વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(59) દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે -ડો.શરદ ઠાકર

 ઘણી વખત મિત્રો એમની ઈ-મેલમાં સુંદર સાહિત્યિક માહિતી,વાતાઓ વી.મને મોકલતા હોય છે.એમાંથી મને જે ગમે એને અંગત મિત્રો/સ્નેહીજનોને વાંચવા ફોરવર્ડ કરતો હોઉં છું.

પરંતુ આજની ઈ-મેલમાં હ્યુસ્ટન રહેતા જુના મિત્ર શ્રી પદ્મકાંત ખંભાતીએ જાણીતા સર્જક ડો.શરદ ઠાકરના જીવનમાં બનેલ એક યાદગાર સત્ય ઘટના મોકલી આપી જે મને ખુબ જ ગમી ગઈ .આ વાર્તામાં રહેલો ઊંડો સંદેશ મારા મનને સ્પર્શી ગયો.

ખુબ જ અસરકારક શૈલીમાં ડો.શરદ ઠાકરે વર્ણવેલ એમના જીવનમાં બનેલ યાદગાર પ્રસંગની વાર્તા વાચકોને પણ ગમશે એમ માનીને આજની પોસ્ટમાં એને મૂકી છે.મને આશા છે આપને એ જરૂર ગમશે.

આ વાર્તા વાંચીને મને પુ.વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદના નીચેનાં સુવાક્યો ટાંકવાનું યોગ્ય લાગ્યું.

“સેવા કરવા માટે પૈસાની જરૂર નથી.જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની.— વિનોબા ભાવે.

ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો ? શું બધાં દીન દુખી અને દુર્બલ લોકો ઈશ્વર સ્વરૂપ નથી ?તો એમની પૂજા શ માટે ન કરવી ?ગંગા કાંઠે કુવો ખોદવા શ માટે જવું? – સ્વામી વિવેકાનંદ

સાન ડીયેગો                                                       —વિનોદ આર.પટેલ

_____________________________________________

  

Dr. Sharad Thaker

ડો. શરદ ઠાકર –ટૂંકો પરિચય


ડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાં છતાં છે એક લોકપ્રિય અને અનોખા સર્જક પણ છે..‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના લેખક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને પરિચય કરાવી રહ્યા છે..એમાંય ખાસ કરીને યુવા વાચકોની તો એમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી છે.

સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી પ્રસંગોને આવરી લેતાં ડો.શરદ ઠાકરનાં આજ દિન સુધી લગભગ ૩૫થી એ વધુ પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે.

ડો.ઠાકરનો પુસ્તક પ્રેમ

કોઇ વાંચનપ્રેમી વ્યક્તિની અંગત લાયબ્રેરીમાં કેટલા પુસ્તકો હોઇ શકે?બે-પાંચ હજાર?બસ!કલ્પના આટલી જ કરી શકાય પણ શરદભાઇની અંગત લાયબ્રેરી આઠ હજાર પુસ્તકોથી સમૃદ્ધ છે.તેમણે અત્યાર સુધીમાં ૧૫ હજાર પુસ્તકો વાંચ્યા છે.ગુજરાતની ભાવુક પ્રજા શરદ ઠાકરને ખૂબ વાંચે છે પરંતુ આ સર્જકને ગમતા સર્જક કનૈયાલાલ મુનશી,ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ છે. ડો.શરદ ઠાકરે સિંહપુરુષ વીર સાવકરનું દળદાર પુસ્તક લખવા માટે બે વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું.વીર સાવરકર વિશેના કુલ ૪૦ હજાર પાના વાંચ્યા પછી તેમણે આ મહાન ઐતિહાસિક પાત્રના આલેખનને ન્યાય આપ્યો.(સૌજન્ય-દિવ્ય ભાસ્કર)

____________________________________________

 

 ડૉ.શરદભાઇ અમદાવાદ શહેરના જાણીતા રોગ  નિષ્ણાંત

છે અને સાહિત્ય સર્જક છે.એમના જીવનનો આ યાદગાર

પ્રસંગ એમના જ શબ્દોમાં :

 

દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે

છે -ડો.શરદ ઠાકર 

 

“આ વાતને વીસ વર્ષ થયાં છે.

મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સમય કરતાં એ ઘણો

વહેલો આવી ગયેલો. જન્મ સમયે એનું વજન માંડ દોઢ

 કિલોગ્રામ. અત્યંત નબળો બાંધો. મારા મિત્ર ડૉકટરે

સલાહ આપી કે,તાત્કાલિક એને નારણપુરા ખાતેની એક

પ્રસિધ્ધ હૉસ્પિટલમાં લઇ જાવ. એને કાચની પેટીમાં ઘણો

લાંબો વખત રાખવો પડશે.

આખા અમદાવાદમાં એ સમયે માંડ બે-ત્રણ જગ્યાએ જ

કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી.

મારા દીકરાને દાખલ કર્યો. એ સમયે અન્ય નવજત
 
બાળકો પણ ત્યાં હતાં. બે-ત્રણ દિવસે એકાદ બાળક ઇશ્વરને
 
પ્યારું થઇ જતું હતું. હું ખૂબ જ હતાશ થઇ ગયો હતો.
 
ડૉક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા હતા.મારા
 
દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી.
 

આ પરિસ્થિતિમાં મણિનગર ખાતેનું મારું દવાખાનું પણ

ચાલુ રાખવું જરૂરી હતું. કારણ મારા દર્દીઓને તકલિફ પડે,

તો જાય ક્યાં? હું આખી રાત મારા દીકરા પાસે રહેતો

અનેસવારે ઘેર આવી, નાહી-પરવારી સવારના દર્દીઓને

તપાસતો. બપોરે થોડોક આરામ અને સાંજની ઓપીડી

પતાવી, પાછો પહોંચી જતો દીકરા પાસે.

મારા દીકરાની હાલતમાં ખાસ કોઇ સુધારો જણાતો ન

હતો. આપરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઇ જવો પણ

કેવી રીતે?ડૉક્ટરે પણ ઉપરવાળાઉપર ભરોસો રાખવાનો

દિલાસો આપી દીધેલો.એક દિવસે સાંજના મારી ઓપીડી

પતાવી હું દીકરાને જોવા અધીરો થઇ રહ્યો હતો,

ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઇ મુસ્લિમ બાઇ આવી છે.
 
મેં કહ્યું કે, સમય પૂરો થઇ ગયો છે. કાલે આવવાનું કહો. 
 
 
 
હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ
 
મુસ્લિમ બાનુ હાથ જોડી મને કરગરી રહીહતી.હું ગુસ્સે થઇ
 
ગયો. ‘મારે બહાર જવાનું છે. તમે કાલે આવજો.’ જવાબમાં
 
એ રીતસરની મારી સામેઝૂકી પડી. ‘સાહેબ, ખાનપુરથી
 
ચાલતાં આવ્યા છીએ.મારી હાલત જુઓ. અવતીકાલે પાછું
 
ચાલીને જ આવવું પડશે. દયા કરો સાહેબ, અલ્લાહ….
 
તમારા દીકરાને ખૂબ લાંબુ આયુષ્ય આપશે…..’
 

હું સડક થઇ ગયો. એનું છેલ્લું વાક્ય મારા હૃદયની

આરપાર નીકળી ગયું. પાછો વળી ગયો.

એ બાઇને ખૂબ શાંતિથી તપાસી, જરૂરી દવાઓ પણઆપી.

’કેટલા પૈસા આપું,સાહેબ?’એના હાથ ફરી જોડાઇ ગયા. હું

એને જોઇ જ રહ્યો. જે બાઇ આઠ-દસકિલોમીટર ચાલીને

આવી હોય. એની પાસેથી શું લઇ શકાય?

મારાથી બોલાઇ ગયું, ‘બહેન… તું મને ફરીથી દિલથી દુવા

આપ….મારા માટે એ જ તારી ફી છે.’

બાઇએ જીર્ણ થઇ ગયેલા સાડલાથી આંખો લૂછી ખરી,

પણ …. આભારવશ બનેલી એ આંખો કાબૂમાં ના

રહી.’અલ્લાહ…. આપકે બેટેકો લમ્બી ઉમ્ર દે….’

એના અંતરના આશીર્વાદ લઇ, હું જાણેહલકોફૂલ થઇ ગયો.

અને પછી જે ચમત્કાર સર્જાયો, એ આજીવન નહીં ભૂલાય.

મારા ફોનની ઘંટડી રણકી ઊઠી, ‘શરદભાઇ… ગુડન્યૂઝ.

ઇંગ્લૅંડથી મારા એકપરિચિત ડૉક્ટર આપણી હૉસ્પિટલમાં

આવ્યા છે.તમારા દીકરાને એમણે તપાસીઇંગ્લૅંડથી લાવેલું

એક ઇંજેશન પણ આપી દીધું છે, દીકરો રડી રહ્યો છે. 

ડૉક્ટર મિત્રનું કહેવું છે કે, એ ઘણો જ સ્વસ્થ છે. ચિંતા
 
કરવાની કોઇ જરૂર નથી.
 
 
તમે જલદીથી દીકરાને મળવા આવીજાવ…’
 

હું હૉસ્પિટલ પહોંચ્યો, ઇંગ્લૅંડથી આવેલા ડૉક્ટર મને ભેટી

પડ્યા. ને હું હીબકે ચડી ગયો…. મારા દીકરાએ પણ મારી

સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરોની પણ આંખો ભીની

થઇ ગઇ.

_______________________________

 ડો.શરદભાઈની વાર્તાઓનો આસ્વાદ

ડો.શરદભાઈની હૃદયસ્પર્શી અને સંવેદન શીલ વાર્તાઓનો આસ્વાદ મેળવવા માટે વાચકોને ડો.શરદ ઠાકરના ચાહક શ્રી જુલીએટ મર્ચન્ટના બ્લોગની નીચેની લીંકની સાભાર મુલાકાત લેવા વિનંતી છે.આ બ્લોગમાં એમણે ડો. ઠાકરની ઘણી જ સુંદર વાર્તાઓ મૂકી છે.

ડો.શરદ ઠાકર ની વાર્તાઓ નો આસ્વાદ લેવા અહીં ક્લિક કરો.

_____________________________________________________________________

ડો.શરદ ઠાકરનું એક પ્રભાવશાળી વક્તૃત્વ

ડો.શરદભાઈ જેટલું સારું લખે છે એવું જ સારું અને ખુબ જ અસરકારક પ્રવચન પણ આપી શકે છે એની પ્રતીતિ કરવા માટે એમણે મહુવા ખાતે પુ, મોરારી બાપુ આયોજિત અસ્મિતા પર્વ ખાતે આપેલ એમનું પ્રવચન સાંભળવું જોઈએ.નીચેના યુ-ટ્યુબના વિડીયોમાં એમનું પ્રવચન સાંભળશો એટલે તમને ડો. શરદ ઠાકરએમના સર્જનોની મદદથી કેવી ઉમદા સામાજિક સેવા આપી રહ્યાં છે એ જાણીને તમને એમના પ્રત્યે માનની લાગણી થશે.    
Lecture by Gujarati short story writer Dr Sharad Thakar at Asmita Parv, Mahua 

અસ્મિતા પર્વ ,મહુવા ખાતે ડો.શરદ ઠાકરે આપેલ એક યાદગાર પ્રવચન (વિડીયો )

____________________________________________________________________

 વિનોદ વિહારના વાચકો પ્રતિ નિવેદન અને આભાર દર્શન.

       ( નવ મહિના+માં ૧૧૧૦૦   મુલાકાતીઓ ) 

મારી ૭૫ વર્ષની ઉંમરે સપ્ટેમબર ૧,૨૦૧૧થી મેં વિનોદ વિહાર નામથી મારા ગુજરાતી બ્લોગનો શુભારંભ કર્યો ત્યારે મને મનમાં થોડી શંકા હતી કે પુરતી સંખ્યામાં એની મુલાકાત લઈને વાચકો એને આવકારશે કે કેમ! 

મને જણાવતાં ખુશી થાય છે કે આજે જ્યારે હું આ લખી રહ્યો છું એ દિવસે માત્ર નવ માસ અને ૧૧ દિવસમાં મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૧૧૧૦૦ નો આંક વટાવી ચુકી છે.

આ પ્રસંગે,મારા બ્લોગની મુલાકાત લેવા માટે અને એમાં પોસ્ટ થયેલ સામગ્રી અંગે એમનો પ્રેરક પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરવા માટે સૌ વાચક મિત્રોનો આભાર માનું છું. ખાસ કરીને મારા બ્લોગની શરૂઆતથી જ મને બ્લોગ અંગે માર્ગદર્શન અને જરૂરી ટેકનીકલ મદદ કરવા તેમ જ મારા બ્લોગ સાથે સહતંત્રી તરીકે જોડાવા માટેના મારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે મારા નજીકના મિત્ર શ્રી સુરેશ જાનીનો હું ખુબ જ આભારી છું. 

આ બ્લોગની આજ સુધીની ૫૯ પોસ્ટની સાહિત્ય યાત્રા ખુબ જ આનંદ દાયક રહી છે.નેટ રત્નાકરના ખુબ જ વિસ્તૃત બ્લોગ જગતમાં ડૂબકીઓ લેતાં લેતાં ઘણું જાણવાનું,માણવાનું ,અને વિચારવાની તક પ્રાપ્ત થતાં જીવન સંધ્યાનો નિવૃત્તિ કાળ ઉપયોગી અને ગમતી સાહિત્યની પ્રવૃત્તિમાં આનંદથી પસાર થઇ રહ્યો છે એનો સંતોષ છે.ખાસ કરીને આ બ્લોગના માધ્યમથી શ્રી સુરેશ જાની જેવા બીજા ઘણા અમેરિકાની ચારે દિશામાં પથરાયેલા મિત્રોના પરિચયમાં આવવાનું થયું છે.આ સૌ મિત્રોને કદી નજરે જોયા ન હોવા છતાં ઈ-મેલ દ્વારા નજીકનો સમ્પર્ક સધાતો રહે છે. આવા મિત્રોનો પ્રેમ મળતાં “માંયલો” પ્રફુલ્લિત રહે છે અને જીવનની એકલતા ઓછી ડંખે છે.વળી એની સાથે એક ગુજરાતી સાહિત્ય અને ભાષાની લોકોપયોગી પ્રવૃત્તિ કરવાનો મનમાં સંતોષ થાય છે. 

અત્રે મારા વાચકોને જણાવવા ઈચ્છું છું કે ,જ્યાં સુધી મારું શરીર,મન અને મગજની શક્તિઓ તેમ જ હૈયાની હામ-જુસ્સો પ્રભુ જેમ છે એમ જાળવી રાખશે ત્યાં સુધી મારા બ્લોગ વિનોદ વિહાર દ્વારા સત્વશીલ અને પ્રેરક સામગ્રી પીરસીને ગુજરાતી સાહિત્યની ગદ્ય-પદ્ય સર્જનની આનંદયાત્રા કરાવવાનો મારો પ્રયત્ન ચાલુ  રહેશે. 

ફરી,મારા અનેક સુજ્ઞ વાચકો અને મિત્રોનો મને સાથ અને સહકાર આપવા બદલ હૃદયથી આભાર માનું છું અને હજુ પણ વધુ આવકાર મળતો રહેશે એવી અંતરથી આશા રાખું છું. 

અંતે,મારા પરિચય(મારા વિષે )માં મુકેલ મારૂ  સ્વ રચિત કાવ્ય રચના” મને શું ગમે” એને અહીં દોહરાવું છું. 

મને શું શું ગમે ? 

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં
માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી
અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે . 

ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે
શુળોમાં ખીલતા એક ગુલાબ જેમ ખીલીને
બધે ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે. 

મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?
જે મળ્યું એનું જતન કરી સુપેરે માણવાનું મને ગમે. 

સાહિત્ય સાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને
મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને
આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે . 

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે. 

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે. 

—-વિનોદ આર. પટેલ

_____________________________________________________________

                                      A  PICTURE SPEAKS THOUSANDS OF WORDS   

 (સાભાર – શ્રી મનસુખલાલ ગાંધીના  -ઈ મેલમાંથી )

________________________________________________________________

 તુમ આફ્તોસે ઇતને કયું ગભરાતે  હો 

ઉસી આફ્તોસે હમને ખુબ પાયા હૈ 

ખુશી ક્યા શીખાતી હમેં જિંદગીકા મઝા 

અપને દુખોસે  હી હમને ખુશી પાયી હૈ

                     — અજ્ઞાત કવિ

 

_______________________________________________

8 responses to “(59) દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે -ડો.શરદ ઠાકર

 1. pragnaju જૂન 12, 2012 પર 12:29 પી એમ(PM)

  ડૉ શરદભાઇને સાંભળવાની મઝા તો કાંઇ ઔર છે
  બને તો ઓડિયો મૂકશોજી

  Like

  • Vinod R. Patel જૂન 12, 2012 પર 3:46 પી એમ(PM)

   આભાર પ્રજ્ઞાબેન,

   આપના સૂચન પછી યુ-ટ્યુબ વિડીયોમાં શોધખોળ કરતાં મને ડો.શરદ ઠાકરે મોરારી બાપુના

   અસ્મિતા પર્વમાં જે પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું એનો વિડીયો મળ્યો એને પોસ્ટમાં મુકીને અપડેટ કરી

   છે.ખરેખર એ ખુબ જ અસરકારક વક્તા છે એનો આ વિડીયો પુરાવો છે.

   દરેકે સાંભળવા જેવું એમનું પ્રવચન છે.એ જુદી જ ભાતના સેવાભાવી ડોક્ટર છે.સમાજને આવા

   ડોક્ટરોની તાતી જરૂર છે.યાદ રહી જાય એવું સરસ પ્રવચન.

   Like

 2. mdgandhi21 જૂન 12, 2012 પર 1:37 પી એમ(PM)

  ડો.શરદ ઠાકરની કોઈ પણ વાર્તા વાંચો, ચાહે એ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર હોય કે જન્કલ્યાણમાં હોય, બધી વાર્તાઓ દિલમાં સોંસરવી ઉતરી જાય. બધા પાછા સાચા પ્રસંગો. આમ તો તેઓ તેમના જીવનમાં બનેલા પ્રસંગો વર્ણવતાં હોય છે, પણ પોતાના જીવનનો પ્રસંગ પહેલી વાર વાંચ્યો. ડો.શરદ ઠાકરને તો અભિનંદન, પણ સાથે સાથે આવો સરસ લેખ આપવા માટે તમારા મિત્ર શ્રી પદ્મકાંત ખંભાતી તથા તમને પણ અભિનંદન.

  Like

 3. • » નટખટ સોહમ રાવલ « • જૂન 12, 2012 પર 11:34 પી એમ(PM)

  શ્રી વિનોદભાઇ,

  મર્મસ્પર્શી ઘટના. ડો. શરદ ઠાકરની દરેક વાર્તાઓ ખુબ જ સરસ હોય છે. એક ડોક્ટરની સાથે સાથે આટલું સરસ સર્જક હોવું ખુબ મોટી વાત કહેવાય…

  Like

 4. pragnaju જૂન 13, 2012 પર 9:10 એ એમ (AM)

  વીડિયો સાંભળી આનંદ વ્યક્ત કરવા ફરી પ્રતિભાવ લખુ છુ સાથે સામ પિત્રોડાના વિડીયો સાંભળવાની ઈચ્છા થાય છે
  અમારા વિદ્વાન મિત્ર વિનોદભાઇએ તેમના પ્રવચનનો ઇ મૅઇલ કર્યો.અમે બ્લોગ પર આ લેખ મૂક્યો અને પેટન્સીનો હોબાળો થયો.રેફરન્સ આપ્યો તો પણ તે લેખ હટાવી લેવો પડ્યો..
  અસ્મિતા પર્વની અમારી વીડિયો આવી નથી.તેના સુંદર પ્રેરણાદાયી વિચારો પ્રચાર કરવા જેવા છે.

  Like

 5. Vinod R. Patel જૂન 13, 2012 પર 2:48 પી એમ(PM)

  હૃદયની બીમારીમાંથી ઉભા થઈને થોડા દિવસો પહેલા જ હોસ્પિટલમાંથી ઘેર આરામ લઇ રહેલ
  ૯૨ વર્ષના સ્ફૂર્તિલા આદરણીય આતાજીએ મોકલેલ ઈ-મેલ એમના આભાર સાથે નીચે મુકું છું.

  વિનોદભાઈ

  મને હાર્ટ એટેક આવ્યો .હું જેને મારી ગ્રાન્ડ ડોટર જેવો પ્રેમ કરું છું . હું કઈ સંત નથી પણ આ છોકરી ઉપર મને કુવિચાર અથવા કુ દૃષ્ટિ થઇ નથી શકતી એ છોકરીની દુઆ એ મારામાં તાજગી બક્ષી છે.

  લીયાહ તેરી દુઆકી ગહરી અસર હુઈ

  હકીમોકી દવાકી કુછ અસર ના હુઈ

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

 6. chandravadan જૂન 14, 2012 પર 11:42 એ એમ (AM)

  દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે

  છે -ડો.શરદ ઠાકર
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  મને જણાવતાં ખુશી થાય છે કે આજે જ્યારે હું આ લખી રહ્યો છું એ દિવસે માત્ર નવ માસ અને ૧૧ દિવસમાં મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૧૧૧૦૦ નો આંક વટાવી ચુકી છે……………….
  Vinodbhai,
  After a break of 16 days from the Computer World….& a Trip to Yellow Stone & Mount Rushmore, I was back to Lancaster on 12th June. Now I am visiting your Blog.
  As a Doctor myself, I am happy to read about the “power of Prayers (truely from the Haeart) ” as the thought of another Doctor.
  I salute Dr. Sharadbhai !
  As regards more that 11000 Visitors to your Blog in a short time..my Congratulations !
  Thanks for your support with your your Comments on my Blog Chandrapukar.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar again & again !

  Like

 7. Pingback: ( 269 ) ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: