure talking to you on phone yesterday, though we do talk often.I am proud of all the
   activities you are doing for Hinduism, the Sanatan Dharma in America through your Radio Programme
   and talks in Houston. I thank you for your kind thoughts for me.
   Rajendrabhai, whom you know, has become a good friend of mine.His entire family is religious.They
   run a religious blodg which you can visit on http://www.tulsidal.wordpress.com.
   We will always be in touch.

   Vinod R.Patel

 6. Rakesh Sapariya જુલાઇ 9, 2012 પર 4:30 પી એમ(PM)

  આભાર ,
  વિનોદભાઇ તમે અમારા સાહેબ વિશે ખુબ જ સરસ લેખ લખ્યો છે..
  મે પોતે પણ આ શાળા માં અભ્યાસ કર્યો છે..
  આ શાળા તરફથી ખુબ જ આદર પ્રેમ અને ભવિષ્યમાં કંઇક કરવાની એક પ્રેરણા મળી છે…
  આજની તારીખે આ શાળા માં ફક્ત શાળા જ નહી પરંતુ તેની સાથે જે વિધાર્થીઓ સીટી બહારના હોય છે,
  તેમના માટે હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે.. આ ઉપરાંત વિધાર્થીઓના સારવાર માટે હોસ્પીટલ પણ બનાવવામાં આવી છે .. જેનો ખર્ચ વિધાર્થી માટે નજીવો હોય છે…….

  છેલ્લે ફક્ત હું એટલુ જ કહીશ કે સાહેબ કનુભાઇ ટેલર વિક્લાંગો માટે દીવાદાંડી સમાન છે..
  માટે હું ભગવાન ને એટલી જ પ્રાર્થના કરુ કે હે ભગવાન શારિરીક તદુંરસ્તી અને કુંટુબ પરીવાર સુખમય
  નુ જીવન પ્રાપ્ત થાય.

  આભાર ..
  રાકેશ સાપરીયા…

 7. bharatkumara nagindas shah ઓગસ્ટ 14, 2012 પર 9:51 પી એમ(PM)

  સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડીકેપ્ડ, ફતેગંજ, વડોદરા દ્રારા ૧૫ ઓગસ્ટની ઉઅજવણીના ભાગરૂપે રાખેલ ડિબેટ વિકલાંગતાના ફાયદા અને ગેરફાયદા (વિકલાંગતા આર્શિવાદ કે અભિશાપ)માં ભાગ લેવા માટે આ વિષય ઉપર સર્ચ કરતાં કરતાં આવો સુંદર લેખ વાંચવા મળ્યો. લખનારને ખુબ ખુબ અભિનંદન. (હું પોતે પણ એક ઓર્થોપેડીકલી હેન્ડીકેપ્ડછું.)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: