વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ સ્મરણાંજલિ

Kusum_Patel_1

   કુસુમબેન-વિનોદભાઈ -૧૨મી ઓગસ્ટ રોજ લગ્ન પછી શ્યામ સ્ટુડિયો અમદાવાદમાં જઈને પડાવેલો પ્રથમ ફોટો

(૧૨મી ઓગસ્ટ ,૧૯૬૨ના રોજ લગ્ન પછી શ્યામ સ્ટુડિયો અમદાવાદમાં પડાવેલી અમારી પ્રથમ તસ્વીર )____________________________________________________________________ 

આજથી લગભગ વીસ વર્ષ પહેલાં અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસને લીધે લાંબી પથારીવશ માંદગીનું દુખ સહન કર્યા બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું.

આ ત્રીસ વર્ષના અમારા સહ જીવન દરમ્યાન કેટ કેટલા કભી ખુશી,કભી ગમના બનાવો બની ગયા હતા!આમાંની કેટલીક મારી સ્મૃતિના ફોલ્ડરમાં સંગ્રહિત થઈને પડેલી ઘટનાઓનાં સંસ્મરણો વહેંચીને  હળવા થવાનો અને એક અંજલિ ગીત,કુસુમબેનની કેટલીક તસ્વીરો,ચિંતન લેખ અને મારા જીવનના અનુભવમાંથી જડેલી વાર્તા “સફળ સફર “વિગેરે આજની આ પોસ્ટમાં સંકલન કરીને પ્રભુના ધામમાં નિવાસ કરી રહેલ એ દિવ્યાત્માને સ્મરણાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

કુસુમબેનની કુટુંબ વત્સલતા અને ત્યાગ   

અમારાં લગ્ન થયાં એ પહેલાં અમારા કુટુંબે ઘણો આર્થિક સંઘર્ષ વેઠ્યો હતો.લગ્ન પછી સ્થિતિમાં કઈક વળતા પાણી થતાં બધાં કહેતાં હતાં કુસુમ સારા પગલાની છે.વસ્તારી કુટુંબમાં આવીને બધાં સાથે હળી ભળી જઈને એમણે કુટુંબની જવાબદારી પરિશ્રમપૂર્વક બરાબર સંભાળી લીધી હતી.સાસુ-સસરા તરફથી એમને   એક પુત્રી જેવો પ્રેમ મળ્યો હતો.કુસુમ બેનની માંદગીથી મૃત્યુંના સમય દરમ્યાન એમની સારવારમાં મારી જોડે હાજર રહી મને ઘણો જરૂરી મોરલ સપોર્ટ આપ્યો હતો એ કેમ કરીને ભૂલાય !

અમારા લગ્નના ત્રણ વર્ષ પછી ,મારા ત્રણ નાના ભાઈઓ એક પછી એક અમેરિકા ગયા,ત્યાં ભણી,સેટ થયા,ઈન્ડીયા આવી બધાએ લગ્ન કર્યા એ બધા સુખી પ્રસંગો અમે સાથે રહીને માણ્યા હતા.દેવનાં દીધેલ અમારાં ત્રણ સંતાનોનો ઉછેર કરી સારા સંસ્કારનું સિંચન કર્યું હતું.અમારાં આ ત્રણે ય સંતાનો એમની હાજરીમાં અમેરિકામાં આવ્યાં .આજે તેઓ બધાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી,સારી જોબ કરી એમના પરિવાર સાથે ઘણાં સુખી છે એ અને જોઈને વ્હાલાં લાગે એવાં રૂપાળા ૬ પૌત્રો –પૌત્રીઓને  નજરે જોઈને ખુશી થવા એમની પ્રિય માતા આજે હયાત નથી એ વિધિની કેવી વક્રતા કહેવાય !મારા પિતાશ્રી ૯૨ વર્ષની ઉમરે ૨૦૦૭માં અને માતુશ્રી ૭૮ વર્ષની ઉમરે ૧૯૯૫મા ,કુટુંબની લીલીવાડી જોઈને સ્વર્ગે સિધાવ્યાં હતાં. પરંતુ એમનાથી નાની ઉમરનાં કુસુમબેનને જીવનભર પરિશ્રમ અને સંઘર્ષ કર્યા પછી અમેરિકા આવીને સંતાનોની લીલીવાડી જોવાનું એમનું સ્વપ્ન દૈવ યોગે સિદ્ધ થઇ ન શક્યું એનો જીવનભર મને અફસોસ રહી જશે.

૧૪મી એપ્રિલ,૧૯૯૨ નો એ કરુણ દિવસ  

આ દિવસે હું મારી દીકરીને ત્યાં કેલીફોર્નીયા,લોસ એન્જેલસમાં હતો.મારા એક પગના થાપા(હિપ)માં ઇન્ડીયામાં પડી જવાથી ફ્રેક્ચર થયેલું એનું ઓપરેશન અહીં આવીને કરાવેલું એટલે ઓપરેશનની રૂઝ આવી જાય ત્યાં સુધી દીકરીને ત્યાં થોડો આરામ કરી ઈન્ડીયા જેમ બને એમ જલ્દી પાછા જવાનો પ્લાન હતો.પરંતુ માનવીનું ધાર્યું હંમેશા ક્યાં બનતું હોય છે .૧૪મી  એપ્રિલ,૧૯૯૨ની વહેલી સવારે ચાર વાગે સાન ડિયાગો રહેતા મારા  નાના ભાઈનો દીકરીને ઘેર ફોન આવે છે અને હજારો માઈલ દુર અમદાવાદમાં અમારા નિવાસ સ્થાને મારાં ધર્મ પત્ની કુસુમબેના થયેલ અવસાનના સમાચાર રડતા અને દુખી અવાજે આપે છે.આ ધ્રાસકા જનક સમાચાર સાંભળીને મારું હૃદય એક-બે-ચાર ધબકારા ચુકી જાય છે.મારા જીવન ઉપરના આ કારમા  આઘાતથી ભીતરમાં શૂન્યતા વ્યાપી જાય છે.પત્નીના દુખદ અવસાન વખતે હાજર રહી ન શકવા બદલ થયેલ અફસોસ ભર્યો મૂંઝારો અને અશ્રુભીની આંખોએ અહીં રહેતાં ત્રણે ય સંતાનો અને ભાઈઓનું ગળે વળગીને કરેલ એ રુદનનું દ્રશ્ય એક ચલચિત્રની જેમ ૨૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં પણ સ્મરણ પટે તાજું થાય છે અને પ્રભુની અકળ લીલાની ઝાંખી કરાવી જાય છે.

કમળની પાંદડીઓ પર નાચતા પાણીના બુંદ જેવી માનવીની જિંદગી ચંચળ છે. “મરણનું સ્મરણ” નામનો મારો એક ચિંતન લેખ મારા બ્લોગની ૧૦મી સપ્ટેમબર,૨૦૧૧ ની પોસ્ટમાં મુકવામાં આવ્યો છે.આજની પોસ્ટને અનુરૂપ આ લેખ નીચેની લીંક ઉપર વાંચી મૃત્યુની અનિવાર્યતા અંગે મનન કરો.

https://vinodvihar75.wordpress.com/2011/09/10

આ જગતમાં બધું ઈશ્વરના અવિચલ નિયમ જ પ્રમાણે થતું હોય છે.આપણા જીવનની આ ઘટમાળ પણ એની ઈચ્છાને આધીન છે.ગુલાબ સદા કંટકની સોબતમાં રહે છે છતાં પૂર્ણ રીતે ખીલીને જાણે પોતાના સ્મિતને સલામત રાખે છે.આ ખુશ્બોદાર ગુલાબી રહસ્યને પામીને જીવન પ્રેત્યેની શ્રધ્ધાને અડીખમ રાખવી એ જ સાચી જીવન કલા.

પ્રભુકૃપા,સ્નેહીજનો-મિત્રોનો પ્રેમ અને લાગણી એ જ મારી સૌથી મોટી મૂડી છે જે મને જીવન સંગ્રામમાં ઝઝૂમવાની તાકાત પૂરી પાડે છે.

અંતમાં બે હાથ જોડીને પરમ કૃપાલુ પરમાત્માને આ પ્રાર્થના કરીએ .

હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો.

સાન ડિયાગો,                

એપ્રિલ ૧૪,૨૦૧૨                         વિનોદ આર.પટેલ

_____________________________________________________

સફળ સફર               (સત્યઘટનાત્મક ટૂંકી વાર્તા )                   લેખક-વિનોદ પટેલ

સ્વ.કુસુમબેનની તબિયત ગંભીર થઇ જતાં એના લગ્નના ફક્ત ત્રણ માસ પછી અમેરિકા રહેતી પુત્રી એની વ્હાલી માતાને મળવા ઈન્ડીયા દોડી આવી હતી.એ કરુણ પ્રસંગમાંથી પ્રેરણા લઈને ખરા નામો બદલીને લખેલી મારી “સફળ સફર”નામની એક સત્ય ઘટનાત્મક ટૂંકી વાર્તા અમદાવાદથી પ્રસિદ્ધ થતા “ધરતી” માસિકના જુન,૨૦૦૪ના અંકમાં છપાઈ હતી.આ વાર્તા વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

સફળ સફર ( સત્યઘટનાત્મક ટૂંકી વાર્તા ) લેખક -વિનોદ આર.પટેલ

_____________________________________________________

સ્વ.કુસુમબેનને એમની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ

 

શ્રધાંજલિ                      

ગોઝારા એ કરુણ દિને ,હૃદય ભગ્ન થયાં હતાં અમારાં, 

પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં . 

નશ્વરદેહ ભલે તમારો પંચ મહાભૂતમાં ભળી ગયો, 

મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા. 

વેદનાઓ કષ્ટો સહ્યાં તમે અપૂર્વ ધીરજ બેશબ્દ રહી,
જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં. 

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના 

તસ્વીર જોઈને તમારી, તાજાં થતાં સૌ સંસ્મરણો. 

શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો અમ પર આપના 

કિન્તુ અલ્પ શબ્દોથી અર્પું તમોને આ ભાવભીની શ્રધાંજલિ .

 

૧૪મી અપ્રિલ,૨૦૧૨.                                     —વિનોદ આર. પટેલ

____________________________________________________________

                                                                     આ ત્રણ તસ્વીરો!

મારાં સ્વ. માતાપિતા અને ધર્મપત્ની કુસુમે મારા જીવનમાં ખુબ જ અગત્યનો ફાળો આપ્યો છે.પ્રેમ, પરિશ્રમ  અને ત્યાગના ત્રિવેણી સંગમ સમાં આ ત્રણ દિવ્યાત્માઓનો હું આજીવન ઋણી રહીશ..એમના સુસંસ્કારો, પ્રેમ અને સહકારની સૌથી મોટી મૂડીએ મને મારા જીવનના  સંગ્રામમાં ઝઝૂમવાની જરૂરી તાકાત પૂરી પાડી છે એમ કહું તો ખોટું નથી .મારી રૂમની દીવાલ પર હારોહાર લટકતી એ ત્રણે ય દિવ્ય આત્માઓની તસ્વીરો સામે જ્યારે નજર કરું છુ ત્યારે ભૂતકાળના એ યાદગાર દિવસોની અને મારા જીવન ઉપરના એમના અગણિત ઉપકારોની યાદ તાજી થતાં હૈયું ભારે થાય છે.સૌ કુટુંબીજનો ઉપર આ ત્રણ તસ્વીરો ઉપર રહ્યાં રહ્યાં જાણે કે આશીર્વાદોની વર્ષા કરતી ન હોય એવી પ્રતીતિ મને રોજ થયા કરે છે.!

સૌ વ્હાલાંઓ ઉપર આશિષ ને પ્રેરણા વર્ષાવી  રહી જાણે,

અમ હૃદય મંદિરીયે જડાઈ ગઈ છે આ ત્રણ તસ્વીરો.

કુટુંબના ઉત્કર્ષ માટે અપાર કષ્ટો એમણે સાથે સહ્યાં,  

ખરી જઈને પણ આ પુષ્પો, કેવી સુગંધ છોડી ગયાં ! 

–વિનોદ આર. પટેલ _______________________________________________________________     

Kusumben with three children(1972-73)

________________________________________________________________

गीता सार 

जो हुआ वह अच्छा हुआ ,जो हो रहा है ,वह अच्छा हो रहा है ,जो होगा ,वह भी अच्छा होगा

तुम्हारा क्या गया ,जो तुम रोते हो ?तुम क्या लाये थे ,जो तुमने खो दिया ?तुमने क्या पैदा

किया जो नष्ट हो गया ? तुमने जो लिया ,यही से लिया , जो दिया ,यही पर दिया ,जो आज तुम्हारा

 है ,कल किसी औरका था ,कल किसी औरका होगा  

परिवर्तन ही संसारका नियम है        

         

 _________________________________________________________________

36 responses to “મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ સ્મરણાંજલિ

  1. pravina એપ્રિલ 14, 2012 પર 8:27 એ એમ (AM)

    I know what you are going through. Time takes care of pain. But memorries are alive .

    Life goes on.

    jay shree krishna

    Like

  2. Vipul Desai એપ્રિલ 14, 2012 પર 10:05 એ એમ (AM)

    સ્નેહી વિનોદભાઈ,
    પ્રથમ તો કુસુમબેનના આત્માને સદગુરુ શ્રી સાઈનાથ મહારાજ શાંતી આપે એવી પ્રાર્થના. તમારો લેખ વાંચીને આંખો ભીની થઇ ગઇ. દરેકના જીવનમાં આંધી અને તોફાન આવે છે….કુદરતનો નિયમ છે. તમારા લેખો વાંચીને જુના ઘા તાજા થાય છે….”વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આગઈ”. આ ક્ષણોની ભીનાશ દુ:ખમા પણ સ્વજનોની ભીગી ભીગી યાદો આપી જાય છે. આજની વ્યસ્ત જિંદગીમાં બધા પ્રિયજનોની યાદ આવી ગઇ અને એ બદલ આપનો ખુબ ખુબ આભાર! ખાસ તો તમારી દીકરીને એક વાર માથે હાથ મુકજો અને કહેજો કે ખુલ્લા મને માને યાદ કરીને રડી લે. દીકરીને તો આ ક્ષણે બાપનો હાથ તો ઉપરવાળાના હાથ કરતાં પણ વધુ આશ્વાસન આપશે.

    Like

    • Vinod R. Patel એપ્રિલ 14, 2012 પર 12:47 પી એમ(PM)

      પ્રિય વિપુલભાઈ,

      આપના દિલમાંથી નીકળેલો આપનો સુંદર પ્રતિભાવ મારા દિલને સ્પર્શી ગયો.આપનો આભાર.
      તારીખ ૧૫મીએ મારી દીકરીએ એના ઘર નજીકના રાધા રમણ મંદિરમાં એની મમ્મીની સ્મૃતિમાં
      ફ્લાવર પૂજા,ભજન ,પ્રસાદ વી.પ્રોગ્રામના આયોજનમાં ભાગ લીધો છે ,ત્યારે હું એને મળવાનો
      છું.આપનો સદેશ એને જણાવીશ .દીકરી એટલે જ વ્હાલનો દરિયો.દરેક પિતાને દીકરીના હેતનો
      અનુભવ થતો જ હોય છે.આપને અને કુટુંબીજનોને જયશ્રી સાઈનાથ .એનું કૃપા થાય તો ભયો ભયો.

      Like

  3. Vinod R. Patel એપ્રિલ 14, 2012 પર 12:28 પી એમ(PM)

    Thank you Pravinaben for your heart felt response to my post.

    Yes,Life should go on, whatever the circumstances.

    Like

  4. mdgandhi21 એપ્રિલ 14, 2012 પર 12:55 પી એમ(PM)

    શ્રી વિનોદભાઈ,

    બહુ કરુણ પ્રસંગ તમે વર્ણવ્યો છે. ઉંમર થાય એટલે મ્રુત્યુ તો આવે, પણ નાની ઉંમરે મરણ આવે અને એ પણ પથારીમાં દિવસો સુધી રીબાવું પડે એ બહુ વસમું છે.

    સદગત કુસુમબેનના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે તેવી અભ્યર્થના.

    લી.મનસુખલાલ ડી.ગાંધી.

    Like

  5. nabhakashdeep એપ્રિલ 14, 2012 પર 3:43 પી એમ(PM)

    આદરણીયશ્રી વિનોદભાઈ

    આત્મિય સંબંધોની સુગંધ અને ભાવુકતાથી ભરી દેતી આપે આલેખેલી
    જીવનઝરમર હૃદય સ્પર્શી છે. આપે જીવનની અનેક તડકા છાંય સહ્યા છે.
    આપનો આત્મ સંતોષ અને સંસ્કારોની મહામૂડી આપની પાસેછે. આ પ્રસંગે
    સ્વજનોની ખોટ પૂરાયે ના પૂરાય એવી અનુભવાય જ..ઈશ્વર આપને શક્તિ
    અને સુખમય જીવન અર્પે એવી પ્રાર્થના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    • Vinod R. Patel એપ્રિલ 15, 2012 પર 3:50 એ એમ (AM)

      પ્રિય રમેશભાઈ,

      આપના સુંદર શબ્દોમાં આપેલ પ્રતિભાવ માટે આપનો ખુબ આભાર.

      આપ તો અનુભવી કાવ્યકાર છો.હૃદયના ભાવ અને સંબંધોની

      આંટીઘૂંટીઓ ને જલ્દી પકડી શકો છો.જ્યાં ન પહોંચે રવી,

      ત્યાં પહોંચે કવી !

      Like

  6. stop.co.in એપ્રિલ 14, 2012 પર 10:58 પી એમ(PM)

    વડીલ શ્રી વિનોદભાઈ ,
    આપ ના મન ઝરુખા માં રહેલી આપ ના ધર્મ પત્ની ની યાદ અને પ્રેમ ના સ્વરૂપે એ હમેશા આપ ની સાથે જ છે . તન થી નહી પણ મન થી આપ એમનો સાથ સદાય અનુભવી શકશો .બાકી તો આપ નું વિરહ દુખ હું સારી રીતે સમજી શકું છુ કા .કે મારા પપ્પા અને મારા સસરા બન્ને નું દુખ આપ ના જેવું જ છે . આપ ના પત્ની ને બીજું તો કાંઈ નહી પણ વંદન રૂપી શ્રદ્ધાંજલિ અર્પું છુ .

    Like

    • Vinod R. Patel એપ્રિલ 15, 2012 પર 4:07 એ એમ (AM)

      માયાબેન,

      આપની મારા પ્રત્યેની શુભ લાગણીઓ માટે આપનો ખુબ આભાર.

      આપના પપ્પા અંગે તમે મને પહેલા લખ્યું છે.તેઓ સારા કામમા સમય

      આપી પ્રવૃત બનીને એમની એકલતાનો સુંદર રીતે સામનો કરી રહ્યા છે.

      એમનો પરિચય મારા બ્લોગમાં હું એકાદ પોસ્ટમાં આપવાનો છું. આ અંગે હું

      વધુ માહિતી માટે તમને ઈ-મેલથી જણાવીશ.

      Like

  7. hemapatel એપ્રિલ 14, 2012 પર 11:16 પી એમ(PM)

    સ્વ કુસુમબેનને ભાવભરી શ્રધ્ધાંજલિ.

    Like

    • Vinod R. Patel એપ્રિલ 15, 2012 પર 2:01 એ એમ (AM)

      હેમાબેન,

      આપનો ખુબ આભાર .

      આપના બ્લોગની મુલાકાત લીધી.ગમ્યો.

      આ તમારું કાવ્ય ગમ્યું.

      જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે.

      જે ચાહો તેને મેળવવુ એ સફળતા છે.

      પણ જ્યારે ખબર હોય કે જે

      નથી મળવાનુ છતાં તેને ચાહો

      તે સાચો પ્રેમ છે.

      Like

  8. સુરેશ એપ્રિલ 14, 2012 પર 11:41 પી એમ(PM)

    કુસુમ ગયું
    સુવાસ રહી સદા
    વિનોદ કરો.
    ——————-
    કુસુમબેનને અમારી શ્રદ્ધાંજલિ.

    Like

  9. himanshupatel555 એપ્રિલ 15, 2012 પર 2:31 એ એમ (AM)

    તમારા દુખમાં અને વેદના સભર સંસ્મૃતિમાં અમે પણ ભાગીદાર છીએ અને તમારા જેટલી અને જેવી સંવેદના અનુભવીએ છીએ may god bless both of you.

    Like

  10. ગોવીંદ મારુ એપ્રિલ 15, 2012 પર 1:18 પી એમ(PM)

    સદ્ ગત કુસુમબેનને હાર્દીક શ્રદ્ધાંજલી..

    Like

  11. DR. CHANDRAVADAN MISTRY એપ્રિલ 15, 2012 પર 3:52 પી એમ(PM)

    Dearest Vinodbhai,
    Your Post…..Read as I returned from a Medical Conference today.
    And the ANJALI is for KUSUMBEN…….Today it is 14th April too.
    And it was 14th April of 1992 when the tregedy ocurred.
    As I read the Post, I I came to know more & the tears from my eyes exposed my inner feelings from my heart.
    My Vandan to Kusumben….My Anjali to her. May your Love for her remain Amar as you continue your life on this Earth.
    God has “some” inner plans for you..& that the God only knows this…..but I am sure HE has LOVE for both of you…HE was one who “joined” you both by the Wedding & then separated this way only for you to keep “her memories”
    I know she is taken care well by the Almighty !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Our Prayers for you & your Family !

    Like

  12. Hasmukh Doshi એપ્રિલ 17, 2012 પર 3:15 એ એમ (AM)

    My Dear Shri Vinodbhai:

    Birth and Death is the part of the life. In only human life one can get out of the cycle of birth and death. Lets take the advantage of that human life and by doing Jap, Tap, Meditation, etc. let us stop all desires so that one do not have to take a birth to fulfill that remaining desires.

    I was 19 years old when I have attended your marriage and today I am getting closure to 69. No one can stop the time. Let we pray to almighty God ( I call wireless energy) to give peace to the departed soul and give strength to bear the loss. Kusamben have performed her duty to assist to your family and upbring the children. She is showering her blessings to you, your children and grand children. Have faith in Dharma and God always assist to cross the ocean. Our body is the boat and our soul is the Navigator. God bless your family. Jay shree Krishna, Jay Jinedra.

    Like

    • Vinod R. Patel એપ્રિલ 17, 2012 પર 12:46 પી એમ(PM)

      Thank you Hasmukhbhai,for your comments on my post,which shows

      your feelings from your heart.Yes,I remember your face when you

      were 19 years old when you attended my marriage,which was a very

      simple marriage in the presence of family members only.So you were

      invited considering you as a family member.Gone are those days now.

      We both have now grown up have become old considering the number

      of our age ,I 76 years and you are now 69 !Time has passed very fast.

      As they say, time and tide waits for none.

      Like

  13. dhavalrajgeera એપ્રિલ 19, 2012 પર 3:28 પી એમ(PM)

    કુસુમબેનને શ્રદ્ધાંજલિ.
    Life goes on….

    Love and live to last breath.

    Rajendra and Trivedi Parivar
    http://www.bpaindia.org

    Like

  14. Pingback: કુસુમબેનને ચંદ્રની અંજલી ! « ચંદ્ર પુકાર

  15. પરાર્થે સમર્પણ એપ્રિલ 21, 2012 પર 5:42 એ એમ (AM)

    આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,

    જીવનના સંગ્રામમાં આપે ખુબ જ દુખ દર્દ વેઠી સહધર્મ ચારીની એવા

    કુસુમબેનને સદાય હૈયાના હારની જેમ જાળવી એકલપંડે દર્દના મોજા

    ઝીલ્યા છે એ બદલ આપની ઝીન્દાદીલીને દિલથી સલામ.

    કુસુમ બહેનના આત્માને પ્રભુ શાંતિ અર્પે.

    આપ નામ પ્રમાણે વિનોદી સ્વભાવ કેળવો છે એ ઘણી વાર હાસ્ય દરબારમાં

    વાચું છું. આપને નત મસ્તકે વંદન.

    Like

    • Vinod R. Patel એપ્રિલ 21, 2012 પર 3:07 પી એમ(PM)

      પ્રિય ગોવિંદભાઈ,

      આપની મારા પ્રત્યેની સદભાવના માટે આપનો આભાર.

      આપના જેવા મિત્રોનો પ્રેમ મને જરૂરી બળ પૂરું પાડે છે.

      Like

      • પરાર્થે સમર્પણ એપ્રિલ 21, 2012 પર 4:10 પી એમ(PM)

        આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,

        પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની ૮૧ મી જન્મ જયંતિ ૨૨ એપ્રિલના રોજ પેટલાદ ખાતે ઉજવવાની છે

        જો આપ શુભેચ્છા સંસેશ મીક્લવા માંગતા હો તો મારા બ્લોગ પર સ્વામીજીની જન્મ જયંતિ લેખમાં

        મેઈલ એડ્રેસ છે ત્યાં નામ અને સ્થળ સાથે મોકલશો તો ત્યાં વાંચન કવામાં આવશે.

        ગોવિંદ પટેલ

        Like

  16. Pingback: અનામિક

  17. Pingback: અનામિક

  18. A P PATEL એપ્રિલ 15, 2013 પર 7:54 એ એમ (AM)

    Vinodbhai Patel,
    Your wife really lived life of a united family,and offered herself for the welfare of others,ignoring her own health.Her face reveals her emotions,modesty,grace,and sobriety,and humility.I share with you your pain of separation.

    Like

  19. Vinod Nagadiya (Anand) એપ્રિલ 24, 2013 પર 12:15 એ એમ (AM)

    Shri Vinodbhai
    I visited your blog today and walked in your memory lane.I sincerely pray that may her divine soul bless your family for many generations and may your love be our inspiration.

    Like

  20. Pingback: શ્રાવણી | જીવન જીવીએ . . .

  21. P.K.Davda જૂન 16, 2014 પર 4:22 પી એમ(PM)

    આવા દુખદ પ્રસંગોને યાદ કરી એને શબ્દદેહ આપવા માટે ઘણું આત્મબળ જૉઇએ. આવા પ્રસંગો લખી સમાજના આવા સમદુખિયાને આસ્વાસન આપવાનું કામ તમે કર્યું છે. સુખ અને દુખ જીવનરથના બે પૈડા છે, આનાથી જ જીવન સમતોલ રહી આગળ ચાલે છે. ન.ભો.દિ. એ સાચું જ કહ્યું છે,
    “સંસારની આ ઘટમાળ એવી, દુખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”

    Like

  22. pravinshastri જૂન 16, 2014 પર 8:20 પી એમ(PM)

    કુસુમબહેન શબ્દદેહથી સજીવન થયા અને એમણે આમારી આંખ ભીની કરી.
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

  23. Pingback: ( 473 ) શ્રાવણી …..ટૂંકી વાર્તા….ડો.જગદીશ જોશી/ સફળ સફર / ” કાવડમાં શ્રવણ ” …( સંકલિત ) | વિનોદ વિહા

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.