વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 11, 2012

(107) બોલીવૂડના મેગાસ્ટાર” બીગ-બી” અમિતાભ બચ્ચનને એના ૭૦મા જન્મદિનના અભિનંદન અને શુભેચ્છાઓ.

વિશ્વ ભરમાં ફેલાયેલા કરોડો ચાહકોના દિલ અને દિમાગમાં ઘર કરીને વસેલા  અને ભારતીય સિનેમાના પર્યાય જેવા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો આજે ૧૧મી ઓક્ટોબર, 2012ના દિવસે જન્મદિવસ છે.

બોલીવૂડના મેગાસ્ટાર”  બીગ બી ” અમિતાભ બચ્ચનને  

એના ૭૦મા જન્મદિનના અભિનંદન અને શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચનનો પરિચય-ઝલક

અમિતાભ હરિવંશરાય બચ્ચનનો વિગતવાર પરિચય -વિકિપીડીયાની લીંક ઉપર અહીં વાચો.

એક સમાચાર પ્રમાણે અમિતાભ બચ્ચનના  ૭૦મા જન્મદિવસ ધામઘૂમથી ઉજવણી થવાની છે. આ વિશે વાત નીકળતા જ અમિતાભ કહે છે, ‘‘આ દિવસની ઉજવણી વિશે તમારે મારા પરિવારને  જ પૂછવું પડશે.તેઓ કોઈ યોજના બનાવી રહ્યા છે એમ મને લાગે છે. આની ઉજવણીનું કોઈ કારણ હોય એમ મને તો લાગતું નથી. હું તેમને પૂછું છું કે ૭૦મી વર્ષગાંઠને જ કેમ આટલું મહત્ત્વ આપવામાં આવે છે. ૭૧મા જન્મદિવસને કેમ નહીં.’’

સમસ્ત બચ્ચન પરિવારનું હમણા તો બઘુ જ ઘ્યાન એશ અને અભિની પુત્રી આરાઘ્યા પ્રત્યે જ છે. તેમનું જીવન આરાઘ્યાની આસપાસ જ ચકરાવા લે છે. ‘‘અમે અમારા કામકાજનો સમયે તેના જ સમયની સાથે ગોઠવીએ છીએ જેથી તે જાગતી હોય ત્યારે અમે તેની સાથે રમી શકીએ.’’

અમિતાભ બચ્ચન એની પૌત્રી (ઐશ્વર્યા અને અભિષેકની પુત્રી ) આરાધ્યા સાથે

અમિતાભ બચ્ચનના પિતાશ્રી  સ્વ.હરિવંશરાય બચ્ચન હિન્દીના જાણીતા કવી હતા. એમના એક ખુબ જ પ્રખ્યાત ગીત “મધુ શાલા ” અમિતાભના સ્વરમાં નીચેના વિડીયોમાં સાંભળો.

Amitabh Bachhan reciting Madhushala

AMITABH BACHCHAN BIOGRAPHY

Bachchan Family Group Photo

Pujya Pramukh Swami and Amitabh Bachhan

 

Amitabh in Kutchhi-dress-Gujarat-tourism-Pramoter