અત્યાર સુધીના મુખડા ( હેડર )



વિનોદ વિહાર – એક વર્ષની સફરને અંતે
આજથી બરાબર એક વર્ષ પહેલાં તા.૧લી સપ્ટેમબર,૨૦૧૧ના રોજ “વિનોદ વિહાર” એ નામે મારો ગુજરાતી બ્લોગ શરુ કર્યો હતો.એ વખતે મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર નામનીપ્રથમ પોસ્ટમાં આ બ્લોગ કેમ શરુ કર્યો એનાં કારણો વિષે નિર્દેશ કરવામાં આવ્યો હતો.
આ પોસ્ટમાં મે જણાવેલું કે મારા સ્વ-રચિત કે પછી વાચનમાંથી મને ગમ્યું હોય એવું મારી પસંદગીનું પ્રેરણાદાયી સત્વશીલ સાહિત્ય પીરસીને આ બ્લોગના મુદ્રાલેખ અનુસાર વાચકોને રસમય આનંદ યાત્રા- વિનોદ વિહાર-કરાવવાની મારી એક મહેચ્છા છે.
મારા હૃદયમનની આ મુરાદમાં હું કેટલા અંશે સફળ રહ્યો છું , એ તો આ બ્લોગના સુજ્ઞ વાચક મિત્રો જ નક્કી કરી શકે.મારી અલ્પબુદ્ધિ પ્રમાણે મે વાચકોને સંતોષવાનો શક્ય એટલો બધો પ્રયત્ન કર્યો છે એટલું જ હું નમ્રપણે કહી શકું.
આજે પુસ્તકો,માસિકો ,અખબારો ,દરેક ભાષાના બ્લોગોમાં રોજે રોજ કેટ કેટલું લખાતું હોય છે. આમાંથી ઘણું થોડું વાંચવા જેવું, વિચાર કરતાં કરી મુકે એવું પ્રેરક સાહિત્ય હોય છે.જે સત્વશીલ હોય છે એ ટકે છે ,બાકી બધું સમયના પ્રવાહમાં વિલીન થઇ જાય છે.
આ બ્લોગની એક વર્ષની સફરમાં આજદિન સુધી 85 પોસ્ટ મુકવામાં આવી છે ,જેનો વાચકોનો પ્રતિસાત મનને ઉત્સાહિત કરે એવો સુંદર રહ્યો છે.બ્લોગર તરીકેનો મારો એક વર્ષનો અનુભવ આનંદદાયક રહ્યો છે. આ બ્લોગની શરૂઆત કરી ત્યારે મારા હૃદય મનમાં શંકા હતી કે નેટ જગતના આટલા બધા બ્લોગોની વણઝારમાં મારા બ્લોગને કેટલા લોકો વાંચશે .
મને એ વાતની ખુશી છે કે આજ સુધીની વિનોદ વિહાર બ્લોગના મુલાકાતીઓની સંખ્યા એક વર્ષમાં ૨૩૦૦૦ સુધી પહોંચી ગઈ છે અને બ્લોગને ફોલો કરતાં મિત્રોની સંખ્યા ૫૭ થઈ છે.
આ બધા વાચકો ક્યા ક્યા દેશમાં પથરાયેલા છે એની માહિતી નીચે મૂકી છે એ જોવાથી ખ્યાલ આવે છે કે મહદ અંશે જેમને કદી જાણતા કે જોતા ન હોઇએ,તેવા વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતી મિત્રો સાથે પોતાના બ્લોગના માધ્યમથી માતૃભાષામાં વિચાર વિનિમય થઇ શકે એ બ્લોગીંગનો કેવો મોટો આશીર્વાદ કહેવાય.!
મેં તો અકેલા ચલા થા ,
જાનીબે મંઝિલ મગર …
લોગ સાથ આતે ગયે .
ઔર કારવાં બન ગયા !
બ્લોગીંગનો બીજો એક મુખ્ય ફાયદો એ છે કે જીવનમાં જેમને કદી નજરે જોયા કે મળ્યા ન હોઈએ એવા અમેરિકા,વતન ભારતના કે દુરના દેશોમાં રહેતા એક સરખી વિચાર સરણી ધરાવનાર અનેક મિત્રો આ બ્લોગના માધ્યમથી આવી મળ્યા છે.
માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહેતી હોય છે. એક સરખા રસ ધરાવતા સાહિત્ય મિત્રોનો સંપર્ક અને ઈ-મેલનો વિચાર વિનિમય હૃદયને પ્રફુલ્લિત કરે છે,જ્ઞાનને તાજું રાખે છે. આવા મિત્રોની સંગત અમેરિકામાં નિવૃતિની એકલતાને ઓછી કરી હૈયાને હુંફ આપે છે એનો આનંદ અનન્ય છે.
આ બ્લોગની એક વર્ષની સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથી બનનારા સૌ મિત્રોનો હું હૃદયથી આભાર માનું છું.
માઈલોના માઈલોનું અંતર ખરી પડે
જ્યાં અંતરના પ્રેમનો સેતુ નિરંતર.

સુરેશ જાની
આવા સૌ મિત્રોમાં એમના ઘણા બ્લોગોનું સુંદર સંપાદન કરીને નિવૃતિમાં સતત પ્રવૃતિશીલ રહેનાર અને જેમના બ્લોગો વાંચીને મને આ બ્લોગ શરુ કરવાની પ્રેરણા મળી હતી એ શ્રી સુરેશભાઈ જાનીનો સવિશેષ આભાર ન માનું તો હું નગુણો ગણાઉં.
શ્રી સુરેશભાઈએ વિનોદ વિહાર બ્લોગ માટે આકર્ષક હેડર-મુખડું-બનાવી આપવાથી માંડી અવાર નવાર મારી વિનંતીને માન આપી ખુશીથી મને વિવિધ ટેક્નિકલ સહાય કરી છે.પોસ્ટના મેટરમાં ફાઈલ અપલોડ તેમ જ ચિત્રો,વિડીયો,સ્લાઈડ શોને કેવી રીતે ઇન્સર્ટ કરી શકાય એની બ્લોગીંગની આ બધી ટેકનીક હું એમની મારફતે શીખ્યો છું. આ વિદ્વાન મિત્ર સાથે મારો ઈ-મેલ વિચાર વિનિમય લગભગ રોજ ચાલતો રહે છે અને એમની અને અન્ય નજદીકના મિત્રો સાથે વિવિધ પ્રકારના જ્ઞાનની ગંગા અન્યોન્ય સતત વહેતી રહે છે એનો આનંદ અવર્ણનીય છે.
આવા મારા સહૃદયી જાની મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ વિનોદ વિહારની પ્રથમ વર્ષ ગાંઠ પ્રસંગે નીચેનો પ્રેરક સંદેશ ઈ-મેલથી મને મોકલી આપ્યો છે.
‘વિનોદ વિહાર’ બ્લોગ બનાવવામાં મદદ કરવા માટે વિનોદભાઇનો પહેલી વાર સમ્પર્ક થયો ; ત્યારે મને થયું કે, આ વેપારી જીવડો શાહિત્ય રસિક ક્યારથી થઈ ગયો? મેં એમને અમારા એક કૌટુમ્બિક મિત્ર માની લીધેલા. ( આમેય વિનોદ પટેલ ઘણા લોકોનું નામ છે જ.) વિગતે વાત આગળ ચાલતાં આ ‘વિપ્ર’ને ખબર પડી કે, આ એ ‘વિપ’ નથી !
પછી તો પરિચય વધ્યો અને એમની શારીરિક તકલીફો માલૂમ થતાં, એમના માટે માન ઉત્પન્ન થયું. અમદાવાદી હોવાના નાતે , પોતાના ગામના જણ માટે ચપટીક વધારે વ્હાલ પણ થયું!
થોડીક ગુજરાતી પ્રતિભાઓના પરિચય બનાવી દઈને, વિનોદભાઈએ મને પણ મદદ કરી છે. એમના રમૂજ અને સાહિત્યના રસે મને એમની વધારે નજીક ખેંચ્યો છે. નેટ ઉપર ભાગ્યે જ એક દિવસ એમની સોબત વગર ખાલી ગયો હશે. અમેરિકાની એકલતામાં આવા મિત્રો રણમાં વીરડી જેવા લાગતા હોય છે.
વિનોદ ભાઈનો માનસ બાબલો ‘વિનોદ વિહાર’ એક વરસનો થયો . દિન પ્રતિદિન એ મોટો થતો રહે; અને મિત્રોને વિનોદ આપતો રહે ; એવી શુભેચ્છા.”- સુરેશ જાની
સુરેશભાઈની આવી પ્રેમસભર શુભેચ્છા માટે હું એમનો ખુબ જ આભારી છું.
____________________________________________________
સુજ્ઞ વાચક મિત્રો તરફથી મળેલ પ્રતિભાવો
આ એક વર્ષ દરમ્યાન આ બ્લોગમાં મુકાતી પોસ્ટ માટે સુજ્ઞ વાચકો તરફથી ઘણા સુંદર અભ્યાસુ પ્રતિભાવો મળ્યા છે.આ બધા મિત્રોના પ્રતિભાવોને અહીં મુકવા જગ્યાને અભાવે શક્ય નથી પરંતુ એમાંથી ઉદાહરણ રૂપે ત્રણ ગુજરાતીમાં અને બે અંગ્રેજીમાં મળેલ પ્રતિભાવ નીચે મુકું છું.
માદરે વતન અમદાવાદથી સ્નેહી મિત્ર શ્રી શરદભાઈ શાહ લખે છે :
પ્રિય વિનોદભાઈ;
પ્રેમ;
સુરેશભાઈ જાનીએ તમારો પરિચય કરાવ્યો અને લાલચ થઈ તમારા બ્લોગની મુલાકાતની. સુદર વિચારો અને જીવન પરત્વેની દૃષ્ટિ હૃદયને સ્પર્શી ગઈ.
શારિરીક ઊણપ ક્યારેક બ્લેઝિંગ સાબિત થતી હોય છે અને સ્થુળ શરીરથી ઉપર પણ કાંઇક છે તેની શોધ તરફ આગેકુચ શરુ થાય છે. તમારી આંતરિક ઉદ્વગતિનુ તિબિંબ તમારા વક્તવ્યોમાં અને કાવ્ય રચનામા ઝળકે છે.
મારા ગુરુનો જીવનમંત્ર છે, “મોજમાં રહો” ગમે તેવા સંજોગોમા, બસ મોજમા રહેતાં આવડી જાય તો બેડો પાર સમજવો.બાકી બધું આપ મેળે ઘટે છે.
આપની રચના છે,’આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.” આપના જીવનની હરપળ મહોત્સવ બને
તેવી શુભેચ્છાઓ.
પ્રભુશ્રિના આશિષ.શરદ
_____________________________
“જીપ્સીની ડાયરી” પુસ્તકના લેખક અને ભારતના યુદ્ધમાં કેપ્ટન તરીકે સેવાઓ આપી નિવૃત થયેલ ઓફિસર,કેલીફોર્નીયા નિવાસી, કેપ્ટન નરેન્દ્રભાઈ અંગ્રેજીમાં પ્રતિભાવ આપતાં લખે છે….
I often visit your blog, Vinodbhai, but am posting my comment after a long time. I admire your philosophy of life. Share happiness as much as one can, is the key, as you said.
Your memorial blog for Mrs. Patel is touching indeed. Such warmth, such love! Yes, such warm memories are like the flowers in the diary of our life. Open a page and the Fragrance permeates, and that is what you have done.
My compliments to you.
Capt. Narendra (April 17, 2012)
_________________________________________
નીચેના પ્રતિભાવક શ્રી મૌલેશ પટેલને હું ઓળખતો નથી અને ક્યાં રહે છે એ પણ જાણતો નથી (કદાચ ભારતમાં હશે.)આ અજાણ્યા મિત્ર મને પ્રેમથી “પ્રિય વિનોદ્કાકા” સંબોધન કરીને એમનો ભાવથી ભરપુર પ્રતિભાવ આપતાં લખે છે.
પ્રિય, વિનોદ્કાકા
તમારા ખુબજ સરસ લેખો વાંચી વાંચી ને તમારા પ્રત્યે ની લાગણી ઘર ના અંગત સ્નેહીજન જેવી જ થઇ ગઈ છે. સૌ પહેલા તો તમારો ખુબ ખુબ આભાર કે આ ઉમરે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે ગુજરાતી વાંચન પ્રેમીઓ ને નવા નવા વિષયો ના લેખો નો લાભ ( દરિયાપાર થી ) આપ્યા કરો છો.
વિનોદ્કાકા તમારા લેખો ખરેખર ખુબ જ સુંદર અને દરેક ઉંમર ના લોકો ને ગમે તેવા હોય છે.
કાકા તમારા પોતાના વિષે વાંચ્યા પછી તમારામાંથી ઘણી બધી પ્રેરણા મળી છે.આભાર,
મૌલેશ પટેલ (July 29, 2012)
________________________________________
હ્યુસ્ટન, ટેક્ષાસથી ગુજરાતી સાહિત્ય લેખક શ્રી નવીન બેન્કર અંગ્રેજીમાં પ્રતિભાવ આપતાં લખે છે .
Vinodbhai,
Your selection of messages are remarkable.
We learn something always.
You are doing a good work Thank you,, indeed.
I salute you, Sir !.
Navin Banker (Huston,Texas )
August 28,2012
http://navinbanker.gujaratisahityasarita.org/
_____________________________________________
એમની ૯૧ વર્ષની ઉંમરે પણ પ્રવૃતિશીલ રહીને એક યુવાનને શરમાવે એવી માનસિક તાજગી સાથે એમનો આતાવાણી નામનો બ્લોગ ચલાવી રહેલ બ્લોગર અને મિત્ર એરીઝોના નિવાસી શ્રી.હિમ્મતલાલ જોશી (આતા)નેટ જગતનું મોટું આશ્ચર્ય છે.ઉર્દુ ઝબાનના આ આશિકની ઉર્દુ ગઝલો પણ માણવા જેવી હોય છે.
તેઓ અવારનવાર એમના દીર્ઘ જીવનના અનુભવનું ભાથું એમના બ્લોગમાં અને એમના ઈ-મેલોંમાં મને પીરસતા રહે છે. આવા આ જિંદાદિલ ,નમ્ર અને પ્રેમાળ બુઝુર્ગ મુરબ્બી મિત્રનો નીચેનો પ્રતિભાવ મારા માટે એક આશીર્વાદ સમાન છે.
પ્રિય વિનોદભાઈ,
તમારી અનુક્રમણિકા વાંચી. તમારી પાસે ઘણો સંઘરો છે .બહુ સરસ મહેનત છે .
ધન્યવાદ
આતા
(આતાજીના બ્લોગ આતાવાણી ઉપર એમનો રસિક પરિચય-અતાઈ કથા – એમના મુખે અહીં વાંચો અને એમને ઓળખો .)
કોઈ પણ બ્લોગર માટે પ્રોત્સાહન આપતા પ્રતિભાવ ઓક્સિજન રૂપ હોય છે. કદરદાન મિત્રો બ્લોગરનો ઉત્સાહ વધારે છે, ચાનક ચડાવે છે. આવા પ્રતિભાવો એનામાં કૃતકૃત્યતાની લાગણી ઉત્પન્ન કરે છે અને વાચકોનો એવો ને એવો સતોષ ચાલુ રહે એ માટે પ્રયત્નશીલ બનાવે છે.
પોસ્ટમાં કે ઈ-મેલથી પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો અત્રે આનંદપૂર્વક આભાર માનું છું.
______________________________________________________
બ્લોગનો સૌ પ્રથમ સ્લાઈડ શો.-GOD’S INSTRUCTIONS FOR BETTER LIFE
શ્રી સુરેશભાઈની દોરવણી હેઠળ આજે બ્લોગની પહેલી વર્ષગાંઠે પ્રથમવાર જ નીચેનો સ્લાઈડ શો બ્લોગમાં મેં મુક્યો છે.
આ સ્લાઈડ શોમાં ૧૮ સુંદર કુદરતી દ્રશ્યોમાં દરેકમાં એક જીવન સંદેશનું વાક્ય વાંચવા મળશે અને સારું જીવન જીવવા માટે
ઠેર ઠેર જોવા મળતી પ્રભુએ બનાવેલ સૃષ્ટિમાંથી શું શું શીખવાનું છે એ જોવા અને જાણવા મળશે.
GOD’S INSTRUCTIONS FOR BETTER LIFE
This slideshow requires JavaScript.
ખબર નથી શું લખાશે , જીવનના બચેલા હિસ્સામાં .
મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.
_________
“ઉપાડશે કોણ મારું કામ ?”
અસ્ત થતા સુરજે પૂછ્યું .
સાંભળી જગત નિરુત્તર રહ્યું
માટીનું કોડિયું બોલ્યું :
” મારાથી બનતું હું કરી છૂટીશ.”
— અજ્ઞાત
તા. 31મી ઓગસ્ટ 2012., સાન ડીયેગો . સંકલન- વિનોદ આર. પટેલ
___________________________________________________________________
આખા વર્ષમાં ૫૦ થી વધુ મુલાકાતીઓને આકર્ષી ચુકેલા લેખ ..
Search Terms for all days ending 2012-08-20 (Summarized)
વાચકોના પ્રતિભાવ