વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

લેખિકા અવંતિકા ગુણવંત અને એમના વાર્તા સાહિત્ય નો પરિચય

 “બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”      —      અવંતિકા ગુણવંત                                                               

  પરિચય                                                                              પરિચયકાર- વિનોદ પટેલ

નામ- અવંતિકા ગુણવંત

જન્મ- ૧૯૩૭, અમદાવાદમાં

અભ્યાસ- ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે એમ.એ. 

સંતાનો- એક દીકરો- મરાલ સાઉદી એરેબીયામાં

            એક દીકરી- પ્રશસ્તિ ,બોસ્ટન,યુ.એસ.એ.માં . બન્ને સપરિવાર  સુખી છે

સંપર્ક :

અવંતિકા ગુણવંત., ‘શાશ્વત’,કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007.     ફોન :+91-79-26612505

વ્યવસાય-

વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

વર્ષોથી મુંબાઈ સમાચાર,જન્મભૂમિ-પ્રવાસી,સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર),હલચલ,  અને સાંવરી(કલકત્તા) વી. પ્રકાશનોમાં એમની લોક પ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોના લેખક.

૨૦૦૪-૨૦૦૫ દરમ્યાન આરપાર સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો -વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.૨૦૦૬થી સપ્તપદીના સુર કોલમમાં સામાજિક વાર્તાઓ . 

ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર,જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.

એમના કેટલાક લખાણોના હિન્દી,મરાઠી ,તામિલ ,ઉડીયામાં અનુવાદ પણ થયા છે.

એમના વિષે લેક્શીકોનમાં શ્રી ઉત્તમ ગજ્જર/બલવંત પટેલ આ પ્રમાણે લખે છે :

“પહેરવે ઓઢવે  મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”     

 અવંતિકાબેનના પુસ્તકોની યાદી

 [1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં [2] ગૃહગંગાને તીરે. [3] સપનાને દૂર શું નજીક શું ? [4] અભરે ભરી જિંદગી [5] પ્રેમ ! તારાં છે હજાર ધામ [6] કથા અને વ્યથા [7] માનવતાની મહેક [8] એકને આભ બીજાને ઉંબરો [9] સહજીવનનું પ્રથમ પગથિયું [10] ત્રીજી ઘંટડી [11] હરિ હાથ લેજે [12] સદગુણદર્શન [13] ધૂપસળીની ધૂમ્રસેર [14] તેજકુંવર ચીનમાં [15] તેજકુંવર નવો અવતાર.બીજા કેટલાંક પ્રેસમાં છે.

પુરસ્કાર -૧૯૯૮માં “સંસ્કાર પારિતોષિક “ મળેલ છે.

            – ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એમના પુસ્તક “માનવતાની મહેંક “ને

               પારિતોષિક

અવંતિકાબેનની  આ વેબ સાઈટ  ઉપર એમની કેટલીક સરસ સામાજિક વાર્તાઓને માણો.

મારા મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના ખુબ વંચાતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં 

વધુ વિગતે અવંતિકાબેનનો સુંદર પરિચય કરાવ્યો છે એ વાંચવા માટે નીચે ક્લિક કરો .

ગુજરાતી પ્રતિભા પરિચયમાં અવન્તીકાબેન ગુણવંત નો પરિચય  

એમના આ બ્લોગમાં ગુજરાતના ઘણા પનોતા સંતાનોનો પરિચય વાચકોને વાંચવા

મળશે.શ્રી સુરેશભાઈનો ખુબ જ આભારી છું.

લેક્ષીકોનના સૌજન્યથી  અવંતિકાબેનના  અમેરિકાના અનુભવોને આધરિત એક સુંદર વાર્તા “માતા-કુંવારી કે પરણેલી “નો રસાસ્વાદ લેવા માટે નીચે ક્લિક કરો.

 “માતા-કુંવારી કે પરણેલી ”   –લેખિકા અવંતિકા ગુણવંત 

______________________________________________________

અમદાવાદમાં રહેતાં શ્રીમતી અવંતિકાબેન ગુણવંત સાથે મારો પ્રથમ પરિચય ૨૦૦૩માં એમના અમેરિકન જીવન ઉપરના લેખોના પુસ્તક ´છેલ્લી ઘંટડી’ વાંચ્યા પછી એમના એક પ્રસંશક તરીકે થયો. ત્યારબાદ પત્રો દ્વારા અને ફોનમાં વાતચીત દ્વારા તેઓએ મારા અંગત જીવનમાં રસ લઇ મને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે.દા.ત. એમના નવેમ્બર ૩૦,૨૦૦૫ના એક પત્રમાં તેઓએ મને લખ્યું હતું:

“હમણા શું નવું વાંચ્યું ?લખ્યું ?તમારા સંસ્મરણો લખો છો? ચિંતન,મનન ના અંતે જે પ્રાપ્ત થાય એ અને જીવનભરના અનુભવો દ્વારા જે તારતમ્ય ,દ્રષ્ટિ મળ્યાં એ બધું કલમ દ્વારા સમાજને મળો એ જ શુભેચ્છા.કોઈને ફાયદો થાય ,પ્રેરણા મળે. લખવા બેસીએ છીએ ત્યારે આપણે આપણા વિચારોમાં વધારે સ્પષ્ટ બનીએ છીએ.  એ આપણો  learning process બની રહે છે. “

નિવૃતિની  લેખનની પ્રવૃત્તિ માટે શરુ કરેલ મારો  બ્લોગ વિનોદ વિહાર એમની પ્રેરણા અને માર્ગદર્શનનું પરિણામ છે એમ હું ચોક્કસ માનું છું.

 આટલાં જાણીતાં લેખિકા હોવા છતાં, આ નખશીખ સન્નારીની આડમ્બર વિહીનતા ,સાદગી અને સ્નેહનો મને પ્રત્યક્ષ અનુભવ, ૨૦૦૭મા મારી અમદાવાદની મુલાકાત વખતે એમના નિવાસ સ્થાને એમને ત્રણ-ચાર વખત મળવાનો અને વાતચીત કરવાનો લાભ મળ્યો એના ઉપરથી થયો. આ વખતે એમણે એમના કેટલાંક પુસ્તકો એમના હસ્તાક્ષર અને આશીર્વચનો લખીને મને ભેટ આપ્યાં હતાં.   એમના પતિ શ્રી ગુણવંતભાઈ  પણ મજાના માણસ છે. આ આદર્શ યુગલ સાથેની મારી મુલાકાતોથી થયેલ આનંદનો અનુભવ હમેશાં યાદ રહેશે.

 “ઘડપણની સામાજિક સમસ્યા “નામની મારી આ પહેલાની પોસ્ટના અંતે મેં જણાવ્યું હતું કે આજે સમાજમાં સમજુ સંતાનો છે અને સમજુ મા-બાપ પણ હોય છે.  સિક્કાની બીજી બાજુને રજુ કરતી જાણીતાં શ્રીમતી અવંતિકા ગુણવંતની  એક સુંદર વિચાર પ્રેરક વાર્તા, “બેટા ,તારે તો ખુલ્લા આકાશમાં ઉડવાનું છે  ” વાંચવા માટે નીચે  ક્લિક કરો.

 • બેટા ,તારે તો ખુલ્લા આકાશમાં ઉડવાનું છે 

 • આ વાર્તામાં એક વ્હાલસોયી માતા અને વિદેશમાં રહેતા એના  દીકરા વચ્ચે જે સંવાદ રજુ કર્યો છે એમાં માતાની ઊંડી સમજ અને દીકરાના ભવિષ્ય માટે એનાથી દુર રહેવાની માનસિક તૈયારીનું જે શુભગ દ્રશ્ય લેખિકાએ રચ્યું છે,એ   હૃદયને સ્પર્શી જાય છે .માતા કહે છે ;”બેટા,પંખીને પાંખો આવે તો ખુલ્લા આકાશમાં ઉડે,માળામાં કઈ બેસી ન રહે.”    

સંકલન- વિનોદ આર. પટેલ

 

 

8 responses to “લેખિકા અવંતિકા ગુણવંત અને એમના વાર્તા સાહિત્ય નો પરિચય

 1. ASHOK M VAISHNAV જાન્યુઆરી 27, 2012 પર 3:48 પી એમ(PM)

  અવંતિકાબેનનાં આસપાસ બની રહેલી ઘટનાઓને એટલી જ સાહજીક ભાષામાં અને વાર્તા જેવા સરળ સ્વરૂપે રજૂ કરી શકવાનાં નૈસર્ગીક કૌશલ્યની નીજી મૂડીના પ્રસાદના આપણે ભાગીદાર થઇ રહ્યા છીએ તે વાઅકઓ તરીકે આપણું અહોભાગ્ય છે.
  આપની આ પૉસ્ટદ્વારા તેમની બ્લૉગસાઇટનું સરનામું મળી ગયું તે નફામાં.

  Like

 2. nabhakashdeep જાન્યુઆરી 29, 2012 પર 5:55 પી એમ(PM)

  શ્રી વિનોદભાઈ
  સાહિત્યના સૌંદર્યને આપે આત્મસાત કર્યું છે અને બહુમૂલ્ય વાચન થાળ આપ
  ધરી રહ્યાછો. સમાજને ઉંચા સંસ્કારો આપતા અવંતિકાબેન સમ લેખિકાનો આપનો
  આ લેખ વાંચી ખૂબ આનંદ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. Pingback: (61) ભારત મારી ભીતર…(વાર્તા ) લેખિકા – શ્રીમતી અવંતિકા ગુણવંત « વિનોદ વિહાર

 4. Pingback: ( 175 ) લગ્ન કરવા જેવું એક મધુર સાહસ છે ………….લેખિકા- અવંતિકા ગુણવંત « વિનોદ વિહાર

 5. Pingback: (373 ) ઝૂંપડપટ્ટીમાંથી ઊઠતી બાળ-સુગંધ ………લેખિકા- શ્રીમતી અવંતિકા ગુણવંત | વિનોદ વિહાર

 6. Pingback: ( 497 ) જો હું એમની આંખો બનું તો… ? …(વ્યક્તિ વિશેષ પરિચય)– અવંતિકા ગુણવંત | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: