વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(56) નેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયન,સાન ડીયેગોની, સ્નિગ્ધા નંદીપતિને અભિનંદન

Snigdha Nandipati,14,winner of Scripps National Spelling Bee,proudly holding the Shield

આ સ્ક્રિપ્સ સ્પેલિંગ બી સ્પર્ધા શું છે?

 

આ સ્પર્ધા અમેરિકામાં ૧૯૨પમાં શરૂ થઈ ત્યારથી દર વર્ષે તેનું આયોજન વોશિંગ્ટનમાં થાય છે.નોન પ્રોફિટ સંસ્થા The E. W. Scripps Company દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે.આ સ્પર્ધામાં અમેરિકા અને યુરોપના દેશો સહિ‌ત કેનેડા, મેક્ષિકો,ન્યૂઝીલેન્ડ, ગુઆમ, જમૈકા , વિગેરે દેશોના બાળકો ભાગ લેતા હોય છે.

 

 

Logo of National Spelling Bee  

વિકિપીડીયાની નીચેની લીંક ઉપર અગ્રેજી ભાષામાં સ્ક્રિપ્સ સ્પેલિંગ બી સ્પર્ધા અંગે વિગતવાર માહિતી મેળવી શકાશે.

http://en.wikipedia.org/wiki/Scripps_Spelling_Bee

૧૯૨૫માં આ સ્પર્ધા શરુ થઇ ત્યારબાદ આજ સુધીમાં (બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન બે વર્ષ એ મોકૂફ રહી એને બાદ કરતાં )નિયમિત દર વર્ષે એનું આયોજન થાય છે.વર્ષ ૨૦૧૨ની સ્પર્ધા એ ૮૫મી સ્ક્રિપ્સ સ્પેલિંગ સ્પર્ધા હતી.

૮૫મી સ્ક્રિપ્સ સ્પેલિંગ બી સ્પર્ધા -૨૦૧૨.

વર્ષ ૨૦૧૨ની અમેરિકામાં ખૂબ જ અઘરી ગણાતી સ્પેલિંગ બી સ્પર્ધામાં સાન ડિયાગોની આઠમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય ભારતીય મૂળની અમેરિકન નાગરિક સ્નિગ્ધા નંદીપતિએ ૩૧ મે ૨૦૧૨ના રોજ પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરવાનું માન મેળવ્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ભાગ લેનાર ૨૭૮ સ્પર્ધકોમાંથી જબરા મુકાબલા પછી આઠ ફાઈનાલિસ્ટ પસંદ કરવામાં આવ્યા હતા.

સ્નિગ્ધાએ ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલ શબ્દ  “guetapens,” જેનો અર્થ અંગ્રેજીમાં “an ambush, snare or trap.” થાય છે એનો  સાચો સ્પેલિંગ બોલીને વેસ્ટ મેલબોર્ન નિવાસી ભારતીય મૂળની જ ૧૪ વર્ષીય સ્તુતિ મિશ્રાને હરાવી આ સ્પર્ધા એના ૧૩મા ફાઈનલ રાઉન્ડમાં જીતી લીધી હતી.આ રીતે ફાઈનલ રાઉન્ડમાંના આઠ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમ મેળવી સ્નિગ્ધા વર્ષ ૨૦૧૨ની નેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયન બની ગઈ છે.આ સ્પર્ધામાં બીજા ક્રમે સ્તુતિ મિશ્રા અને ત્રીજા ક્રમે રહેનાર બન્ને સ્પર્ધકો પણ ભારતીય મૂળના જ બાળકો હતાં.

સાન ડીયેગોમાં ધી ફ્રાન્સિસ પાર્કર સ્કુલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી આ વર્ષની સ્પર્ધામાં ચેમ્પિયન બનેલી સ્નીગ્ધાએ પત્રકારોને જણાવ્યું હતું કે”મારા માટે તો આ વિજય એક અણધાર્યો  ચમત્કાર છે.”સ્નિગ્ધાને વાંચવા ઉપરાંત સિક્કા સંગ્રહ કરવાનોશોખ છે,અને ભવિષ્યમાં તે એક ન્યૂરોસર્જન બનવા માગે છે.

સ્નિગ્ધા અંગ્રેજી ઉપરાંત એની માતૃભાષા તામિલ તથા સ્પેનીશ પણ જાણે છે અને બોલી પણ શકે છે.

આ સ્પર્ધામાં પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડીયાથી એના દાદા ખાસ સાન ડીયેગો આવીને સ્પર્ધામાં હાજર રહ્યા હતા.સ્પર્ધા અગાઉ એમણે એમની પ્રિય પૌત્રી સાથે એવી શરત કરેલી કે જો તે આ સ્પર્ધા જીતી જશે તો એને ઇન્ડિયાની ટુર કરાવશે.સ્નિગ્ધા દાદા સાથેની આ શરત પણ જીતી ગઈ છે!  

 

 

 

 સને ૨૦૦૫ની સ્પેલિંગ બીની સ્પર્ધામાં ચેમ્પિયન બનનાર સ્પર્ધક અનુરાગ કશ્યપ પણ    સાન ડીયેગોનો જ વિદ્યાર્થી હતો.અનુરાગનો વિજયી શબ્દ “appoggiatura”હતો.અનુરાગને વ્હાઈટ હાઉસની મુલાકાત વખતે એ વખતના પ્રમુખ જ્યોર્જ બુશે એની સ્પેલિંગ બી ની ચેમ્પિયનશીપ મેળવવા માટે શાબાશી આપી હતી. 

 

ભારતીય મૂળના અમેરિકન બાળકો દ્વારા આ સ્પર્ધામાં સારો દેખાવ કરવાની શરૃઆત ૧૯૯૯થી થઇ હતી.ભારતીય મૂળના અમેરિકન નાગરિકો અમેરિકાની કુલ વસ્તીના એક ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવતા હોવા છતાં છેલ્લાં ૧૪ વર્ષો(૧૯૯૯ થી ૨૦૧૨)દરમ્યાન જે હરીફાઈઓ યોજાઈ એમાં ૧૦મી વખત આ એવોર્ડ ભારતીય મૂળના અમેરિકન નાગરિકે મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૨ દરમ્યાન સતત પાંચ પાંચ વર્ષથી આ સ્પર્ધામાં ભારતીય મૂળનાં બાળકો જ ચેમ્પિયન બની અન્ય અમેરિકન અને વિદેશી બાળકોને હંફાવીને વિજયી બની રહ્યાં છે એ કેવી અજબ વાત કહેવાય! 

        List of champions Of  Scripps Spelling Bee Contests 

                                       2008 to 2012

                                              (All champions students of  Indian origin )

Year

Winning Word

Winner

Sponsor

Sponsor’s location

2008

guerdon

 Sameer Mishra

Journal & Courier

West Lafayette, Indiana

2009

Laodicean

 Kavya Shivashankar

The Olathe News

Olathe, Kansas

2010

stromuhr

 Anamika Veeramani

The Plain Dealer

Cleveland, Ohio

2011

cymotrichous

 Sukanya Roy

Times Leader

Wilkes-Barre, Pennsylvania

2012

guetapens

Snigdha Nandipati

U-T San Diego

San Diego, California

(Source-

http://en.wikipedia.org/wiki/List_of_Scripps_National_Spelling_Bee_champions 

__________________________________________________________________

સ્નિગ્ધાને ઈનામમાં શું મળ્યું?
૩૦ હજાર ડોલર (૧૦.૬૮ લાખ રૂપિયા)ને ટ્રોફી
૨પ૦૦ ડોલરના સેવિંગ બોન્ડ
પ૦૦૦ ડોલરની સ્કોલરશિપ
બ્રિટાનિકા એનસાઈક્લોપિડિયા અને ઓનલાઈન લેંગ્વેજ કોર્સ માટે ૨૬૦૦ ડોલર

_______________________________________________

૨૦૧૨ના વર્ષના વિજયી ખુશ ખુશાલ ચેમ્પિયન સ્નીગ્ધા નંદીપતિને એના કુટુંબી જનો સાથે એવોર્ડ ગ્રહણ કરી રહેલ વિડીયોમાં નિહાળવા માટે નીચેની યુ-ટ્યુબ ની લીંક પર ક્લિક કરો.

http://www.youtube.com/v/mRDKQ_C5fGw?version=3&feature=player_detailpage

________________________________________________________________________

5 responses to “(56) નેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયન,સાન ડીયેગોની, સ્નિગ્ધા નંદીપતિને અભિનંદન

 1. pragnaju જૂન 4, 2012 પર 10:30 એ એમ (AM)

  શબ્દ ‘ગ્વેટાપેન્સ’ અંગે અમારા જેવા ઘણાને કાંઇ જ ખબર નથી તેનો સાચો સ્પેલીંગ કહેવો એ પ્રચંડ બુધ્ધિ પ્રતિભા દર્શાવે છે….આ આખો પ્રોગ્રામ રસથી માણી રહેલા અમારા સૌની આંખ આનંદથી ભીની થઇ હતી.

  આને લીધે બીજા બાળકોને પ્રેરણા મળે છે

  Like

 2. mdgandhi21 જૂન 4, 2012 પર 11:16 એ એમ (AM)

  સ્નિગ્ધા અત્યારે ભલે અમેરીકન નાગરિક. પણ મુળ તો ભારતીય ને! તેને ખુબ ખુબ અભિનંદન. સાથે બીજા બન્ને ભારતીયોને પણ અભિનંદન.અને આટલી બધી માહિતી આપવા બદલ તમારો પણ આભાર.
  Mansukhlal D.Gandhi, U.S..A.

  Like

 3. Vinod R. Patel જૂન 4, 2012 પર 1:10 પી એમ(PM)

  Following E-mail was received from Shri Himatlal Joshi-Attaaji on

  6-3-2012.

  प्रिय स्निग्धा नंदिपति मै तुजे हार्दिक अभिनन्दन देता हु —आता अताई हिम्मतलाल जोशी
  छे बेटेका बाप पडाथा साइड वोक (फुटपाथ )पर
  मेरा भारत महान लिखाथा उसके पेट पर
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Thank you AATAAJI.Hope,you are doing well after your recent illness.

  Wishing you all the best .

  Vinod Patel

  Like

 4. Harnish Jani જૂન 4, 2012 પર 2:03 પી એમ(PM)

  Nice report- I think all first three champions are of Indian decents. Congratulations.

  Like

 5. Hasmukh Doshi જૂન 4, 2012 પર 3:16 પી એમ(PM)

  Congratulations to Snigdha Nandipati and I wish Indian Community shall also promot the Indian Language’s Spelling Bees. Hou about Gujatai Spelling Bees? . Thanks vinodbhai.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: