
ગુરુ મહિમા
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાં સદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ .
ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
વળી,
“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “
અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય !
ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા…..
અર્થ:“ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
“If all the land were turned to paper and all the seas turned into the ink and all the forests into pens to write with, they would still not suffice to describe the greatness of Guru.”
—- Saint Kabir
ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા
ગુરુનું મહાત્મ્ય સમજવા માટે અને એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરવા માટે દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
મહર્ષિ વેદવ્યાસ ભવિષ્યોત્તર પુરાણમાં ગુરુ પૂર્ણિમા વિશે એમના આ સંસ્કૃત શ્લોકોમાં આ પ્રમાણે લખ્યું છે:
मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।
पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।
दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।
અર્થ :- અષાઢ શુક્લ પૂર્ણિમાએ મારો જન્મ દિવસ છે અને એ ગુરુ પૂર્ણિમાનો પણ દિવસ છે. આ દિવસે સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સ્વર્ણ,ભોજન ,દક્ષિણા વગેરે સમર્પિત કરી વિવિધ રીતે ગુરુ તેમની કરવાથી હે વિપ્ર, તારા ગુરુમાં તું મારા સ્વરૂપના દર્શન કરીશ.
ગુરુનું ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે.આમ ગુરુ પૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદન કરવાનો દિવસ છે.
આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનના ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનુંભાવોને યાદ કરું છું અને કોટી કોટી હાર્દિક વંદન કરું છું.
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
ગુરુ એ જ બ્રહ્મા છે , ગુરુ એ જ વિષ્ણુ છે , ગુરુ એ જ મહાદેવ છે . ગુરુ શાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું .
ગુરુ પૂર્ણિમા
જુલાઈ,૩ ૨૦૧૨. વિનોદ આર. પટેલ
_______________________________________________
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને અનુરૂપ ગુરુની મહત્તાનું ગુણ ગાન કરતો “ગુરુ મેરી પૂજા” નામનો સુર અને સંગીત મઢ્યો યુ-ટ્યુબની નીચેની લિંક ઉપર એક સુંદર વિડીયો માણો.
Guru Meri Puja -Video
http://www.youtube.com/v/CXpBV8PImu8?version=3&feature=player_detailpage
_______________________________________________

(આભાર -મોકલનાર શ્રીમતી મીનાબેન ભટ્ટ ,ગાયત્રી ચેતના સેન્ટર ,લોસ એન્જેલસ ,ઈ-મેલ દ્વારા )
_______________________________________________________________________
Like this:
Like Loading...
Related
गुरुतत्व सुंदर संकलन
आदि शंकराचार्य सनातन सांस्कृतिक धारा के प्रमाण पुरुषों में गिने जाते हैं। उन्होंने गुरु वन्दना करते हुए लिखा है-
नमोस्तुगुरवेतस्मैगायत्री रूपिणेसदा। यस्यवागमृतंहन्तिविषंसंसार संज्ञकं॥उन गुरु को नमस्कार है, जो सदा गायत्री रूप में स्थित होते हैं, जिनकी अमृत वाणी संसार रूपी विष को नष्ट कर देती है।
यह बडी सारगर्भित वन्दना है, जिसमें गुरुतत्वके प्रति श्रद्धा के साथ ही उसके स्वरूप एवं प्रभाव को भी बडी सुन्दरता के साथ व्यक्त किया गया है। इस श्लोक में चार चरण हैं-गुरु को नमन, गुरु का गायत्री रूप में स्थित होना, गुरु-वाणी अमृत स्वरूप होना, उससे संसार रूपी निन्दा का शमन होना
LikeLike
Apne Apne Guru,
Sabko Chandra Vandan Kare,
Guru Purnima Mahima Jan lo,
Guru Se Deh Bhitar Ka MahaGuru Ko Pahechan Lo !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Vinodbhai…Hope to see you on Chandrapukar,,,Inviting ALL to read the Post on HEALTH on Chandrapukar !
LikeLike
બાણું વરસે પણ તરોતાજા બ્લોગર મુરબ્બી અને મિત્ર શ્રી હિંમતલાલ જોશી (આતાજી )એમના જુલાઇ ૩,૨૦૧૨
ના ઈ-મેલમાં નીચે પ્રમાણે પ્રતિભાવ મોકલ્યો છે.એમનો ખુબ ખુબ આભાર.
प्रिय विनोदभाई पटेल
આપના તરફથી ગુરુ મહિમાની વાતો જાણી ઘણું જાણવા અને શીખવા મળ્યું આભાર
કબીર સાહેબ કહે છે કે .તમે मन ऐसा निर्मल रखो जैसा गंगा नीर
गुरु तुमको ढुंधत फिरे कहता दास कबीर
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
LikeLike
પ્રિય વિનોદ ભાઈ
મારી બે વર્ષ જૂની વાત યાદ એ મારા પ્રત્યેનો તમારો પ્રેમ વ્યક્ત કરે છે . આભાર
LikeLike
વિનોદભાઈ તમારા અને બીજા સ્નેહીઓ માટે એક લેભાગુ ગુરુની વાત લખું છું ગુરુ તો હોવાજ જોઈએ ગુરુ વગર નુગરા કહેવાઈએ અને આ શબ્દ ગાળ બરાબર છે અમારી બાજુનો એક ખેડૂત ગુરુની શોધમાં હતો .એને એક લ્ભાગુ ગુરુ ભટકાઈ ગયો .સુંદર ભગવાં વસ્ત્રો પહેરેલા છટાદાર હિન્દી ભાષા બોલે ખેડૂતને થયું કે જો આવો ગુરુ હોય તો આ ભવ અને આવતોભવ બન્નેભાવ સુધરી જાય .ખેડૂતે પોતાને ઘરે ગુરુને બોલાવ્યો .ગુરુએ ખેડૂતના કાનમાં અત્તમ સત્તમ મંત્ર બોલી ફૂંક મારી ખેડૂત બહુ ખુશી થઇ ગયો ઠગ ગુરુને ખુબ દક્ષિણા આપી વિદાય કર્યા . આ વરસે સારો વરસાદ થએલો હતો .
બીજે વરસે દુકાળ પડેલો . ઠગ ગુરુ ખેડૂતને ઘરે આવ્યા ખેડૂત ભીડમાં હતો તોપણ ગુરુને સારી રીતે જમાડ્યા અને દક્ષિણા આપી .ગુરુએ વધુ દક્ષિણાની માગણી કરી ખેડૂતે નમૃતા પૂર્વક પોતાની અશક્તિ વ્યક્ત કરી ગુરુ બોલ્યા અરે ભલા માણસ હું તારો ગુરુ મેં તારા કાનમાં ફૂંક મારી કંટાળેલો ખેડૂત ખીજાયને બોલ્યો તારી ફૂંક પાછી કાઢી લે એમ બોલી ગુરુના મોઢા આગળ કાન ધર્યો અને મેં તુને ખવડાવ્યું છે એપણ ઓકાવી નાખવું છે .એવું બોલી ખરાપીયાનો હાથો ગુરુના મોઢામાં ઘાલ્યો .અને ઉલટીઓ કરાવી આ પછી ગુરુ દેખાણો નહી .અને ખેડૂત ગુરુ કરવાની ખોડ ભૂલી ગયો .
સરળ સ્વભાવ નિશ્ચલ રહો નિખાલસ ઔર ગંભીર
ગુરુ લડકિયાં મિલ જાયગી કહતે “આતા “કબીર
LikeLike
Pingback: ( 280 ) ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા અને એનો મહિમા …. | વિનોદ વિહાર
ગુરુતો ઐસા કીજીએ જૈસા પુનમચંદ
તેજ ધે પણ તપે નહિ દેવે ઉર આનંદ
LikeLike
ગુરૂ પૂર્ણિમાનું સુંદર મહત્ત્વ સમજાવતા લેખ સાથે, આજે આ સંસ્કારોના સીંચન માટે ,ગુરુ પરંપરાથી ઉજળી વિભૂતિઓને અંતરથી પ્રણામ…પ.પૂ.પ્રમુખસ્વામિ(સ્વામિનારાયણ ભગવાન),પ.પૂ.શ્રી રામશર્મા આચાર્ય ને ગાયત્રી પરિવાર, પ.પૂ.સંતરામ મહરાજ ..સૌનેગુરૂવર આદ્ય વ્યાસજી સાથે શત શત નમન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
સદ્ગુરુ દેવકી જય અને લેભાગુ ગુરુકા ક્ષય
LikeLike
bahu j sundar bhavna vinodji
LikeLike
Hanuman
LikeLike
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
LikeLike
ગુગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
LikeLike
ખૂબ સરસ
LikeLike
આપના લખાણ થકી ગુરુ અને ગુરુ થકી જ્ઞાન ને કેમ મેળવવુ, તેમજગુરુની મહત્વતા વિશેનો ખૂબ જ્ઞાન મળેલ છે તેમજ ગુરુ કેવા કરવા જોઈએ અને ગુરુ શબ્દનો અર્થ ખૂબ ઊંડાણથી સમજવાનોમળેલ છે
LikeLiked by 1 person
ખૂબ સરસ .
LikeLike