વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(53) વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતની બે સરસ વાર્તાઓનો રસાસ્વાદ

સને ૨૦૦૧ થી જેમની સાથે મારો અતુટ મૈત્રી સંબંધ બંધાયો છે ,એવા ૮૧ વર્ષની જૈફ ઉમરે પણ એક નવ યુવાન જેવી સ્ફૂર્તિ ધરાવતા,જાણીતા લેખક શ્રી આનંદરાવ લિંગાયતએ ઇન્ડો-અમેરિકનજીવનના તાણાવાણાને બાખૂબી રજુ કરતી ઘણી સુંદર વાર્તાઓ લખી છે,અને હજુ પણ એમના તંત્રી પદે ચાલતા ગુજરાતી સામયિક “ગુંજન “માં લખી રહ્યા છે.

શ્રી આનંદરાવ નો પરિચય એમની એક વાર્તા “હું ,કબીર અને મંગળદાસ“સાથે,આ અગાઉ મારી એક પોસ્ટમાં આપવામાં આવ્યો છે,એ પરિચયને અહીં વાંચો.

આજની પોસ્ટમાં,વાંચ્યા પછી મન ઉપર લાંબો સમય અસર છોડી જાય એવી એમની બે સુંદર વાર્તાઓ—

(1)શી ઉતાવળ છે ? અને (2 )કુંપળ ફૂટી મુકવામાં આવી છે.

 

મને આશા છે આપને આ વાર્તાઓ જરૂર માણવી  ગમશે.

સાન ડિયેગો,                                                             સંકલન—-   વિનોદ આર. પટેલ

________________________________________________

ફોટો સૌજન્ય -નેટ જગત

 

 

     શી ઉતાવળ છે ? (વાર્તા )              લેખક- શ્રી આનંદ રાવ લિંગાયત.

 હાર્ટ એટેકમાં પતિનું ઓચિંતું અવસાન થતાં પચાસ વર્ષની ઉમરનાં શુશીલાબેને ધંધાની અને ઘરની જવાબદારી 

માથે ઉપાડી લીધી.એમની એકની એક દીકરીએ માતાના દુઃખમાં સધિયારો આપ્યો અને એમની માંદગીમાં

 માતાની સેવા કરી.શુશીલાબેનની તબિયત એ ક મિત્રની સલાહથી સુધારો થયો.પુત્રીના નામે મિલકત કર્યા પછી ,

પોતાની દીકરી પણ સ્વાર્થથી બાકાત નથી એ જાણી ગયેલ , જમાનાને બરાબર પચાવી ગયેલાં  શુશીલાબેને 

શું નિર્ણય લીધો,  એની રસપ્રદ વાર્તા, નીચેની પી.ડી .એફ ફાઈલ ખોલીને વિગતે વાંચો .        

શી ઉતાવળ છે-વાર્તા- આનંદરાવ લિંગાયત

_____________________________________________________________

                     કુંપળ ફૂટી  (વાર્તા )                                           લેખક -શ્રી આનંદ રાવ લિંગાયત 

   

Photo- Thanks to Net

Photo- Thanks to Net

              લેખકના પુસ્તક ” કંકુ ખર્યું ” માંથી આ વાર્તા લેવામાં આવી છે.

અમેરિકામાં રહેતા દીકરા સાથે રહેતાં વૃદ્ધ ઉંમરનાં ચમ્પાબા બહુ ભણેલાં નથી   પણ

 ગજબની હૈયા સૂઝ ધરાવે છે.વિધવા ચંપાબેનના મનનાં સંવેદનો સરસ રીતે લેખકે રજુ

 કર્યાં છે.  અમેરિકામાં રહીને એમનામાં અચંબો પમાડે એવા બદલાવને દર્શાવતી આ

વાર્તા વાચકના મન ઉપર ઊંડી અસર મૂકી જાય છે.

આ વાર્તાને સ્વ.હરીન્દ્ર દવે એ જન્મ ભૂમિ પ્રવાસીમાં છાપીને લેખકને પત્રમાં લખ્યું હતું

 “આનંદરાવ, તમારી વાર્તા આંખ ભીંજવી ગઈ .”

આવી માતબર દરજ્જાની વાર્તા ” કુંપળ ફૂટી ” વાંચવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે.

કુંપળ ફૂટી -લેખક આનંદરાવ લીંગાયત

_______________________________________________________      

હ્યુસ્ટન રહેતા મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ એમની ઈ-મેલમાં શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ થી આપેલ

પ્રવચનની લીંક મોકલી આપી એ બદલ એમનો આભાર . 

 

                      Shri Narendra Modi addressed NRIs across 12 cities in USA

                                              through video conferencing

 

 

_______________________________________________________________________________________

3 responses to “(53) વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતની બે સરસ વાર્તાઓનો રસાસ્વાદ

 1. chandravadan મે 26, 2012 પર 3:36 એ એમ (AM)

  શ્રી આનંદરાવ લિંગાયતએ ઇન્ડો-અમેરિકનજીવનના તાણાવાણાને બાખૂબી રજુ કરતી ઘણી સુંદર વાર્તાઓ લખી છે,અને હજુ પણ એમના તંત્રી પદે ચાલતા ગુજરાતી સામયિક “ગુંજન “માં લખી રહ્યા છે.
  I had the pleasure of talking with Anandbhai & even personally meeting him.
  All the Best in his Writing & other Activities.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you again on chandrapukar !

  Like

  • Vinod R. Patel મે 26, 2012 પર 3:47 પી એમ(PM)

   શ્રી ચંદ્રવદનભાઈ,

   આપના પ્રતિભાવ માટે આભાર.

   શ્રી આનંદરાવ રમેશભાઈના કાવ્ય સંગ્રહના લોકાપર્ણનાં પ્રસંગે સુરેશભાઈને મળેલા એમ તેઓએ એકવાર

   મને કહેલું. કદાચ એ વખતે તમને મળ્યા હશે.મળવા જેવા માણસ છે.

   Like

 2. mdgandhi21, U.S.A જુલાઇ 25, 2014 પર 5:39 પી એમ(PM)

  આનંદરાવની બન્ને વાર્તા બહુ સરસ છે. એમની એક બીજી પણ એક સુંદર વાર્તા છે, જેમાં એક ભારતીય સ્ત્રી, જે વિધવા છે અને અહીં વગર વીઝાએ રહે છે, ડંકીન ડોનટમાં કામ કરે છે. પછી એક ધોળીયો જે અપંગ છે જે તેના પ્રત્યે સહાનુભુતિ બતાવીને તેને અને અને તેના ભારતમાં રહેતાં સંતાનોને વીઝા મળે તે માટે તેની જોડે કામચલાવ લગ્ન કરે છે, અને પછી તે સ્ત્રીને પણ તેના નિર્મળ વાત્સલ્યની અનુભુતિ થાય છે અને કાયમ તેની સાથે રહેવાનું નક્કી કરે છે. આ વાર્તા પણ, “જન્મભૂમિ પ્રવાસી”માં વર્ષો પહેલાં આવી હતી, એ પણ બહુ સુંદર વાર્તા છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: