વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

લોકપ્રિય ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના અમૃત પર્વ પ્રસંગે અભિનંદન

                                                    ડો. ગુણવંત શાહ                शतं जिव शरद ________________________________________________________________

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક અને ચિંતક અને શિક્ષણકાર  ડૉ.ગુણવંત શાહ તા.૧૨મી માર્ચ,૨૦૧૨ના રોજ એમના પ્રવૃતિશીલ જીવનનાં ૭૫ વર્ષ પુરાં કરીને ૭૬મા વર્ષમાં પ્રવેશે    છે ત્યારે એમના જીવનના આ અમૃત પર્વ પ્રસંગે એમને હાર્દિક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.  

૧૨મી માર્ચ,૧૯૩૭માં રાંદેર (સુરત )ખાતે જન્મેલ ડૉ.શાહનું જીવન  ફલક ભારતમાં તેમ જ વિદેશમાં ફેલાયેલુ  છે.તેઓ વિશ્વ પ્રવાસી છે.એમની શૈક્ષણિક અને સાહિત્યની  પ્રવૃતિઓનો પરિચય,એમનાં પુસ્તકો,એમના લેખો અને દૈનિક કાર્યક્રમો(Events )ની વિગતવાર માહિતી જાણવા માટે એમના બ્લોગ ટહુકો ની નીચેની લીંક ઉપર ક્લિક કરશો.

Gunvant Shah’s blog Tahuko    

શ્રી ગુણવંત શાહ અને એમનું ગીતાજ્ઞાન  

ડૉ. ગુણવંત શાહ ગીતાના ઊંડા અભ્યાસી છે .શ્રી શાહ લિખિત પુસ્તક” કૃષ્ણં શરણં ગચ્છામિ” અને “કૃષ્ણનું  જીવન સગીત” આ બે પુસ્તકોમાં ગીતા અંગેનું એમનું ગહન જ્ઞાન દેખાઈ આવે છે.ગીતા વિશેની એક ચર્ચાગોષ્ઠિ માં એમણે કહ્યું હતું :

“‘ભગવદગીતાને હિંદુનો ગ્રંથ ન કહો. જ્યારે ભગવદગીતાનો ઉપદેશ અપાયો ત્યારે પૃથ્વી પર એક પણ હિંદુ ન હતો. આ પૃથ્વી પર એક પણ મુસલમાન ન હતો, એક પણ ખ્રિસ્તી ન હતો. ભગવદગીતા એ કેવળ માનવને અપાયેલો ઉપદેશ છે. કૃષ્ણને બધું જ માન્ય છે પણ પલાયનવૃત્તિ નહીં. ભગવદગીતા ભારતની, વિશ્વની ગરીબી દૂર કરી શકે છે. એ દાદાગીરી અને મિજાજ સાથે સમજવાની જરૂર છે. રાક્ષસને માનવઅધિકાર હોતા નથી અને તે કોઈ પણ કોમનો હોઈ શકે છે. જ્યારે તેની સામે લડવાની વાત આવે ત્યારે કાયરપ્રજા કહે છે કે, એને આપણે કંઈ મરાતો હશે ? ! કૃષ્ણનો સંદેશો એક છે તમે છો એ બનો. એક તરફ મથુરાવૃત્તિ છે તો બીજી બાજુ ગોકુલવૃત્તિ છે. મથુરાવૃત્તિ હશે તો કંસ મળશે,જ્યારે ગોકુલવૃત્તિમાં ગોપીઓ છે, રાસલીલા છે. પુરુષને પુરુષત્વનું ભાન ન રહે, સ્ત્રીને સ્ત્રીત્વનું ભાન ન રહે, કૃષ્ણની મગ્નતા હોય, બંસીના સૂર હોય ત્યારે જે ગ્રૂપ ડાન્સ થાય એનું નામ રાસલીલા. “

ગીતા અંગે એમના પુસ્તક “કૃષ્ણનું જીવન સગીત”માં જણાવે છે ;”ભારતીય સંસ્કારનું જે કાંઈ શ્રેષ્ઠતમ તત્વ છે તે ગીતામાં ઝીલાયું છે અને જળવાયું છે.પ્રત્યેક યુવાનના હાથમાં જ્યારે ગીતાનું પુસ્તક હશે ,ત્યારે આપણો દેશ ગરીબ નહિ હોય”.

ડૉ.શાહના આ અમૃત પ્રસંગે,સાહિત્યમાં ઊંડો રસ ધરાવનાર હ્યુસ્ટનના શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ  શ્રી ગુણવંતભાઈનો એમના સુંદર સંદેશ સાથે આ પોસ્ટની નીચે મુકેલ ફોટો તથા એમનો એક લેખ “સારા મા-બાપ બનવું એ ખાવાના ખેલ નથી.”એમના ઈ-મેલમાં મને મોકલી આપેલ એને આજની પોસ્ટમાં એમના અને શ્રી વિજયભાઈ ધારિયાના આભાર સાથે મુકેલ છે.આ લેખ વાચકોને માટે પ્રેરક બની રહેશે અને એમની અભિભૂત થઇ જવાય એવી શબ્દોની પસંદગી ,એમની સરળ અને રસાળ શૈલીનો પરિચય પણ મળશે.

સારા મા-બાપ બનવું એ ખાવાના ખેલ નથી.”  લેખ  વાંચવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે.

સારા મા-બાપ થવું એ ખાવાના ખેલ નથી -ગુણવંત શાહ

___________________________________________________________________

ઘડપણ અંગે શ્રી ગુણવંત શાહના બીજા બે સુંદર લેખો.

૧.બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં.

૨.ઘડપણ સડવા માટે નથી

શ્રી ગુણવંત શાહ તા. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા. એમના જીવન માટેનો એ કસોટીનો કાળ હતો.હોસ્પીટલમાં એન્જીઓગ્રાફી અને બાયપાસ સર્જરી પછી ગુજરાતને સારે નસીબે તેઓ કસોટી કાળમાંથી હેમખેમ ઉગરી જઈને પોતાના હમ્મેશ મુજબના કાર્યમાં લાગી ગયા છે એ સૌને માટે આનંદની વાત છે.

 સર્જરી પછી ફક્ત પાંચ દિવસ પછી એમના હાર્ટ એટેક આવ્યા પછીનો અનુભવ રજુ કરતો અને એમાંથી બચવા માટેની શીખ આપતો એમણે એક લેખ “બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં” એમના બ્લોગ ટહુકોની તા ૨૧ મી સપ્ટેમ્બરની પોસ્ટમાં મુક્યો હતો.ખુલ્લા દિલે અને એમની આગવી રસાળ શૈલીમાં લખાયેલ આ લેખ તથા એમનો એવો જ બીજો સરસ લેખ ઘડપણ સડવા માટે નથી  મારા બ્લોગની તા.૨૮મી નવેમ્બર ૨૦૧૧ની પોસ્ટમાં “ઘડપણ અને એના આરોગ્ય અંગેના પ્રશ્નો ચર્ચતા ત્રણ સુંદર લેખો “શિર્ષક હેઠળ મુક્યા હતા .

શ્રી ગુણવંત શાહના આ બે પ્રેરક લેખ વિનોદ વિહારની નીચેની લીંક ઉપર વાંચી શકશો.

શ્રી ગુણવંત શાહના આ બે પ્રેરક લેખ

શ્રી ગુણવંત શાહની સાચી મૂળ અટક  પટેલ !

બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્રી ગુણવંત શાહ પોતાની અટક શાહ લખાવતા હોવાં છતાં એક ભૂમિપુત્ર પટેલ-કડવા પટેલ છે!એમની આત્મકથા “બિલ્લો ટિલ્લો ટચ”માં પોતાની અટક અંગે એમણે આમ લખ્યું છે :

“વર્ષો પહેલાં ઈશ્વર પેટલીકરે એક લેખમાં જણાવેલ કે ગુણવંત શાહ ગુજરાતને છેતરે છે ,પોતે પટેલ હોવા છતાં અટકશાહ લખાવે છે….ઘણાં લોકો મારી વાણી અને અટક વચ્ચે દેખાતી વિસંવાદિતાને કારણે ગોટાળામાં પડે છે.મને ગોળ ગોળ બોલવાનું અને વળી તેલની ધાર જોઈને બોલવાનું બિલકુલ ફાવતું નથી.મારી અંદર હજી ખેતરમાં ઓરણી કે કાપણી કરતો,ઘાસ વાઢતો,બળદનાં પૂછડાં આમળતો,તડકામાં રવડતો,વરસાદમાં પલળતો,કુવે પાણી ખેંચતો ,ચાંચવા વડે ભોંય ભાંગતો એવો આખાબોલો અને સ્વભાવે ખરબચડો ભૂમિપુત્ર જીવતો બેઠો છે .લાખ પ્રયત્ન કરું તો ય સુધરી શકું તેમ નથી.હજી આજે પણ રાંદેરની સીમમાં મારું ખેતર છે .એ ખેતરમાં કપાસની કરસાંઠી એકલે હાથે ઉખેડેલી અને ધારું તો આજે પણ એ કામ કરી શકું. ”

આ જ પુસ્તકમાં પટેલની વ્યાખ્યા આપતાં એમણે લખ્યું છે :

“પટેલની વ્યાખ્યા શું ? લાંબા સહવાસ અને અનુભવને અંતે એક વ્યાખ્યા જડી છે :જે જાહેરમાં પત્નીનું કહ્યું બિલકુલ ન માને પણ ખાનગીમાં બધું માની જાય તેને પટેલ જાણવો.પટેલોની ભાષા ખરબચડી પણ હૃદય સુંવાળા. કોઈ માણસ બેવડી વાત કરે કે ગોળ ગોળ બોલે ત્યારે અકળાએલો પટેલ એને સંભળાવતો -” તું મુતરે તો ખબર પડે, પણ નહાતો નહાતો મુતરે તે કેમ ચાલે ?”

વળી એક દોહરો ટાંકતા કહે છે :

“ઘર ગભાણ ને ગોદડાં,ગાડી બળદ ને વહેલ,

દૂધ માખણ ને ઢેબરાં ,ધન ધન ધના પટેલ.”

સાન ડિયેગો                                                                        સકલન-વિનોદ આર. પટેલ        

_____________________________________________________________  

9 responses to “લોકપ્રિય ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના અમૃત પર્વ પ્રસંગે અભિનંદન

 1. nabhakashdeep માર્ચ 18, 2012 પર 11:08 એ એમ (AM)

  આદરણીય શ્રી ગુણવંત શાહને ૭૫મા જન્મ દિન નિમિત્તે ખૂબખૂબ શુભેચ્છાઓ.
  તેમનાં ચીંતનસભર લેખો વાંચી માણી એક આગવો આનંદ મળે છે. આજે
  આપે સુંદર રસદર્શન તેમના થકી જ કરાવી , સાહિત્ય જગતના આ મેઘાવી
  સાહિત્યકારની મીઠી યાદ હૃદયમાં ભરી દીધી.તેમના લેખો માણવાની સદા
  તાલાવેલી રહે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. chandravadan માર્ચ 18, 2012 પર 2:54 પી એમ(PM)

  Gunvant Shah….Known Writer…..Knowing him better with this Post.
  Thanks for sharing,Vinodbhai.
  NOW…I invite you to see the Posts on Chandrapukar.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on my Blog !

  Like

 3. GUJARATPLUS માર્ચ 20, 2012 પર 10:57 એ એમ (AM)

  Happy birthday to Mr.Shah

  How many Sahityakars know Hindi but not trying to promote Gujarati Lipi in Hindi Literature?

  If we can write Sanskrit in Gujarati why not Hindi?

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

  Like

 4. Pingback: સમય અને જીવનનું ચક્ર ચાલતું જ રહે છે -સમયની કિંમતને ઓળખીએ . « વિનોદ વિહાર

 5. Pingback: (113 ) પ્રભુના લાડકવાયા – બે પ્રેરક સત્યઘટનાઓ – ડો. ગુણવંત શાહ « વિનોદ વિહાર

 6. pragnaju ઓક્ટોબર 21, 2012 પર 6:36 એ એમ (AM)

  જેમના ચિંતનાત્મક ક્રાંતિકારક વિચારોથી અમે ઘણું શીખ્યા તેવા આદરણીય શ્રી ગુણવંત શાહને ૭૫મા જન્મ દિન નિમિત્તે ખૂબખૂબ શુભેચ્છાઓ.

  Like

 7. chandrakant ઓક્ટોબર 21, 2012 પર 9:15 પી એમ(PM)

  to day know Mr,Gunvantbhai Patel Not Shah nice thanks vinodbhai

  Divybhaskar sunday ma purti ma lekh ave che, best avord malel che

  Like

 8. Pingback: (51) સમય અને જીવનનું ચક્ર ચાલતું જ રહે છે -સમયની કિંમતને ઓળખીએ . | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: