વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 10, 2012

આપત્તિ બની સંપત્તિ- ડો.કુમારપાળ દેસાઈ-(સત્ય ઘટનાત્મક પ્રેરક વાર્તા)

મારી આ અગાઉની પોસ્ટમાં મેં  વિકલાંગ હોવા છતાં અદભૂત કાર્ય કરી બતાવનાર બે પ્રેરણાદાયી  પ્રતિભાઓ ,શ્રી કનુભાઈ ટેઈલર અને હેલન કેલરનો પરિચય આપને કરાવ્યો હતો .

એ લેખના અનુસંધાનમાં ,આજની આ પોસ્ટમાં,1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે મિકૅનિકલ એન્જિનિયરિંગ કોર્પ્સમાં નાયકનો હોદ્દો ધરાવનાર ઈ.પિતાંબરન પવિત્રનને યુધ્ધમાં ગોળી  વાગતાં અને  અકસ્માત સર્જાતાં વિકલાંગ બની ગયા પછીની એના  સાહસપૂર્ણ જીવનની દાસ્તાન રજુ કરવામાં આવી છે.એના જીવનમાં એક પછી એક આપતિના વાવાઝોડાં આવતાં ગયાં છતાં મન મક્કમ કરી એક પછી એક એમ સાહસોની  એણે હારમાલા સર્જી દીધી.

આ દિલચસ્પ સત્યઘટનાને  ડો.કુમારપાલ દેસાઈએ એમની  રસાળ શૈલીમાં એમના આ લેખમાં રજુ કરી છે .એમનો  આ  પ્રેરણાત્મક લેખ આપને જરૂર વાંચવો ગમશે.

                                                                         —વિનોદ આર. પટેલ

________________________________________________________

આપત્તિ બની સંપત્તિ                                                       – ડો.કુમારપાળ દેસાઈ

(સત્ય ઘટનાત્મક પ્રેરક વાર્તા)

આપત્તિ કદી એકલી આવતી નથી. એ આવે ત્યારે એની આખી ફોજ સાથે લઈને આવે છે. કેરાલાના ઈ. પિતાંબરન પવિત્રનના સુખી જીવનમાં આવી રીતે એક પછી એક આપત્તિનાં વાવાઝોડાં આવતાંરહ્યાં. એના જીવનમાં પહેલાં સુખનો સૂરજ ઊગ્યો. કેરાલાના કવીલોન જિલ્લાના અદૂર નામનાનાનકડા ગામમાં એ રહેતો હતો. એણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. કાલિકટ એન્જિનિયરિંગકૉલેજમાં એ તેજસ્વી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. આ પછી એ ભારતીય સૈન્યમાં જોડાયો.બાંગ્લાદેશના યુદ્ધનો સમય આવ્યો.1971ના યુદ્ધ વખતે ઈ.પિતાંબરન પવિત્રનઈલેક્ટ્રિકલ ઍન્ડ મિકૅનિકલ એન્જિનિયરિંગ કોર્પ્સમાં નાયકનો હોદ્દો ધરાવતો હતો. એનીકામગીરી એટલી સુંદર હતી કે 1971માં એને ઈ.એમ.ઈના શ્રેષ્ઠ ઈલેટ્રિશ્યન તરીકે જાહેર કરવામાં આવ્યો.

આમ આ યુવાન સુખની ટોચ પર હતો ત્યાં જ આપત્તિની આંધી આવી. એ મોટરસાઈકલ પર 1971માંભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે પોતાની ફરજ બજાવવા જતો હતો ત્યાં તેના પગે એક ગોળી વાગી.એ ગબડી પડ્યો. મોટરસાઈકલ ફંગોળાઈ ગઈ. પવિત્રનને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારેએ બેભાન હતો. એનો એક પગ લગભગ છુંદાઈ ગયો હતો. જમણા હાથ પર ગંભીર ઈજા થઈ હતી.ડૉક્ટરને તાત્કાલિક ઑપરેશન કરવાની જરૂર લાગી. એનો એક પગ નિતંબના સાંધામાંથી કાપીનાખવામાં આવ્યો. જમણા હાથમાં એક સળિયો નાખવામાં આવ્યો. પવિત્રન ભાનમાં આવ્યો ત્યારેપોતાની હાલત જોઈને એ ધ્રૂજી ઊઠ્યો. શરીર ભાંગી નાખે તેવી ઈજાઓ થઈ હતી. હવે મન ભાંગીનાખે તેવી ઈજાઓ શરૂ થઈ. પવિત્રનની પત્નીનું એકાએક અવસાન થયું. બે નાનાં બાળકોનેસાચવવાની અને ઉછેરવાની જવાબદારી આ જુવાનને માથે આવી પડી. પવિત્રનને માથે દુઃખનોડુંગર તૂટી પડ્યો. એમાં એના ઉપરી અધિકારીઓની અવગણનાથી એને ભારે આઘાત લાગ્યો. આઅધિકારીઓ એને હવે ટેકનિકલ કામ માટે સાવ નકામો માનતા હતા. એની કોઈ વાત કાને ધરાતીનહીં. આ સમયે પવિત્રને મનમાં પાકો નિર્ધાર કર્યો કે પોતે લંગડો ઘોડો નથીતેટલુંતો આ બધાને બતાવી દેવું !

એણે લાકડાનો કૃત્રિમ પગ લગાવ્યો. ધીરે ધીરે ચાલવાનું શરૂ કર્યું. એવામાં એણે પુણેથી કન્યાકુમારી સુધીની સાઈકલ સ્પર્ધાના સમાચાર વાંચ્યા. એમાં એકવીસ રાજ્યોમાંપસાર થઈને ચોવીસ હજાર કિલોમીટરનું અંતર કાપવાનું હતું. સાઈકલ સ્પર્ધાના જાણીતાખેલાડીઓ આમાં ઝુકાવવાના હતા, પણ એમનેય પોતે આટલું લાંબું અંતર કાપી શકશે કે કેમ એનીખાતરી નહોતી. પવિત્રને આ સ્પર્ધામાં ઝુકાવવાનું નક્કી કર્યું. કેટલાકે એની મજાકકરી,

કોઈકે એને શેખચલ્લી કહ્યો પરંતુ પવિત્રન એના નિર્ણયમાં મક્કમ રહ્યો.લાંબી સાઈકલ સ્પર્ધા કે મોટર સ્પર્ધા માટે આ પ્રકારની મોટર કે સાઈકલ બનાવવી પડે.એનું ઉત્પાદન કરનારી કોઈ કંપની આ માથે લે તો જ આવી મોંઘી અને વિશિષ્ટ સાઈકલ કે મોટરબની શકે. પવિત્રને આ માટે ઘણા સાઈકલ-ઉત્પાદકો પાસે ટહેલ નાખી. માત્ર એક પગના જોરેઆટલી લાંબી સાઈકલ સ્પર્ધામાં જીતી શકે એ માનવા જ કોઈ તૈયાર ન હતું. આથી સાઈકલબનાવનારી કોઈ કંપની પવિત્રન માટે સાઈકલ બનાવવા તૈયાર ન થઈ. જિંદગીની મુશ્કેલીઓથીનહીં હારેલો પવિત્રન સાઈકલની મુશ્કેલીથી ડરી જાય ખરો ? એણે વિચાર્યું કે આપ સમાનબળ નહીં.એ પોતે જ સાઈકલ તૈયાર કરવા લાગ્યો. આખરે પવિત્રને લાંબા અંતર માટે એક ખાસપ્રકારની સાઈકલ બનાવી. આમેય એ એન્જિનિયર હતો. એની જરૂરિયાત પ્રમાણે કેવી સાઈકલ બનાવવી તે સારી રીતે જાણતો હતો.૧૯૮૨ ની 12મી ઑક્ટોબરે પુણેથી આ અત્યંત લાંબી સાઈકલ સ્પર્ધાનો પ્રારંભ થયો.દેશનાતેત્રીસ જેટલા આમાં ભાગ લીધો. આમાં એકલો પવિત્રન જ વિકલાંગ હતો, બાકીનાબધા મજબૂત શરીર ધરાવનારા હતા. પણ પવિત્રને પોતે વિકલાંગ છે એવી વાત જ મનમાંથી કાઢીનાખી હતી. એની નજર તો 24,000 કિલોમીટરના લાંબા અંતરને પસાર કરવા પર હતી. આ સાઈકલસ્પર્ધા દરમિયાન ચંબલનાં કોતરોમાંથી પસાર થવાનું હતું. ઊંચા ઊંચા કોતરો વચ્ચેથીભેંકાર રસ્તા પરથી પસાર થતાં ભલભલા ડરી જાય. એમાં પણ ચંબલનાં કોતરોમાં ડાકુઓનો ભયપણ એટલો જ. પવિત્રનને તો કોઈ ભય સ્પર્શે તેમ નહોતો. એની નજર તો સાઈકલ પર એક પછી એક રાજ્ય પસાર કરવા પર હતી.

ચંબલનાં ઊંચા ઊંચા કોતરો વચ્ચેથી પવિત્રન પસાર થતો હતો ત્યાં એક ભેંકાર જગ્યાએડાકુઓએ એને પડકાર્યો અને આંતર્યો. પવિત્રન ઊભો રહ્યો. ડાકુઓએ જોયું કે આની પાસે તોકોઈ શસ્ત્ર જ નથી. આથી એ સામનો કરે એવી દહેશત રહી નહીં. ડાકુઓએ નજીક આવીનેપવિત્રનની એકએક ચીજ છીનવી લેવા માંડી. એકલો પવિત્રન આટલા બધા ડાકુઓ વચ્ચે કરે પણશું ? એવામાં ડાકુ ટોળીની સરદાર ફૂલનદેવી આવી પહોંચી. ચંબલનાં કોતરોમાં ડાકુરાણીફૂલનદેવીની ભારે ધાક હતી. એના સાથીઓ બે બાજુએ ખસી ગયા. ડાકુરાણી ફૂલનદેવીને આશ્ચર્યથયું કે આવાં કોતરોમાં કશાય શસ્ત્ર વિના એકલા નીકળવાનું સાહસ આ માણસે કેમ કર્યુંહશે ! એણે પવિત્રનને સત્તાવાહી અવાજે પૂછ્યું ત્યારે પવિત્રને હિંમતભેર પોતાની વાતકરી. પોતાનો લાકડાનો કૃત્રિમ પગ પણ બતાવ્યો. આ સાંભળીને ફૂલનદેવીએ પવિત્રનને એનીબધી ચીજવસ્તુઓ પાછી આપી દીધી. એના સાહસ અને હિંમતને બિરદાવ્યાં, એટલું જ નહીં પણબક્ષિસ રૂપે બસો રૂપિયા આપ્યા. પવિત્રને લેવાની ના પાડી, પરંતુ આ ડાકુરાણીએઆગ્રહભેર એ રકમ એના ખિસ્સામાં મૂકી દીધી. આવા જીવસટોસટના બનાવોમાંથી પવિત્રન પસારથયો. એના બીજા હરીફોમાંથી કોઈ બાર હજાર કિલોમીટરથી વધુ અંતર કાપી શક્યા નહીં.પવિત્રન રોજનું સરેરાશ ત્રણસો કિલોમીટર અંતર કાપતો હતો અને ભારતનાં એકવીસરાજ્યોમાંથી પસાર થઈને ચોવીસ હજાર કિલોમીટરનું અંતર અઠ્ઠાવન દિવસમાં પસાર કર્યું.એક માત્ર પવિત્રન જ આ સ્પર્ધાનું તમામ અંતર પૂરું કરી શક્યો.

પવિત્રનની આ સિદ્ધિએ સહુની આંખ ખોલી નાખી. એણે સાઈકલ પર વિશ્વ-પ્રવાસ કરવાનું વિચાર્યું ત્યારે સાઈકલ બનાવનારની કેટલીક કંપનીઓ સામે ચાલીને સાઈકલ બનાવી આપવા માટેપડાપડી થવા લાગી. પવિત્રને બતાવી આપ્યું કે ગમે તેટલી મુશ્કેલીઓ અને નિષ્ફળતામાં જોમાનવી મન અડગ રાખે તો જરૂર એની જીત થાય છે ! પવિત્રન હવાઈ છત્રીદળના સભ્ય તરીકે ફરીકાર્ય કરવા લાગ્યો. ઊંચા આકાશમાં વિમાનમાંથી નીચે કૂદીને લશ્કરી કામગીરી બજાવતાસૈન્યમાં એક પગવાળો પવિત્રન અનોખો માનવી બની રહ્યો. જગતની અદ્વિતિય સિદ્ધિઓની નોંધરાખનારા ગિનેસ બુક ઓફ રેકોર્ડમાં પવિત્રનને સ્થાન મળ્યું. ભારત સરકારે મજબૂતમનોબળ ધરાવતા પવિત્રનને અર્જુન એવોર્ડએનાયત કર્યો. પવિત્રન ભૂતકાળની સિદ્ધિઓવાગોળવામાં માને નહીં. નવી સિદ્ધિઓ રચવાનાં એને સ્વપ્નાં આવે. કૅનેડા દેશના ઓટાવાશહેરમાં વીસ હજાર કિલોમીટરની સાઈકલ સ્પર્ધા થઈ. એક પગવાળા પવિત્રને બે પગ ધરાવનારાઓકરતાં વધુ હિંમત અને સાહસ સાથે આમાં ઝુકાવ્યું. એણે માત્ર 24 કલાકમાં 600 કિલોમીટર સાઈકલ-સફર કરીને નવો વિક્ર્મ સર્જ્યો.

કોઈ સાહસનો વિચાર આવે અને પવિત્રન અટકે ખરો ? એને પછડાટ ન લાગે તેવાં રબરનાંસાધનો સાથે નાયગ્રા ધોધમાં ઝંપલાવ્યું. હવે એની ઈચ્છા કોઈ પણ સાધન વિના નાયગ્રાધોધમાં ઝંપલાવવાની છે. એ કહે છે : હું જીવીશ તો મહાન સિદ્ધિ મેળવી ગણાશે, અને નહીંતો નાયગ્રા ધોધ મારી કબર બનશે.

(રીડ ગુજરાતી.કોમ- અખંડાનંદ માંથી સાભાર)