વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

સંત કબીર અને એમની પ્રેરક કબીર વાણી — દોહા ( સંકલન – વિનોદ પટેલ )

 

સંત કબીરનું જીવન વૃતાંત  અને એમની ક્બીરવાણી (દોહા)                

વિશ્વના સર્વશ્રેષ્ઠ કવિઓમાં જેમની ગણના થાય છે એવા ૧૫મી સદીમાં થઇ ગયેલ  ફિલસૂફ, સૂફી સંત કબીર એ ભારતના આધ્યાત્મિક આકાશમાં ચમકતો સિતારો છે.ભારતના સંત સાહિત્યમાં એમનું પ્રદાન ખુબ જ મહત્વનું છે.કહત કબીરા સુનો ભાઈ સાધોથી થી પુરા થતાં  એમનાં અનેક પદો અને ભજનોથી તેઓ આધ્યાત્મિક જનસમાજમાં ઓતપ્રોત થઇ ગયા છે.સંત કબીરને શીખ,હિંદુ અને ઈસ્લામ ધર્મના લોકો એકસમાન આદરથી પૂજે છે. તેમના અનુયાયીઓ કબીરપંથી તરીકે ઓળખાય છે.

આજથી લગભગ ૬૦૦ વર્ષ પૂર્વે સંત કબીરનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી કાશીમાં 1398માં થયો હતો .લોકલાજને કારણે બ્રાહ્મણીએ એ પુત્રને વારાણસી નજીકના લહરતારા તળાવ પાસે ત્યજી દીધો.આ સ્થળેથી વણકર મુસ્લિમ દંપતી નીરુ અને નીમાએ બાળક કબીરને ત્યાંથી એમના ઘેર લઇ જઈને એક પાલક માતા-પિતા તરીકે ઉછેર કર્યો.નાની વયમાં કબીર સંત રામાનંદના શિષ્ય બન્યા હતા.લોકવાયકા પ્રમાણે એક દિવસ રામાનંદ વહેલી સવારે ગંગામાં સ્નાન કરીને આવી રહ્યા હતા ત્યારે એમના પગનો સ્પર્શ કબીરને થયો અને એમના મુખમાંથી રામનામ નીકળી પડ્યું.જોયું તો એક નાનો બાળક,એમના ચરણમાં હતો.રામાનંદે કબીરને પુત્રવત્ ગણી આશ્રમમાં લાવી એમનો શિષ્ય બનાવ્યો.અધ્યાત્મના પાઠ ભણ્યા પછી કબીરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો.એમનાં પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું.

એમની જ્ઞાનભરી વાતોથી એમણે અનેક લોકોને પોતાની તરફ આકર્ષ્યા પરંતુ કેટલાક લોકો  એમને સાંખી ન શક્યા.તે સમયના વારાણસીના મુસ્લિમ રાજાએ એમને નગરપાર જવાની આજ્ઞા કરી.તે પછી તેમણે પોતાના શિષ્યો સાથે ભારતભ્રમણ કર્યું.પાછલું જીવન તેમણે નગરબહાર વીતાવ્યું.લોકવાયકા પ્રમાણે ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતમાં કબીરનો સંપર્ક તત્વા અને જીવા નામના બે ભાઈઓ સાથે કબીરવડ મુકામે થયેલો.કબીરના અનુયાયીઓ પરથી ગુજરાતમાં રામકબીર પંથ ચાલ્યો આવે છે.ઇતિહાસકારોના મતાનુસાર કબીર ૧૨૦ વર્ષ જીવ્યા પછી 1518માં ગોરખપુર નજીક આવેલ મગહરમાં એમણે દેહત્યાગ કર્યો.એમના અંતિમ સંસ્કાર માટે એમના હિંદુ અને મુસલમાન અનુયાયીઓ વચ્ચે ઝઘડો થયો.ભક્તોએ એમના આશ્ચર્ય વચ્ચે કબીરના મૃત શરીરને બદલે પુષ્પોનો ઢગલો જોયો. એમણે એને સરખે ભાગે વહેંચી પોતપોતાની રીતે અંતિમ વિધિ કર્યો.

ભારતના વિશ્વ વિખ્યાત નોબેલ પારિતોષિક વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કબીર સાહેબની એક સો કવિતાનો પરિચય આપતાં કહ્યું છે :” કબીર ભારતના ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટોમાંના એક રહસ્યવાદી વ્યક્તિત્વ ધરાવતા કવિ છે.કબીર કવિતા દ્વારા તેઓ ઇસ્લામ તેમ જ દ્વિતવાદને એક સ્તરે લાવી શક્યા હતા.”મહાત્મા ગાંધીએ પણ પંડિત મોતીરામને લખેલ એક પત્રમાં જણાવ્યું હતું કે ખરેખર હું કબીરનો પુજારી છું.મેં મારી આશ્રમ ભજનાવલીમાં કબીર સાહેબનાં ઘણાં ભજનોનો સમાવેશ કર્યો છે.તેઓ અદભુત ધર્મોપદેશક હતા. કબીર જગતને માટે પૂજ્ય છે.”

સંત કબીરે ભક્તિ અને સૂફી માર્ગ -બંનેના સારતત્વને અપનાવ્યું અને કુરાન કે વેદ બંનેથી પર એવો સહજ માર્ગ પ્રબોધ્યો.મૂર્તિપૂજા અને હિંદુઓમાં વ્યાપ્ત વર્ણવ્યવસ્થાના તથા વિધિવિધાનોના તેઓ સખ્ત વિરોધી હતા.કબીર સાહેબે આપણા અખા ભગતની જેમ એમની સંગ્રહિત થયેલી વાણી મારફતે સમાજમાં ચાલતા સ્થૂળ ,મિથ્યાચાર ઉપર કટાક્ષનો કોરડો વીંઝ્યો છે.સંત કબીર એમના સર્વ માન્ય અને ભોગ્ય દુહા,સાખી શબ્દ સાહિત્ય દ્વારા આપેલ ઉપદેશ હાલમાં નજરે પડતી ધાર્મિક અસહિષ્ણુતાના માહોલમાં ખુબ જ પ્રસ્તુત  બની રહે છે.

વાચકોને ફિલસૂફ,સૂફી સંત એવા કબીર વિષે પુષ્કળ માહિતી સાથે એમના પદો,દોહા અને ભજનોનો  આધ્યાત્મિક આનંદ અને આસ્વાદ વિકિપીડીયાની નીચેની ગુજરાતી લીંક ઉપર મળી રહેશે.

વિકિપીડીયા- ગુજરાતી  વેબ સાઈટ ઉપર  સંત કબીર અને એમના પદો,દોહા અને ભજનો 

________________________________________________________

સંત કબીરના દોહા (કબીર વાણી )

વ્યવસાયે વણકર એવા કબીરે પોતાના આધ્યાત્મિક તત્વજ્ઞાનને પદો,ભજનો અને દોહા દ્વારા સમાજમાં વહેતું કર્યું છે.આવા સર્વમાન્ય સંત કબીર એક ક્રાંતિકારક રેશનલ સમાજસુધારક અને બિન સાંપ્રદાયિક સંત હતા એ એમના દુહા અને પદોમાં અને ભજનોમાં દેખાઈ આવે છે.એમનાં દુહાઓમાં નાના બે વાક્યોમાં ખુબ જ ઊંડું તત્વજ્ઞાન અને પ્રેરણાત્મક સંદેશ સમાયેલો હોય છે.ઉદાહરણ તરીકે આ દોહો જોઈએ .

કબીરા અપને જીવ તો યે દો બાતેં ધોય

માન બડાઈ કારને આછ્ન મૂલ  ખોય 

(અર્થ- કબીર કહે છે કે દરેકે પોતાનાં જીવનમાંથી માન  અને બડાઈ બન્ને દુર કરવાં  જોઈએ.એ બન્નેને કારણે જીવ માણસાઈનું મૂળ ધન ગુમાવી બેસે છે.)

કબીર દોહાની બીજી એક ખૂબી એ છે કે તેઓ રોજબરોજના દ્રશ્યોમાંથી દોહાનો વિષય શોધીને એનો ઉપયોગ કરે છે.દા.ત.નીચેના બે દુહા જુઓ.એમાં દળવાની ઘંટીને એમના દુહામાં ખૂબીથી વણી લઈને જીવનનું કેટલું ઊંડું તત્વજ્ઞાન રજુ કર્યું છે !

  ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય

 દુઈ પાટન કે બીચમે સાબુત ભયા ન કોય

 પત્થર પુજે હરિ મીલે , તો મૈ પૂજું પહાડ

 ઇસસે તો ચક્કી ભલી ,પીસી ખાય સંસાર .

કબીરના આવા તો ઘણા અર્થ અને આધ્યાત્મિક તત્વથી ભરપુર     અને પ્રેરક  અનેક દોહા પ્રચલિત છે અને અવારનવાર લોકો એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરતા  રહે છે.

પ્રેમ અંગે જુઓ કબીર એના દોહામાં શું કહે છે ?

પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય 

રાજા-પરજા  જેહી રુચે, સીસ દેઈ લે જાય.  

આગલી પોસ્ટમાં જેમનો પરિચય આપવામાં આવ્યો છે એ મારા  મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતે કબીર દોહાઓના ખજાનામાંથી ચૂંટીને ૧૦૮ દોહાનું તાંજેતરમાં એક પુસ્તક Wisdom of Kabir(Fifteenth  Century Mystic Poet of India) બહાર પાડ્યું છે.આ પુસ્તકમાં એમણે એમને ગમતા ૧૦૮ દુહાઓનો અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં સુંદર રીતે અર્થ સમજાવ્યો છે.

આ પુસ્તકમાં સમાવેલ ત્રણ દોહાનો આસ્વાદ નીચેની પીડીએફ ફાઈલ ઓપન કરીને કરી શકાશે.

કહત કબીર…Wisdom of Kabir  પુસ્તકમાંથી …ત્રણ દોહાનો આસ્વાદ –આનંદરાવ લિંગાયત 

Photo of Kabir on cover page of Anand Rao’s new Book-

શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક-

Address : 23834,Palomino Dr.

                Diamond Bar ,CA, 91765

Phone No: 909-861-2112

E-Mail add.: gunjan_gujarati@yahoo.com

_______________________________________________________

 એક વિદ્વાનની સલાહ છે કે –

સુખ અને દુખ આપણી અંદર રહેતાં ભાડુઆત છે. એમને માલિક બનવા દઈને જિંદગીને રણમાં ના  ફેરવી   નંખાય .

આનંદ રાવ 

સાહિત્ય અને જીવન છાતીએથી જોડાએલા  છુટ્ટા ન થઇ શકે એવાં જોડકાં જેવાં છે.ગમે તેવી આધુનિક શસ્ત્રક્રિયાથી 

પણ એમને છુટ્ટા  પાડી શકાય એમ નથી.એક બીજા વિના એ જીવી શકે નહી.

આનંદ રાવ

એક ઐતિહાસિક સત્ય સ્વીકારવું જ રહ્યું કે જે ભાષા રોટલો કમાવામાં કે શાસન ચલાવવામાં ઉપયોગી ન હોય એનું અસ્તિત્વ 

ધીમે ધીમે ભુસાતું જાય છે….એટલે હાલ તો જ્યાં સુધી ગુજરાતમાંથી નવા લોકો આવતા રહેશે ત્યાં સુધી એ મુઠ્ઠીભર ઈમીગ્રન્ત્સ 

સાથે જ સંકળાએલી રહેશે.આફ્રિકા,ફીજી ,ફ્રાંસ કેનેડા  અને એવાં બીજા દેશોમાં પણ શું થયું ?એનો શું હરખ કે શું શોક ?

આનંદ રાવ      

_____________________________________________________

કબીર દોહા

દુખ્મે   સુમિરન સબ કરે ,સુખમે કરે ન કોય ,

જો સુખમે સુમિરન કરે  ,દુખ કાહે કો હોય  .

બુરા જો  દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,

જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય.  

ચીન્તાસે ચતુરાઈ ઘટે, દુખસે ઘટે શરીર,

પાપ સે ઘટે લક્ષ્મી ,કહ ગયે દાસ કબીર.

સાઈ ઇતના દીજિયે ,જામે કુટુમ સમાય ,

મેં ભી ભૂખા ન રહું, સાધુ ન ભૂખા જાય.

મેરા મુજ્મે કછુ નહિ, જો કુછ હૈ સો તોર,

તેરા તુજકો સૌપતે ,ક્યા જાયગા મોર.

માટી કહે કુમ્ભારકો ,તું ક્યા રુંદે મોય ,

એક દિન  ઐસા આયગા ,મેં રુન્દુગી તોય.

કસ્તુરી કુંડલ બસે ,મૃગ  ખોજે બન  માંહી,

ઐસે ઘટ ઘટ મેં રામ હૈ,દુનિયા દેખે નાહી.

સંકલન- વિનોદ પટેલ 

સાન ડિયેગો      

         

સ્વ.જગજીતસિંહના સુરીલા કંઠે સંત કબીરના દુહા નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં સંભળાવવાનો આનંદ માણો .

 

 

 

 

7 responses to “સંત કબીર અને એમની પ્રેરક કબીર વાણી — દોહા ( સંકલન – વિનોદ પટેલ )

 1. સુરેશ જાની ફેબ્રુવારી 29, 2012 પર 2:54 એ એમ (AM)

  બહુ જ સરસ પરિચય અને લેખ.

  જો કબીરને ભારતના લોકો સમજ્યા હોત, તો કોઈ સમ્પ્રદાયો અને હિન્દુ મુસ્લીમના ઝગડા રહ્યા ન હોત. કબીરના ઉપદેશો પચાવી જીવનમાં મૂકીએ તો, બીજા કશા ધાર્મિક/ આધ્યાત્મિક વાંચનની જરૂર નથી.

  Like

  • Vinod R. Patel ફેબ્રુવારી 29, 2012 પર 4:23 એ એમ (AM)

   આપના પ્રતિભાવ માટે આભાર, સુરેશભાઈ .

   મારાથી જ્યારે પણ કંઈક સારું થાય તે વખતે મારી કબીર કથિત આ ભાવના હોય છે.

   મેરા મુજ્મે કછુ નહિ, જો કુછ હૈ સો તોર,

   તેરા તુજકો સૌપતે ,ક્યા જાયગા મોર.

   Like

 2. પરાર્થે સમર્પણ માર્ચ 3, 2012 પર 12:06 પી એમ(PM)

  .
  આદરણીય વડીલ શ્રે વિનોદભાઈ,

  મુરબ્બી સુરેશ કાકાએ ખુબ સરસ વાત કહી. જો સંત કબીરના દુહાઓને

  સારી રીતે સમજવામાં આવે તો વિશ્વ કુતુબની ભાવનાનો વિકાસ થાય.

  સુંદર લેખ આવા આવો અલભ્ય લેખ મુકવા બદલ ખુબ અભિનંદન.

  કબીરજીનું એક સુંદર ભજન.

  ભૂલ્યો મન ભમરા તું ક્યા ભમ્યો .ભમ્યો દિવસ ને રાત.. માયાનો બાંધેલ પ્રાણીઓ

  સમજ્યો નહી સારી વાત…ભૂલ્યો મન ભમરા.

  Like

  • Vinod Patel માર્ચ 3, 2012 પર 1:40 પી એમ(PM)

   પ્રિય ગોવિંદભાઈ,

   આપને મારો કબીર વિશેનો લેખ ગમ્યો અને સારો પ્રતિભાવ મોકલી આપ્યો એ બદલ

   અને તમોએ મારા માટે જે પ્રેમ ભર્યા શબ્દો ઈ-મેલમાં લખ્યા એ માટે આપનો હૃદયથી

   આભારી છું.તમોને હું શું શીખવવાનો હતો.તમે તમારા બ્લોગ દ્વારા સુંદર લેખો દ્વારા

   સારી સેવા બજાવી રહ્યા છો.અભિનંદન.

   Like

 3. nabhakashdeep માર્ચ 3, 2012 પર 12:50 પી એમ(PM)

  શ્રી વિનોદભાઈ,
  સંત કબીરજીનું જીવન -કવન અને તેમની ઉડાણભરી રચનાઓ , વાંચી
  માણવું એ આપણું સૌભાગ્ય છે. મને સદા તેમના દોહા પ્રિય રહ્યા છે. આપે
  આજે હૃદયને આનંદથી ભરી દીધું.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. aataawaani જુલાઇ 11, 2012 પર 4:39 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ મેં એક ભજન કબીર સાહેબ નાં નામે બનાવ્યું છે તે સૌની જન ખાતર નીચે લખ્યું છે .
  सुभान तेरी कुदरत पे कुरबान जी कुदरत पे कुरबान देखि मैंने सबमे तेरी शान …….सुभान तेरी
  अजब गजबका देख तमाशा हो गया मै हैरान जी अनासरका बना खिलौना रमने फूंकी जान ……….सुभान तेरी
  इस दुनियामे जब तू आया भूल गया भगवान जी कुड कपट से धन कमाके हो गया तू धनवान ……सुभान तेरी
  रामको बंदा जब तू भुला सरपे चड़ा शैतानजी खरा बातोमे जा जा करके हो गया तू हैवान ………..सुभान तेरी
  बुढा हुवा कमजोर हुवा तब सहने पड़े अपमान जी कज़ा आके ले जाएगी जब पड़ा रहेगा सामान ….सुभान तेरी
  पत्नी दारा सुतने छोड़ा छोड़ चला तेरा प्रान जी रिश्ते दारोने फिर तुजको भेज दिया समशान ……….सुभान तेरी
  कर साहब की बंदगी प्यारे छोड़ तेरा अभिमान जी कहत कबीरा सुनो भाई साधो भजते रहो भगवान …सुभान तेरी
  “आता “ने ये भजन बनाकर कबीरका किया सनमान जी अन पड़ संतने निर्भय होकर दिया जगतको ज्ञान ….सुभान तेरी

  Like

 5. aataawaani ઓગસ્ટ 4, 2012 પર 1:44 પી એમ(PM)

  कबीरा हंसना दूर कर रोनेसे कर प्रीत
  बिन रोए नहीं पाएगा प्रेम,पियारा,मित.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: