વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

ફાધર વાલેસની અજબ કાર્યનિષ્ઠા અને અનન્ય માતૃભક્તિ

Father Valles-3 

 ફાધર વાલેસ- નવેમ્બર  ૨૦૧૧ —   ફોટો સૌજન્ય- શ્રી ઉર્વીશ કોઠારી ) 

ફાધર વાલેસ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી સાહિત્ય વંચાતું હશે એ દરેક જગ્યાએ એક સન્માનીય અને પ્રિય લેખક તરીકે અનોખું વ્યક્તિત્વ ધરાવે છે.એમનું જીવન પણ એમના સાહિત્ય જેટલું જ પ્રેરણાદાયી છે.

ફાધર વાલેસે એમની જિંદગીનાં પ્રથમ ૨૪ વર્ષ એમના જન્મના વતન સ્પેનમાં ગાળ્યાં અને એ પછીનાં ૫૦ વર્ષ ભારતમાં અને એ પણ મહત્તમ અમદાવાદમાં ગાળ્યાં હતાં.ફાધર વાલેસ સન ૧૯૪૯માં એક કેથલિક મિશનરી તરીકે ભારતમાં આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ૪૦ વર્ષ સુધી ગણિતના વિષયના વિદ્યાર્થીઓમાં ખુબ જ પ્રિય પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.સને ૧૯૯૯ માં શિક્ષણ કાર્યમાંથી નિવૃત્તિ લઈને હમ્મેશ માટે પોતાના મૂળ વતન માડ્રીડ,સ્પેન પાછા ગયા ત્યાં સુધીના પુરા ૫૦ વર્ષ પુરેપુરી રીતે પ્રવૃતિમય જીવન ગાળીને ગુજરાતીઓ સાથે સમરસ થઇ સવાઈ ગુજરાતી થઇ બધે સવાઈ ગયા હતા.દસ વર્ષ સુધી અમદાવાદની પોળોમાં વિહારયાત્રા કરી , “રખડતા મહેમાન” તરીકે રહ્યા અને બધા સાથે ભળી ગયા. એ રીતે એમના વિદ્યાર્થીઓ અને પરિવારો સાથે કેળવેલ આત્મીયતાને લોકો હજુ યાદ કરે છે.

એમની કર્મભુમી અમદાવાદમાં સમાજની વધુ નજીક આવવા માટે ખુબ જ ખંત અને મહેનતથી ગુજરાતી ભાષા શીખી લીધી એટલું જ નહીં પણ ગુજરાતીઓને પણ શરમાવે એવી એમની આગવી સરળ,પ્રવાહી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં ૨૫ થી એ વધુ પુસ્તકો અને ૭૦ થી વધુ પુસ્તકો અંગ્રેજીમાં લખીને કાકા સાહેબ કાલેલકરની જેમ “સવાઈ ગુજરાતી”બનીને એક સિદ્ધ હસ્ત લેખક તરીકે પંકાઈ ગયા છે.વિદ્યાર્થી જગત,યુવાનોની સમસ્યાઓ ,કુટુંબજીવન,વ્યક્તિ,સમાજ અને ધર્મ એમ વિવિધ વિષયોને આવરી લેતાં એમનાં અંતરમાં અજવાળું કરે એવાં પ્રેરણાદાયી પુસ્તકો ઘણાં લોકપ્રિય છે.એમણે ગુજરાતીના ઉચ્ચ કોટીના સાહિત્યકાર તરીકેની ખ્યાતિ અને રણજીતરામ સુવર્ણ ચન્દ્રક જેવા પ્રતીસ્તિષ્ઠ એવોર્ડ પણ મેળવ્યા છે.

ગુજરાતની વિદાય લીધા પછી તેઓ સપ્ટેમબર ,૨૦૦૯મા એમણે લખેલ બિન નિવાસી ભારતીયોની પોતાની ખરી ઓળખ ( identity ) શું છે એ અંગેના એમના વિચારોનું દોહન કરતા અંગ્રેજી પુસ્તક “ ટુ કન્ટ્રીઝ , વન લાઈફ :એન્કાઉન્તર ઓફ કલ્ચર્સ “ ના લોકાપર્ણ પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. ફરી ૧૮ મી નવેમ્બર ૨૦૧૧ ના રોજ એમના બીજા અંગ્રેજી પુસ્તક “નાઈન નાઈટ્સ ઇન ઈન્ડિયા “ના ગુજરાતી સાહિત્ય પરીષદમાં કરવામાં આવેલ લોકાપર્ણ પ્રસંગે અમદાવાદ આવ્યા હતા.આ પ્રસંગે એમણે કહેલું,’લોકોનો ઉમંગ જોઈને એવું લાગે છે કે હું સ્પેન ગયો જ નહોતો,અહીં જ હતો .”

ફાધર વાલેસની માતૃભક્તિ

આજીવન પ્રાધ્યાપક,લેખક અને ઉપદેશક એવા સ્પેનિશ મૂળના પરંતુ ગુજરાતમાં રહી સવાઈ ગુજરાતી બની ગયેલ ફાધર વાલેસને નિવૃત્તિ લીધા પછી પણ પાછા સ્પેન જવાનો મનમાં કોઈ વિચાર ન હતો.તેઓએ કયા કારણે વતન સ્પેન જવાનું નક્કી કર્યું એ અંગે એમણે લખ્યું છે:”મારી જિંદગીના ૫૦ વર્ષ હું ભારતમાં રહ્યો .મને ત્યાં એટલું ગમી ગયેલું કે હું પાછો સ્પેન આવવા માગતો ન હતો.પરતું મારાં માતા જ્યારે ૯૯ વર્ષનાં અહીં (સ્પેનમાં )એકલાં પડ્યાં એટલે એમણે મને સ્પેન પાછા આવી જવા જણાવ્યું.મારી માતાની ઈચ્છાને માન આપી હું સ્પેન આવી ગયો અને એમની સેવામાં લાગી ગયો .જ્યારે મારી માતાને હું પુછું કે બા તારી તબિયત કેમ છે ?એનો હમ્મેશનો જવાબ હોય કે દીકરા મારી જોડે તું છે એટલે કોઈ દુખ નથી,મજામાં છું.”

એમની માતાની સાથે ગાળેલ સમય અંગે એ વધુમાં જણાવતાં કહે છે :”વૃધ્ધાવસ્થા માં માતા-પિતા જોડે રહી એમની સંગતમાં રહેવું એ એમની મોટામાં મોટી સેવા છે.માતાની ગમે તેટલી ઉમર હોય તો ય દીકરાના જીવન ઉપરનો એમનો મંગળ પ્રભાવ કદી ય પુરો થતો નથી.જિંદગીનું સૌથી માંઘુ ઔષધ માતાનો પ્રેમ છે.મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ એ છે કે મારી માતાની માંદગી દરમ્યાન એમની સેવા ચાકરી કરવાની તક મને પ્રાપ્ત થઇ.તેઓ ૧૦૧ વર્ષ જીવ્યાં અને એમની અંતિમ ક્ષણોએ હું એમની સાથે હતો.એમના ચહેરા પર મારા પ્રત્યેનો સંતોષ અને આશીર્વાદના જે ભાવો પ્રગટ્યા હતા તે આજે પણ મારામાં જાણે કે નવી શક્તિ પ્રેરે છે.”ફાધર વાલેસની નિર્મળ માતૃભક્તિનું આ કેટલું પ્રેરણાદાયક ઉદાહરણ કહેવાય!.

આજની પોસ્ટમાં નીચે ફાધર વાલેસનો એક સુંદર લેખ “બાના આશીર્વાદ “રીડ ગુજરાતી.કોમના સૌજન્યથી નીચે મુક્યો છે .આ લેખમાં વાચકોને માતા અને એમના અન્યોન્યના  પ્રેમના શુભગ દર્શન એમની રસાળ શૈલીમાં એમણે કરાવ્યાં છે.

સીનીયર સીટીઝનો માટે પ્રેરણામૂર્તિ ફાધર વાલેસ

આજીવન કાર્યનિષ્ઠ અને સદા પ્રસન્ન ફાધર વાલેસ હાલ એમની ૮૬ વર્ષની જૈફ ઉંમરે પણ એમનાં વતન માડ્રીડ ,સ્પેન ખાતે એક યુવાનની જેમ ખુબ જ ઉત્સાહપૂર્વક પોતાનો નિવૃત્તિ કાળ સમાજ ઉપયોગી પ્રવૃતિઓમાં ગાળી રહ્યા છે.તેમના કહેવા પ્રમાણે: “ જિંદગીમાં સતત પ્રવૃત રહેલા માણસ માટે નિવૃત્તિ જેવો કોઈ શબ્દ જ અસ્તિત્વ ધરાવતો નથી.પોતાની નોકરીમાંથી નિવૃત્તિ પછીનો સમય જ્ઞાનપિપાસુ માટે તો એક સુવર્ણકાળ છે.” આજે આ ઉંમરે પણ એમની કલમ વણથંભી ચાલી રહી છે છે.

સને ૧૯૯૯માં નિવૃત્તિ લઈને માતાની છેલ્લી જિંદગીમાં એમની સાથે રહેવાના નિર્ણય સાથે તેઓ વતન સ્પેન પરત થયા ત્યારે એમની ૭૫ વર્ષની ઉંમરે એક વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટર શીખવાના ક્લાસ ચાલુ કર્યા .થોડા વખતમાં પોતે ઉપયોગ કરતા હતા એ જુના ટાઈપ રાઈટરને તિલાંજલિ આપી અને નવું કમ્પ્યુટર ખરીદ્યું.ત્યારબાદ એમણે ઈન્ટરનેટ વેબ સાઈટનો કોર્સ પુરો કર્યો.આધુનિક ટેકનોલોજીથી માહિર થયા પછી એમના માટે જ્ઞાનની વધુ દિશાઓ ખુલ્લી થઇ ગઈ.તેઓ ૧૯૯૯ થી એમની પોતાની વેબ સાઈટ http://www.carlosvalles.com મારફતે દર મહિનાની ૧લી અને ૧૫મી તારીખે સ્પેનિશ અને અંગ્રેજી ભાષામાં પોતાના ધાર્મિક અને ચિંતનાત્મક લેખોથી લાખો લોકોના જીવનમાં નવો ઉન્મેશ અને નવી તાજગી આપી રહ્યા છે.

એમના કહેવા પ્રમાણે :”મારી નિવૃતિ પછીના વરસોમાં હું જે શીખ્યો છું એણે મારા આજ સુધીના જીવનભાથામાં ઘણું બધું ભરી દીધું છે.”ફાધર વાલેસ આજે એમની ૮૬ વર્ષની ઉમરે સ્પેનિશ,ફેંચ,જર્મન ,અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ સારી રીતે જાણે છે..

ફાધર વાલેસ એમના નિવૃત્તિકાળમાં એક જુવાન જેવું દિલ અને દિમાગ સાબુત રાખીને જે રીતે એમની અપ્રતિમ કાર્યનીષ્ઠા અને ધ્યેયનીષ્ઠાનાં સૌને દર્શન કરાવી રહ્યા છે એમાંથી સૌ સીનીયર સીટીઝન ભાઈ-બહેનોએ એ શીખવાનું છે કે કઈ પણ નવું શીખવા કે અમલમાં મુકવા માટે કોઈ ઉમર મોટી નથી.જીવન સંધ્યાના આ સુવર્ણ કાળમાં તમે જે સ્વપ્ન સેવતા હો એને કાર્યમાં રૂપાંતરિત કરવાના ધ્યેયને  ઉમરનું કારણ આડે લાવીને કરમાવા દીધા વગર તમને ગમતી કોઈ પણ પ્રવૃતિ માટે લાગી જવું જોઈએ ,જેમ મારા ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડ શ્રી સુરેશ જાની હાલમાં જે ઉત્સાહ અને ધગશથી ચાર/પાંચ બ્લોગોમાં સક્રિય રીતે પ્રવૃતિશીલ રહી સાથે આધ્યાત્મના માર્ગને પણ અનુસરી રહ્યા છે.  

ફાધર વાલેસના જીવન અને કાર્યનો વધુ પરિચય પામવા માટે એમની વેબ સાઈટ ઉપર અંગ્રેજી ભાષામાં એમણે આપેલ એમનો પરિચય –MY LIFE- નીચેની લીંક ઉપર વાંચો.

MY LIFE–BIODATA  OF FATHER VALLES

સાન ડિયેગો                                                                                             વિનોદ આર. પટેલ

_______________________________________________________________

* ” આવીએ ભગવાન પાસેથી , જઈએ ભગવાન પાસે “

*”મારો ધર્મ મારો ધર્મ બને એ મારો ધર્મ છે ”    —-  ફાધર વાલેસ

____________________________________________________________________

 ફાધર વાલેસનો ગુજરાતી ભાષા ઉપરનો કાબુ અને ટૂંકા પણ ભાવવાહી વાક્યોમાં વાચકોને રસમાં તરબોળ કરી દે એવી એમની આગવી સરળતાથી વહેતી શૈલીનો પરિચય વાચકોને એમના લેખો વાંચવાથી થતો હોય છે.રીડ ગુજરાતી.કોમમાં પ્રગટ થયેલ લેખ “બાના આશીર્વાદ “નીચેની લીંક પર વાંચવાથી આપને એની પ્રતીતિ થશે.આ લેખમાં એમની માતૃ ભક્તિનાં પણ વાચકોને દર્શન થશે.

બાના આશીર્વાદ– ફાધર વાલેસ   

 ______________________________________________________________

                                                           પ્રસનતાની મૂર્તિ ફાધર વાલેસ       

An E-Letter from Father Valles

From: Carlos G.Vallés

To: Vinod Patel

Date: Tuesday, June 24, 2008

I’m glad you remember me,Vindobhai.

I spent the best years of my life in Gujarat, and I remember them with gratitude. I wrote many books, as you know, and now I keep up my website, which keeps me alive and busy.

Your hobby of writing articles in Gujarati is the best hobby, as it can be kept up anywhere and at any time, as I know well. May God bless you and your family abundantly.

Love and blessings,

Father Valles.

_______________________________________________________________________

9 responses to “ફાધર વાલેસની અજબ કાર્યનિષ્ઠા અને અનન્ય માતૃભક્તિ

  1. Pingback: ફાધર વાલેસની અજબ કાર્યનિષ્ઠા અને અનન્ય માતૃભક્તિ. « તુલસીદલ

  2. dhavalrajgeera ફેબ્રુવારી 16, 2012 પર 4:28 પી એમ(PM)

    DearVinodbhai,

    Thanks to put Father Valles My dear teacher Friend and Mentor over Fifty Two years and made my and Trivedi Parivar Valentine sweet as always….
    Tulsidal will add your publication for Surfers to Enjoy and learn from Father’s living
    Mother love,
    Gujarati and Gujarat Love over 50 years.
    That was his second Mother,

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

    http://tulsidal.wordpress.com/2012/02/16/%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AC-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BF/

    Like

  3. Haritbhai ફેબ્રુવારી 16, 2012 પર 8:45 પી એમ(PM)

    To give his books as gifts in marriages was a sign of great love of Gujarati culture ! We have never seen a foreigner having so deep an insight of our culture.Tears roll from our eyes when such saints make our lives unusually rich of values! Pranam.

    Like

  4. nabhakashdeep ફેબ્રુવારી 18, 2012 પર 6:15 પી એમ(PM)

    શ્રી વિનોદભાઈ
    વાહ! ઉત્તમ પ્રસાદી રૂપ લેખ. તેમણે જીવન જીવી જાણ્યું અને સાહિત્યમાં
    સુંદર નાના વાક્યોથી ગુજરાતી સમાચાર પત્રની તેમની કલમ ક્યારેય
    ભૂલાય તેમ નથી. આપના આ માહિતી સભર લેખ ખૂબ ગમ્યો.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    • Vinod R. Patel ફેબ્રુવારી 19, 2012 પર 6:47 એ એમ (AM)

      આભાર ,રમેશભાઈ.
      હા,ગુજરાત સમાચારના છેલ્લા પાને નિયમિત રીતે પ્રગટ થતી એમની કોલમ નવી પેઢીને
      સુંદર નાના વાક્યોથી લખાયેલ અને ઉચ્ચ વિચારો પૂર્ણ એમના લેખો ઘણા લોકો રસ પૂર્વક વાંચતા જેમાંનો
      હું પણ એક હતો. એમણે વિદ્યાર્થી જગતની ખુબ જ ઉમદા સેવા કરી છે.ગુજરાત અને ગુજરાતી ભાષા
      હંમેશ માટે ફાધર વાલેસનું ઋણી રહેશે.

      Like

  5. Pingback: ( 451) માતૃભક્તિ….. (સંકલિત) / આંધળી માનો મોબાઈલ( હાસ્ય લેખ ) –કલ્પના દેસાઈ… ( મધર્સ ડે –ભાગ-૨ ) | વિનોદ વિ

  6. Pingback: 1128- ફાધર વાલેસનો સાહિત્ય પ્રેમ . | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: