આ વર્ષે ,તા.૨જી ઓગસ્ટ,૨૦૧૨ ના દિવસે શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના દિવસે રક્ષા બંધનનો તહેવાર આવે છે.
આ દિવસ,બહેનો માટે પોતાના અને માનેલા ભાઈને રાખડી બાંધવાનો દિવસ છે.બહેન અંતરના પ્રેમના ધાગાથી રાખડી બાંધીને પોતાના ભાઈના જીવનની રક્ષા માટે પ્રભુને પ્રાથના કરી ભાઈ-બેનના પવિત્ર સંબંધને મહોર મારી દે છે.
બ્રાહ્નણો માટે આ જનોઈ બદલવાનો દિવસ છે.વૈદિક કાળમાં આ દિવસથી સપ્તર્ષિઓનું અને વૈદિક અભ્યાસ માટેનું નવું વર્ષ શરુ થતું. હોવાને કારણે આજના શુભ દિવસે બ્રાહ્મણો નદી,તળાવો કે સમુદ્ર કે સરોવરના કિનારે વહેલી સવારે પહોંચી જાય છે અને જનોઈ કે યજ્ઞોપવિત બદલીને એમના નવા વર્ષમાં પ્રવેશે છે..
દરિયાકાંઠે રહેતા અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા ગુજરાતી ખારવા, ખલાસી, લુહાણા પ્રજા માટે આ સમુદ્રપૂજનનો દિવસ છે.આજના દિવસે દરિયાલાલને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી તેમ જ પોતાના વહાણ પર નાળિયેર વધેરી નાળિયેરી પૂનમનું પર્વ ઉજવે છે.
આમ આ એક જ પર્વ ઠેક ઠેકાણે ત્રિવિધ રીતે ઉજવાય છે.
આ પર્વની ઉત્પત્તિ અંગે એક પૌરાણિક કથા પ્રચલિત છે.આ કથા મુજબ દાનવીર પણ ગર્વિષ્ઠ બલિરાજા વામન સ્વરૂપ ધારણ કરીને એક આયોજિત યજ્ઞમાં હાજર થયા હતા.એ પ્રસંગે ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી આપવા કહ્યું.એ પ્રમાણે પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી,દ્વિતીય પગલે સ્વર્ગ અને ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો હતો .
ભગવાન વિષ્ણુના આ કપટથી દુઃખી થયેલાં વિષ્ણુ પત્ની લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય એ માટે એમના હાથે રાખડી બાંધી હતી.ત્યારથી આ પ્રસંગની યાદમાં ‘બળેવ’નો તહેવાર ઉજવાય છે.‘બલિ’ પરથી ‘બળેવ’ શબ્દ પ્રચલિત બન્યો હોય એમ કહેવાય છે.
વિદેશમાં જન્મેલા બાળકોને રક્ષા બંધનના મહિમાની પુરતી જાણ હોતી નથી.પોતાના માતા-પિતાનાં અને વડીલોનાં દોરવાયાં ઔપચારિક રીતે બેનની એક ભાઈને રાખડી બાંધવાની ચીલા ચાલુ વિધિમાં સામેલ થાય છે.નવા નવા રંગની સ્પાઈડરમેન કે બેટમેનની આકર્ષક ડીઝાઈનની રાખડીઓ બેનના હાથે બંધાવીને ખુશ થાય છે અને બેનને પૈસાની ભેટ આપે છે.
રક્ષા બંધનના આ પર્વના ઈતિહાસની વિગતવાર માહિતીથી વાકેફ થવા માટે વાચકોને ભાઈશ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ મને ઈ-મેલમાં મોકલેલ અંગ્રેજી ભાષામાં લખાયેલો લેખ Raksha Bandhan and its Significance નીચે ક્લિક કરી, પી.ડી.એફ. ફાઈલ ઓપન કરીને વાંચવા માટે ભલામણ છે.
Raksha Bandhan and its significance
ગુજરાતી ન જાણતી આજની નવી પેઢીને એમાંથી ઘણું નવું જાણવાનું પ્રાપ્ત થશે. …
સંકલન- વિનોદ આર. પટેલ
__________________________________________________________________
રક્ષા બંધનના આ પર્વે, રાખીના પવિત્ર ધાગાથી બંધાયેલ ભાઈ અને બહેનના પ્રેમના બંધનને બાખૂબી
રીતે રજુ કરતું નીચેનું એક સમયનું ખુબ પ્રચલિત ફિલ્મી ગીત યુ-ટ્યુબ વિડીયોમાં સાંભળવાનો આનંદ માણો.
भैया मोरे राखीके बंधनको निभाना (वीडियो दर्शन )
http://www.youtube.com/embed/HPU0U-KWrEY?featureyer_detailpage

============================================================================
રક્ષા બંધન પર્વ – બે કાવ્યો
૧.રક્ષા બંધન (કાવ્ય )
આવ્યો શ્રાવણ માસ , બહેનીને રક્ષા બંધનની આશ,
રક્ષા બંધન અવસર ટાણે, વીરો વહેલો આવ્યો જાણે.
વીરા માટે થાળી સજાવું, હીરા મોતીની રાખડી લાવું,
કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા અક્ષતથી એને સજાવું .
મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા સોહાવું,
લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.
લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,
વીરો સુખ સમૃદ્ધિને વરે, કુબેર ને લક્ષ્મીજી ઘર ભરે.
ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને હેતે જ હરખાવું,
રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ હરખે છે ભલેરો.
બહેનીને વીરો હરખે ભર્યા, માડીજાયાના અંતર ઠર્યા,
વીરાએ દીધી ભેટ અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ મોલ.
રચયિતા- ‘સ્વપ્ન’ જેસરવાકર ( ગોવિંદ પટેલ)
સૌજન્ય — પરાર્થે સમર્પણ
૨. વીર પસલી
“વીર પસલી આપે જો વીર!
કેવાં કેવાં દેશે, ચીર ?
મેઘધનુની સાડી કરું,
પહેરી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા કયારે પાળે કોલ? ”
” સપ્તર્ષિના તારા સાત,
પાંચીકડાની કેવી જાત ?
હમણાં લાવું, ગમશે બે’ન?
મૂકીશ ને તું તારું વેણ?
સાથે, બહેની, રમશું રોજ!
છલકાશે હૈયાના હોજ.”
– કૃષ્ણલાલ શ્રીધરાણી
Like this:
Like Loading...
Related
આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
આપે મારી રચનાને આપના બ્લોગ પર સ્થાન આપ્યું તે બદલ હું આપનો ખુબ આભારી છું.
આપ જેવા વડીલોના આશીર્વાદના પુન બળે જ ” પરાર્થે સમર્પણ ” વિકસે છે.
રક્ષા બધન વિષે ખુબ અનન્ય જાણકારી આપે લેખમાં પીરસી છે.
નમન… વંદન
LikeLike
વિનોદ ભાઈ તમે રક્ષાબંધન તહેવારની સરસ માહિતી આપી .
વિષ્ણુએ કપટ કરીને દેવતાઓના ભલા માટે બલીરાજાને બાપડાને પાતાળ લોક ભેગો કરી દીધો .
માર ભાઈ ની વહુ એલીઝાબેથ અમેરિકન છે . તે મને દર વર્ષે પોતાના હાથે બનાવેલી સરસ રાખડી મોકલે છે .એને ભાઈ નથી .એટલે એના પતિના ભાઈને પોતાનો ભાઈ બનાવી લીધો .
મને તો વિનોદભાઈ એક વિચાર એવો આવે છેકે આપણે ભારતીય લોકોએ મધર ડે ફાધરડે ની માફક બ્રધર — sistarde રાખવો જોઈએ .
વૈદિક સંસ્કૃતિથી રન્ગેઇ રહીમનો દોહરો લખવાનું મન થાય છે.
मांगे घटत रहीम पद करो किता बढ़ी काम
तिन पैर वसुधा करी ताऊ वामने नाम
અમારી બાજુના ગામડાઓમાં આ દિવસે જુવાનીયાઓની દોડવાની હરીફાઈ રાખે છે .સુતાર એક નાનકડું હળ બનાવે . આ હળ લઇ એક માણસ દુર ઉભો રહે . દોડ વીરો માં જે પહેલો હોય એ હળ લઈલે
અને પછી પહેલો નંબર હોય એને ગામના વેપારી તરફથી સવાશેર ગોળ,, ઘી અને નાલીયેલ આપે અને બીજાઓને પાશેર પાશેર ગોળ આપે .
LikeLike
Happy Raxabandhan to All !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo !
LikeLike
બહુ સુંદર વિગતો આપી છે.
દરેક બહેનો તથા ભાઈઓ રક્ષાબંધનનો તહેવાર ખુબ ખુશીથી ઉજવે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
LikeLike
Happy Raxabandhan
LikeLike
સુંદર માહીતી
આપને પણ રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામના ઓ ..!!
LikeLike
રક્ષાબંધન તહેવારની સરસ માહિતી, રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામના ..આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
Ramesh Patel(Aakashdeep)
LikeLike
પ્રિય વિનોદભાઈ .
વર્ષો પહેલા એક મુવી હતી તેનું અસ્તિત્વ હાલ ક્યાય નથી પણ જુના વડીલોને એનું ગીત યાદ હશે। થોડુક મને યાદ છે એ હું લખુછું
રખિયા બંધાવો ભૈયા સાવન આયારે રખિયા બંધાવો ભૈયા
સુરજ ચંદાસે તુમ રામ લછન જૈસે પ્યારે હમારે ભૈયા
જુગ જુગ જીવો રે રખિયા બંધાવો ભૈયા
LikeLike