વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(66) જે પરિસ્થિતિને બદલી ન શકો તેને સ્વીકારી લો લેખક-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

 

 
જે પરિસ્થિતિને બદલી ન શકો
 
 
તેને
 
 
સ્વીકારી લો 
 
 
 
 
 
 
 
 
 
 
 
આપણે જિંદગીના ઇરાદા મુજબ ચાલવાનું હોય છે,
 
આપણે જિંદગીના પડકાર ઝીલવાના હોય છે. સમય
 
કરવટ બદલતો રહે છે, એની આદત જ અવળચંડી છે.
 
ઘણી પરિસ્થિતિ જ એવી હોય છે જેને આપણે ટાળી
 
શકતાં નથી. જે સ્થિતિ, સમય અને સંજોગને તમે બદલી
 
શકો તેમ હોય તેને તમારી ઇચ્છા અને આવડત મુજબ
 
બદલો અને જે પરિસ્થિતિને તમે બદલી શકો તેમ ન હોય
 
તેને હસતા મોઢે સ્વીકારી લો.
 

જિંદગી દરેક પળે પરીક્ષા લેતી રહે છે. આપણને જવાબ
 
આવડતા હોય ત્યારે આપણને આ પરીક્ષા સરળ અને
 
સહેલી લાગે છે. અઘરા સવાલ આપણને આકરા લાગે છે.
 
 આકરા એટલા માટે જ લાગતા હોય છે, કારણ કે તેનો
 
જવાબ અને ઉકેલ આપણી પાસે હોતો નથી. આવા
 
 આકરા સવાલોના ઉકેલ શોધવા પડે છે. દરેક તાળાની
 
 ચાવી હોય છે. આપણે સાચી ચાવી શોધીને લગાડવાની
 
 હોય છે.
 

 
 પરીક્ષા આપવાનું ક્યારે પૂરૂ થશે? પિતાએ હસીને કહ્યું
 
 કે, જિંદગી છે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું છે.
 
અત્યારે તું ભણે છે, તારી પાસે સિલેબસ છે, પાઠયપુસ્તકો
 
છે, ગાઈડ છે, અને સૌથી મોટી વાત તો એ કે તને ખબર
 
છે કે તારી પરીક્ષા ક્યારે છે. ભણવાનું પૂરૂ થશે પછી
 
રીયલ લાઈફ શરૂ થશે. ત્યારે પુસ્તકો કે ગાઈડ નહીં હોય,
 
પરીક્ષાનું ટાઈમટેબલ નહીં હોય, અચાનક જ તમારી
 
સામે સમસ્યા અને સંજોગ આવી જશે અને તમને કહેશે કે
 
લ્યો હવે આ દાખલો ઉકેલો. તમારે દરેક પરિસ્થિતિ માટે
 
તૈયાર રહેવાનું હોય છે.
 

 
 
આપવા જ પડતાં હોય છે. જિંદગીનું પણ એવું જ છે.
 
અમુક પ્રશ્નોના જવાબ તમારે આપવા જ પડે છે. યુ હેવ
 
નો ઓપ્શન. તમારે પાસ થવાનું છે. જિંદગીમાં તમારે
 
સુખી થવાનું જ છે. જિંદગીની કેટલીક પરિસ્થિતિ સામે
 
લડવાનું હોય છે અને જીતવાનું હોય છે. પણ મોટાભાગે
 
માણસ લડવાનું છોડી રડવાનું ચાલુ કરી દે છે. આપણે
 
ફરિયાદો કરવા લાગીએ છીએ. આવું થોડું હોય? મારી
 
સાથે જ કેમ આવું થાય? મારો કંઈ જ વાંક નથી.

 
જવાબદારી અને મુશ્કેલી શા માટે આવી? આવા પ્રશ્નોનો,
 
આવી ફરિયાદોનો અને કેટલાક ઉધામાઓનો કોઈ
 
મતલબ હોતો નથી. સવાલો ન કરો, જવાબો શોધો. તમે
 
જવાબ શોધશો તો મળી જ જશે. કોઈ સમસ્યા એવી
 
નથી જેનો ઉકેલ ન હોય, ઘણી વખત આપણે જ ઉકેલથી
 
ભાગતાં હોઈએ છીએ.
 

 
 બળવાખોર છે. જો અને તો, યસ અને નો, આ પાર કે
 
 પેલે પાર, એક ઘા ને બે કટકા કરી દેવાના વિચાર આવે
 
છે. જિંદગી સામે આપણે શીંગડાં ભરાવીએ છીએ. માથાં
 
પછાડીએ છીએ. ઘણી વાર શીંગડાં તૂટી જાય પછી જ
 
પરિસ્થિતિ સ્વીકારીએ છીએ. કોઈ પરિસ્થિતિને હાર્યા પછી
 
સ્વીકારવા કરતાં લડયા વગર જ સ્વીકારવામાં સાચી
 
 જીત હોય છે. માણસ કેટલો સમજુ અને ડાહ્યો છે તેનું
 
માપ તેની વાતો પરથી નહીં પણ તે જિંદગીના સંજોગોને
 
 કેવી રીતે લ્યે છે, કેવી રીતે ઉકેલે છે તેના પરથી નીકળે
 
છે. ઘણાં લોકો શિખામણ આપવામાં શાણા હોય છે. પણ
 
 વાત જ્યારે પોતાની આવે ત્યારે પાણીમાં બેસી જતાં
 
હોય છે. યાદ રાખો, તમારા લોકો તમે શું કહો છો તેના
 
પરથી નહીં પણ તમે શું કરો છો તેના ઉપરથી તમારૂ
 
મૂલ્યાંકન કરે છે.
 

 
 પડતા હોય છે. જિંદગી ક્વિઝ નથી કે એક સવાલના
 
ચાર જવાબ હોય. જિંદગીની ક્વિઝ તો એવી જ હોય છે
 
જેમાં માત્ર સવાલ જ હોય છે, જવાબ હોતા નથી. તમારે
 
પહેલાં જવાબો ઊભા કરવા પડે છે. અને પછી તમારે
 
શ્રેષ્ઠ જવાબ પસંદ કરવો પડે છે. તમારા સુખ માટે
 
તમારા વિકલ્પો ઊભા કરો. અને પછી એમાંથી શ્રેષ્ઠ
 
વિકલ્પ પસંદ કરો. દરેક વખતે જવાબ સાચો જ પડે એવું
 
જરૂરી નથી. જો જવાબ ખોટો પડે તો એને પણ સ્વીકારો.

 
વ્યક્તિ એવી છે જેણે ભૂલ નથી કરી? ભૂલને ભૂલી નથી
 
શકતો એને જીત દેખાતી જ નથી. તમારૂ જીવન તમારે
 
જ જીવવાનું છે. પરિસ્થિતિથી ભાગો નહીં, પરિસ્થિતિથી
 
ભાગવા જશો તો એ તમારો પીછો કરશે. મોઢું
 
સંતાડવાવાળાની ઓળખ ક્યારેય મળતી નથી.
 

 
 કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ હોય તેને આપણે
 
સ્વીકારી નથી શકતા. આપણને આપણી પરિસ્થિતિ
 
આપણી ઇચ્છા મુજબ જોઈતી હોય છે, જે વ્યક્તિ દરેક
 
પરિસ્થિતિને પોતાની ઇચ્છા મુજબ વાળી શકે છે એ ઓછો
 
 દુઃખી થાય છે.
 
 
 
 ન દઈ શકો, તમારે થોડાક આગળ ચાલવાનું હોય છે
 
અને નવા રસ્તાઓ શોધવાના હોય છે. પણ આપણે
 
આગળ વધતા નથી, ત્યાં જ ઊભા રહી રસ્તાઓ શોધતા
 
રહીએ છીએ. અને રસ્તો ન મળે ત્યારે બેસી જઈએ છીએ.
 
રસ્તા ઊગતા નથી, રસ્તા બનાવવા પડે છે.

 
 
છે. એક જ જગ્યાએ ચપ્પટ બેઠા રહીને તમે આગળ વધી
 
ન શકો. એક માણસનો જન્મ જંગલમાં થયો હતો. મા
 
બાપ એક ઝૂંપડું બનાવીને જંગલમાં રહેતાં હતાં.
 
જંગલમાં જ એ બાળક મોટો થયો. બીજો એક યુવાન
 
ફરતો ફરતો જંગલમાં આવ્યો. બંને મળ્યા. તેણે કહ્યું કે હું
 
તો જંગલની બહારથી આવ્યો છું. તને ખબર છે જંગલની
 
બહાર એક શહેર છે.
 
 

 
 પેલાએ કહ્યું કે ના, હું અહીં સુખી છું. બીજા યુવાને કહ્યું કે
 
એ તો તારી માન્યતા છે. તું જ્યાં છે તેને જ તેં સુખ માની લીધું છે. બીજું જોયા વગર તું નક્કી કેમ કરી શકે
 
કે એ દુઃખ છે કે અત્યારે છે તેનાથી વધારે સુખ છે? ઘણી
 
વખત આપણે જે સ્થિતિમાં હોઈએ એને જ સુખ માની
 
લેતા હોઈએ છીએ અને એટલે જ કોઈ પ્રયત્ન નથી
 
કરતાં.
 

 
 શકે તો તને ખબર જ નહીં પડે કે બીજી કોઈ દુનિયા
 
પણ છે. ઘણી વખત આપણે જિંદગીમાં પણ આવું જ
 
કરતાં હોઈએ છીએ. જરૂરી નથી કે બહાર સુખ જ હોય
 
પણ બહાર શું છે એ જાણવાનો જ પ્રયાસ કરતાં નથી
 
અને બહાર દુઃખ જ છે એમ માની લઈએ છીએ. અંદર
 
પુરાઈ રહીએ છીએ અને બહારની દુનિયાને વખોડતાં
 
અને વગોવતાં રહીએ છીએ.
 

 
 થઈ ગયા છો? ગૂંગળામણ લાગે ત્યારે બહાર નીકળીને
 
જોવું એ પણ સુખી થવાનો રસ્તો છે. તમારી માન્યતાઓ
 
અને તમારા પૂર્વગ્રહોની બહાર પણ એક દુનિયા વસે છે.
 
અંધારામાં જ રહેશો તો અંધારૂ પણ ફાવી જ જશે, લાંબો
 
સમય અંધારામાં રહેનારને પ્રકાશનો પણ ડર લાગવા
 
માંડે છે. ઘણા લોકોને દુઃખની પણ એટલી બધી આદત
 
પડી ગઈ હોય છે કે એ સુખની નજીક જતાં પણ ડરે છે.
 
તમારે બહાર નીકળવું પડે છે, તમારૂ સુખ તમારે જ
 
શોધવાનું હોય છે.
 

આંખો મીંચીને દરેક પરિસ્થિતિને તમે બદલી શકો છો,
 
 તેને બદલો. એ જ પરિસ્થિતિને સ્વીકારો જેને તમે
 
 બદલી નથી શકતા અને જેને બદલી નથી શકતા તેને
 
તમારી અનુકૂળ બનાવવાનો અને અનુકૂળ બનવાનો
 
પ્રયાસ કરો. સુખને પણ તમારે જીતવાનું હોય છે. તમારૂ
 
સુખનું નિર્માણ તમે જ કરી શકો. સુખ સામે આંખ બંધ
 
કરશો તો તમને એવું જ લાગશે કે સુખ છુપાઈ ગયું છે.
 
સુખ ક્યારેય છુપાયેલું હોતું જ નથી, આપણે ફક્ત ચેક
 
કરતાં રહેવું પડે છે કે આપણી આંખો ખુલ્લી છે કે બંધ?
 

છેલ્લો સીન
 
 :
 
 એ પોતે સાહસિક હોવાનો દાવો કરી શકે નહીં. -રોશે
 
 ફુકાલ્ડ
 
___________________________________________________________________________ 
 

ગુજરાતી સાહિત્ય/પત્રકાર ક્ષેત્રે ઉનડકટ દંપતિ

કૃષ્ણકાત અને જ્યોતિ 

વડોદરામા વસતુ આ યુગલ સાથે પહેલી વખત વાત કરો તો શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ અને મૄદુભાષી વાતો ગમી જાય તેનુ કારણ સ્પષ્ટ ત્રણેય સ નું ઉચ્ચારણ અને બ્રાહ્મણ કે નાગર કુટુંબમા વાત કરતા હોય તેમ જણાય. મારો તેમની સાથેનો પરિચય આકસ્મિક જ.. મળવા ગયો હતો વિશ્વજીતને અને દિવ્યભાસ્કર ની પત્રકાર દિપ્તીએ અમારા સાહેબને મળીને જાવ કહેતા તેમની ઓફીસમા પહેલુ પગથીયું મુક્યું ત્યાં કૃષ્ણકાંતભાઇ બોલ્યા ’વિજયભાઇ તમારા ઇ મેલ મને મળે છે તેથી પરોક્ષરીતે હું તમને જાણુ છુ. પરિચયના પુષ્પોતો આમ જ બે ક્ષણોમા ખીલી ગયા. એઓ તેમનુ કામ કરતા જતા હતા અને મને વેબપેજ વિશે પુછતા જતા હતા.

શનીવારે ઘરે આવોનો પ્રેમાળ આવકાર આપતા તેમની વ્યસ્તતામાં ઓફીસે મઝા નહીં આવેનો સંકેત કર્યો અને હું છુટો પડ્યો. એમના વિશે જાણવાનાં મારા પ્રયત્નોમાં તેમનો ભારંભાર વિનય છલકાતો અને કહેતા હું તો ગમતાનો ગુલાલ કરુ છું

કૃષ્ણકાંતભાઇનો પત્રકારીત્વ ક્ષેત્રે અનુભવ ૨૫ જેટલા વર્ષોનો (એટલે કે બહોળો) છે જેમા રાજકોટ અને દિલ્હીમાં સ્પેસિયલ કરેસ્પોન્ડન્ટ તરીકે ચિત્રલેખામાં કાર્ય રત હતા ત્યાર બાદ ગુજરાત સમાચારનાં તંત્રી તરીકે વડોદરામાં કાર્યરત હતા. હાલ દિવ્યભાસ્કર વડોદરા આવત્તિનાં તેઓ તંત્રી છે. દિવ્યભાસ્કરની કળશ પૂર્તિમાં ચિંતનની પળે નામની કોલમ લખે છે. જે અમેરિકાની દિવ્યભાસ્કર પુર્તિમાં પણ વાંચવા મળે છે. જેનો હું નિયમિત વાચક પણ છું.ગુજરાતી સાહિત્યનાંએક અનોખા પ્રકાર જેવી જીવંત પ્રેમકથાઓ “અહા જિંદગી” નામના માસિક માટે નિયમિતરુપે લખે છે. આ વાર્તાઓની મઝા એ છે કે વાર્તા સત્ય ઘટના હોય અને તેમની જે તે પાત્રોની તસ્વીરો પણ સાચી અને સચોટ રીતે રજુ કરતા હોય છે. ”ચિંતનની પળ” પુસ્તક સ્વરુપે પીઢ અને ચિંતક ગુણવંત શાહ્નાં હસ્તે વિમોચીત થઇ

જ્યોતિ બહેને પણ ચિત્રલેખામાં “વાચા” નામની કોલમ છેલ્લા ઘણા વર્ષો થી લખે છે અને સ્પેસીયલ કરસ્પોન્ડટ તરીકે રોજબરોજ ની ઘટનાઓનું રીપોર્ટીંગ કરતા હોય છે. તેમનું નોંધ પાત્ર રીપોર્ટીંગ ગોધરા ટ્રેન દુર્ઘટના, અક્ષરધામ ઉપરનો હુમલો, કચ્છનો ધરતીકંપ વિગેરે નોંધનીય છે તેમની કોલમ વાચાને પણ પુસ્તક સ્વરુપ મળેલું છે.

તેમનો બ્લોગ છે http://krishnkantunadkat.blogspot.com/

Krishnkant Unadkat,
Executive Editor,
SANDESH Daily,
Vastrapur,
AHMEDABAD-380015.
Cell :09825061787.
e-mail :

 

 

તેમનો સંપર્ક ઇમેલ

kkantu@gmail.com,

jyotiu@gmail.com

પરિચય સૌજન્ય-http://gujaratisahityasangam.wordpress.com/2009/12/27/krishnakant-unadkat/ 

8 responses to “(66) જે પરિસ્થિતિને બદલી ન શકો તેને સ્વીકારી લો લેખક-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

 1. pragnaju જુલાઇ 8, 2012 પર 10:29 એ એમ (AM)

  ખૂબ સુંદર ચિંતન યાદ આવે આ ગીત
  ”चलो एकबार फिरसे अजनबी बन जाये हम दोनो.”

  ना मै तुमसे कोई उम्मीद रख्खू दिलनबाजीकी।

  न तुम मेरी तरफ देखो गलत अंदाज नजरोंसे।।

  न मेरे दिलकी धडकन लडखडाये मेरी बातों मे।

  न जाहीर हो तुम्हारी कश्मकशका राज नजरोंसे।।

  तुम्हे भी कोई उलझन रोकती है पेश कदमीसे।

  मुझेभी लोग कहते है की ये जलवे पराये है।

  तारुफ रोग हो जाय तो उसको भूलना बेहतर!

  तालुक बोझ बन जाये तो उसको तोडना अच्छा।।

  वो अफसाना जिसे अंजामतक लाना न हो मुमकिन।

  उसे एक खूबसुरत मोड देकर छोडना अच्छा।।

  Like

 2. jitu48 જુલાઇ 8, 2012 પર 3:29 પી એમ(PM)

  વિનોદભાઈ,
  ફ્રેશ્લી પ્રેસ્ડ માંથી આપાના બ્લોગ પર આવી ચડ્યો. આંખો મીચીને સ્વીકાર્યું કે બદલી નહીં શકાતી પરિસ્થિતિને સ્વીકારી લો. પણ સુખદુઃખની વાતમાં જરા લોચો પડ્યો. જ્યારે સાપેક્ષની વાત આવે ત્યારે આવું બને જ છે, એટલે મનમા નોંધાયુ નહી. માન્યતા અને પુર્વગ્રહની ચર્ચા મારા બ્લોગ પર કરી છે. અનુકુળતાએ લટાર મારશો
  બાકી મજા આવી !
  http://bestbonding.wordpress.com

  Like

 3. રોહિત વણપરીયા જુલાઇ 10, 2012 પર 7:07 પી એમ(PM)

  Good Thinking.
  એ જ પરિસ્થિતિને સ્વીકારો જેને તમે બદલી નથી શકતા અને જેને બદલી નથી શકતા તેને તમારી અનુકૂળ બનાવવાનો અને અનુકૂળ બનવાનો પ્રયાસ કરો.

  Like

 4. nabhakashdeep જુલાઇ 11, 2012 પર 6:24 એ એમ (AM)

  જીંદગી ને જગત અને સમયના એરણ પર કસોટી અને જે ફલશૃતિ તે
  વિશે મનનીય વિચારો એ અનુભવે જ સમજાય.

  લેખકશ્રી ના લેખો મૂઠી ઊંચેરા હોય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. Vinod R. Patel જુલાઇ 14, 2012 પર 8:35 એ એમ (AM)

  Following E-mail is received from Shri Krishnkant Unadkat, author of

  the article-જે પરિસ્થિતિને બદલી ન શકો તેને સ્વીકારી લો.- posted in my blog.

  I am grateful to him for his encouraging response.Thank you Krishnkantbhai

  for your encouraging words.

  Re: આપનો લેખ-જે પરિસ્થિતિને બદલી ન શકો તેને સ્વીકારી લો.

  FROM: krishnkant unadkat
  TO: vinodbhai patel

  Friday, July 13, 2012 7:12 AM

  પ્રિય વિનોદભાઈ,

  તમારી લાગણી બદલ આભાર…

  આપનો બ્લોગ જોયો, બહુ સરસ છે…મારો લેખ અને અમારા બંનેનો પરિચય જોઈ આનંદ થયો.

  આપની કુશળતા ઇચ્છુ છું…

  ફરીથી આભાર..

  -કૃષ્ણકાંત ઉનડકટ

  Like

 6. Pingback: (87) હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે —લેખક કૃષ્ણકાંત ઉનડકટ (હાસ્ય યાત્રા-2 ) « વિનોદ વિહાર

 7. sohan ઓગસ્ટ 31, 2017 પર 9:48 એ એમ (AM)

  મને દિવ્ય ભાસ્કર બિલકુલ પસંદ નથી પરંતુ હુ કૃષ્ણકાન્ડ ઉનડકટ સરની એક પણ કોલમ છોડતો નથી એ દિવસે સ્પેશિયલ પૈસા ખર્ચીને માત્ર પુર્તિ માટે પેપર લઇ વાંચુ છું… ખુબ જ સુંદર જીંદગીના અનુભવોનું વર્ણન તમારી કોલમમાં હોય છે. મને એક વસ્તુ સમજાતી નથી કે કોઇ પણ પ્રેમ કહાની, દુશ્મની, વિશ્વાસઘાત, સુખ, દુખ, ઇન શોર્ટ તલવારનો ઘા વાગ્યો હોય તે જ તેના તેના દર્દનું વર્ણન કરી શકે તો તમે તમામ પ્રકારના અનુભવોનું નિરુપણ કરો છો તો શુ દરેક પ્રકારના અનુભવો અનુભવ્યા પછી તમે આટલા સરસ લેખ બનતાં લેખક બન્યા હશો…. સર ગોડ બ્લેસ યુ……

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: