વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જાન્યુઆરી 2012

અપંગનાં ઓજસ – બે વિકલાંગ પણ સમર્થ પ્રતિભાઓનો પરિચય

આજની પોસ્ટમાં બે એવી અપંગ વ્યક્તિઓનો પરિચય આપ્યો છે, જેઓએ પોતાની અપંગ અવસ્થા ઉપર વિજય મેળવીને હિમ્મત,સેવા અને પુરુષાર્થથી લાખો અપંગજનોની લઘુતાગ્રંથી દુર કરીને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપી.વિકલાંગો માટે અભ્યાસ અને ઉદ્યોગોની સગવડો ઉભી કરીને એમના  જીવનમાં નવી આશાનો સંચાર કર્યો.એમના જીવનને નવો ઓપ આપ્યો.

અશક્ય ને શક્ય કરી બતાવનાર આવી બે વ્યક્તિઓમાં એક છે આપણા ગુજરાત,સુરતના વતની શ્રી કનુભાઈ ટેઈલર અને બીજી વ્યક્તિ છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત,વિક્લાંગો  માટેની દીવાદાંડી સમી અંધ, બહેરી અને મૂંગી  અવસ્થા હોવા અદભુત કાર્ય કરી બતાવનાર ,અમેરિકન નારી હેલન કેલર.

                                                                         —- વિનોદ આર. પટેલ

_________________________________________________________________

જવાંમર્દ વિકલાંગ કનુભાઈ ટેઈલર

જીવનભર વિકલાંગોની સેવા માટેના ભેખધારી.  આપણા ગુજરાતના ગૌરવ સમા કનુભાઈનો એમના જ મુખે પરિચય આપતો , પત્રકાર સુધીર રાવલ સાથેના એમના ગુજરાતીમાં ઇન્ટરવ્યુંનો વિડીયો જોવા નીચે ક્લિક કરો.

કનુભાઈ ટેઈલરનો  પરિચય એમના મુખે –સુધીર રાવલ સાથેનો  એમનો  ઈન્ટરવ્યું  

વધુમાં, Astonishing Story–Hindi video on Kanu Tailor એ વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો. 

કનુભાઈ ટેઈલરના જીવનની વધુ વિગતો હિન્દીમાં આ વીડીઓમાં જુઓ અને સાંભળો  

આ બે વીડીયો જોયા પછી તમોને જરૂર નવાઈ લાગશે કે જે વ્યક્તિએ એક વખત પોતાની અપંગાવાસ્થાથી કંટાળીને જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો એ જ વ્યક્તિએ  પોતાના પુરુષાર્થ અને ઊંચા મનોબળનો પરચો બતાવીને કેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કીર્તિ અને સિદ્ધિ સંપાદન કરી લીધી !  

આ બે વિડીઓમાંથી તારવેલ વિકલાંગ કનુભાઈની સંકલ્પથી  સિદ્ધિઓની   અદભુત તવારીખ ઉપર પુનઃ નજર નાખી લઈએ, જે સમર્થ લોકો માટે પણ પ્રેરણાદાયી થાય એવી છે.

જન્મ –૧૯૫૬, મગદલ્લા( જિ. સુરત)માં પણ ઉછેર થયો ખેડા  જીલ્લાના અડાસ ગામે. 

૬ મહિનાની ઉમરે તાવમાં પોલીઓ ગ્રસ્ત થઈને બે પગ ગુમાવ્યા. અપન્ગાવ્સ્થાનું દુખ અસહ્ય બનતા, આત્મહત્યાનો પ્રયાસ કર્યો પણ ઈશ્વરે એમને નવજીવન આપ્યું.

કુટુંબ- પત્ની, અને બે પુત્રીઓ

        રચના -એમ.બી.એ.ના છેલ્લા વર્ષમાં        સોનલ- કોલેજના છેલ્લા વર્ષમાં .  

ઉંઘવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાના પ્રયાસમાંથી બચી ગયા એ પછી  એમને થયું હતું – “મારું જીવન જીવવા માટે છે.ભગવાને મારા માટે કઈક બીજું વિચાર્યું હશે.મારે મારી વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર કરી જીવન જીવી લેવું જોઈએ”

અમદાવાદમાં આવીને અપંગ માનવ મંડળ, વસ્ત્રાપુર માં રહીને બે વર્ષ કોલેજનો અભ્યાસ કર્યો. એ પછી વિકલાંગોનું મંડળ બનાવીને વિકલાંગોના ઉત્કર્ષ માટેનું કામ કરવાનું શરુ કર્યું.

૧૯૭૯માં વિકલાંગોને માટે સરકારી બસોમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ  એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી ગુજરાત સરકારે એમની માગણીઓ સ્વીકારી.એમના જીવન માટેની વિકલાંગોની સેવાના નિર્ધાર માટેની એ પહેલી જીતે એમનો ઉત્સાહ વધાર્યો.

૧૯૭૯ માં વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .

આ કોન્ફરન્સમાં એમના સબળ પ્રતિનિધિત્વ  અને પ્રયાસોથીથી ૧૯૮૧ નુ આખું વર્ષ આંતર રાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું કોન્ફરન્સમાં નક્કી થયું જે ભારત સરકારે તરત સ્વીકારી એ વર્ષને વિકલાંગ વર્ષ તરીકે જાહેર કર્યું.

૧૯૮૨મા અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.  

૧૯૮૫મા સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું જે વિકલાંગોથી  ચલાવાતું હતું.અહીં સગવડના અભાવે ૬ મહિના સુધી તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.

૧૯૯૦ માં અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ-સીનીયર-નાહસ્તે Outstanding achievement Award  એનાયત કરવામાં આવ્યો.બુશે એમને વાઈટ હાઉસમાં આમંત્રીને અબ્રાહમ લિંકનની ખુરશીમાં બેસાડીને એમનું બહુમાન કર્યું.

૧૯૯૧ માં સુરત અને આજુબાજુના વિસ્તારના વિકલાંગોની સેવા અને એમના માટે વિના મુલ્યે સ્કુલની સગવડ માટે Disabled Welfare Trust of India  ની સ્થાપના કરી.એમના કામને જોઈને દાનનો પ્રવાહ આવવા લાગ્યો.૧૯૯૭માં ચાર વિક્લાન્ગથી શરુ થયેલી સ્કુલમાં ૨૦૦૦ સુધીમાં ૪૦૦ વિકલાંગો અભ્યાસ કરતા થયા.કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલનો લાભ લઈને સારી નોકરી મેળવીને કમાવા લાગ્યા.

૧૯૯૩મા સુરત લાયન્સ ક્લબ ઓફ મીડ વેસ્ટના પહેલા વિકલાંગ પ્રમુખ થયા. લંડનની ટુરમાં રાણી ઈલીઝાબેથ અને વડા પ્રધાન માર્ગારેટ થેચરને મળવાનું માન મળ્યું.

૨૦૦૬મા ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.૧ થી ૧૨ ધોરણ સુધીની સ્કૂલ, હોસ્ટેલ અને બીજી સગવડોનો લાભ વિના મુલ્યે વિકલાંગોને મળતો થયો.

વિકલાંગો માટે અલગ હોસ્પિટલ માટેનું કનુભાઈનું  સ્વપ્નું, મુંબાઈના હરિયાની ફાઉંડેશને આપેલ  ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું.હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.

શ્રી કનુભાઈ ટેલરને આજસુધીમાં ૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ  એનાયત કરવામાં આવેલ છે.દલાઈ લામા ,પ્રમુખ સ્વામી જેવી અનેક જાણીતી વ્યક્તિઓએ એમના કામને બિરદાવીને એમને આશીર્વાદ પાઠવ્યા છે.

ગુજરાત સરકારે એમને ગુજરાત ગૌરવ અને બેસ્ટ એમ્લોયરના  એવોર્ડથી નવાજ્યા છે.

છેલ્લે, ભારતના પ્રેસિડન્ટ પ્રતિભા પાટીલે તાંજેતરમાં  એમને એક ખાસ સમારંભમાં વિકલાંગોના ઉત્કર્ષના કામને બિરદાવીને પદ્મશ્રીનો  એવોર્ડ એનાયત કર્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રી કનુભાઈ ટેઈલર વિષે આ પ્રમાણે જણાવે છે.

“શ્રીમાન કનુભાઈનું સન્માન એ ભારતની વિરાસતનું સન્માન છે.કનુભાઈ ભલે પોતે વિકલાંગ રહ્યા હોય, પરંતુ તેઓ સમાજની વિકલાંગતા દુર કરવામાં મોટું યોગદાન આપી રહ્યા છે. “  

                                          —-વિનોદ આર. પટેલ

________________________________________________

વિકલાંગોની દીવાદાંડી –હેલન કેલર           

સક્ષમ માનવીને ભગવાને પાંચ જ્ઞાનેન્દ્રિયો આપી હોય છે.દ્રષ્ટિ(આંખ),શ્રવણ (કાન),વાચા (જીભ ),ગંધ (નાક )અને સ્પર્શ (ત્વચા ).હેલન કેલરની ત્રણ મહત્વની જ્ઞાનેન્દ્રિયો આંખ,કાન અને વાચા બાળપણમાં જ છીનવાઈ જતાં તેઓ અંધ,બહેરા અને મૂંગા બની ગયાં હતાં.

આવી ત્રેવડી અપન્ગાવસ્થા ભોગવતાં હોવા છતાં  હેલન કેલર કદી નાસીપાસ ન થયાં .આવા શારીરિક પડકારો વચ્ચે જિંદગીનો જંગ સફળતાથી જીવી બતાવી તેઓએ લાખો વિકલાંગોને હિમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. હેલન કેલરે પોતાની અપન્ગાવસ્થા અંગે આ પ્રમાણે લખ્યું છે. 

“ I thank God for my handicaps, for through them, I have found myself ,my work and my God.”    

આવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી પ્રેરણાદાયી પ્રતિભા હેલનનો પરિચય આપતો “ વિકલાંગોની દીવાદાંડી –હેલન કેલર “ એ નામનો મારો એક લેખ અમદાવાદના ધરતી માસિકમાં અગાઉ પ્રગટ થયો હતો.આ લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો. 

વિકલાંગોની દીવાદાડી -હેલન કેલર લેખક- વિનોદ પટેલ

QUOTATIONS  OF  HELEN  KELAR.  

  1.  “Character cannot be developed in ease and quite. Only through experience of trial and suffering can the soul be strengthened ,ambition inspired and success achieved .”

  2. “Four things to learn in life: To think clearly without hurry and confusion .To love everyone sincerely, To act in everything with the highest motives , To trust in God unhesitantly.” 

  3. “It gives me a deep comforting sense that things seen are temporal and things unseen are eternal.”    

વિનોદ આર. પટેલ

સાન ડિયેગો,

તા. જાન્યુઆરી ૮,૨૦૧૨.

 

     

2011 in review-Wodpress Report for વિનોદ વિહાર(Sept-Dec 2011 )

મારો ગુજરાતી બ્લોગ વિનોદ  વિહાર , સપ્ટેમ્બર ૧,૨૦૧૧ના રોજ શરુ કરવામાં આવેલો.  

એટલે વર્ડપ્રેસનો નીચેનો ૨૦૧૧ વર્ષ માટેનો જે રીપોર્ટ છે એ ફક્ત સપ્ટેમ્બર ૨૦૧૧ થી  ડીસેમ્બર ૨૦૧૧ એટલે કે ચાર મહિના માટેનો રીપોર્ટ સમજવાનો છે.  

આ રીપોર્ટ વાંચીને વાચકોને પોતાનો અભિપ્રાય  જણાવવા અને મારા બ્લોગ અંગે પોતાના 

કોઈ સૂચન હોય તો જણાવવા વિનંતી છે.

વિનોદ વિહાર બ્લોગને આપેલ સહકાર બદલ એના વાચકોનો આભાર માનું છું. 

HAPPY NEW YEAR TO YOU !

Enjoy the beautiful you-tube video in the start  of the New Year 2012,on this link.

I thank wordpress for preparing such a nice Report for my Blog .

વિનોદ આર.પટેલ   

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,300 times in 2011. If it were a cable car, it would take about 22 trips to carry that many people.

Click here to see the complete report.