વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા

ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા

આપણી હિંદુ સંસ્કૃતિમાં” માત્રુદેવો ભવ,પિતૃ દેવો ભવ “ ની આદર્શ ભાવના સૈકાઓથી પ્રચલિત થયેલી છે.ભારતમાં અમે ભણતા ત્યારે શાળામાં વિદ્યાર્થીઓને શ્રવણ એનાં આંધળા મા-બાપને કાવડ ઉપર ખભે ઉપાડીને જાત્રા કરાવે છે એ વાર્તા કહીને મા -બાપની સેવા કરવાના પાઠ શીખવવામાં આવતા અને હાલ પણ શીખવાતા હશે જ એવું આપણે માની  લઇએ.એમ છતાં હાલના જમાનામાં ભારતીય સંસ્કૃતિનાં પાયાનાં મૂલ્યો ભુલાતાં જતાં હોય એવું કોઈવાર સમાજમાં જે દ્રશ્યો આપણે જોઈએ છીએ એ ઉપરથી લાગ્યા વગર રહેતું નથી. ઘરડાં મા-બાપની સમસ્યાઓને ઉજાગર કરતી, અમિતાભ બચ્ચનની યાદગાર અદાકારી વાળી ફિલ્મ બાગબાન જેવી ઘણી ફિલ્મો પણ બની ચુકી છે,અનેક નવલકથાઓ,કાવ્યો, વાર્તાઓ ,ભજનો-ગીતો લખાયા છે, જેણે આ સમસ્યા ઉપર આપણું   ધ્યાન દોર્યું છે.પૂજ્ય પુનીત મહારાજનું જાણીતું ભજન “ભૂલો બધું પણ માં -બાપને ભૂલશો નહી ,અગણિત છે ઉપકાર તેમના ,એહ વાત વિસરશો નહી ” એ આખું ભજન ઠેર ઠેર ગવાતું તમે સાંભળ્યું પણ હશે.      

આ સંદર્ભમાં,મારા હ્યુસ્ટનમાં રહેતા અને ૧૯૫૯-૧૯૬૨માં અમે કઠવાડા-અમદાવાદ ખાતે જોબ કરતા હતા ત્યારથી મૈત્રી સંબંધથી બંધાએલા શ્રી પદ્મકાંત ખંભાતીએ એમના ઈ-મેલમાં આજની આ ઘરડાં મા-બાપની સમસ્યા ઉપર એક સુંદર આપણને બે ઘડી વિચારતા કરી મુકે એવો અસરકારક લેખ ફોરવર્ડ કર્યો છે .

આ લેખના લેખક શ્રી  દીનેશ પાંચાલનો  અને ઈ-મેલમાં આ લેખ મને ફોરવર્ડ કરવા માટે શ્રી ખંભાતીનો ,એમ બન્નેના આભાર સાથે આજની પોસ્ટમાં સૌ વાચકોને વાંચવા અને વિચારવા માટે નીચેનો લેખ મુકેલ છે.આશા છે આપને એ જરૂર ગમશે.

                                            સંકલન  — વિનોદ આર. પટેલ

___________________________________________________________________

ઘરડાં મા-બાપની એક સામાજિક સમસ્યા

હમણાં એક મિત્રની ખબર કાઢવા હૉસ્પિટલ જવાનું બન્યું. ત્યાં 80 વર્ષના એક બીમાર વૃદ્ધે આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારે બબ્બે દીકરા હોવા છતાં મારી સેવાચાકરી નોકર કરે છે. આઝાદીની લડાઈમાં અંગ્રેજોની બેસુમાર લાઠીઓ ખાધા પછી હું અડીખમ રહ્યો હતો. પરંતુ મારા ખુદના લોહીએ જે મૂઢ માર માર્યો છે તેની વેદનાથી હું ભાંગી પડ્યો છું. આ ઉંમરે સમજાય છે કે, એકાદ શ્રવણ જેવો દીકરો હોય તો ઘડપણની લાજ રહે…. નહીંતર આવા દીકરાઓ તો દસ હોય તોય બાપની લાશ રઝળી જાય….!’ કમનસીબે આ વૃદ્ધની વેદના આજે ઘરઘરની કહાણી બની ગઈ છે. હમણાં એક દીકરાએ માબાપ જોડે લડીને ઘરમાં અલગ ચૂલો માંડ્યો. એના લગ્ન થયાને આઠેક મહિના થયા હતા. બધાંએ બહુ સમજાવ્યા, પણ દીકરો – વહુ અલગ થઈને જ જંપ્યા. તેમના ઘરડા માબાપને વા, બ્લડપ્રેશર, સુગર, મોતિયો વગેરેની તકલીફ. પણ રડતા હૃદયે એમણે વહુ-દીકરાની જીદ સામે ઝૂકવું પડ્યું. આજે સ્થિતિ એવી છે કે કમરેથી વળી ન શકે એવી વૃદ્ધ માતાએ ચૂલામાં ફૂંક મારવી પડે છે. અને બાથરૂમ સુધી જવામાંય મુશ્કેલી પડે એવા વૃદ્ધે ડગુમગુ ચાલીને શાકભાજી માટે બજાર સુધી આવવું પડે છે. આવું નિહાળ્યા પછી સમજાય છે કે – ‘દીકરા સમા કોઈ દેવ નહીં, અને દીકરા સમા કોઈ દુશ્મન નહીં !આ પણ ભારતીય સંસ્કૃતિની જ એક તાસીર છે. 

નવી પેઢી વૃદ્ધોને તરછોડે છે એ નિર્વિવાદ હકીકત છે. ઘણીવાર એવું ય જોવા મળે છે કે, બે દીકરાઓ લડીને અલગ થઈ જાય અને ઘરવખરી ભેગી મા-બાપની ય વહેંચણી કરી લે. એક દીકરો મુંબઈ રહેતો હોય, બીજો અમદાવાદ. ઘડપણમાં દીકરાઓને વાંકે સારસ બેલડી જેવા વૃદ્ધો એકમેક વિના ઝૂરીઝૂરીને મરે ! દીકરા વહુને મૃત્યુપર્યંત માવતરના અસલી રોગની ખબરે ના પડે ! તેમને કોણ સમજાવે કે ઘરડી ઉંમરનો વિરહ કેન્સર કરતાંય વધુ ભયંકર હોય છે. સોમાંથી સીત્તેર ઘરોમાં એવું થાય છે કે, ઘરમાં વહુ આવી નથી કે ચૂલા અલગ થયા નથી! ચૂલા અલગ ન થાય તોય મન તો અલગ થઈ જ જાય છે. દીકરો સજ્જન હશે તો અલગ રહ્યા પછીય માવતરની દેખભાળ રાખશે અને દુષ્ટ હશે તો જિંદગીભર સાથે રાખીનેય શાંતિથી બટકું રોટલો ખાવા નહીં દે. દરેક વહુ પોતાની સાસુને રિવાજ મુજબ મમ્મી કહેતી હોય છે પણ માનતી નથી હોતી. બલકે કેટલીક વહુઓને તો સાસુઓની એવી એલર્જી હોય છે કે ઘરમાંથી તેન?? કાંટો કાઢીને જંપે છે.


ક્યાંક એક વાર્તા વાંચવા મળી હતી. એક લડાયક સ્ત્રી પોતાના પતિની ઉપરવટ જઈને સાસુને ઘરડાઘરમાં મૂકવા જાય છે. પણ ત્યાં એ જુએ છે કે પોતાની માતાને લઈને એની ભાભી પણ ત્યાં ભરતી કરાવવા આવી હતી. તે નિહાળી એને હૈયે ચોટ પહોંચે છે. અને પોતાની ભૂલ સમજાય છે. એવી એક અન્ય વાર્તા ટીવી પર જોવા મળી હતી. પોતાની ઘરડી સાસુ પર જુલમ ગુજારતી એક માથાભારે વહુ રોજ ઍલ્યુમિનિયમની કાણી થાળીમાં સાસુને ખાવાનું આપતી હતી. વહુનો નાનો દીકરો રોજ એ જોતો. એક દિવસ દીકરાએ થાળી સંતાડી દીધી. વહુએ તે જોઈ પૂછ્યું. બેટા, થાળી કેમ સંતાડે છે?’દીકરો જવાબ આપે છે–‘મમ્મી, આ થાળી હું તારે માટે સાચવી રાખીશ. તું દાદી જેવી ઘરડી થશે ત્યારે હું પણ તને આજ થાળીમાં ખાવાનું આપીશ !

સત્ય એ છે કે આજે આપણે વડીલો સાથે જે રીતે વર્તીશું તે રીતે આપણા સંતાનો આવતી કાલે આપણી સાથે વર્તશે. અજાણપણે તેમને આપણા વર્તનમાંથી એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે. એથી ઘડપણમાં શીતળ છાંયડો ઈચ્છતા હો તો આંગણે આસોપાલવ રોપવો રહ્યો. બાવળ રોપીશું તો કાંટા જ પ્રાપ્ત થશે.


આપણી ધર્મપ્રધાન સંસ્કૃતિમાં ભગવાનની લળીલળીને પૂજા કરાય છે. ભલે કરાતી….. પણ જેમને સેવાની સાચી જરૂર છે એવા વૃદ્ધોની અવહેલના ના થવી જોઈએ. ઘરડા બાપને પાંચ વારનું પોતિયું ન પહેરાવી શકતો દીકરો કૃષ્ણની મૂર્તિને જરકસી જામા અને પિતાંબર પહેરાવે છે. બાપને જીવતા જીવત પાશેર ખમણ ન ખવડાવી શકતો દીકરો તેના મૃત્યુ પછી નાતને મણના લાડુ જમાડે છે. આ બધું ત્યજવા જેવું છે. માવતરને જીવતા જીવત જે સુખો આપશો તે જ તેને મળશે. તેના મૃત્યુ બાદ ગાય કાગડાને શ્રાદ્ધનો વાસ નાખવાનો કોઈ ફાયદો નથી. સમજદાર દીકરાઓ માને છે, બાપના મર્યા બાદ જ્ઞાતિને લાડુને દૂધપાક જમાડવાને બદલે આખી જિંદગી માબાપને જ મિષ્ઠાન્ન જમાડીશું તો શ્રાદ્ધની જરૂર જ ના રહે. લોકો બે પાંચ હજાર રૂપિયાનું સાગ સિસમનું મંદિર ઘરમાં વસાવે છે. અને તેમાં ચોવીસ કલાક ઈલેક્ટ્રિક દીવડો જલતો રહે એવી વ્યવસ્થા કરીને ખુશ થાય છે. પરંતુ ચોવીસ કલાક માબાપનો જીવ જલતો રહે તેવી રીતે જીવવાનું બંધ નથી કરતા. જે ઘરમાં વડીલો રિબાતાં હોય તે ઘરમાં માણસોને મંદિરમાં પ્રવેશવાની સખત મનાઈ ફરમાવવી જોઈએ. મારું ચાલે તો એવી વ્યવસ્થા કરું, જ્યાં મંદિરમાં પ્રવેશતા પૂર્વે એવા માણસો પાસેથી તેમના વડીલોનું એન.ઓ.સી. (નો ઓબ્જેકશન સર્ટિફિકેટ) માંગવામાં આવે. એક દીકરાને હું ઓળખું છું. જે બીમાર બાપને કેપ્સ્યુલ ગળવા પાશેર દૂધ આપવામાં કંજુસાઈ કરે છે,પણ શિવલિંગ પર રોજ શેર દૂધનો અભિષેક કરે છે. (દેશમાં કોણ જાણે કેટલાંય શિવલિંગો એ રીતે અપવિત્ર બનતા હશે.)આવી ભક્તિથી કદી કોઈ ભગવાન રાજી ન થાય. 

આથમતી અવસ્થામાં વૃદ્ધોને પૈસા કરતાંય સંતાનોના સ્નેહ અને હૂંફની વિશેષ આવશ્યકતા રહેતી હોય છે એ વાત એંશીની ઉંમરે પહોંચ્યા બાદ,જાતે અનુભવ્યા પછી જ સ્વીકારીશું એવી જીદ ના પકડીએ? સુસંસ્કારની જ્યોત આજે આપણા કુટુંબમાંજલાવીશું તો ભવિષ્યમાં આપણું ઘડપણ રળિયાત થશે. સીધો દેશી હિસાબ છે. આપણા સંતાનો આપણને ઍલ્યુમિનિયમની કાણી થાળીમાં ખાવાનું ન આપે એવું આપણે ઈચ્છતા હોઈએ તો આજે જ એ થાળી ફગાવી દઈએ. ન રહેગા બાંસ ન બજેગી બાંસૂરી…!(લેખક-  દીનેશ પાંચાલ અને રીડ ગુજરાતી.કોમ નાં સૌજન્યથી )

________________________________________________________________

વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું.
સેંકડો ફળથી જતન એક જ વૃક્ષ કેરું ના થયું.
એક પોષે છે, પિતા બેચાર પુત્રોને છતાં;
સર્વ પુત્રોથી જતન એક જ પિતાનું ના થયું.

– અંબાલાલ ડાયર

ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ

ત્વમેવ વિધા, દ્રવિણમ્ ત્વમેવ

ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ

___________________________________________________________________

ઉપરના લેખના સંદર્ભમાં સપ્ટેમ્બર ૨૨,૨૦૧૧ના રોજ આ બ્લોગમાં પોસ્ટ કરવામાં આવેલ

એક વૃદ્ધ શિક્ષકના જીવનની કરુણ કથા કહેતી મારી એક વાર્તા  “પત્ની છાયા” ને

 વાંચવા માટે અહીં ક્લિક કરો.

________________________________________________________________

ઉપરનો લેખ અને મારી વાર્તા- પત્નીછાયા- વાંચીને એમ માની લેવાની જરૂર નથી

કે આજે સમાજમાં બધાં જ સંતાનો મા-બાપને પ્રેમ નથી કરતાં,તિરસ્કારની દ્રષ્ટિથી

જુએ છે કે માનસિક સંતાપ આપે છે.આ લેખમાં જે દ્રષ્ટાંતો રજુ કર્યા છે એ

સમાજમાં અલપ ઝલપ બનતા બનાવો માત્ર છે.

આજે સમાજમાં સમજુ સંતાનો છે અને સમજુ મા-બાપ પણ હોય છે એવી સિક્કાની

બીજી બાજુને રજુ કરતી જાણીતા લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંતની  એક સુંદર

વિચાર પ્રેરક સામાજિક વાર્તા હવે પછીની પોસ્ટમાં વાંચવા માટે રાહ જોવા વિનંતી.

સંકલન -વિનોદ આર.પટેલ

 

 

19 responses to “ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા

  1. dhavalrajgeera જાન્યુઆરી 23, 2012 પર 2:58 પી એમ(PM)

    I am sending separate E Mail…

    (This article is sponsored by Emerson Hospital)

    Kabir Chadha is the Founder and CEO of Epoch Elder Care, a Delhi based organization that provides professional at-home care for elderly Indians. Previously, Kabir worked as a consultant with McKinsey & Company in New York and he has a B.A. in Economics from Stanford University. Kabir has had both personal and professional experience with the elderly and has conducted extensive research to understand the needs of the elderly in Asia.

    1. What motivated you, a Stanford graduate and a McKinsey Alum to start this very unique business?

    I always wanted to be an entrepreneur – probably because many of my classmates from Stanford are working at Google, Facebook and other start-ups. When I left McKinsey to start my own business, I knew that I wanted to create a company that would have an impact on Indian society.

    Some very personal experiences led me to see the need for professional at-home Elder Care in India. Not long ago, an elderly person close to me became very ill. During her recovery, we realized that in India, other than hiring a maid and a driver, there is no where to turn to for quality at-home caregivers in both non-medical and medical areas.

    This field is exciting to me because it gives me the opportunity to both meet a real business need as well as meaningfully impact the lives of a group of people.

    2. What are the major issues facing Elders in India today?

    The most pressing need is a social one. Many elderly are lonely and bored. They have a lot of idle time and want to do something meaningful with it. Unfortunately many are not independent, and have pre-conceived notions about how one should live their lives in old age.

    With more nuclear families, working couples, and changing attitudes of younger children, the elderly are lonelier than ever.

    3. What unique services does Epoch Elder Care provide?

    High quality, at-home care for the elderly is almost non-existent in India and we are committed to filling that gap. Our goal is to help the elderly age healthily and happily at home.

    Our professional Elder Care Specialists provide the social support and mental stimulation that the elderly need. We also support families to create safe and comfortable environments for their elderly people. Our services include home visits, companionship, fall proofing and medication management as well as monthly social events to get the elderly out of their homes and engaged with one another.

    When people usually think about at-home care, they either think “maids.” We want to turn that perception on top of its head. Our Elder Care Specialists highly educated professionals who have master’s degrees in fields related to elder care management like gerontology, social work and psychology. Once hired, they go through an intensive training program designed in consultation with experts like HelpAge India and the Delhi Institute of Home Economics. The training also includes Basic Life Support training, certified by the American Heart Association. For our most recent training program, we also worked together with Panchvati – a warm retirement community in South Delhi.

    4. How has the response to the initial offering been?
    The response has been enthusiastic; it has been really exciting for us. Just today we signed up an elderly client whose daughter lives in the US. The daughter immediately recognized the need for her elderly loved one to receive focused attention.

    Events have been a big hit. Over the past three months, we have taken part in organizing a Bhajan Sandhya, an Art Jamming Session and a Christmas Party. After the Art Jamming, at which the elderly got to create paintings alongside professional artists, several elderly ladies actually took up art as a regular hobby. I love knowing that we brightened someone’s life like that.

    5. You have lived a large part of your life outside India. How easy was it for you to start a business in India?

    Leaving New York for Delhi was a scary leap to make, but it’s exciting to be back in India. Setting up Epoch has certainly been an adventure – doing business in India is not easy – but with a positive attitude (and lots of patience) anyone has a fair chance to succeed.

    6.What advice do you have for people in America who are constantly struggling to support parents in India who are unwilling to move to the US?

    That’s a tough spot to be in. Life for the elderly can be quite challenging in India, and it is equally tough trying to help your parents from abroad. Retirement communities, though a fairly new concept in India, are slowly gaining acceptance, though most elderly do not want to leave their homes.

    My advice is simple: visit them as often as possible, call regularly, and urge their grandchildren to call as well. Skype is your friend – you have no idea how video chat lights up an elderly’s face.

    7. Any special message for our readers?

    I would urge all those of you who want start your business in India to do so now. It’s the right time to be in India and to be a part of the India growth story.

    Would be happy to talk to anyone who is considering making a similar move! Email me at kabir@epocheldercare.com

    Regards
    Rajendra Trivedi.,M.D.
    http://www.bpaindia.org

    Like

  2. સુરેશ જાની જાન્યુઆરી 24, 2012 પર 1:29 એ એમ (AM)

    હું તમારી સાથે સહમત થતો નથી.
    જમાના પ્રમાણે લોકોની મનોવૃત્તિ બદલાવાની જ. પશ્ચિમનો પવન ફૂંકાતો હોય – વાવાઝોડાની જેમ – ત્યારે શ્રવણની વાતો કરી, રદવાનો કશો અર્થ નથી.
    ઘરડા ઘરમાં જોડાઈ જવામાં કશી નાનમ નથી . હા! જેમની આર્થિક/ શારીરિક સ્થિતી બરાબર ન હોય તેમને માટે સમાજે કાંઈક કરવું જોઈએ – રાજેન્દ્રભાઈએ કહ્યું છ તેમ .
    અને બીજી , મહત્વની વાત . સૌએ પોતાની પાછલી ઉમ્મરમાં આવી પરિસ્થીતિ માટે આર્થિક જોગવાઈ કરી રાખવી જોઈએ. સંતાનો આપણી સંભાળ લેશે; એમ માનીને બધી સમ્પત્તિ એમના નામે ન કરી દેવામાં વ્યાવહરિક ડહાપણ છે.
    ઘણા કિસ્સા જોયા છે કે, બધું સંતાનોને આપી દીધા પછી, આવી હાલતમાં માણસો મૂકાઈ જાય છે – અને રડતા રહે છે. એ મારી નજરે મુર્ખામી છે.
    ————–
    આ મારું માનવું છે- એનાથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફ કરજો.

    Like

    • Vinod R. Patel જાન્યુઆરી 24, 2012 પર 7:23 એ એમ (AM)

      સુરેશભાઈ ,આપના નીડર અભિપ્રાય માટે આભાર.તમારા વિચારો સાથે ઘણા સંમત થશે.

      જમાનો બદલાય એમ એમ જૂની માન્યતાઓમાં પણ બદલાવ લાવવો પડે એ બરાબર પરંતુ

      જે ભારતીય સંસ્કૃતિના મૂળ અપનાવવા જેવા સારા મુલ્યો હોય એનું જતન કરવું પણ જરૂરી.

      વૃધ્ધજનો માટે એમની અંગત સિક્યોરીટી માટે તમોએ જે વિચાર રજુ કર્યો એ સારો છે.

      Like

  3. Vinod R. Patel જાન્યુઆરી 24, 2012 પર 5:14 એ એમ (AM)

    એક અગત્યનો ખુલાસો.
    આ પોસ્ટમાં મેં જે લેખ મુક્યો છે એ મને ઈ-મેલમાંથી પ્રાપ્ત થયેલ. એમાં કોઈ લેખકનું
    નામ હતું નહીં એટલે મેં એના અજ્ઞાત લેખકનો અભાર માની લેખ મુક્યો હતો.
    આ અંગે મને સન્ડે-e-મહેફિલ બ્લોગ મારફતે ગુજરાતી ભાષાની અનન્ય સેવા બજાવી રહેલ
    અને સદા જાગૃત વાચક અને વિચારક શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મને માહિતી
    પૂરી પાડી કે આ લેખના લેખક હાલમાં પત્રકાર તરીકેની ફરજ બજાવતા શ્રી દિનેશભાઈ
    પંચાલ છે.એમનો મૂળ લેખ રીડ.ગુજરાતી.કોમ પ્રગટ થયેલ છે.
    હું આ લેખના લેખક શ્રી દિનેશ પંચાલનો ફરી આભાર માનું છું.મને આ માહિતી આપવા
    માટે શ્રી ઉત્તમભાઈનો પણ આભારી છું.
    શ્રી દિનેશભાઈ પંચાલ નો સંપર્ક નીચેના સરનામે થઇ શકશે.
    શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર,
    નવસારી-396 445 ફોન: (02637) 242 098 સેલફોન: 94281 ૬૦૫૦૮

    Like

  4. ushapatel જાન્યુઆરી 24, 2012 પર 12:09 પી એમ(PM)

    આદરણીયભાઈશ્રી વિનોદભાઈ આપની પોસ્ટ વાંચીને દિલ લાગણીએ સભર બની ગયું. ખરેખર જેને માટે સમજવા લાયક છે તેઓ સમજે એ વધુ ઈચ્છનીય છે. બાકી તો અબ પછતાવે ક્યા હોત જબ ચિડીયા ચુગ ગઈ ખેત..ખરુંને આપની જીવનયાત્રાની ડાયમંડ જ્યુબિલી વીતિ તે બદલ મારા વતીથી ધન્યવાદ અને ઈશ્વરને આપનું જીવન નિરામય અને દિર્ઘ બનાવે અને સાહિત્ય જગતની આપ થકી સેવાઓ થતી રહે એવી શુભભાવભરી પ્રાર્થના વાંચ્છું છું.

    Like

  5. Vinod R. Patel જાન્યુઆરી 24, 2012 પર 3:52 પી એમ(PM)

    ઉષાબેન ,આપના સુંદર પ્રતિભાવ અને મારા ૭૬મા જન્મ દિન માટેની આપની શુભેચ્છાઓ

    માટે આપનો આભાર .આ રીતે મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો એવી આશા છે.

    Like

  6. ASHOK M VAISHNAV જાન્યુઆરી 24, 2012 પર 4:37 પી એમ(PM)

    આ લેખમાં કહ્યા છે તેવા દાખલાઓ અપવાદ હોય તેમ જરૂરથી માનીએ.
    પરંતુ, નાનાં થતાં કુટુંબો, પુત્ર /પુત્રીને વ્યવસાયને કારણે માબાપથી દૂરના શહેરમાં રહેવાનું બનવું અને માબાપની એટલી લાંબી ઉમર થવી કે એક સમયે તો પરવશ થવું જ પડે એ હવે ઘર ઘરની વાત બની જશે, દરેકના પક્ષે સંપૂર્ણપણે શુધ્ધ દાનત હોવા છતાં પણ.
    આથી વૃધ્ધ નાગરીકની સેવા કરવાની જરૂરીયાત ને એક નેક વ્યવસાય જેમ વિકસાવવો જોઇએ, જેથી કરીને ‘ઘરડાંનાં ઘર’ની સામાજીક સેવા સાથે સંકળાયેલ શરમ જેવી માન્યતાથી બહાર નીકળી શકાય.

    Like

  7. ચંદ્રકાંત માનાણી જાન્યુઆરી 25, 2012 પર 1:34 એ એમ (AM)

    સરસ લેખ છે.માં-બાપ જ ધરતી પરના ભગવાન છે.

    Like

  8. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી જાન્યુઆરી 25, 2012 પર 4:02 એ એમ (AM)

    આદરણીય શ્રી વિનોદભાઈ,

    લેખ સમજવા જેવો અને સરસ છે, પરંતુ હકીકતમાં આપણે આ બાબત માટે અનેક પાસાઓનો વિચાર કરવો જોઈએ. મોટેભાગે આપણે આવનાર વહુ ને વગોવતા હોઈએ છીએ, કે પરણી ગયા બાદ દીકરો બદલાઈ ગયો. વિગેરે.. પરંતુ અહીં સાથે સાથે એક બાજુ એવી પણ છે કે જો આપણે આપણા પુત્રમાં -પુત્રીમાં સારા સંસ્કાર જન્મ બાદ રેડ્યા હોય તો આવા પ્રકારની મુશ્કેલીઓ આવવાની શક્યાતાઓ ઘણી ઘટી જાય છે., આવા પ્રસંગો જાણ્યા બાદ આપણને દયા કે અનુકંપા એકબીજા માટે ઉત્પન થાતી હોઈ છે., પરંતુ તે તેનો ઉપાય નથી. આદરણીય શ્રી સુરેશભાઈએ સારી વાત કહી છે, પરંતુ સાથે સાથે આપણે તે કેમ ણા વિચારીએ કે જેની પાસે સગવડ છે તેણે પોતાના ભવિષ્યની વ્યવસ્થા કરવી જોઈએ તે બાબત સમજી શકાઈ તેમ છે, પરંતુ જેણે પેટે પાટા બાંધી વિપરીત પરિસ્થિતિમાં બાળકોનો ઊછેર્યા હોય, અને મોટા કર્યા હોય તે સંજોગમાં આવા માતા-પિતા કઈ રીતે વ્યવસ્થા કરે? આમ, અનેક પાસાઓ ને વિચાર કરવો જરૂરી હોય છે. અને સાચું એ જ છે કે ઈશ્વરે જે ભાગ્યમાં લખ્યું હોય છે તે જ થાય છે, આજની પરિસ્થિતિ પ્રમાણે વૃદ્ધાશ્રમ કદાચ આવા બુજર્ગો માટે ફાયદાકારક પણ બની રહે છે., જો તે વૃદ્ધાશ્રમ નું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવતું હોય તો. તેમાં જવું કે રહેવું શરમજનક એટલા માટે નથી, કારણ કે સમાજમાં મોતાજી ની જિંદગી જીવવા કરતાં એક સારો આસરો તો ખરો. માફ કરજો આ બાબતને પ્રોત્સાહન ણા આપવું જોઈએ, પરંતુ સમય અનૂરૂપ વ્યવસ્થા જરૂરી છે. જે મારી સમજ અંગત સમજ છે.

    Like

    • Vinod R. Patel જાન્યુઆરી 25, 2012 પર 5:34 પી એમ(PM)

      સ્નેહી શ્રી અશોક્કુમારજી,
      આપે મારા બ્લોગની મુલાકાત લઈને પોસ્ટમાં મુકેલ લેખ અંગે આટલો સુંદર પ્રતિભાવ આપ્યો
      એના માટે આપનો આભાર.તમારા વિચારો સાથે હું સહમત થાઉં છું.

      Like

  9. nabhakashdeep જાન્યુઆરી 29, 2012 પર 6:01 પી એમ(PM)

    શ્રી વિનોદભાઈ
    સત્યતાના અંશ સમો અને આજની સામાજિક પરિસ્થિતિનો અભ્યાસી લેખ, એક
    સંદેશો આપી રહ્યો છે. માનવતા ખીલવીએ એમાં સૌનું શ્રેય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  10. aataawaani માર્ચ 11, 2012 પર 10:37 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ,

    માબાપે સંતાનો આપણને ઘડપણમાં મદદરૂપ થશે એ આશા ના રાખવી જોઈએ અને દીકરાઓને આપ આપ પણ નકારવું જોઈએ. ઘણા માબાપ દીકરાઓને આપી દઈને પછી દુખી થાય છે.મેં આવા પોતાના દીકરાઓને આપી દઈને પોતાની જાતે દુખી થતા હોય એવાં માં-બાપ જોયાં છે .સૌ મિત્રો મને જાણે છે કે હું મારી ઘણી મોટી ઉમરે દીકરાઓથી હઝારો માઈલ એકલો રહું છું.

    મારા ઘરમાં એકલો મરી જઈશ , મર્યા પછી લોકો પોલીસને ખબર આપશે અને પોલીસ વ્યવસ્થા કરશે .બાકી દીકરાઓની આશા રાખવા માંગતો નથી . હિંમતલાલ અતાઈ – આતા

    Like

    • Vinod R. Patel માર્ચ 11, 2012 પર 2:03 પી એમ(PM)

      આદરણીય મુરબ્બી શ્રી આતા ,

      આપના આ અભિપ્રાયમાં તમારો નેવું વર્ષનો અનુભવ દેખાય છે.તમોએ જે કહ્યું છે એવું સમાજમાં બનતું હોય છે.

      વૃધ્ધાવસ્થામાં ઘણા વૃધ્ધો સંતાનોથી દુર એમની કોઈ આશા રાખ્યા વગર વૃધ્ધાશ્રમોમાં જીવતા જ હોય છે અને પોતાનું જીવન

      પૂરું કરીને આ જગતની વિદાય લે છે. એનો શું હરખ કે શું શોક.

      તમે મારા બ્લોગમાં રસ લઈને પ્રેમથી તમારા આવા સરસ પ્રતિભાવો આપો છો એ બદલ આપનો આભારી છું.

      આપના નિરામય જીવન માટે મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના છે.

      વિનોદભાઈ

      Like

  11. Pingback: અપમાનિત થતા વડિલો અંગેનો જટિલ પ્રશ્ન -એક સર્વેક્ષણ | વિનોદ વિહાર

  12. Pingback: ( 274 ) અપમાનિત થતા વડિલો અંગેનો જટિલ પ્રશ્ન -એક સર્વેક્ષણ | વિનોદ વિહાર

  13. P.K.Davda જુલાઇ 11, 2013 પર 9:50 એ એમ (AM)

    દિલને ભીંજવે એવો લેખ છે. આજની આ કડવી હકીકત છે. મા-બાપની દિકરી પતિના મા-બાપથી શા માટે નફરત કરતી હશે? રામ જાણે!!

    Like

  14. vijay solanki નવેમ્બર 22, 2013 પર 10:58 પી એમ(PM)

    i want to open vrudhashram so plz inform me prosisure & Rules

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: