વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મારા જીવનના અમૃતપર્વ પ્રસંગે……….. ( બે ચિંતન લેખો )

 ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૨ ના રોજ  મારી ભાતીગર જીવન યાત્રાના ૭૫ વર્ષ પુરાં કરીને આ જીવન સધ્યાના અવનવા રંગો નિહાળતો આનંદપૂર્વક ૭૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં જાગેલ વિચારોને આજની પોસ્ટમાં મુકેલ આ ચિંતન લેખમાં રજુ કર્યા છે. 

જીવનના આ અમૃત પર્વ પ્રસંગે મારી જીવન કિતાબનાં પાછલાં પૃષ્ઠો ઉથલાવું છું ત્યારે મારા માનસ પટ ઉપર વીતેલા સમયનાં ચિત્રો તાદ્રશ્ય થાય છે.મનમાં થાય છે કે  જીવનમાં કેટલા ચઢાવ ઉતરાવ આવી ગયા! જીવનના તપતા લોખંડ ઉપર સંજોગોના હથોડા પડતા ગયા એમ જિંદગી આકાર લેતી ગઈ.સુખ, દુખ, આશા, નિરાશા, આનંદ અને શોકના પ્રસંગો આવ્યા અને ચાલ્યા ગયા. જીવનમાં આવેલી દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર ચાલતી રહી.જીવનમાં ધૂપ-છાવ તો આવ્યાં જ કરવાનાં .આપણી વેદનાઓનો ક્રોસ આપણે જ ઉચકવાનો હોય છે.મજબુત મનોબળ અને આંતરિક હિમ્મત એજ સંજોગો પર સવાર થવા માટેનો એક માત્ર ઉપાય છે.હિમ્મત હારવાથી કશું વળતું નથી.કવિ ઉમાશંકર જોશીના શબ્દોમાં કહું તો”ત્રણ વાનાં મુજને મળ્યાં ,હૈયું,મસ્તક, હાથ, બહું દઈ દીધું નાથ,જા ચોથું નથી માગવું.”   

ગત સમયમાં મારા જીવનમાં અગત્યનો ભાગ ભજવનાર અને મને અત્યંત પ્રેમ આપનાર સૌથી પ્રથમ ૧૯૯૨માં મારાં ધર્મ પત્ની કુસુમ,ત્યાર પછી ૧૯૯૫મા મારાં માતા શાંતાબેન બન્ને અમદાવાદમાં અને છેલ્લે ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ સાન ડિયેગોમાં,અમેરિકામાં  મારી નજર સમક્ષ મેં ગુમાવ્યાથી મારા હૃદયના એક ખૂણામાં જે ખાલીપો સર્જાયો છે એ પુરી ન શકાય એવો છે. પ્રેમ, લાગણી અને ત્યાગના ત્રિવેણી સંગમ સમાં આ ત્રણ દિવ્યાત્માઓનો હું ઘણો ઋણી છું.એમના સહવાસમાં પસાર કરેલા એ ભવ્ય ભૂતકાળના દિવસોની અને મારા જીવન ઉપરના એમના અગણિત ઉપકારોની યાદ તાજી કરતાં આજના પ્રસંગે એ  દિવ્યાત્માઓને ભાવભીની સ્મરણાંજલિ અને શ્રધાંજલિ અર્પું છું. 

સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ શારીરિક,માનસિક,આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં સ્થિરતા મેળવે છે.મનમાં કોઇપણ પ્રકારના રાગ,દ્વેષ,ક્રોધ,લોભ,માયા,મમતાથી ધીમે ધીમે પર થઇ શાંત અને સુખી જીવન જીવી શકાય છે. ભગવાન ઉપર મને અપાર શ્રધા છે.મને  હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ કસોટીનો પ્રસંગ આવ્યો,જ્યારે હિમ્મત હારીને બેસી ગયો એવા વખતે કોઈ  અદ્રશ્ય દિવ્ય શક્તિએ હિમ્મત આપીને મને બેઠો કરી મારો માર્ગ સરળ બનાવ્યો છે. ગીતા જેવા સદગ્રંથોના વાચને મારા મનોબળને  મજબુત કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે. 

સમય જતાં કદાચ શરીર મનની વૃતિઓને સાથ આપવા જેટલું સક્ષમ ન પણ રહે ,એની ચિંતા કર્યા સિવાય જે પળ જીવતા હોઈએ  એને સારી રીતે જીવી જાણવી એમાં જ આનંદની અનુભતી છે.મારા આ બ્લોગના પેજ ઉપર મારા પરિચય નીચે મુકેલ મારા કાવ્ય” મને શું ગમે ?” ની અંતિમ ક્ડીયોમાં મેં કહ્યું છે એમ-

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

કવિ શ્રી સુરેશ દલાલે પણ એમની આ પંક્તિઓમાં સરસ કહ્યું છે કે-

સોનામાં શોધવો સોનાના ઘાટને,

નભ તો વિરાટ છે,

આંખ- કાન ખુલ્લાં ને પૃથ્વી પર ફરવું,

લયમાં વિહરવું, ને શબ્દોમાં ઠરવું.

જીવન સંધ્યાનો આ સમય છે આત્મ ખોજનો સમય.આ સોનેરી સમયની હરેક પળને આનંદથી જીવવા નિવૃતિને મનગમતી પ્રવૃતિમાં અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.કવિ શ્રી ઉમાશંકરે એમના એક લેખમાં લખ્યું  કે-“કાર્ય વગરની ભક્તિ વેવલાઈરૂપ બની જાય છે .ગાંધીજી જેવાનું જીવન અવલોકીએ છીએ ત્યારે જણાય છે કે આપણે તો આળસી ગયા ,તંદ્રામાં ડૂબ્યા ,ગાફેલિયતમાં  પડ્યા અને એ તો લાકડીને ટેકે એક એક ડગલું ચાલતા જ રહ્યા .આપણે તો જોતા જ રહીએ છીએ અને એવા પ્રભુના બંદા તો જોતજોતામાં ડગલું ડગલું કરતા માનવતાની એવરેસ્ટ ઊંચાઈએ પહોંચે છે.”   

અંતે,મારા પ્રત્યે સ્નેહ દર્શાવી અને સહકાર આપી મારી જિંદગીને સહ્ય અને સરળ તથા  નિવૃતિના આ દિવસોને રસમય અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ અને મિત્રો,નવા બ્લોગર મિત્રો સહીત, સૌનો મારા જીવનના આ અમૃત પર્વે ખાસ યાદ કરીને ,હૃદયથી આભાર માનું છું.

તા-જાન્યુઆરી ૧૫,૨૦૧૨.                                        વિનોદ આર. પટેલ      

_______________________________________________________________  

ક્રીસમસ ૨૦૧૧ વખતે પાડેલો  

વિનોદભાઈ અને એમનાં  ૬ પૌત્રો–પૌત્રીઓ સાથેનો ફોટો .

 ડાબેથી-હેતલ,પ્રિયા,અર્જુન,મીરા ,વિનોદભાઈ,રૂબીન અને એરન.  

__________________________________________________________

જીવન કિતાબના પૃષ્ઠોનું અવલોકન          (ચિંતન લેખ )             લેખક- વિનોદ પટેલ

 “જીવન કિતાબના પૃષ્ઠોનું અવલોકન” એ નામનો મારો  એક લેખ અમદાવાદના ધરતી માસિકમાં છપાએલો,એ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 મુજ જીવન પંથ ઉજાળ

કવિ નરસિંહરાવ દિવેટીયાનું કાવ્ય-પ્રાર્થના  “મુજ જીવન પંથ ઉજાળ”એ ગાંધીજીએ આ કવિ પાસે એમને ગમતી કાર્ડીનલ ન્યુમેનની મૂળ પ્રાર્થના “લીડ કાઈન્ડલી લાઈટ “ ઉપરથી કરાવેલો સુંદર અનુવાદ છે ,જેને માઢ રાગમાં સારી રીતે ગઈ શકાય છે.ગાંધીજીના સાબરમતી આશ્રમમાં દર શુક્રવારે સાંજે આ ભજન ગવાતું.હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી મને આ ભજન બહું ગમે છે .અમૃત પર્વને અનુરૂપ આ ભજન આખેઆખું અહીં મુક્યું છે .આ પ્રાર્થનામાં અંકિત થયેલ એક ભક્ત હૃદયની આરતનો અનુભવ કરવાનું તમને જરૂર ગમશે.  

 પેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવનપંથ ઉજાળ.

દુર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર ,

માર્ગ સુજે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ ,

                         મારો જીવનપંથ ઉજાળ….૧. 

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દુર નજર છો ન જાય,;

દુર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય ,

                       મારે એક ડગલું બસ થાય …૨ . 

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર ,

આપબળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ ,

                       હવે માંગુ તું જ આધાર …૩. 

ભભક ભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ ,

વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ ,

                      મારે આજ થકી નવું પર્વ ….૪ . 

તારા પ્રભાવે નિભાવ્યો મને,પ્રભુ,આજ લગી પ્રેમભેર ,

નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર ,

                      દાખવી પ્રેમળ જ્યોતિની સેર …૫. 

કર્દમ ભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ ,

ધસમસતા જળ કેરા પ્રવાહો ,સર્વ વટાવી કૃપાળ,

                    મને પહોંચાડશે નિજ દ્વાર …. ૬. 

રજની જશે ને પ્રભાત ઉજળશે , ને સ્મિત કરશે પ્રેમાળ ,

દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,

                     જે મેં ખોયાં હતાં ક્ષણવાર…૭. 

                            —-કવિ નરસિંહરાવ દિવેટીયા

______________________________________________________________________ 

QUOTES  OF  MAHATMA  GANDHI 

 મિત્ર શ્રી વિપુલ દેસાઈએ મને ઈ-મેલમાં મોકલેલ, Quotes Of Mahatmaa Gandhi, નો  વિડીયો માણવા  અહી ક્લિક કરો.

(Full Screen ઉપર જોવાથી Quotes  સારી રીતે વાંચી શકાશે ).

18 responses to “મારા જીવનના અમૃતપર્વ પ્રસંગે……….. ( બે ચિંતન લેખો )

 1. Vinod R. Patel જાન્યુઆરી 18, 2012 પર 5:22 એ એમ (AM)

  મારા જન્મદિવસ માર્ટની આપની શુભેચ્છા માટે આપનો આભાર, સુરેશભાઈ.

  તમે ઉમરમાં મારાથી નાના ભલે હો પણ તમારી પાસેથી ઘણું શીખવાનું છે , ખાસ કરીને

  એક નવા બ્લોગર તરીકે.તમારા સહકાર અને માર્ગદર્શન માટે ફરી આભાર માનું છું.

  વિનોદભાઈ

  Like

 2. ગોવીંદ મારુ જાન્યુઆરી 18, 2012 પર 3:00 પી એમ(PM)

  આપના જીવનના અમૃતપર્વ પ્રસંગે બે ચીંતન લેખોની મળેલી ભેટ ભાવવાહી રહી.. આપના ૭૬મા જન્મદીને હૃદયપુર્વકની શુભેચ્છાઓ….

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 18, 2012 પર 3:16 પી એમ(PM)

   શ્રી ગોવિંદભાઈ,
   આપના પ્રતિભાવ અને મારા જન્મ દિવસની શુભેચ્છા માટે આપનો ખુબ આભાર.
   આપનો બ્લોગ -અભિવ્યક્તિ -હું ખુબ જ રસથી વાંચું છું.
   આપના આ બ્લોગ મારફતે તમે સમાજમાં સદવિચારો ફેલાવવાનું સુંદર કાર્ય કરી રહ્યા છો.
   આપને અભિનંદન.
   વિનોદ પટેલ

   Like

 3. maya raichura જાન્યુઆરી 18, 2012 પર 8:20 પી એમ(PM)

  નિવૃત્તિ ના સમય નો સદ ઉપયોગ .સુંદર કાર્ય . આપ વડીલ છો તેથી વંદન સહીત આપના નવા વર્ષ ની શુભેચ્છા પાઠવું છું .મારા સસરા પણ આપની ઉમર ના છે અને દર્દીઓ ને જમાડવાનું સેવા નું કાર્ય પોરબંદર માં કરે છે . મને આપની પ્રવૃત્તિ ખુબ ગમી . જય શ્રી કૃષ્ણ .

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 19, 2012 પર 6:40 એ એમ (AM)

   માયાબેન,
   પોરબંદરમાં રહીને પણ તમે મારો લેખ વાંચીને મને શુભેચ્છા પાઠવી તેથી અહી હજારો માઈલ દુર અમેરિકામાં રહેતા મને ખુબ આનંદની
   લાગણી થઇ.આપના સુંદર પ્રતિભાવ માટે અને શુભેચ્છાઓ માટે આપનો આભાર માનું છું.

   મારી ઉમરના આપના સસરા આ ઉમરે પણ કાર્યશીલ છે અને પોરબંદરમાં દર્દીઓને જમાડવાનું પુણ્ય કામ કરી રહ્યા છે એ બદલ
   એમને મારા અભિનંદન અને એમની નિરામય જિંદગી માટે મારી શુભેચ્છાઓ અને જય શ્રી કૃષ્ણ પહોંચાડશો.

   વિનોદ આર. પટેલ

   Like

 4. Vinod R. Patel જાન્યુઆરી 19, 2012 પર 6:15 એ એમ (AM)

  સ્નેહી ભાઈશ્રી વિનોદ ભાઈ પટેલ સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપુછું.
  તમારા તમે કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા .અને તમારા નામ પ્રમાણે “વિનોદ વૃતિ “ટકાવી રાખી તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે.

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 19, 2012 પર 6:17 એ એમ (AM)

   આદરણીય મુરબ્બી શ્રી આતા ,

   આપની મારા ૭૬મા જન્મ દિનની શુભેચ્છાઓ માટે આપનો દિલથી આભાર માનું છું.

   તમારા જવાબે મને શરમિંદો કર્યો !હું એક સામાન્ય માણસ છું.તમારા જેવા નેવું વર્ષના

   મુરબ્બીએ મારી પાસેથી શું શીખવાનું ?તમે આ ઉમરે પણ શરીર અને મનથી શશક્ત છો.

   હાસ્ય દરબાર બ્લોગમાં તમારી “વિનોદ વૃતિ “નાં અવારનવાર દર્શન થતાં હોય છે.

   આ ઉમરે પણ તમે જિંદગીને આનંદથી માણી રહ્યા છો . દવાની એક પણ ગોળી લેતા નથી.

   એટલે તમારી પાસેથી મારે ઘણું ઘણું શીખવાનું છે.

   તમારા જવાબમાં તમારો મારા પ્રેત્યેનો ઉમળકો અને પ્રેમ ભાવ દેખાય છે, એ બદલ આપનો

   શીરગુઝાર છું.

   વિનોદભાઈના પ્રણામ

   Like

 5. Vinod R. Patel જાન્યુઆરી 19, 2012 પર 8:20 એ એમ (AM)

  શ્રી રતિભાઈ પટેલે મારા ૭૬મા જન્મ દિન પ્રસંગે નીચેનો સંદેશ એમના ઈ-મેલમાં મોકલી આપ્યો છે.

  HAPPY BIRTHDAY – 15 January

  Dear Shree Vinodbhai

  Life is a wonderful gift from GOD, enjoy it
  Whatever the age you are presently living in
  There is always a harmony in all the things
  That only caring each other gracefully brings

  Whole new wonderful world is in your mind
  Make it beautiful or ugly as you may wish
  Make your every slipping moment count
  You know, you have only one life to mount

  Happiness in your life is learning now, how
  To value what has been given to you, now
  Blessing in life is learning & turning a page
  To value what is here in your present age

  Life is surely Ulcerous, but still lot useful
  Life is purely pious and always purposeful
  Live up to your good conscience without fear
  ‘Life is a lesson’ –- taught by grinding years

  “Vinod” Means Who brings

  V = Vividness (ઉજજવલતા)
  I = Inspiration (પ્રેરણા)
  N = Nobleness (ઉમદાપણું )
  O = Optimism (આશાવાદ)
  D = Diligence (અભ્યાસ)

  Rateebhai Patel
  Dr. Rita Mehta-પટેલ
  તા.ક.
  પ્રત્યક્ષ પરિચય નથી તમારો, પણ
  પરોક્ષ પરિચય પીરસેલા પોયણાથી જરૂર થયો છે;

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 19, 2012 પર 8:25 એ એમ (AM)

   Message flagged Wednesday, January 18, 2012 2:37 PMMessage body
   સ્નેહી શ્રી રતિભાઈ અને ડો.રીટાબેન મહેતા- પટેલ ,

   મારા ૭૬મા જન્મ દિવસ પ્રસંગે આપની શુભચ્છાઓ અને મારા લેખના સુંદર પ્રતિભાવ
   માટે આપનો અત્યંત આભારી છું.

   આપણો અન્યોન્ય પરિચય ઈન્ટરનેટ મારફતે થયલો છે. ડો.રાજેન્દ્રભાઈના એક જુના મિત્ર તરીકે
   સૌ પ્રથમ હાસ્ય દરબારમાં આપના લેખો વાંચીને તમને મેં ઓળખી લીધા કે તમે એક અનુભવ
   સિદ્ધ આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છો.બ્લોગ ચલાવવાનો આ એક મોટો ફાયદો છે કે
   એ નિજાનંદ અને શોખ પૂરો કરે છે એ સાથે અમેરિકામાં રહેતા અને કદી ન મળેલા પરંતુ
   સરખા શોખ ધરાવતી વ્યક્તિઓને ખુબ નજીક લાવે છે અને આ ઓળખાણ જિંદગીભરની
   મૈત્રીમાં પણ પરિણમતી હોય છે. સુરેશભાઈ અને રાજેન્દ્રભાઈ સાથેનું મારું માનસિક તાદાત્મ્ય
   જે સધાયું છે એ અન્યોન્યના બ્લોગ મારફતે થયેલું છે.આવા સંબંધોથી એક બીજાના વિચારોની
   આપ-લેથી જિંદગી રસિક બનતી હોય છે.

   તમોએ જે અંગ્રેજીમાં સંદેશ મોકલ્યો છે એ ખરેખર સુંદર છે અને વારંવાર વાંચીને પ્રેરણા
   મેળવવા જેવો છે.તમે તમારા ઈ-મેલના અંતે મારા માટે જે ઉમળકો અને પ્રેમ દર્શાવ્યો
   છે એ બદલ આપનો ખુબ આભારી છું.તમે મારી જે વ્યાખ્યા કરી એને હું લાયક છું કે નહી
   એ હું જાણતો નથી.આપનો પરિચય અને મૈત્રી પામીને મને ઘણો આનંદ થયો છે.
   આ રીતે મને ઉત્સાહિત કરતા રહેશો એવી આશા રાખું કે ?

   વિનોદભાઈ પટેલના વંદન

   Like

 6. Vinod R. Patel જાન્યુઆરી 19, 2012 પર 4:24 પી એમ(PM)

  હ્યુસ્ટનમાં રહેતા શ્રી પદ્મકાન્તભાઈ ખંભાતી સાથે મારી મૈત્રી છેક ૧૯૫૯-૬૨ માં
  કઠવાડા ખાતે જ્યારે હું જોબ કરતો હતો ત્યારે શરુ થઇ એ આજે અમેરિકામાં પણ
  એવી જ તાજી છે.એમણે મારો અમૃત પર્વનો લેખ વાંચીને ઘડપણ વિષે એમને
  વાંચવા મળેલ એક રચના મને ઈ-મેલથી મોકલી છે.એને થોડી ટૂંકાવીને અહીં
  મુકું છું .વાચકોને એ જરૂર માણવી ગમશે.

  Wednesday, January 18, 2012

  JSK (Jay Shri Krishna), Vinodbhai,
  Would you read this GHADPAN=old age description please.
  Thanks
  Padmakant K.

  ઘડપણ……..

  આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે, અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.

  પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે.

  ઘડપણની વ્યાખ્યા શી?

  ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.

  માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.

  જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ

  ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.

  ‘પ્રત્યેક સૂર્યાસ્ત નવુંપ્રમાણે છેઃ’પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.

  પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.

  જૂની આંખે નવા તમાશા જોવાની પ્ણ એક મજા હોય છે.

  આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.

  ઘડપણ મનની અવસ્થા છે.

  નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી.

  કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.

  પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે.

  જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી.

  જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જાય છે.

  એક મિત્રે કહેલુઃ

  ‘ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ !’

  હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.

  આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી.

  જીંદગીભર કણસતા રહીને પતિ–પત્ની સંસાર વેંઢારે

  તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી.

  પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે.

  ટીવીની સિરિયલ જોઈએ, એ જ રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.

  સરતિ ઈતિ સંસારઃ !

  જે સરતો રહે છે તેનું જ નામ સંસાર !

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 19, 2012 પર 4:28 પી એમ(PM)

   શ્રી પદ્મકાંતભાઈ અને રમાભાભી,

   મારા જન્મ દિન પ્રસંગે આપના ઈ-મેલ અને ઘડપણ અંગે મોકલેલ
   પંક્તિઓ માટે આપનો આભાર.આપની સાથે ફોન ઉપર પણ વાત થઇ હતી.
   આપણી જૂની મિત્રતા હજુ પહેલાં હતી એટલી જ પ્રેમથી ભરપુર છે એનો આનદ છે.

   વિનોદ પટેલ

   Like

 7. vishal jethava જાન્યુઆરી 22, 2012 પર 4:56 એ એમ (AM)

  જાણું નહીં હજું કેટલા જન્મદિવસ બાકી હશે,
  એટલું તો જાણું કે આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે…

  જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ના રહ્યું
  એનો નથી હર્ષ,નથી શોક,જે કઈ થવાનું હતું તે થયું.

  આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો,
  તમારા સ્નેહ અને સૌહાર્દથી મને મીઠુંમીઠું મૂંઝ્વો છો;

  હવે જે કૈં વર્ષો રહ્યાં એમાં દેહ-મનથી સ્વસ્થ રહું;
  જાત અને જગતની આંધીઓ વચ્ચે આત્મસ્થ રહું;

  આજે તમે સૌ મિત્રો આટલું વરદાન મને આપો,
  ’શિવાસ્તે પન્થાન: સન્તુ’ કહી માથે હાથ થાપો,

  તો આ જીવ એની શેષ યાત્રામાં કદીયે ન થાકી જશે,
  પછી ક્યારેક જાણે એક ફ઼ળની જેમ વિશ્વની ડાળ થકી ખરી જશે,

  જે ધરતીની ધૂળમાંથી એ જન્મ્યું એ ધરતીમાં સરી જશે,
  પણ એ તો ક્યારે?ત્યારે કે જ્યારે એ પૂરેપૂરું પાકી જશે.
  ~નિરંજન ભગત

  બી લેટેડ હેપી બર્થડે …!
  આ કવિતા સપ્રેમ ભેટ…

  Like

 8. Vinod R. Patel જાન્યુઆરી 22, 2012 પર 5:42 એ એમ (AM)

  શ્રી વિશાલભાઈ,
  મારા જન્મદિન પ્રસંગની આપની શુભેચ્છાઓ સાથે એક સુંદર કાવ્યની ભેટ મોકલી આપવા માટે આપનો
  આભારી છું.
  તમે ક્યાંના છો ,જોયે મળ્યે એકબીજાને જાણતા નથી છતાં ઈન્ટરનેટ પર એકબીજા માટે પોતાનો
  પ્રેમ દર્શાવી શકીએ છીએ એ આજની તેક્નોલોજીની બલિહારી છે.પ્રેમને દુર શું નજીક છું ?

  આપે મોકલેલ કવી શ્રી નિરંજન ભગતનું આ કાવ્ય મારા દિલના ભાવોનો પડઘો પાડે છે.
  જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ના રહ્યું
  એનો નથી હર્ષ,નથી શોક,જે કઈ થવાનું હતું તે થયું.

  આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો,
  તમારા સ્નેહ અને સૌહાર્દથી મને મીઠુંમીઠું મૂંઝ્વો છો;

  Like

 9. HAsmukh Doshi ફેબ્રુવારી 15, 2012 પર 10:22 એ એમ (AM)

  Vinodbhai: First of all I want to apologize for not be able to type in Gujarati. I need to learn that.
  Secondally, please accept my heartly congratulation on your 75th birthday. I was very fortunate to know your parents and Kasumben. I knew you and your family since I was only thirteen or fourteen years old, it is more than 50 years! Your whole family were very loving. I still remember Dasrath and Chiman.

  Please always look forward and do God’s work. It is God’s duty to take care of his devotee.

  Soon, I will be calling you. Best regards.

  Like

  • Vinod R. Patel ફેબ્રુવારી 15, 2012 પર 10:43 એ એમ (AM)

   Thank you Hasmukhbhai,
   yes,I know you are attached to our family-my father,mother,my wife ,
   my brothers and me, since we knew each other in Kathwada ,since your school
   days and my college days.Remember, we used to go to school/college in Maize
   product’s station wagon drove by good hearted driver Gopal Rao ?
   You even attended my simple marriage ceremony on 12th August 1962
   celebrated in the presence of limited family members ,at the
   bungalow of our close related family friend.Do you remember ?

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: