વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(75) ચશ્માં….. (ટૂંકી વાર્તા)…….લેખક – સાહિત્યકાર…… હરિશ્ચંદ્ર

 

ચશ્માં – હરિશ્ચંદ્ર

સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. આ બાંકડા સાથે અથડાઈ પડ્યો.’ રમા કંઈ ન બોલી. મોઢું ફુલાવી કામે લાગી ગઈ.
 
ચીમનકાકાને થોડું ઓછું આવ્યું. વહુએ પોતાની વાત તરફ કાંઈ ધ્યાન ન આપ્યું ! ઊલટાની મોઢું ચઢાવીને ચાલી ગઈ. પોતે આ ઘરમાં વધારાનો થઈ ગયો છે ? આ આઘાતમાં બે-ચાર દિવસ તો ફરી ચશ્માંની વાત ન કાઢી શક્યા. પણ ખૂબ અગવડ પડતી હોવાથી પછી એક દિવસ દીકરાને કહ્યું, ‘બેટા, મારી આંખો ફરી તપાસાવવી પડશે. આજકાલ જાણે સાવ આંધળો થઈ ગયો છું. રોજ કથામાં જતાં ક્યાંક અથડાઈ જઈશ એવી બીક લાગે છે.’
 
 
 
 
પિતાએ પોતાને માટે શું શું નથી કર્યું ? હતા તો એક પ્રાથમિક શાળના શિક્ષક. માંડ પૂરું થતું. છતાં કેટકેટલી મહેનત કરી ભણાવ્યો ! એમને કેટલી કરકસર કરવી પડતી ! એક ધોતિયું સાંધી-સુંધીને આખું વરસ ચલાવતા. પછી વરાવ્યો-પરણાવ્યો. રમાનો ઘરેણાંનો શોખ પૂરો કરવા પોતાની જિંદગી આખીની મામૂલી બચત ખુશીથી આપી દીધી હતી…. અને એમની આવી મામૂલી ચશ્માં જેવી આવશ્યકતા પૂરી કરતાં મેં ગલ્લાંતલ્લાં કર્યાં ?…. સામે કિલ્લાની જગ્યાએ તેને પિતા જ દેખાવા લાગ્યા – ચશ્માં વિના લથડતા, અથડાતા, કુટાતા. હરવા-ફરવામાંથી મનુનો રસ ઊડી ગયો. નાના નાના પ્રસંગોનો સંદર્ભ નાહકનો પિતાની હાલત સાથે જ જોડાઈ જતો. એનું મન એને કોસતું રહ્યું.
 
પ્રવાસમાંથી ઘેર પહોંચતાં એણે અધીરા થઈ બૅલ વગાડ્યો. એને હતું કે ઝટ ઝટ પિતાને ડૉક્ટર પાસે લઈ જઈ આજ ને આજ નવાં ચશ્માં અપાવીશ. પોતાના અપરાધી ભાવમાંથી એ ઝટ મુક્ત થવા માગતો હતો. પણ બારણું ઊઘડતાંવેંત સામે પિતાની આંખો એક નવી સુંદર ફ્રેમમાંથી એના પર વહાલ વરસાવી રહી હતી, ‘કેમ, મજાનો રહ્યોને પ્રવાસ ? કોઈ તકલીફ તો નથી પડીને ? ઠંડીમાં પૂરતાં ગરમ કપડાં લઈ ગયેલાં કે નહીં ?’ પિતાની પ્રેમભરી પૂછતાછ મનુના કાનથી ચિત્ત સુધી પહોંચી જ નહીં. એ નવાં ચશ્માં જ જોયા કરતો હતો. પિતા ધર્માદા દવાખાનામાં જઈ આવ્યા હશે ?….. પણ ના, આટલી કીમતી ફ્રેમ ત્યાં ક્યાંથી મળે ?….. એ પૂછ્યા વિના ન રહી શક્યો,
‘તમે ધર્માદા દવાખાને ગયા હતા ?’
‘અરે, ના, એ તો આપણો પ્રકાશ જોશી ! ઓળખ્યો ને ? તારા કરતાં એક વરસ આગળ.’
મનુને યાદ આવ્યો પ્રકાશ. એક બહુ ગરીબ વિદ્યાર્થી. ખૂબ હોંશિયાર. પિતાનો ઘણો લાડકો. એને ભણવામાં ઘણી મદદ પણ કરતા.
‘હા, હા,…. પણ તેનું શું ?’
‘સવારે ઘેર આવેલો. એ આંખોનો મોટો ડૉક્ટર થયો છે. આટલો મોટો થયો પણ જરીકે બદલાયો નથી. આવતાંવેંત પગે પડ્યો. મેં તુરંત ઓળખ્યો નહીં, તેમાંથી આ ચશ્માંની વાત નીકળી. અને એ ન જ માન્યો. મને સાથે લઈ જઈ આ નવાં ચશ્માં અપાવી આવ્યો ! હું ના કહેતો જ રહ્યો, પણ એ માને તો પ્રકાશ શાનો ?’ કહેતાં ચીમનકાકાનું ગળું ભરાઈ આવ્યું.
 
 
 
સૌજન્ય -રીડ ગુજરાતી.કોમ
 
 
_______________________________________________________________________________
 
 
A Picture that Speaks thousand words

ઉપરનું ચિત્ર જોતાં જોતાં મને એક કાવ્ય રચનાની પ્રેરણા થઇ એને નીચે રજુ કરી છે .  

એક આધુનિક શ્રવણ

એરપોર્ટ પર આવી પુત્રે જોયું, ખુરસી કોઈ ખાલી નથી,

વૃદ્ધ પિતાને ઉભાં રહી શકાતું નથી ,દુઃખથી લાચાર છે,

પુત્ર વિચારે છે,મારા પગ તો છે ને મજબુત ને સાબુત,

ચાલ હું જ નીચે મારા પગ ઉપર બેસી જઈને ,

મારા પ્રિય પિતા માટે બેસવાની ખુરશી બની જાઉં .

મારા પગોની ખુરશી ઉપર જ પિતાને આરામથી બેસાડી દઉં.

જે પિતાએ એમના પગો પર દોડીને જીવનભર સંઘર્ષ કર્યો,

મારા શરીર અને સંસ્કારોનું ધ્યાન રાખી ,મને પાળ્યો પોષ્યો,

એ પિતાને એમના ઘડપણની લાચારી ને દુખના સમયમાં,

એકલા એમના ભાગ્ય પર હું કેમ કરીને છોડી શકું ?,

વૃદ્ધ પિતાને જરૂરી સહાય ના કરી શકું તો હું પુત્ર શાનો ?

ઉપરના ચિત્રમાં બતાવેલ છે એવી ઉમદા પ્રકારની માવતર પ્રીતિ

ધરાવતા આદર્શ આધુનિક શ્રવણોને સલામ.

વિનોદ આર. પટેલ

__________________________________________________________________________

 

8 responses to “(75) ચશ્માં….. (ટૂંકી વાર્તા)…….લેખક – સાહિત્યકાર…… હરિશ્ચંદ્ર

 1. સુરેશ જાની ઓગસ્ટ 4, 2012 પર 7:52 એ એમ (AM)

  એક કાળે આ વાર્તાઓ મને બહુ જ ગમતી. ચૌદે ચૌદ ભાગ વસાવ્યા છે. પણ મોટા ભાગની વાતોઓમાં સમાજની, વ્યક્તિત્વની કાળી બાજુ જ વધારે ઉપસી આવતી જણાઈ છે.
  અલબત્ત લેખિકાઓનો ઉદ્દેશ અંગુલીનિર્દેશનો જ છે – પણ સમાજ સહેજ પણ સુધર્યો છે ખરો?

  Like

 2. pragnaju ઓગસ્ટ 4, 2012 પર 11:32 એ એમ (AM)

  ભૂમિપુત્રના છેલ્લે પાને આવતી પ્રેરણાદાતી વાર્તાઓ થી
  સમાજમા ધીરો સુધારો તો દેખાય છે જ
  ધીરે ધીરે હોત મનવા,ધીરે સબકુછ હોત
  માલી સીંચે સો ઘડા,ઋતુ આયે ફલ હોત

  Like

 3. aataawaani ઓગસ્ટ 4, 2012 પર 9:19 પી એમ(PM)

  પ્રિય વિનોદ ભાઈ
  મારા જેવા વૃદ્ધ ને બહુ અસર થાય એવી વાર્તા છે .
  એક વાત મને યાદ આવી ગઈ .પ્રકાશ જોશી જેવા છોકરાએ એક વધ્ધને કેવી મદદ કરી .
  અમેરિકામાં દીકરા વહુ ઓને માબાપ પોસાતાં નથી હોતાં જોકે દરેક દીકરા વહુને આ વાત લાગુ નથી પડતી .એક કાઠીયાવાડી ગરીબ ખેડૂતનો દીકરો ભણી ગણી બાજંદો થઇ તૈયાર થયો .એને અમેરિકા આવવાની ઈચ્છા થઇ .પણ બાપ પાસે અમેરિકાની ટીકીટ ભાડાનાય પૈસા નહિ . એને થોડીક જમીન હતી એ વેચી નાખી .એટલે એની પાસે પૈસા આવ્યા .આ પૈસાથી અમેરિકાની એક વરસની કોલેજ ફી અને પ્લેનનું ટીકીટ ભાડું નીકળી ગયું .પણ બાપ નિરાધાર થઇ ગયો .પણ એની તંદુરસ્તી સારી હતી તે ખડતલ હતો એટલે કોઈક ખેડૂતને ખેતી કામમાં મદદ કરીને પેટ ગુજારો કરતો . આ બાજુ વખત જતા દીકરો અમેરિકામાં સ્થિર થઇ ગયો .અમેરિકન છોકરીને પરણ્યો . છોકરી રજીશ્તર નર્સ હતી. ઘણું કમાતી . એક ભજનની કડી લખું છું
  “સુખમાં સાંભરે સુંદરી દુ:ખમાં માને બાપ “આને સુખ આવ્યું સુંદરી સાંભરી અને સુંદરી મેળવી લીધી .પણ એને દુ:ખ તો નથી એટલે માબાપ ક્યાંથી સાંભરે ?જોકે માં તો સ્વર્ગે જતી રહી હતી પણ અભાગીયો બાપ હતો . દીકરો બાપને ભૂલ્યો .બાપે વહાલી જમીન વેંચી દીકરાને અમેરિકા મોકલ્યો .એ ઉપકાર ભૂલી જવાયા . બાપ જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી મહેનત મજુરી કરી રોટલો રળી ખાતો, પણ હવે બાપને ઘડપણે ઘેરી લીધો હતો . એ લોકો ખાવાનું આપે એ ખાય અને ટૂંટિયું વાળી ઘરમાં પડી રહે .પણ એક્દી બાપાને મુક્તિ અપાવવા મોત આવ્યું . કોઈ બાપાને ર્ રોટલો દેવા આવ્યું ત્યારે બાપાને જોયા તો બાપાના કપાળ ની ચામડી ઉંદરોએ કોરી ખાધેલી અને બાપા જમીન ઉપર પડ્યા હતા .

  Like

  • bharodiya ઓગસ્ટ 15, 2012 પર 6:04 એ એમ (AM)

   આતા
   તમે જે છોકરાની વાત કરી એ એના બાપને ભૂલી ગયો. એ નપાવટ હતો એટલે ભુલી ગયો. બાકી ગામડાની વાત કરો તો મોટે ભાગે છોકરા નપાવટ નથી. કોઇને માબાપ ભારે પડતા નથી. પણ સમય એવો ઝડપથી ફરે છે કે જુની અને નવી પેઢીમાં વિચારોનુ અંતર ચાર ચાર પેઢી જેટલુ થઈ ગયું છે. આનાથી વિચારો ટકરાય અને કલહ ઉભો થાય છે. કલહને કારણે જ માબાપને પડતા મૂકવાના કેસ બને છે.

   Like

   • bhailalbhai ઓગસ્ટ 24, 2013 પર 6:38 પી એમ(PM)

    Mr. Bharodia
    Generation gap nadati hoy chhe,te to samajie pan mabap paratveni sanatanoni faraj bhulai gai chhe ,ane mabapna 1oo(SO) sadguno bhuline ekad avgunne tolrate kari na shake tyare vivekbhan gumavine mabapne haddhut karata hoy tenu dard to anubhave samajay…[Santano parents karata potani jatne vadhu buddhishali samaje chhe ane mabapmathi kyare chhutakaro male tevu zankhe chhe tyare ava tanav sarjay chhe.

    Like

 4. Sharad Shah ઓગસ્ટ 6, 2012 પર 3:11 એ એમ (AM)

  કોઈપણ ધારા ઉપરથી નીચેની તરફ વહે છે તેમજ પ્રેમની ધારાનુ પણ છે. મા-બાપ તેમના પુત્ર-પુત્રીઓને પ્રેમ કરે પુત્ર=પુત્રીઓ વળી તેમના પુત્ર-પુત્રીઓને પ્રેમ કરવાના છે તે સ્વાભાવિક પ્રક્રિયા છે.
  પુત્ર-પુત્રિઓ તરફથી મા-બાપ તરફ પ્રેમની ધારા વહે તે નીચેથી ઉપર તરફ ધારાને વાળવાનો પ્રયાસ છે જે કુદરતના નિયમની વિરુધ્ધ છે.
  એટલે જેમ પાણીને ઉપર ચઢાવવા માટે પમ્પનો ઉપયોગ કરવો પડે તેમજ બધા સમાજોએ આ પ્રકારના સાહિત્યની રચના કરી છે જેમાં કાવ્યો, વાર્તાઓ, નાટકો વગેરે ઘણું બધું તમને દરેક ભાષામાં અને દરેક સમાજમાં જોવા મળશે. અને તે માનવ સમાજ માટે જરુરી છે અને મુલ્યવાન પણ. પશુમાંથી માનવ તરફની યાત્રા છે.
  પ્રશ્ન એ છે કે આપણે આપણા બાળકોને પશુ તરફની યાત્રા માટે ધકેલીએ છીએ કે માનવ થવાની? મોટાભાગે તો જાણતા અજાણતા મા-બાપ પોતાના બાળકને પશુ તરફની યાત્રામાં ધકેલતા હોય છે અને તેને પોતાને પણ તેની ખબર નથી હોતી. બાળપણથી બાળકને સ્પર્ધા, ચાલાકી,બેઈમાની અને ઘણું બધુ શિખવીએ છીએ પણ જ્યારે તે બીજમાંથી વૃક્ષ બને અને તેના કડવાં ફળ સ્વયં ખાવાના આવે છે ત્યારે ફળ કડવાં છે ની ફરિયાદો થતી હોય છે.

  Like

 5. Vinod R. Patel ઓગસ્ટ 8, 2012 પર 4:20 એ એમ (AM)

  Following E-mail response is received from a well known author and short

  story writer Mr. Navin Banker of Houston, Texas.

  Very nice story, Vinodbhai !

  Thank you for sharing with me.

  I appreciate.

  Navin Banker

  http://navinbanker.gujaratisahityasarita.org/

  Like

 6. bharodiya ઓગસ્ટ 15, 2012 પર 6:17 એ એમ (AM)

  વિનોદભાઈ
  એક આધુનિક શ્રવણ ભારતમાં પણ છે. અસલી શ્રવણ જેવી જ કાવડ બનાવી છે. બાપ નથી, ઘણા મહિના થી માંને લઈને નિકળી પડ્યો છે ચાર ધામની યાત્રાએ. આગલા પલ્લામા સામાન અને પાછલા પલ્લામાં એની માંને બેસારે છે. દરરોજ પાંચ માઈલ ચાલે છે. ગુજરાતમાં પણ આવીને ગયો. કમાવાની ફિકર નથી, રસ્તામાં મળતા લોકો જ ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: