વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(79) ભારતના ૬૬મા સ્વાતંત્ર્ય દિવસ—૧૫મી ઓગસ્ટે અભિનંદન.

રાજધાની દિલ્હી ખાતે લાલ કિલ્લા ઉપર ફરકતો ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ

સને ૧૯૪૭માં  ૧૫મી ઓગસ્ટના દિવસે અંગ્રેજોની બસો વરસની ગુલામી વેઠ્યા પછી ભારત દેશ આઝાદ થયો.

દેશને મળેલ આ મોંઘી સ્વતંત્રતાની ખુશીમાં પ્રતિ વર્ષે  ૧૫મી ઓગસ્ટ ના દિવસને ભારતભરમાં એક રાષ્ટ્રીય

તહેવાર તરીકે આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવે છે.

દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આ દિવસે આખા દેશમાં રાજ્ય સરકારો,

જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો અને શહેરોમાં ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ગીત, સંગીત અને મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવે છે 

ભારતને આઝાદી મળી એ પહેલાં દેશને અંગ્રેજો સામે મોટી લડતમાંથી પસાર થવું પડ્યું હતું.આ લડતમાં ભગતસિંહ

જેવા ઘણા દેશભક્તોએ બલિદાનો આપ્યાં હતાં.જલિયાંવાલા બાગની એક જાહેર સભામાં કરવામાં આવેલી 

નિર્દય ક્રૂર કતલમાં હજારો નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો.મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ચલાવામાં

આવેલી આઝાદીની લાંબી લડતમાં છેવટે ગાંધીએ ઉગામેલ સત્યાગ્રહના અજોડ શસ્ત્ર સામે અંગ્રેજોને નમતું

જોખવું પડ્યું હતું અને   હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવી પડી હતી.સાબરમતીના અર્ધ નગ્ન સંતે કમાલ કરી બતાવી !

અંગ્રેજોએ જતાં જતાં ભાગલા કરો અને રાજ કરોની  કુટિલ રાજનીતિ અપનાવીને   દેશના બે ભાગ –ભારત

અને પાકિસ્તાન- કરતા ગયા.દેશના આ બટવારાથી જે અશાંતિનાં બીજ રોપાયાં એનાં માઠા ફળ દેશ આજે પણ

ભોગવી રહ્યો છે.

દેશના આ સ્વાતંત્ર્ય દિવસે દેશની રાજધાની નવી દિલ્હીમાં ભારતના વડા પ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો

રાષ્ટ્ર ધ્વજ લહેરાવે છે.લાલ કીલ્લાનું નામ આવે એટલે આઝાદ હિન્દ ફોજના લડવૈયા સુભાષ ચંદ્ર બોઝ અને

એમનો “ચલો  દિલ્હી”અને “જય હિંદ”નો સિંહ નાદ અને એમની  શહાદતને કેમ ભૂલાય ?

દિલ્હીમાં દેશના સુરક્ષા દળોની પરેડ આજની ઉજવણીનું મુખ્ય આકર્ષણ હોય છે.આ પરેડમાં ભારતની

સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાત

વિગેરેનું નિદર્શન અને પ્રદર્શન કરવામાં આવે છે.

આમ દેશમાં તેમ જ વિદેશોમાં પણ ભારતનો સ્વાંત્ર્ય દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને

ઉજવાય છે.અમેરિકામાં પણ મોટા શહેરોમાં ભારતીયો વિવિધ કાર્યક્રમો યોજી આઝાદી મનાવે છે.    

વિવિધતામાં એકતા એટલે જ ભારત દેશ (એક વિડીયો)

ભારત એક સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતો દેશ છે.આ દેશમાં વિવિધ ધર્મ,ભાષા,જાતી,પોશાક

અને જુદી રીત ભાતના લોકો વસે છે.પરંતુ આ દેખીતી વિવિધતા હોવા  છતાં લોકો એકતાના તાંતણે બંધાયેલા છે.

એકતાની આ ભાવનાને લીધે જ લોકો એક થઈને અંગ્રેજો સામે આઝાદીની લડત લડ્યા અને અંતે સ્વતંત્ર બન્યા .

ભારતની વિવિધતામાં નજરે પડતી એકતાની ભાવનાને ઉજાગર કરતો, દેશના વિવિધ ભાગો અને  વ્યવસાયનું

પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા”સુર મિલે મેરા તુમ્હારા,તો ગીત બને હમારા ‘ને દોહરાવીને શાસ્ત્રીય

આલાપ સાથે ગવાતી મધુર ગીત કન્ડીકાને નીચેના વિડીયોમાં માણો.

આ વિડિયોનું સંગીત આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સંગીતકાર એ.આર.રહેમાનની દેન છે.

આજના દેશના સ્વાતંત્ર્ય દિવસે આ  વિડિયોનું ગીત-સંગીત આપને મનોરંજન પુરું પાડશે અને દેશ ભક્તિની

ભાવનાની અનુભૂતિ કરાવશે એવી આશા છે.

મિલે સુર જો મેરા તુમ્હારા ,તો સુર બને હમારા (વિડીયો)

(The song of India’s Unity among its Diversity )

ચાલો, આ સ્વાતંત્ર્ય દિવસે આપણે આઝાદીની લડાઈમાં જાન ન્યોછાવર કરનાર સુભાષ બાબુ,ભગતસિંહ અને ખુદીરામ બોઝ જેવા

શહિદોને અને મહાત્મા ગાંધી ,સરદાર,નહેરુ જેવા નામી અને અનામી અનેક સ્વાતત્ર્ય વીરોને યાદ કરીએ અને એમને ભાવભીની

શ્રદ્ધાંજલિ આપીએ.

ભારતની આઝાદી અમર રહો. જય ભારત … વંદે માતરમ

વંદે માતરમ, વંદે માતરમ
સુજલામ સુફલામ મલયજ શીતલામ
સસ્ય શ્યામલમ માતરમ, વંદે માતરમ
શુભ્ર જયોત્સના પુલકિત યામિનીમ
પુલ્લકુસુમિતદ્રુમદલ શોભિનીમ
સુહાસિનીમ, સુમધુર ભાષિનીમ
સુખદામ વરદામ માતરમ.. વંદે માતરમ..વંદે માતરમ

વિનોદ વિહારના વાચકોને ૬૬મા સ્વાતંત્ર્ય દિવસના અબિનંદન

વિનોદ આર. પટેલ

_______________________________________________________________

સુવિચાર-ફોટો સૌજન્ય- શ્રી ભીખુભાઈ મિસ્ત્રી

7 responses to “(79) ભારતના ૬૬મા સ્વાતંત્ર્ય દિવસ—૧૫મી ઓગસ્ટે અભિનંદન.

 1. pragnaju ઓગસ્ટ 15, 2012 પર 7:36 એ એમ (AM)

  જુદી જુદી ઐતિહાસિક વાતોનું સરસ સ<કલન
  ભારતના ૬૬મા સ્વાતંત્ર્ય દિવસ—
  ૧૫મી ઓગસ્ટે અભિનંદન.

  Like

 2. Ramesh Patel ઓગસ્ટ 15, 2012 પર 11:23 એ એમ (AM)

  ઐતિહાસિક વાતોનું સરસ સકલન………….
  ભારતના ૬૬મા સ્વાતંત્ર્ય દિવસ—
  ૧૫મી ઓગસ્ટે અભિનંદન.
  “ચલો દિલ્હી”અને “જય હિંદ”નો સિંહ નાદ અને એમની શહાદતને કેમ ભૂલાય ?

  .મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ચલાવામાં

  આવેલી આઝાદીની લાંબી લડતમાં છેવટે ગાંધીએ ઉગામેલ સત્યાગ્રહના અજોડ શસ્ત્ર સામે અંગ્રેજોને નમતું

  જોખવું પડ્યું હતું અને હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવી પડી હતી.સાબરમતીના અર્ધ નગ્ન સંતે કમાલ કરી બતાવી !

  Like

 3. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 15, 2012 પર 1:17 પી એમ(PM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
  ભવ્ય ભારતની આઝાદીના પ્રસંગને આપે સુંદર સજાવ્યો છે.
  રાષ્ટ્રગીતનું ગાન કરતાં ત્રિરંગાને લહેરાતો જોઈ હજારો માઈલ દુરથી પણ દેશાભિમાનની
  લાગણીના પડઘા પડ્યા છે આપે.
  સ્વાધીનતા દિનની ખુબ શુભેચ્છાઓ

  Like

 4. chandravadan ઓગસ્ટ 15, 2012 પર 3:16 પી એમ(PM)

  વિનોદ વિહારના વાચકોને ૬૬મા સ્વાતંત્ર્ય દિવસના અબિનંદન

  વિનોદ આર. પટેલ
  Happy Independence Day to All !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 5. આપણુ ગુજરાત ઓગસ્ટ 15, 2012 પર 4:52 પી એમ(PM)

  વંદે માતરમ
  ૬૬માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ….
  જય ભારત

  Like

 6. bharodiya ઓગસ્ટ 16, 2012 પર 5:56 એ એમ (AM)

  મિત્રો
  સહુને અધુરી આજાદી મુબારક.
  ચોર ને ઘરમાંથી કાઢી મુક્યા પછી આપડી આ બહાદુરી માટે કાખલી કુટવાની જરૂર નથી. અને કોઇ પણ સરકારી દસ્તાવેજોમાં ૧૫મી ઓગષ્ટ જાહેર રજા છે એવું લખેલું નથી. લખી પણ ન શકે. શરતનો ભંગ થાય. ભોળા લોકોને ખૂશ કરવા ઉભડક તહેવાર બનાવી દિધો. એ તમને પણ સમજાશે. નીચેનો લેખ વાંચ્યા પછી. ચોરને તો કાઢ્યો પણ પાછલે દરવાજે થી મોરૂ બદલીને પાછો આવી ગયો એ કોઇને ખબર પડી નહી.
  ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ નોઆખલીમાં એક પ્રેસ સ્ટેટમેંટમાં ગાંધીજી કહે છે ” હું નથી માનતો કે કોઈ આજાદી આવી રહી છે. આ આજાદી નથી, સત્તા નુ હસ્તાંતરણ છે. એક સમજુતી થઈ રહી છે. હું હિન્દુસ્તાનના કરોડો લોકોને સંદેશ દેવા માંગુ છું કે આ જે કહેવાતી આજાદી આવી રહી છે એ હું નથી લાવ્યો. આ સત્તાના લાલચુ લોકો સત્તાના હસ્તાંતરણના ચક્કરમાં ફસાઈને લાવ્યા છે. હું માનતો નથી કે આ દેશમા કોઇ આજાદી આવી છે.”
  નોઆખલીમાં હુલ્લડના ભયનું બહાનું હતુ, હકિકતમાં બાપૂ ગુસ્સામા અને રિસાયેલા હતા એથી ૧૫મીના ઉત્સવમાં દિલ્લી નોતા આવ્યા.

  વધુ જાણકારી માટે લીંક આપી છે.
  http://nishamittal.jagranjunction.com/2012/08/14/%E0%A4%95%E0%A5%8C%E0%A4%A8-%E0%A4%B8%E0%A5%80-%E0%A4%86%E0%A5%9B%E0%A4%BE%E0%A4%A6%E0%A5%80-%E0%A4%9C%E0%A4%BE%E0%A4%97%E0%A4%B0%E0%A4%A3-%E0%A4%9C%E0%A4%82%E0%A4%95%E0%A5%8D%E0%A4%B6%E0%A4%A8/

  Like

 7. iastphonetic ઓગસ્ટ 18, 2012 પર 6:21 એ એમ (AM)

  Happy Independence Day to All !

  Which one is our simplest national language Script? Nehru’s Hindi or Gandhi’s Gujarati?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: