વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 110 ) પવિત્ર નવરાત્રી મહોત્સવ પ્રસંગે સૌને અભિનંદન…….

આ વર્ષે નવરાત્રીનો પવિત્ર ઉત્સવ ઓક્ટોબર ૧૬, ૨૦૧૨ થી શરુ

થશે અને ઓક્ટોબર ૨૪ 2012ના રોજ પુરો થશે.

નવરાત્રી મહોત્સવ એટલે નવ રાત્રી દરમ્યાન નારાયણી નવ દુર્ગાને

આરાધવાનો ઉત્સવ.દર વર્ષની માફક  આ વર્ષે પણ નવરાત્રીના

પવિત્ર ઉત્સવ પ્રસંગે લોકોમાં આનંદ અને ઉત્સાહનાં પુર ઉમટશે. દેશ

અને પરદેશમાં સ્ત્રીઓ,પુરુષો અને બાળકો નવરાત્રી માટેના

સ્પેશિયલ વેશ પરિધાન કરીને ઢોલ ,નગારાં અને કર્ણ મધુર

સંગીતના સુરમાં ડોલતાં ડોલતાં ગરબા અને રાસ ગાઈને નવે નવ

રાત્રિઓને આનંદથી ગજવી મુકશે. લોકો બધાં

દુખોને એક બાજુ ધકેલીને તાલીઓના તાલે ગરબા-રાસ ગાઈને ઝૂમી

ઉઠશે.આ પ્રસંગે લોકોના ઉત્સાહપૂર્ણ  મેળાનું દ્રશ્ય ખરેખર

નયન રમ્ય હોય છે.

એક વખતનો ગુજરાતનો નવરાત્રી ઉત્સવનો પ્રખ્યાત ગરબો હવે

તો દેશના સીમાડા વટાવીને પરદેશોમાં પહોંચી ગયો છે. દેશમાંથી

ફાલ્ગુની પાઠક અને પ્રફુલ દવે જેવાં ગાયક-ભાઈ બહેનો આ સીઝનમાં

અહીં આવીને નવરાત્રી મહોત્સવમાં નવી રંગત લાવી દે છે. અહીંથી

ડોલરની તગડી કમાણી કરીને સ્વદેશ પરત થાય છે.ગમે તેમ પણ

પરદેશમાં જઈને આ ગાયકો ગરબા,રાસ અને સનેડો વગેરે એમના

કર્ણ મધુર સ્વરે ગાઈને નવી રંગત લાવી દે છે.પરદેશમાં હોઈએ

તો પણ જાણે ગુજરાતમાં હોઈએ એવો ભાસ થાય છે.

આવા આનંદ અને ઉલ્લાસના ઉત્સવ નવરાત્રી પ્રસંગે સૌને

અભિનંદન…….જય અંબે.

નવરાત્રીના આ નવે નવ દિવસ દરમ્યાન અને હંમેશાં આપના તથા

આપનાં કુટુંબીજનો ઉપર મા દુર્ગા,સરસ્વતી અને લક્ષ્મીજીના આશીર્વાદ

પ્રાપ્ત થાય અને જીવનમાં નવરાત્રી જેવો નવો આનંદ  

અને ઉલ્લાસ સદા વ્યાપી રહે એવી અનેક શુભેચ્છાઓ.

વિનોદ આર. પટેલ ,સાન ડિયેગો.                   

                              JAI  MA AMBAJI…….

જય આદ્યાશક્તિ ….( અંબા માતાની આરતી ….વિડીયોમાં )

Vishvambhari Stuti – HQ – Gujarati

_______________________________________________________

રિષભ Group ના ગરબાઓ… ઓડિયો ઉપર

ટહુકો.કોમના સૌજન્યથી નીચેની લિંક ઉપર માણો .

http://tahuko.com/?p=13454

6 responses to “( 110 ) પવિત્ર નવરાત્રી મહોત્સવ પ્રસંગે સૌને અભિનંદન…….

 1. pragnaju ઓક્ટોબર 17, 2012 પર 7:50 એ એમ (AM)

  મહામહાજ્ઞપ્તે, મહામહાનંદે, મહામહાસ્કંધે, મહામહાશયે, મહામહા શ્રીચક્રનગરસામ્રાજ્ઞી, નમસ્તે નમસ્તે નમસ્તે નમઃ

  Like

 2. Ramesh Patel ઓક્ટોબર 17, 2012 પર 8:05 એ એમ (AM)

  જય માતાજી..નવરાત્રીની ખૂબખૂબ શુભેચ્છાઓ.
  કેટલી સુંદર ભાવ વંદના ઓ સ્તુતિઓ થકી છલકે છે. પરાપૂર્વથી ચાલતી
  આ શક્તિ આરાધના જ સંસારનું બળ છે. હૈયાનો પાવન ઉમંગ માતાજીની
  કરુણાથી વહેતો રહે એવી પ્રાર્થના.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. aataawaani ઓક્ટોબર 17, 2012 પર 4:38 પી એમ(PM)

  વિનોદ ભાઈ હું ગર્વ લઉં છું કે આપણી ભારતીય સંસ્કૃતિએ સ્ત્રીને ભગવાન ની સમ કક્ષ મૂકી છે .મારી ભૂલ નો થતી હોયતો દુનિયાના કોઈ ધર્મમાં સ્ત્રીઓને આટલું બધું મહત્વ નથી અપાયું .

  Like

 4. Mahendra Sarvaiya ઓક્ટોબર 17, 2012 પર 10:06 પી એમ(PM)

  I am a layman in Comp.All your e mails I could not read b’cos I could not convert and I donot know how to convert. Pl delete my name

  ________________________________

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: