વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(94) ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય– લેખક શ્રી વિનોદભાઈ માછી

બુધવાર,તા.૧૯મી સપ્ટેમ્બર,૨૦૧૨ના રોજ ગણેશ ચતુર્થીને  દિવસે શરુ થયેલ

ગણેશોત્સવ ,તારીખ ૨૮મી  સપ્ટેમ્બર ૨૦૧૨ ,અનંત ચતુર્થીના  દિવસે પૂરો થશે .

ગણેશોત્સવના  આ માહોલમાં ,શ્રી વિનોદભાઈ માછીનો એક ખુબ જ સુંદર લેખ – 

“ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય” મારા એક મિત્ર શ્રી વિપુલ દેસાઈના

બ્લોગ “સુરતીનું ઊંધિયું” માં વાંચવામાં આવ્યો જે મને ખુબ ગમ્યો.

શ્રી વિનોદભાઈ માછીના આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો ઉપરના ઘણા લેખો બ્લોગો

અને સામયિકોમાં  અવારનવાર પ્રગટ થતા રહે છે .ભારતની આધ્યાત્મિક વિરાસતના એમના ઊંડા અભ્યાસની 

 પ્રતીતિ એમના લેખોમાંથી થતી હોય છે.

આ લેખમાં ગણપતિબાપા વિશે તેમણે જે માહિતી આપી છે એ ઘણી જ  પ્રસંશીય છે .

આવો સુંદર લેખ લખવા માટે તેઓને અભિનંદન ઘટે છે.

હાલ જે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે એના માહોલમાં શ્રી વિનોદભાઈ માછીનો

ગણપતી વિશેનો ઉપરોક્ત લેખ, એમના અને શ્રી વિપુલ દેસાઈના આભાર સાથે 

આજની પોસ્ટમાં મુક્યો છે .મને આશા છે વાચકોને એ જરૂર

ગમશે અને એમાંથી શ્રી ગણપતિ ભગવાન વિશે ઘણી નવી માહિતી જાણવા મળશે.

સંકલન – વિનોદ આર. પટેલ

________________________________________________

 

શ્રી વિનોદભાઈ માછીનો આ ધાર્મિક લેખ નીચેની પી.ડી.એફ. ફાઈલ ખોલીને વાંચો.

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

_________________________________________________

શ્રી ગણેશ સ્તુતિ

વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય

લંબોદરાય સકલાય જગદ્વિતાય

નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુતાય

ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે

આ   સ્તુતિને નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં સુંદર સ્વર અને સંગીતમાં સાંભળીને વિઘ્ન હરતા ગૌરીસુત 

શ્રી ગણેશની ભક્તિ ભાવથી સ્તુતિ કરી પાવન થઈએ.

Shri Ganesh Stuti ( A Must Listen )

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=osAFujJT3wE

_______________________________________________________________

આ ગણેશોત્સવ સર્વત્ર ઉજવાઈ રહ્યો છે એના માહોલમાં ગણનાથ ગણપતિનાં વિવિધ

નામો  દર્શાવતા સંગીત મઢ્યા ગીત સાથેના  નીચેના સુંદર  યુ-ટ્યુબ વીડીયો નિહાળીને

શ્રી ગણેશના આશીર્વાદ માટે પ્રાર્થના કરો. આ વિડીયોમાં ગણેશનાં જુદાં જુદાં સ્વરૂપો અને 

ઉત્સવનાં વિવિધ દ્રશ્યો પણ જોવા મળશે .

Ganapati Song : The best in this century!

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=Mq00BSNbsI0

___________________________________________________________

કલાકાર શ્રી નીતીશ ભારતીનાં અજબ ગણેશ રેખા ચિત્રો 

નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં કલાકાર નીતીશ ભારતીએ એમની સૂઝ બુઝથી ત્વરિત ગતિએ રેખાઓ દોરીને

ભગવાન શ્રી ગણેશજીનાં જુદાં  જુદાં કલાત્મક રેખાકનો  કાગળ ઉપર ઉતાર્યાં છે એ જોઇને તમે તાજુબ થશો

અને આ કલાકારને મનથી બિરદાવશો .

Nitish Bharti doing AKSHAR GANESH

__________________________________________________________

મારા મિત્ર, કરોના, કેલીફોર્નીયા નિવાસી શ્રી રમેશભાઈ પટેલના બ્લોગ આકાશદીપમાંથી ગણપતિ બાપાની 

એક સરસ કાવ્ય રચના એમના આભાર સાથે નીચે મુકેલ છે.   

વિઘ્નહર્તા ગણનાથ ગણેશ….રમેશ પટેલ(આકાશદીપ)  

માત પાર્વતી પિતા મહેશ

વિઘ્નહર્તા ગણનાથ ગણેશ

શુભ સુમંગલ સ્મરણ મીઠા

રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા

સૂરજ દેવ સમ તેજ પ્રભા

આનંદ હિતકારી દેવ સદા

નત મસ્તકે જોડી હાથ

પ્રથમ વંદીએ દેજો સાથ

સર્વ લોકે સર્વ કાળે ફરકતી યશ ધ્વજા સદા તમારી

યુગો યુગોથી સંસાર સઘળો ગાયે ગાથા તવ પ્રભાવી

દેજો શક્તિ એવી અમને ઝીલવા સંસ્કાર આ કલમથી

સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી

રમેશ પટેલ(આકાશદીપ)

.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: