વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મધર્સ ડે – માતૃ સ્મૃતિ અને માતૃ વંદનાનો દિવસ

માતુશ્રી શાંતાબેન અને પિતાશ્રી રેવાભાઈ પટેલ

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાતો હોય છે.આ દિવસે સંતાનો પોતાની પ્રિય માતાને યાદ કરે છે અને અવનવા ગ્રીટિંગ કાર્ડ તેમ જ એને ગમતી કોઈ ભેટ-સોગાદ ખરીદીને આપવાનો રીવાજ છે.અન્ય પ્રકારે પણ આ દિવસે સંતાનો માતા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

મધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ

મધર્સ ડે નો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે ૧૯૦૯ની સાલમાં ૯મી મેના દિવસે અમેરિકાની મિસ એના જાર્વીસે જ્યારે એની વ્હાલી માંદી માતા ઘણાં વર્ષ પથારીવશ રહ્યા પછી મૃત્યું પામી ત્યારે મનમાં નક્કી કર્યું કે હું એવું કંઇક કરું કે આખું વિશ્વ મારી માતાને યાદ કરે .એના આ વિચારને સમર્થન મેળવવાના એના અથાક પ્રયત્નો પછી ૧૯૧૩માં સૌ પ્રથમ વાર પેન્સીલ્વેનીયા સ્ટેટમાં મધર્સ ડે ઉજવાયો હતો.૧૯૧૪માં અમેરિકાના એ વખતના પ્રમુખ વુડ્રો વિલ્સને મે મહિનાની ૯મી તારીખે કાયદો પસાર કરી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે નેશનલ મધર્સ ડે તરીકે ઉજવવા માટે કાયદેસર રીતે જાહેરાત બહાર પાડી હતી .ત્યારથી સમગ્ર અમેરિકામાં આ તારીખે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.ભારતમાં પણ હવે મધર્સ ડે ની ઉજવણી શરુ થઇ ચુકી છે.

ગુજરાતી સાહિત્યમાં સૌથી નાનો પણ સૌથી સુંદર શબ્દ જો કોઈ હોય તો એ છે “મા“.આ શબ્દમાં કેટલા અર્થ સમાયા છે !સ્વ.હરીન્દ્ર દવે એ સરસ કહ્યું છે.”મા કદી મરતી નથી.મા નો દેહ ન હોય ત્યારે એનું વ્હાલ હવાના કણમાં વીખરાઈને આલિંગન આપે છે.જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલા પત્રનો જવાબ વંચાય તે મા.”મા શોકમાં આશ્વાસન છે,દુઃખ અને દુર્બળતામાં એ આપણી આશા અને શક્તિપુંજ છે.પ્રેમ,કરુણા,સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.શિવાજીની માતા જીજીબાઈ અને મોહનદાસ ગાંધીની માતા પુતળીબાઈની જેમ દરેક માતા પોતાના સંતાનના જીવનમાં સંસ્કારોનું સિંચન કરીને અવિસ્મરણીય ભાગ ભજવતી હોય છે.

આ મધર્સ ડે પ્રસંગે ત્યાગ,પ્રેમ અને સહનશીલતાની મૂર્તિ સમાં મારાં માતા સ્વ.શાંતાબેન,જેઓને અમે સાત ભાઈ-બહેનો “અમ્મા”એ નામથી સંબોધન કરતાં હતાં,એમના પ્રેરક જીવનની ઝાંખી કરાવતા નીચેના લેખ અને “માતૃ વંદના “નામના મારા એક સ્વ-રચિત કાવ્ય દ્વારા એમને આજની આ પોસ્ટમાં સ્મરણાંજલિ આપવામાં આવી છે.મને આશા છે આપને આજની આ પોસ્ટ ગમશે.  

વિનોદ વિહારના સૌ વાચકોને HAPPY MOTHER’S DAY

                                      ——  વિનોદ આર.પટેલ

_____________________________________________________

મારાં માતુશ્રી સ્વ. શાંતાબેન રેવાભાઈ પટેલ ( અમ્મા )

મારાં માતા સ્વ.શાંતાબેનનો જન્મ ૧૯૧૭માં રંગુન (બર્મા)માં થયો હતો.એમના પિતા ભગવાનદાસ પટેલ એમના વતનના ગામ ઘુમાસણમાંથી પિતાનો માર પડતાં ઘેરથી ભાગી જઈને કલકત્તાથી રંગુન જતી સ્ટીમરમાં બેસી રંગુન પહોંચી ગયેલા .રંગુનમાં શરૂમાં ખુબ મહેનત કરી, કાળક્રમે પોતની સુઝ અને આવડતથી ત્યાંનાં ત્રણ મોટાં શહેરોમાં  ભાગીદારી પેઢીઓ સ્થાપી વેપારમાં સારું કમાઈને રંગુનના બાબુ તરીકે પંકાયેલા. મારાં માતુશ્રીનું બાળપણ અને યુવાનીના વરસો પિતાના વૈભવમાં ખુબ સુખમાં વિત્યાં હતાં.એમણે મને કહેલું, તેઓ ઘોડા જોતરેલી બગીમાં શાળામાં જતાં અને અભ્યાસ ઉપરાંત સંગીત અને નૃત્યનું પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.મારા પિતાશ્રી રેવાભાઈ કડીની છગનભાએ નવી સ્થાપેલી સંસ્થામાંથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત કરીને રંગુનમાં આવીને મારા દાદા ભગવાનદાસના ધંધાના કામકાજમાં જોડાયા હતા.એ વખતના રીવાજ પ્રમાણે માતાનાં લગ્ન ૧૫ વર્ષની નાની ઉમરે થયાં હતાં.મારો જન્મ સને ૧૯૩૭માં રંગુનમાં થયો હતો.

આમ રંગુનમાં સારી રીતે સ્થાયી થઈને કુટુંબીજનોનું જીવન આનંદ અને સુખના માહોલમાં પસાર થઇ રહ્યું હતું એવામાં ૧૯૪૧ના બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાને બર્મા ઉપર ભારે બોમ્બમારો ચાલું કર્યો .આ ભયયુકત વાતાવરણમાં ગુજરાતીઓ જીવ બચાવવા રંગુન છોડીને જે હાથમાં આવ્યું એ હાથવગું કરીને સ્ટીમરમાં કે એ જો ન મળે તો જંગલોમાં પગે ચાલીને કલકત્તા આવી વતનમાં પહોંચી ગયાં હતાં. મારાં માતા-પિતા અને દાદા પણ મને અને ત્યાં જન્મેલી મારી એક નાની બેન શુશીલાને લઈને સ્થાવર મિલકતો ત્યાં જ મુકીને જીવ બચાવી અમારા વતનના ગામ ડાંગરવા રહેવા આવી ગયાં હતાં.કહેવત છે ને કે ધરતીનો છેડો ઘર!

ગામમાં અમારા કુટુંબનો નિર્વાહ માટેનો વ્યવસાય ખેતીવાડીનો હતો.રંગુનમાં સુખમાં ઉછરેલાં મારાં માતાએ નોકરો પાસે ઘરકામ કરાવેલું એમને અહીં ગામમાં ઘરનું તેમ જ થોડા સમય પછી ખેતરનું પણ કામકાજ જાતે કરવાનું થયું .આમ છતાં નવા ગ્રામ્ય વાતાવરણમાં એમની જિંદગીના પલટાયેલા સંજોગો સાથે એમણે મનથી સમાધાન કરી લીધું.એકવાર એમણે મને કહેલું કે રંગુનમાં દુધ ક્યાંથી અને કેવી રીતે આવે છે એનો કદી વિચાર પણ એમણે કર્યો ન હતો એની જગ્યાએ કુટુંબના નિર્વાહ માટે ઘરના આંગણે બે ભેંસો રાખી એટલું જ નહીં ભેંસો માટે ખેતરમાંથી ઘાસચારો તેમ જ ભાગોળે ઉકરડે છાણ નાખવા જવા જેવી અન્ય શારીરિક મહેનત પડે એવા કામકાજથી પણ ટેવાઈ જવું પડ્યું.શરૂઆતના દિવસોમાં ભેંસો દોહવાનું કે ખેતરમાં જઈને શેઢા ઉપરથી ઘાસ કાપી લાવવાનું કામ ફાવે નહીં એટલે મહોલ્લા ના લોકો રંગુનની લેડી એમ કહીને મશ્કરી પણ કરતાં હતાં.આ બધું દુખ હસતાં મુખે સહન કરીને એમના મળતાવડા સ્વભાવની ખાસિયતથી એ થોડા વખતમાં જ બધાનાં પ્રીતિ પાત્ર બની ગયાં હતાં.

મારાં માતા-પિતા રંગુનથી મારે ગામ આવ્યાં ત્યારે હું ચાર વર્ષનો બાળક હતો.કમનશીબે નવા વાતાવરણમાં હું પોલીયોના વાયરસમાં સપડાયો   અને બાળ લકવાથી મારો જમણો હાથ અને ડાબો પગ અશક્ત બની ગયાં.ડોક્ટરની સારવાર અને માતા પિતાની કાળજીથી હું ચાલતો તો થયો પરંતુ શારીરિક ક્ષતિ કાયમ રહી ગઈ.મારા દેખાવડા દીકરાને અચાનક આ શું થઇ ગયું અને આવી સ્થિતિમાં એનું ભવિષ્ય કેવું જશે એની ચિંતાથી મારાં માતાને દિલમાં મોટો આઘાત લાગ્યો હતો .નવા જ વાતાવરણમાં ઘર ચલાવવાની ચિંતાઓ તો હતી જ ત્યાં આ નવી માનસિક  ચિંતાની એમના  શરીર ઉપર અસર થઇ.એમને દમ અને હિસ્ટીરિયાનો રોગ લાગુ પડ્યો.કોઈવાર ખેતરમાં ઘાસ લેવા ગયાં હોય ત્યારે હિસ્ટીરિયાના હુમલામાં બેભાન થઈને નીચે પડી જતાં અને ખેંચ આવતી એ સમયે કુટુંબીજનો દોડી આવી ડુંગળી કે બાળેલું રું સુંઘાડીને એમને ભાનમાં લાવી ઘેર લઇ આવતાં .ઘરમાં પણ આવું અવારનવાર બનતું હતું જે જોઈને હું અને નાની બેનો ડઘાઈ જતાં .

મારા પિતાશ્રીને ખેતીવાડીનું કામકાજ આવડે અને ફાવે નહીં એટલે દાદા શિવદાસની ગામમાં કાપડની દુકાન એ સંભાળતા અને સાથે સાથે ,કાલાં  કપાસ તથા મરચાંના સીઝનલ ધંધા ભાગીદારીમાં કરતા અને એમ વસ્તારી કુટુંબનો નીભાવ સારી રીતે ચાલતો હતો.પરંતુ થોડા વરસો પછી ધંધામાં ખોટ આવી.ગામમાં ઉઘરાણી ડૂબવા લાગી.ચાર દીકરા અને ત્રણ દીકરીઓના વસ્તારી કુટુંબના ભરણ પોષણ અને સંતાનોના શિક્ષણ ખર્ચ માટે મુશ્કેલીના દિવસો જોવાના આવ્યા.આવા વિપરીત સંજોગોમાં  પિતાને મારાં માતા અને ત્રણ નાના દીકરાઓ અને પુત્રીઓને ગામમાં  મુકીને એકલા અમદાવાદની નજીક કઠવાડામાં મેઈઝ પ્રોડક્ટ્સમાં  કારકુનની નોકરી કરવા જવું પડ્યું.

આવા મુશ્કેલીના સમયે હિમ્મત ગુમાવ્યા વગર મારી માતાએ ગામમાં રહ્યાં રહ્યાં વસ્તારી કુટુંબની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી અને ખેતી તથા ભેંસોના દુધની આવકમાંથી કુટુંબનો નિર્વાહ ચલાવતાં  રહ્યાં.મારાં માતા પોતે સુશિક્ષિત અને કેળવાયેલાં હોઈ એમણે પોતાના સંતાનોમાં ઉમદા સંસ્કારોનું સિંચન કર્યું હતું.તેઓનુ પરિશ્રમી ત્યાગપૂર્ણ જીવન એક જીવતી જાગતી સંસ્થા જેવું હતું.મારાથી નાની ત્રણે ય દીકરીઓને કાળક્રમે સાસરે વળાવી એ પહેલાં એમને રસોઈ તથા આદર્શ ગૃહિણી બનવાની બધી તાલીમ પૂરી પાડી હતી.

આ સમય દરમ્યાન ,બી.કોમની પરીક્ષા પછી મને પણ કઠવાડામાં જ બીજી એક નવી સ્થાપાઈ રહેલ ફેક્ટરી સેલ્યુલોઝ પ્રોડક્ટ્સમાં જોબ મળી જતાં મારાથી ત્રણ નાના ભાઈઓને લઈને મારાં માતા કમ્પનીએ મને રહેવા આપેલ ક્વાટર્સ જ્યાં હું અને પિતા એકલા રહેતા હતા ત્યાં અમારી સાથે રહેવા આવી ગયાં હતાં.

કઠવાડામાં આવીને એમણે ઘરની જવાબદારી ફરી ઉપાડી લીધી.મારા ત્રણ નાના ભાઈઓના હાઈસ્કુલનો અભ્યાસ સારી રીતે પુરો  કરાવવા માટે મારી અને પિતાની સાથે રહીને મોટો ફાળો આપ્યો હતો.આ પછી આ ત્રણેય ભાઈઓ કોલેજનો અભ્યાસ પુરો કરી એક પછી એક અમેરિકા આવી ગયા.અહીં મહેનત કરી એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ થયા ,કમાવા લાગ્યા.કુટુંબની આવકમાં વધારો થતાં,ભાડાના મકાનને બદલે ,અમદાવાદ  નારણપુરાની શંકર સોસાયટીમાં ઘરનું ઘર થતાં મારાં માતા પિતાને ઘણાં વર્ષો પછી કઈક રાહતની લાગણી થઇ હતી.અમેરિકા રહેતા દીકરાઓ આ નવા બનાવેલા બે માળના સગવડવાળા મકાનમાં એક પછી એક આવીને,લગ્ન કરી પરત જઈને પોતાના જ હાઉસમાં સારી રીતે સ્થાઈ થયા અને સારું કમાવા લાગ્યા ત્યારે મારાં માતા-પિતાના અંતરમાં ખુબ જ આનંદ અને સંતોષની લાગણી થઇ હતી.સને ૧૯૮૧-૮૨માં અમેરિકા રહેતા દીકરાઓએ મારાં માતા-પિતાને ગ્રીન કાર્ડ ઉપર અમેરિકા બોલાવેલાં.તેઓ ત્યાં એમની સાથે એક વર્ષ રહ્યાં અને બધાંને મળી,બધું ફરીને જોઈને સંતોષ સાથે પરત અમદાવાદ આવી ગયાં હતાં.

જ્યારે ૧૯૬૨ના ઓગસ્ટની ૧૨મી તારીખે ૨૫ વર્ષની ઉમરે મારાં લગ્ન લેવાયાં એ દિવસ એમના જીવનની ખુશીનો સોનેરી દિવસ હતો.એમણે મારાં ધર્મપત્ની કુસુમ પ્રત્યે એક પુત્રી કરતાં ય વિશેષ હેતભાવ દર્શાવીને એક આદર્શ સાસુ કોને કહેવાય એ સાબિત કરી બતાવ્યું હતું.અમારાં ત્રણેય બાળકોને પણ એમનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો હતો અને એમના સંસ્કારપૂર્ણ ઉછેર અને શિક્ષણ માટે અમ દંપતીને એમણે આપેલ સહકાર ભૂલાય એમ નથી.અમેરિકા રહેતા ત્રણ દીકરાઓ પણ નારણપુરાના નિવાસ સ્થાને એમનાં બાળકો સાથે એક પછી એક મળવા માટે આવતાં ત્યારે માતાના પ્રેમનો તેઓ પણ અનુભવ કરતા અને એ વખતે કુટુંબમાં આનંદનો માહોલ છવાઈ જતો.કાળક્રમે મારાં ત્રણેય સંતાનો-બે દીકરા અને દીકરી-પણ અમેરિકા જઈ,અભ્યાસ પુરો કરી ધીરે ધીરે સારી રીતે સેટ થઇ એમનાં પરિવાર સાથે આજે સુખી છે એ નજરે નિહાળવા માટે એમની પ્રિય માતા કે દાદી(અમ્મા)આજે હયાત નથી એ મારા જીવનની એક મોટી કમનશીબી  છે.ભગવાન સુખનો પ્યાલો કોઈનો કદી ય પુરેપુરો ભરતો નથી,જો ભરે તો પછી એને કોઈ યાદ કરે ખરું કે ?

સને ૧૯૯૦-૯૧મા મારાં પત્ની કુસુમ કમનશીબે સ્ટ્રોકને લીધે લકવા ગ્રસ્ત બની લગભગ બે વર્ષ અર્ધ-કોમામાં પથારીવશ રહ્યાં હતાં ત્યારે એમની ૨૪ કલાકની સેવા-ચાકરી માટે એક નર્સ બેન રાખેલાં.એ બેનની સાથે રહી એક પુત્રીની જેમ ખડે પગે મારાં ધર્મ પત્નીની સંભાળ રાખીને મારાં સ્વ.માતા-પિતાએ મને જે મોરલ સપોર્ટ આપ્યો હતો એ કેમે કરીને ભૂલી શકાય એમ નથી.લાંબી માંદગી ભોગવ્યા પછી અપ્રિલ ૧૯૯૨માં મારાં ધર્મપત્ની કુસુમના અવસાનથી માતાને ખુબ જ આઘાતની લાગણી થઇ હતી.ત્યારબાદ મારાં અને એમનાં બધાં સંતાનો અમેરિકામાં સ્થાઈ થઇ ગયાં હોઈ,૧૯૯૪માં મારી જોબમાંથી થોડી વહેલી નિવૃત્તિ લઈને ૫૮ વર્ષની ઉમરે હું મારાં માતા-પિતા સાથે કાયમ માટે અમેરિકામાં પરિવારજનો સાથે રહેવા માટે આવી ગયાં હતાં.

મારાં માતુશ્રી ખુબ જ ઈશ્વર પરાયણ હતાં.પ્રભુ ભક્તિમાં ખુબ જ આસ્થા રાખતાં હતાં.એમના સુરીલા સ્વરે ભજનો ગાતાં અને સોસાયટીમાં મહિલાઓને ગવડાવતાં.એમની રસોઈના સ્વાદને બધાં હજુ પણ યાદ કરે છે.અમેરિકામાં એમનાં સાતે ય સંતાનો-ચાર દીકરા અને ત્રણ દીકરીઓ અને એમના પરિવારને અમેરિકામાં ઠરીઠામ અને સુખી થયેલાં જોઈ તેઓ કોઈવાર સંતોષની લાગણી સાથે મને કહેતાં હતાં કે મારા વ્હાલા ભગવાને મારી અનેક કસોટીઓ કર્યા પછી મને સંતાનોની લીલીવાડી જોવાનું સદભાગ્ય આપ્યું છે એ ઓછું છે ?પ્રભુ મને હવે ગમે ત્યારે તેડી જાય તો પણ મને એનો કોઈ અફસોસ નથી.

ત્યારબાદ,૧૯૯૫ના નવેમ્બરમાં હું તથા મારાં માતા-પિતા વતનની યાદ આવતાં થોડા મહિના માટે અમદાવાદ અમારા નારણપુરાના નિવાસ સ્થાને રહેવા આવ્યાં હતાં.અમદાવાદ આવ્યાના એક મહિના પછી એકાએક હ્રદયરોગનો હુમલો આવતાં ,ડિસેમ્બર ૬,૧૯૯૫ની એક સવારે,ડો.નાથુંભાઈના હાર્ટ ક્લીનીકમાં,એમની ૭૮ વર્ષની ઉમરે અમને સૌને રડતાં મુકીને કાયમને માટે કોઇપણ જાતની તકલીફ વેઠ્યા વગર સ્વર્ગે સિધાવ્યાં હતાં.જીવનમાં એમણે શરીરની ઘણી વ્યાધિઓ ભોગવી હતી અને ઘણીવાર હોસ્પીટલમાં ગમ્ભીર માંદગી પછી પણ ઊંચા મનોબળને લીધે સાજાં થઇ ફરી પાછાં કામે લાગી જતાં.પરંતુ ,એમની છેલ્લી ઘડીએ મેં સામે ધરી રાખેલ સ્વામીનારાયણ ભગવાનના ફોટા સામે નજર રાખીને પ્રભુ સ્મરણ કરતાં કરતાં કોઈ પણ તકલીફ વિના એમના નામને અનુરૂપ શાંતિ અને સંતોષપૂર્વક મારી નજર સામે એમના છેલ્લા શ્વાસ છોડ્યા હતા.આમ મારા જન્મથી માંડી એમના  મરણની છેલ્લી ઘડી સુધી તેઓએ મારી સાથેનો એમનો પ્રેમાળ નાતો જાળવ્યો હતો, એ ભૂલાય એમ નથી.

મારી માતાની જીવનયાત્રા આમ રંગુનમાં જન્મ સાથે પિતાના વૈભવ વચ્ચે શરુ થઇ અને આ યાત્રાનો છેલ્લો પડાવ અમેરિકામાં આવીને સંતાનો અને એમનાં પરિવાર જનોને સુખી થયેલાં જોઈને અમદાવાદમાં પૂરો થયો.આ બન્ને છેડાઓ વચ્ચે કભી ખુશી,કભી ગમના કેટ કેટલા બનાવો બની ગયા !કેટલી આર્થિક,શારીરિક અને માનસિક તકલીફો એમણે વેઠી એ બધું,એમની સાથે રહીને કરેલી આજ સુધીની  ઉતાર ચડાવ વાળી મારી ૭૬ વર્ષની સફર દરમ્યાન મેં નજરે જોયું અને અનુભવ્યું છે.જાણું છું કે ,આ લેખ થોડો લાંબો થઇ ગયો છે ,પરંતુ જેનો હું સાક્ષી રહ્યો છું અને મારા સ્મૃતિ પટ પર હજુ પણ એવા જ તાજા છે એવા મારાં માતાના જીવન સાથે સંકળાયેલ અનેક પ્રસંગો અંગે જો લખવા બેસું તો એક પુસ્તક થઇ જાય એમ છે!

મારા જીવન ઉપર માતા-પિતાએ બતાવેલ મમતા,પ્રેમ,ત્યાગ ,મનોબળ અને એમના ઉચ્ચ સંસ્કારોના અમર વારસાની ઊંડી અસર પ્રવર્તે છે એમ હું દ્રઢ પણે માનું છું.મનુષ્યના જીવનમાં મા-બાપનો આર્થિક વારસો ભલે નાનો મોટો હોય પરંતુ તેઓએ આપેલ સંસ્કારો અને સદગુણોનો વારસો મોટું કામ કરી જતો હોય છે.આ વારસાની કિંમત રૂપિયામાં કે ડોલરમાં થઇ ન શકે એવી મૂલ્યવાન હોય છે.

મધર્સ ડે નિમિત્તે અમે સૌ સાત ભાઈ બેનોની કર્તવ્યનિષ્ઠ,સહનશીલ,મમતામયી અને કરુણામયી માતા સ્વ.શાંતાબેન-અમ્મા-ની ઉપર જણાવેલ ધૂપ-છાંવ મિશ્રિત જીવન ઝરમર અને એમના અમારા સૌ ઉપરના એમના અનેક ઉપકારોને યાદ કરીને આ લેખ દ્વારા એમને અંજલિ આપતાં આનંદ થાય છે. મારા કમ્પ્યુટરમાં હું આ લેખના શબ્દો પાડી રહ્યો છું એ વખતે મારી સામે ભીંતે લટકાવેલી મારી પ્રેમાળ માતાની સ્મિત વેરતી તસ્વીર સામે નજર કરતાં મને એવું લાગી રહ્યું છે કે જાણે મારા ઉપર તેઓ હજુ પણ આશીર્વાદની વર્ષા ન કરી રહ્યાં હોય !એમની તસ્વીર  નીરખતાં નીરખતાં મારા હૃદયમનમાંથી પેલા ફિલ્મી ગીતના શબ્દો સહસા સરી પડે છે.”અય મા ,તેરી સુરત સે અલગ, ભગવાનકી સુરત ક્યા હોગી.”

 સાન ડિયેગો,૧૩મી મે,૨૦૧૨

મધર્સ ડે.                                                                                              —– વિનોદ આર. પટેલ 

___________________________________________________________________

                                                                               માતૃવંદના

માતુશ્રી શાંતાબેન – અમ્મા ( ફોટો-૧૯૭૯ )

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ

___________________________________________________________________

 મા જૈસી હસ્તી દુનિયામે ક્યા હોગી ?  (વિડીયો દર્શન ) 

માના અનેક ઉપકારો અને ત્યાગ અને બલીદાનની ભાવનાને ઉજાગર કરતો એક સુંદર વિડીયો માણવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે. 

Ma jaisi hasti duniyaame hai khaa — video  

मैया मोरी, मैं नही माखन खायो– ભજન (વિડીયો દર્શન ) 

મા જશોદા અને બાળ કૃષ્ણના મધુર સંવાદને રજુ કરતું આ જાણીતું   સુંદર કંઠમાં ગવાયેલું ભજન માણવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

मैया मोरी, मैं नही माखन खायो–Bhajan -Anup Jalota-Video
 

मैया मोरी, मैं नही माखन खायो 

भोर भयो गैयन के पाछे, मधुवन मोहि पठायो । 

चार पहर वंशीवट भटक्यो, सांझ परे घर आयो ॥ 

॥ मैया मोरी ………. १ ॥  

मैं बालक बहियन को छोटो, छींको किहि विधि पायो . 

ग्वाल-बाल सब बैर परे हैं, बरबस मुख लपटायो .. 

॥ मैया मोरी ………. २ ॥  

तू जननी मन की अति भोली, इनके कहे पतियायो . 

यह ले अपनी लकुटि कम्बलिया, तुने बहुतहि नाच नचायो . 

जिय तेते कछु भेद उपजिहै , जानि परायो जायो .. 

“सूरदास” तब हँसी यशोदा, लै उर-कंठ लगायो .. 

॥ मैया मोरी ……….

 

 

18 responses to “મધર્સ ડે – માતૃ સ્મૃતિ અને માતૃ વંદનાનો દિવસ

 1. mdgandhi21 મે 13, 2012 પર 10:32 એ એમ (AM)

  શ્રી વિનોદભાઈ,

  મધર્સ ડે પ્રસંગનો તમારો લેખ આંખોને ભીંજાવી ગયો.

  Like

  • Vinod R. Patel મે 13, 2012 પર 3:26 પી એમ(PM)

   શ્રી મનસુખભાઈ ,

   આપને મારો લેખ ગમ્યો એથી ખુશી થઇ.

   આપના પ્રતિભાવ માટે આભાર માનું છું.

   આપના તરફથી ઈ-મેલો મળે છે .એમાં ઘણી સારી માહિતી વાંચવા જેવી હોય છે.આ માટે પણ આભાર.

   Like

 2. pragnaju મે 13, 2012 પર 1:14 પી એમ(PM)

  WISHING YOU ALL HAPPY MOTHER’S DAY
  ENJOY & LEARN FROM THE FOLLOWING
  HOW TO LOVE YOUR MOTHER

  “Life is like a flowing river of opportunities so is love of mother.

  It is up to you to stand up with a bucket or with a spoon.”

  Like

 3. બીના મે 13, 2012 પર 4:00 પી એમ(PM)

  “MOM” is “Master of Multitasking” Happy Mother’s day to all of you!
  Nice article!

  Like

 4. Dr. Sudhir Shah મે 13, 2012 પર 6:22 પી એમ(PM)

  Mother’s Day … nicely presented..
  Dr Sudhir Shah na vandan

  Like

 5. chandravadan મે 14, 2012 પર 12:40 એ એમ (AM)

  Vinodbhai,
  It is the MOTHER’S DAY.
  You told the History how it was started to be celebrated….
  I was happy to read that….
  BUT my greatest JOY was seeing your PARENTS in the Photos….My VANDAN !
  Hppy Mother’s Day to ALL.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visits/comments on my Blog & your support.

  Like

 6. Vipul Desai મે 14, 2012 પર 4:20 એ એમ (AM)

  વિનોદભાઈ,
  લોકોની કાલ્પનિક વાતો વાંચીને આંખો ભીજાય જાય તો પછી તમારી બાની સત્ય વાતો વાંચીને હૈયું હચમચી જાય એવું છે, છતાં એ વાતો બધાને ખરાબ સમયમાં ઘણી જ હિંમત આપે એવું છે. તમારે ખરેખર થોડો વખત કાઢીને રંગુનથી અમેરિકાની સફરની ખાટીમીઠી વાતો લખવી જોઈએ.
  “એ મા તેરી સુરત સે અલગ ભગવાનકી સુરત ક્યાં હોગી!”
  વિપુલ એમ દેસાઈ

  Like

  • Vinod R. Patel મે 14, 2012 પર 4:57 એ એમ (AM)

   શ્રી વિપુલભાઈ,

   આપના નિખાલસ પ્રતિભાવ માટે આપનો આભાર.

   ઘણીવાર સત્ય ઘટનાત્મક વાર્તા કાલ્પનિક વાર્તા કરતા વધુ અસરકર્તા નીવડતી હોય છે.

   આ બધી સાહિત્યની કાલ્પનિક વાર્તાઓ સમાજમાં જીવતા લોકોના જીવનમાંથી જ આવે છે ને ?

   મારા અનુભવો અને જીવન પ્રસંગો ઉપર લખવા માટેના આપના સૂચન માટે આભાર.

   આપની જેમ મારા બીજા મિત્રોએ પણ મને આવું સૂચન કર્યું છે ,જે મારા ખ્યાલમાં છે.

   અનુકુળતાએ એના પર પણ કલમ (માઉસ ) ચલાવવા વિચાર તો છે જ .

   Like

 7. nabhakashdeep મે 14, 2012 પર 8:43 એ એમ (AM)

  શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
  કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

  કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ
  આદરણીય શ્રી વિનોદભાઈ,

  માવતરની વાત આજના દિને જે ભાવથી કહી એ હૃદયને સ્પર્શી ગઈ.
  આપના જીવનની આ ગાથા પ્રેરણાદાયી છે અને આપના વડિલોના
  હિમ્મત અને પુરુષાર્થ ભર્યા સંઘર્ષ માટે ધન્યવાદ ઘટે છે. ભગવાન
  આપના કુટુમ્બીજનોને સર્વરીતે સુખી કરે એવી આજના દિને શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 8. સુરેશ જાની મે 14, 2012 પર 3:34 પી એમ(PM)

  તમારી જીવનકથની વાંચવા મળી – તે અમારું અહોભાગ્ય. જેમણે આમ વિવિધ દેશોનાં પાણી પીધાં હોય ; એમને બધી લીલી સૂકીનો અનુભવ થઈ જાય.
  અમદાવાદની બહાર નીકળ્યા પછી જ સાચા તડકા છાંયડા વેઠ્યાની યાદ આવી ગઈ.
  આપનાં માતા પિતાને અમારાં વંદન.

  Like

 9. પરાર્થે સમર્પણ મે 14, 2012 પર 4:07 પી એમ(PM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,

  સાચા અર્થમાં આપે માતૃત્વ દિનના સંભારણા વહેંચીને ઉજવણી કરી છે સાથો સાથ

  સુંદર કૃતિઓ રજુ કરી અમ સર્વેને માતૃત્વ ભાવનાથી ભીંજવી દીધા.

  Like

 10. Maulik Shah મે 14, 2012 પર 6:45 પી એમ(PM)

  આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી જો કોઈ અદભૂત પરિવર્તન આવતુ હોય તો એ છે કોડભરી કન્યાનું માતા બનવુ. જેમ મહેમાન ઘેર આવવાના હોય ત્યારે ઘરની સજાવટ અને સુશોભન કંઈ ઓરજ હોય તેમ માતા બનનારી સ્ત્રીના શરીર-મન-વિચાર-વાણી અને વર્તનમાં આમૂલ પરિવર્તન આવે છે. આ સમગ્ર પરિવર્તન કે જે સ્ત્રીના જીવનને અદભૂત મોડ આપે છે. એક મંઝીલ આપેછે એક એવી ઉંચાઈનું નામ એટલે મા…! આ “મા ”બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે…..!
  કહેછે કે ઈશ્વર બધે પહોંચી શકે તેમ ન હતો અને એટલે જ તેણે મા નું સર્જન કર્યુ …!

  Like

 11. Vinod R. Patel મે 15, 2012 પર 5:59 એ એમ (AM)

  મારા મિત્ર શ્રી મનસુખભાઈ ગાંધીએ મધર્સ ડે ના દિવસે એમના મારા ઉપરના ઈ-મેલમાં નીચેની
  સુંદર અંગ્રેજી રચના મોકલી આપી છે.મને એ બહુ ગમી છે એટલે આ બ્લોગના વાચકોને પણ વાંચવા માટે
  એમના આભાર સાથે નીચે આપતાં આનંદ થાય છે.

  આ રચનામાં સ્ત્રી કેટલા વિવિધ સ્વરૂપે પુરુષની સેવા બજાવી રહી છે એ દર્શાવ્યું છે.

  When I was born..!!
  A Great Woman was there To hold me.. My MOTHER ..!!

  When I grew as a child..!!
  A Woman was there to Care of Me & play with me.. My SISTER.. !!

  When I went to School..!!
  A Woman was there To help me learn.. My TEACHER .. !!

  When I became depressed & whenever I was lost..!!
  A Woman was there to offer a shoulder.. My AUNTIE.. !!

  When I needed company, compatibility & love..!!
  A great woman was there for Me.. My WIFE .. !!

  When I became tough..!!
  A Woman was there To melt me.. My DAUGHTER .. !!

  And.. When I Die..
  A Woman is there to absorb me in My MTHERLAND .. !!

  If you are a Man Value Every Woman.. !!

  And..

  If you are a Woman.. Be proud to be the One.. ! 🙂

  Happy Mother’s Day Sunday,13th May.

  SMILE IS AN INEXPENSIVE WAY TO IMPROVE YOUR LOOKS.

  One of the basic differences between God and human is,

  God gives, gives and forgives. But human gets, gets, gets and forgets.

  Be thankful in life .

  Like

 12. Vinod R. Patel મે 15, 2012 પર 2:10 પી એમ(PM)

  Following is an e-mail received on 14th May,from the very old friend Mr. Hasmukh Doshi of Huston,Texas.He knew me and my parents very well from the year 1960-61.His father,late Harilal Doshi worked as a chief Engineer in Maize Products,Kathwada, where my father Revabhai also worked as an Asst.Accountant upto his retirement.

  Dear Shri Vinodbhai:

  Thank you very much for your post on the Mother’s day.

  I was very fortuntate to know you and your loving parent.

  God bless both souls.

  Best regards.

  Thank you Hasmukhbhai for your e-mail.

  Like

 13. Vinod R. Patel મે 15, 2012 પર 2:39 પી એમ(PM)

  હિલેરી ક્લિન્ટન દુનિયાનાં સૌથી વધુ પ્રભાવશાળી માતા

  Written by Chitralekha|May 13, 2012|0

  ન્યૂ યોર્ક – વિખ્યાત મેગેઝિન ફોર્બ્સ વૂમનના મતે અમેરિકાનાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન દુનિયાનાં સૌથી પ્રભાવશાળી માતા છે. મેગેઝિને આ વર્ષની રેન્કિંગમાં હિલેરીને પહેલો નંબર આપ્યો છે.

  અમેરિકાનાં રાજકારણમાં સક્રિય રહેવાની સાથોસાથ હિલેરી તેમનાં પુત્રી ચેલ્સીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.

  મેગેઝિનની વેબસાઈટના જણાવ્યા મુજબ, ફોર્બ્સ વૂમને ખર્ચા પર કાબૂ, નિર્ણય લેવામાં તથા અન્ય ઘણા પ્રભાવશાળી પગલાં લેવાના આધાર પર દુનિયાની ૧૦૦ સૌથી પ્રભાવશાળી માતાઓની એક વાર્ષિક યાદી તૈયાર કરી છે.

  યાદીમાં બીજું નામ બ્રાઝિલનાં પ્રમુખ ડિલ્મા રોસેફને આપવામાં આવ્યું છે જેમને એક દિકરી છે. ત્રીજું સ્થાન ભારતીય મૂળનાં ઉદ્યોગપતિ ઈન્દિરા નૂયીનું છે જે પેપ્સીકોનાં અધ્યક્ષા છે. તેમને બે સંતાન છે.

  Posted By Vinod Patel with thanks to Chitrlekha.

  Like

 14. Vinod R. Patel મે 17, 2012 પર 4:20 એ એમ (AM)

  My old friend since 1962 ,Mr.Padmakant Khambhatti, from Houston, has sent in e-mail ,the following nice story about MOM .I thank him for it and would like to share it with the readers.–Vinod Patel

  A Newborn’s Conversation with God

  A baby asked God, “They tell me you are sending me to earth tomorrow,
  but how am I going to live there being so small and helpless?”

  God said, “Your angel will be waiting for you and will take care of you.”

  The child further inquired, “But tell me, here in heaven I don’t have
  to do anything but sing and smile to be happy.”

  God said, “Your angel will sing for you and will also smile for you.
  And you will feel your angel’s love and be very happy.”

  Again the small child asked, “And how am I going to be able to understand when people talk to me if I don’t know the language?”

  God said, “Your angel will tell you the most beautiful and sweet words
  you will ever hear, and with much patience and care, your angel will
  teach you how to speak.”

  “And what am I going to do when I want to talk to you?”

  God said, “Your angel will place your hands together and will teach
  you how to pray.”

  “Who will protect me?”

  God said, “Your angel will defend you even if it means risking its life.”

  “But I will always be sad because I will not see you anymore.”

  God said, “Your angel will always talk to you about Me and will teach
  you the way to come back to Me, even though I will always be next to you.”

  At that moment there was much peace in Heaven, but voices from Earth
  could be heard and the child hurriedly asked, “God, if I am to leave
  now, please tell me my angel’s name.”

  God said, You will simply call her, “Mom.”

  M- My
  O- Only
  M- Mentor
  Lift a mother’s spirit; send this to every mother you know .

  Like

 15. Pingback: ( 238 ) મધર્સ ડે – માતૃ સ્મૃતિ – માતૃ વંદના – કાવ્યાંજલિ …. | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: