વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

આવ્યો રંગોનો તહેવાર– હોળી- ધુળેટી-વસંતોત્સવ સંકલન – વિનોદ પટેલ

હોલી ખેલે બ્રિન્દાબનમેં નંદલાલ, સબ ગોપીયો કે સાથ Thanks-Google-image

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે,માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.આ વર્ષે ૭મી માર્ચ,૨૦૧૨ના રોજ આવતા આ  હોળીના  પર્વનું સ્વાગત છે. 

હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે.ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે.હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. 

હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે .વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે.ખેતરો પાકથી લહેરાતાં  હોય છે.યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે.કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે.એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે,આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. 

લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું  પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે,અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. 

હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે.આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા  પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે.બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. 

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ . 

હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો.એને  બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’.આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો.તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું.આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો.સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. 

હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર,પ્રહલાદ,ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.એને   કંઇ કેટલાં ય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી.તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા.છેવટે પ્રહલાદને મારી નાખવાના  ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી,આથી હોલિકા અગ્નિમાં બળીને  ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. 

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે)બરાબર સંધ્યા સમયે,ઘરનાં ઉંબરા વચ્ચે,પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે.આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે. 

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે.જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે 

(માહિતી સૌજન્ય-વિકિપીડિયા )                                                                          સંકલન –વિનોદ આર. પટેલ 

_______________________________________________________

કરોના,કેલીફીર્નીયામાં રહેતા મારા કવિ મિત્ર શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) નું હોળીના તહેવારને અનુરૂપ સુંદર ગેય કાવ્ય એમના સાભાર સાથે આજની પોસ્ટમાં નીચે મુક્યું છે.આ કાવ્યમાં એમણે હોળી-ધુળેટીમાં લોકોનો ઉલ્લાસ અને આનંદ ,રંગોની રમઝટ અને વસંતનાં વધામણા સાથે કુદરતમાં થતા માદક બદલાવનો આપણને પરિચય કરાવ્યો છે.

ચાલો,એમના આ સુંદર હોળી-કાવ્યનો રસાસ્વાદ માણીએ. 

હોળી આવી રે        (કાવ્ય )   

વગડે મહોર્યા કેસુડા ના રંગ , કે હોળી આવી રે

છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે 

આવી વસંતની વણઝાર, ઉછળે રંગોના ઉપહાર

આજ આવી કા’નાની યાદ, આવો હેતે રમીએ રાસ

કે હોળી આવી રે 

ટહુકે કોયલ આંબા ડાળ, વૃક્ષો ઝૂમે મંજરી સાથ

પુષ્પોએ ધરિયા રુપ રંગ, નવોઢાના ઉરે છલકે ઉમંગ

કે હોળી આવી રે 

ખેતરે મલકે મોંઘા મોલ, ફાગણે વાગે ફાગિયા ઢોલ

મનમાં ઝૂમે ખુશીનાં ગીત, આજે ઝૂમે મનના મીત

કે હોળી આવી રે 

મલકે યૌવન ઊભા બઝાર, ખાશું આજ ધાણી ને ખજૂર

અબીલ ગુલાલ છાયો રે આકાશ, પાપનો થાજો રે ભાઈ નાશ

કે હોળી આવી રે 

હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે

છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે

કે હોળી આવી રે 

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) 

_______________________________________________________

 

બીજા એક મિત્ર શ્રી વિપુલ દેસાઈએ હોળીના પર્વ નિમિત્તે હોળી ચિત્રોનો એક સરસ વિડીયો બનાવીને એમની ઈ-મેલમાં,હોળીની શુભેચ્છાઓ સાથે મને મોકલ્યો છે.

આ વિડીયોમાં માત્ર ભારતના જ નહી પણ જગતના બીજા દેશોના ધુળેટીના મેઘ ધનુષી રંગોમાં તરબોળ બનીને મસ્તીથી પર્વ ઉજવતા લોકોનાં રંગ બેરંગી ચિત્રો,ફિલ્મી હોળી ગીતોની ધૂન સાથે,જોઈ શકાશે.સુરતીનું ઊંધિયું બ્લોગના શ્રી વિપુલ દેસાઈના આભાર સાથે નીચે મુકેલ આ વિડીયોને નીચેની લીંક ઉપર માણીને આ પર્વના ઉત્સાહમાં સહભાગી  થવા આમંત્રણ છે.

https://youtu.be/8R7G4I98HbU

આપ સૌ વાચકોને હોળી-ધુળેટીની હાર્દિક શુભેચ્છાઓ. 

સંકલન-વિનોદ આર. પટેલ

_______________________________________________________

21 responses to “આવ્યો રંગોનો તહેવાર– હોળી- ધુળેટી-વસંતોત્સવ સંકલન – વિનોદ પટેલ

 1. DR. CHANDRAVADAN MISTRY માર્ચ 6, 2012 પર 2:24 પી એમ(PM)

  વિનોદભાઈ,
  આ તમારી પોસ્ટ વાંચતા, હોળી વિષે લખેલું વાંચ્યું….
  અને, રમેશભાઈની સુંદર રચના પણ માણી.
  આનંદ !
  ચંદ્ર​વદન​
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.com
  Avjo !
  HAPPY HOLI to ALL !

  Like

 2. Capt. Narendra માર્ચ 6, 2012 પર 6:53 પી એમ(PM)

  આજનો અંક જોઇ મન ઘણું પ્રસન્ન થયું. જે રીતે આપે તેનું સંયોજન કર્યું છે, તે દિવાળી અંક જેવી વિવિધતા સભર થયો છે. આપની કલારૂચિ અને સાહિત્ય રસિકતા માટે અભિનંદન.

  Like

  • Vinod Patel માર્ચ 7, 2012 પર 2:32 એ એમ (AM)

   આદરણીય શ્રી નરેન્દ્રભાઈ,આપને હોળી અંગેની મારા બ્લોગની પોસ્ટ ગમી એથી ઘણો આનંદ થયો.

   આપના પ્રોત્સાહિત કરે એવા પ્રતિભાવ માટે આપનો આભાર.

   આપનું સાહિત્ય વાંચીને અને દેશ માટેની આપની સેવાઓથી હું ઘણો પ્રભાવિત છું.આવી રીતે મારા બ્લોગની

   મુલાકાત લેતા રહેશો અને માર્ગ દર્શન આપશો એવી આશા રાખું છું.

   Like

 3. સુરેશ જાની માર્ચ 7, 2012 પર 2:14 એ એમ (AM)

  ફાગણનો ફાલ
  ઢોલીનો ઢોલ
  હોળીનો ઉન્માદ
  ————–

  કેવું કૌતૂક?

  વૈશાખમાં વસંત !

  ક્ષણમાં મ્હોર્યા.

  Like

 4. Vinod Patel માર્ચ 7, 2012 પર 4:47 એ એમ (AM)

  મિત્રનો પ્યાર

  ખરેખર અપાર

  ટૂંકો પડે આભાર

  Like

 5. પરાર્થે સમર્પણ માર્ચ 7, 2012 પર 5:52 પી એમ(PM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,

  હોળીના રંગોત્સવ પર્વની સુંદર સમજ આપે લેખ દ્વારા પીરસી છે.

  આદરણીય રમેશભાઈનાં કાવ્યમાં પ્રકૃતિના દામનમાં જેટલા રંગ છે એ તમામને સુંદર ગુંથી

  હોળીના રંગ પર્વને સુંદર સજાવ્યું છે.

  રંગોત્સવ પર્વની આપને ખુબ જ શુભ કામના.

  Like

  • Vinod R. Patel માર્ચ 8, 2012 પર 2:03 એ એમ (AM)

   શ્રી ગોવિંદભાઈ .

   મારા બ્લોગની મુલાકાત લઈને આપનો પ્રોત્સાહિત પ્રતિભાવ આપવા બદલ આપનો આભાર.

   તમારા બ્લોગમાં ગોદડીયા ચોરાની વાતો વાંચવાની મજા હું લેતો હોઉ છું.

   હોળીના રંગો જેવું તમારું જીવન રંગ લાવે એવી મારી પણ હોળીના રંગોત્સવની અનેક શુભેચ્છાઓ છે.

   Like

 6. nabhakashdeep માર્ચ 8, 2012 પર 7:24 એ એમ (AM)

  શ્રી વિનોદભાઈ
  ભારતીય તહેવારોનું ભાવ સાથેનું અભિવાદન આપના આ સુંદર સંકલનમાં
  માણવા મળ્યું. આપે તહેવારોની મહેક આજીવન માણી છે એટલે જ
  સેન્ડિયાગોથી હોળીની સુંદર કથા સાથે રસપાન કરાવી દીધું.મારી કવિતાને
  આપે સ્થાન આપી રંગોત્સવનો આનંદ હૈયે કરાવ્યો.

  આપને તથા પરિવારને હોળીની ખૂબખૂબ શુભેચ્છાઓ
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  • Vinod R. Patel માર્ચ 8, 2012 પર 9:58 એ એમ (AM)

   શ્રી રમેશભાઈ,

   આપને હોળી-રંગોત્સવ નો મારો લેખ ગમ્યો એ જાણી આનંદ થયો.આભાર.

   ભારતમાં હતા ત્યારે હોળીના ઉત્સવને નજરે જોઇને,કોઈવાર સામેલ થઈને ઉજવતા હતા.

   હવે અમેરિકામાં આવ્યા પછી એના વિષે લેખો-કાવ્યો લખીને મન વાળવાનું.કેમ બરાબર ને ?

   Like

 7. Pingback: (209) રંગ અને ઉમંગનો તહેવાર એટલે હોળી | વિનોદ વિહાર

 8. Pingback: ( 413 ) હર્ષ ઉલ્લાસ અને રંગો ભર્યો રંગીલો ઉત્સવ હોળી – ધુળેટી | વિનોદ વિહાર

 9. Pingback: ( 873 ) હોળી-ધૂળેટીનો આનંદ મુબારક…. ત્રણ હોળી કાવ્યો …(સંકલિત) | વિનોદ વિહાર

 10. Pingback: ( 873 ) હોળી-ધૂળેટીનો આનંદ મુબારક…. ત્રણ હોળી કાવ્યો …/ઇલેક્શનની હોળી- અમેરિકામાં … હરનીશ જાની (સંક

 11. Dinkar માર્ચ 23, 2016 પર 9:31 પી એમ(PM)

  આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી-હોળીની શુભેચ્છા.

  Like

 12. aataawaani માર્ચ 30, 2016 પર 10:49 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  હોળી ને લગતા ચિત્રો સાથેની વાત વાંચી કવિતા પણ વાંચી બહુ જાણવા મળ્યું .
  रंगसे खेलूंगी में होली मेरे सवरियाकि साथ

  Like

 13. aataawaani માર્ચ 31, 2016 પર 11:28 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  હોળીની વાતો વગતો વાંચન કર્યું .
  પણ વિપુલ દેસાઈનો વિડીયો મારા કમ્પ્યુટર ની ખામીને કારણે ન જોઈ શક્યો .

  Like

 14. Pingback: ( 873 ) હોળી-ધૂળેટીનો આનંદ મુબારક…. ત્રણ હોળી કાવ્યો …/ઇલેક્શનની હોળી- અમેરિકામાં … હરનીશ જાની (સંક

 15. જયભાઇ ફેબ્રુવારી 18, 2018 પર 1:40 એ એમ (AM)

  હોળીનાં તહેવારની વાત જાણી પરંતુ ભાણેજડા ના હોળી ફેરાઅંગે જણાવવામાં મદદરૂપ થશો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: