વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 19, 2012

(81) મિત્ર પદ્મકાંતભાઈ ખંભાતીની ૭૫મી વર્ષગાંઠ પ્રસંગે અભિનંદન

આ ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.હવે અન્ય દેશોમાં પણ આ  મહિનામાં  મિત્રોને યાદ કરીને મિત્રતાને  નવાજવામાં આવે છે.

માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળે છે. કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ  થોડા સમયમાં અલોપ થઇ જાય છે જ્યારે ઘણા મિત્રો જીવન ભરના કાયમી મિત્રો બની રહે છે. સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે. બે શરીર સાથે એક મન જ્યારે મળી જાય છે ત્યારે એમાંથી મૈત્રીનું  રસાયણ નીપજતું હોય છે.

કહે છે ને કે-

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.

સજ્જન-મિલાપી બહોત હય, તાલી મિત્ર અનેક,

જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.

મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે. 

જીવનનાં 75 વર્ષ પુરાં કર્યાની ઉજવણી પ્રસંગે ખુશ ખુશાલ શ્રી પદ્મકાંત ખંભાતી અને
શ્રીમતી રમાબેન ખંભાતી

આવા જેમને જોઈ તથા સાંભળીને છાતી ઠરે એવા આંગળીઓના વેઢે ગણી શકાય એવા કેટલાક મારા મિત્રો છે,એમાં હ્યુસ્ટન રહેતા મારા એક જુના સહૃદયી મિત્ર શ્રી પદ્મકાંતભાઈ ખંભાતી મુખ્ય છે.

આ મિત્ર ખંભાતીએ જીવનની અનેક તડકી છાયડીમાથી પસાર થતા થતાં તાંજેતરમાં જ એમના જીવનનાં સક્રિય અને અર્થ સભર ૭૫વર્ષ પુરાં કર્યા છે.એમનાં પુ.માતુશ્રી વિજયાબેનને કમનશીબે યુવાન વયે વૈધવ્ય પ્રાપ્ત થયું.પરંતુ એમણે એમના એકના એક દીકરાને ધાર્મિક સંસ્કાર આપ્યા અને એમના ઉછેર અને ઉચ્ચ સફળ શિક્ષણ માટે ખુબ જ જીવન સંઘર્ષમાંથી પસાર થઈને મહત્વનો ફાળો આપ્યો હતો.

શ્રી ખંભાતી ,એમનાં ધર્મ પત્ની રમાબેન અને એમનાં સ્વ.માતુશ્રી વિજયાબેન (વિજ્યામાસી) સાથે મારી પ્રથમ ઓળખાણ ૧૯૬૧માં  થઇ હતી જ્યારે તેઓ અમદાવાદ નજીક કઠવાડામાં વાડીભાઈ લલુભાઈ મહેતાના મેઈઝ પ્રોડક્ટ્સમાં એન્જીનીયર તરીકે કામ કરતા હતા અને ફેક્ટરી નજીક કમ્પની ના સ્ટાફ ક્વાટર્સમાં રહેતા  હતા.મારા પિતા રેવાભાઈ પણ આ ફેક્ટરીમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતાં હતા અને અમે સહકુટુંબ એમની નજીકમાં જ રહેતા હતા.જીવનના આ સંઘર્ષપૂર્ણ સમયે અમારી મૈત્રીનાં બીજ રોપાયાં હતાં. મારે અવારનવાર એમના ઘરે જવાનું થતું.વિજયા માસી અને એમનાં પત્ની રમાભાભી મારા ઉપર અને મારાં પત્ની કુસુમ ઉપર અનહદ પ્રેમ વરસાવતાં.યુવાન વયે વૈધવ્ય ભોગવતાં વિજયા માસીએ એમના એકના એક દીકરા પદ્મકાંતને જીવન સંઘર્ષ કરતાં કરતાં એક હોંશિયાર એન્જીયર સુધી પહોંચાડવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.

હાલ,મારાં પ્રેમાળ વિજયા માસી કે મારાં ધર્મ પત્ની  કુસુમ મોજુદ નથી પરંતુ પદ્મકાંતભાઈ અને રમાભાભીનો મારા પ્રત્યેનો પ્રેમ આટલાં વર્ષો પસાર થઇ ગયાં હોવા છતાં એવોને એવો તાજો રહ્યો છે.ફોન કરુ એટલે અવાજથી જ મને ઓળખી જાય છે.

આવા મારા સહૃદયી મિત્ર ખંભાતીના પંચોતેરમા જન્મ દિન (અમૃત પર્વ)પ્રસંગે તાંજેતરમાં એમના હ્યુસ્ટન રહેતા મિત્રો અને પરિવાર જનોએ એક જાણીતી રેસ્ટોરન્ટમાં એકઠા મળી એક પાર્ટીનું આયોજન કરીને ઉજવ્યો હતો .

સહૃદયી મિત્ર શ્રી પદ્મકાંત ખંભાતીના પંચોતેરમા જન્મ દિન પ્રસંગે રમાબેન અને હ્યુસ્ટન રહેતા મિત્રો અને પરિવાર જનો સાથેની એક તસ્વીર.

 આ પ્રસંગે હ્યુસ્ટનમાં જ રહેતા એમના મિત્ર ચીમનભાઈ પટેલ (ચમન) કે જેઓ એક હાસ્ય લેખક પણ છે,એમણે એમના નીચેના સ્વ-રચિત હાસ્ય મિશ્રિત રસિક કાવ્યનું પઠન કર્યું હતું .એમનાં સ્વ. ધર્મ પત્ની નિયંતિકાબેન અને રમાબેન ખુબ નજીકનાં મિત્ર હતાં.

પદ્મકાન્ત ખંભાતીની ૭૫મી વર્ષગાંઠ ઉજવતાં

દેખાતું નથી થયા હોય પંચોતેર પદ્મકાન્ત તમને?

ખબર ના પડી આજ સુધી તમારી ઉંમરની અમને!

 

બગલમાં બેસીને રમાબેને કરી છે તમારી તો સેવા,

પંચોતેર વરસે પણ લાગો છો પચ્ચાસ હોય એવા!

 

પૂરા કર્યા પંચોતેર મળી રમા જેવી એક ઘરવાળી,

લપસી ના જતા જોઇ રસ્તે જતી કોઇ બહારવાળી!

 

હુક્કમ ચલાવે નહિ રમાબેન કદિયે એમના ઘરમાં,

પડતો બોલ ઉપાડે પદ્મકાન્તભાઇ તો ભઇ પળમાં.

 

રેડિયા પર બોલવામાં ગયા નથી કદી તમે થાકી,

માંડા માંડા ઘર તો બદલ્યું ને હવે શું રહ્યું છે બાકી?

 

સાધુ ને સંતોનો સમાગમ રાખવો તમારે નહિ પડે,

સ્વર્ગમાં જવાનો માર્ગ કોઇને પણ પૂછવો નહિ પડે

 

સગા, સબંધી ને મિત્રો તો ઘણા છે તમારા ગામમાં,

આવા પ્રસંગે જૂઓ કેવા આવ્યા છે તમારા કામમાં.

 

પાર્થના કરીએ ‘ચમન’ભેગા થઇ આપણે આજે સહું,

આપે આયુષ્ય અવિનાશ આ મિત્ર કપલને તો બહું.

 

*ચીમન પટેલ “ચમન”

મિત્ર પદ્મકાંતભાઈ ખંભાતીને એમની ૭૫મી વર્ષગાંઠ (જીવનના અમૃત પર્વ ) પ્રસંગે અમારાં અભિનંદન અને એમના લાંબા નિરામય આયુષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ.

 –વિનોદ આર. પટેલ

_____________________________________________________________________

મૈત્રી અંગે કેટલાક સુંદર સુવિચાર અને અવતરણો.

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા

સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

ચિનુ મોદી ઈર્શાદ

ધીરજ ધર્મ મિત્ર અરુ નારી

આપત્તિકાળ પરખીએ ચારી.

મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,

હીરો સંઘાડે ચડે, તો જ ચમક પરખાય.

મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.

મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે.

મિત્રતા ધીરજથી કરો પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને

નિભાવો. મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી

સીંચવો પડે છે.

સફળતા, ઉપયોગીતા અને સુખ નો આધાર ઘણે

અંશે મિત્રોની સંખ્યા અને પ્રકાર ઉપર રહેલો છે.

તમારા મિત્રની ભૂલો તેને એકાંતમાં બતાવો પણ તેના વખાણ

તો જાહેરમાં જ કરજો.

“Anybody can sympathise with the sufferings of a friend, but it requires a very fine nature to sympathise with a friend’s success.”-Oscar Wild

“Friendship is unnecessary, like philosophy, like art… It has no survival value; rather is one of those things that give value to survival. “- C. S. Lewis

નીચેનાં મૈત્રી અંગેનાં અવતરણો હું જ્યારે કડી સર્વ વિદ્યાલયમાં

હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ વતે થયેલ ઘાઢ મૈત્રીને

આજદિન સુધી સાચવી રહેલ શિકાગોમાં રહેતાડો.દિનેશ સરૈયાએ

એમના ઈ-મેલમાં મને મોકલી આપ્યાં હતાં.

શ્રી સરૈયાના આભાર સાથે આ અવતરણો નીચે રજુ કરું છું.

વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,

અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,

પણ તમારા દોસ્તોની યાદીમાં,

એક નામ અમારું પણ રાખજો !

કેટલાક સંબંધો

જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,  

‘કોઈકના’ પગલાં કાયમ માટે યાદ રહી જાયછે!

ઝીંદગી મળવી એ નસીબની વાત છે

મોત મળવું એ સમયની વાતછે

પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું 

એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

મોકલું છું મીઠી યાદ

ક્યાંક સાચવી રાખજો,

મિત્રો હમેશા અમૂલ્ય છે એ યાદ રાખજો.

તડકામાં છાંયો

ના લાવી શકે તો કંઈ નહિ,

ખુલા પગે મિત્ર તમારી સાથે જ ચાલશે

એ યાદ રાખજો.

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડેછે,

રોવાનો અધિકાર પણ

નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે

હસવું પણ પડે છે. . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે… એ “સંબંધછે”, ને…

 

આંસુ પહેલાં મળવા આવે…., એ મિત્ર છે

દરેક ઘરનું સરનામું તો હોય…પણ..

ગમતા સરનામે ઘર બની જાય….. એ જીવન છે!

Portrait of a Friend 

Click here to join World Malayali Club

I can’t keep your
feet from stumbling.
I can only offer my hand
that you may grasp it
and not fall.

Click here to join World Malayali Club

Your decisions in life are not mine to make, nor to judge;
I can only support you, encourage you,
and help you when you ask.

Click here to join World Malayali Club

I can’t prevent you from
falling away from friendship,
from your values, from me.
I can only pray for you,
talk to you, and wait for you.

Click here to join World Malayali Club

I can’t give you boundaries which I have determined for you,
But I can give you the room to change, room to grow,
room to be yourself.

Click here to join World Malayali Club

I can’t keep your heart from breaking and hurting,
But I can cry with you and help you pick up the pieces
and put them back in place.

 A FRIEND WHO STANDS IN NEED IS A FRIEND INDEED

Click here to join World Malayali Club

Thank you friends – Hasmukh H. Doshi & Pallavi Kate–

fOR sending this in E-mail