વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: નવેમ્બર 2012

(139 ) જીવનના અલગ અલગ મુકામ- પી. કે. દાવડા- એક પરિચય

  1. એક નવા સાહિત્ય રસિક મિત્રનું સ્વાગત

P.K.Davada

મારા ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની એક વર્ષ જૂની આનંદ યાત્રામાં એક સરખો સાહિત્ય રસ અને જીવન મૂલ્યોમાં રસ ધરાવતા અનેક સહૃદયી મિત્રો આવી મળ્યા છે .અમેરિકાના દરેક ખૂણે પોતાના પરિવાર જનો સાથે નિવાસ કરી રહેલ આ સૌ પ્રવૃતિશીલ મિત્રોને કદી નજરે જોયા ન હોવા છતાં એમનો નિસ્વાર્થ પ્રેમાળ મૈત્રીભાવ અને એમની સાથેનો અનોખો ઈ-મેલ વિચાર વિનિમય રસદાયક આનંદની અનુભૂતિ કરાવે છે.

આ મિત્ર વર્તુળમાં તાંજેતરમાં જ અનાયાસે જ એક નવા સાહિત્ય મિત્ર શ્રી પી.કે.દાવડાનો ઉમેરો થયો છે.

એમનો પરિચય અને એમની સાથેનો ઈ-મેલ વિનિમય મનને આનંદિત કરે એવો છે.

મારે જે બ્લોગ અને એના સંચાલક મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાયો છે એ હાસ્ય દરબાર બ્લોગમાં શ્રી દાવડાનુ એક મજાનું કાવ્ય પોસ્ટ થયું હતું.એના પ્રતિભાવમાં મેં એમને વિનોદ વિહાર બ્લોગ માટે લેખ મોકલવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.આનો સ્વીકાર કરીને એમણે મને આજની પોસ્ટમાં મુકેલ એક સુંદર મજાનો સમજવા જેવો ચિંતન લેખ મોકલીને “શ્રી  ગણેશ ” કર્યા છે. આ માટે હું એમનો આભારી છું.

શ્રી પી.કે.દાવડાનો ટૂંક પરિચય

શ્રી પી.કે.દાવડાનો જન્મ ૧૯૩૬માં મુંબઈમાં થયો હતો.એમનો ઉછેર ,અભ્યાસ અને વ્યવસાય બધું જ મુંબઈમાં .માત્ર ૧૯૫૭ થી ૧૯૬૧ દરમ્યાન સિવિલ એન્જીનીયરીંગના અભ્યાસ માટે તેઓ વડોદરામાં રહ્યા હતા.

ભારતમાં ખુબ જ ઉજ્જવળ ગવર્નમેન્ટની ઊંચા હોદ્દાની જોબ કર્યા પછી એમના નિવૃત્તિ કાળમાં  Fremont ,California માં વર્ષોથી સ્થાયી થયેલ  એમના પુત્ર (M.S. in Computer Science) અને દીકરી ( Ph.D. in Pharmaceuticals) એ એમને અમેરિકા તેડાવતાં જાનુઆરી ૨૦૧૨થી તેઓ ગ્રીનકાર્ડ લઈને કાયમી નિવાસ માટે અમેરિકા આવી ગયા છે.હાલ તેઓ એમના દીકરા સાથે Fremont માં રહે છે .એ પહેલાં તેઓ ચારેક વખત અમેરિકાની મુલાકાત વિઝીટર વિઝા ઉપર લઇ ચુક્યા છે .

એક રીટાયર્ડ સીવીલ એન્જીનીયર હોવાં છતાં મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીની માફક એમની ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપરની પકડ ગજબની છે, જે એમના લેખોમાંથી જણાઈ આવ્યા વગર રહેતી નથી.એમની ૭૬ વર્ષની ઉંમરે નિવૃત્તિની એક ફલદાયક પ્રવૃત્તિ તરીકે છેલ્લા ત્રણેક વર્ષથી હાથમાં કલમ (માઉસ) પકડીને એમનામાં સુસુપ્ત પડેલા સાહિત્ય રસને રીડ ગુજરાતી , અક્ષરનાદ ,હાસ્ય દરબાર જેવા બીજા ખુબ વંચાતા બ્લોગોમાં એમની સાહિત્ય કૃતિઓ મોકલીને પોષી રહ્યા છે.

શ્રી પી.કે. દાવડાનુ અને એમણે પ્રેમથી ઈ-મેલથી મોકલી આપેલ પ્રથમ ગદ્ય રચનાનું વિનોદ વિહારમાં આભાર સાથે હાર્દિક સ્વાગત છે.

શ્રી પી .કે .દાવડાએ એમના નીચેના ” જીવનના અલગ અલગ મુકામ” લેખમાં માણસે એની બદલાતી ઉંમરે અને ખાસ કરીને વૃધ્ધાવસ્થામાં સમજીને પોતાના વિચારો અને વર્તનમાં જરૂરી ફેરફારો કરીને કેવી રીતે પોતાના સંતાનો સાથે અનુકુળ થવું જોઈએ એનું સરસ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે .જોકે એમના લેખના અંતમાં તેઓ નમ્રતાથી ખુલાસો કરે છે કે “મારા આ વિચારો કોઈ પણ સાયન્ટીકફીક સ્ટડી પર આધારીત નથી, તેમ મારા પોતાના અનુભવ પર પણ આધારિત નથી. મારી ઉમરના લોકો સાથે ઘણીવાર થયેલી વાતચીત પર, અડોશ  પડોશમાં જોયેલા પ્રસંગો પર થોડે ઘણે અંશે અધારીત છે. થોડું મારૂં Logic છે. “

તેઓ આવા વધુ સારા લેખો,કાવ્યો વિગેરે સાહિત્ય સામગ્રી મોકલતા આગળ પણ મોકલતા રહેશે એવી હું આશા રાખું છું.

વિનોદ પટેલ ,સાન ડિયેગો

_____________________________________________________

જીવનના અલગ અલગ મુકામ-         લેખક-શ્રી પી. કે. દાવડા

ભારત સરકાર તરફથી નિમાયલા Immovable Property ના વેલ્યુઅર તરીકે મેં Obsolescence શબ્દ અનેક વાર વાપર્યો હશે. કોઈ પણ મકાનની ઓછી કીમત આંકવા આ શબ્દ દલીલ તરીકે વાપર્યો છે. ઉમરને લીધે કાં તો મકાનની strength ઘટી ગઈ હોય, અગર જૂના જમાનાના planning વાળું ઘર ખરીદવા કોઈ આગળ ન આવતું હોય ત્યારે હું આ શબ્દ વાપરતો.

આજે મને આ શબ્દ વયોવૃધ્ધ માણસો માટે બંધબેસતો લાગે છે. જ્યારે તમે યુવાન હો,સ્ફૂર્તિલા હો, ખુબ પૈસા કમાતા હો, ત્યારે કુટુંબમાં , મિત્રોમાં અને સમાજમા તમારૂં એક મોભાભર્યું સ્થાન હોય છે. તમારા નાના બાળકોને  તમારામાં role model દેખાય છે.તેમને લાગે છે કે દુનિયાના કોઈ પણ પ્રશ્નનો તમારી પાસે જવાબ છે. કુટુંબના બધા જ નિર્ણયો તમારી સંમતિથી લેવાય છે.

જ્યારે તમે ૩૦-૩૫ વર્ષના થાવ છો, ત્યારે તમારા ૧૨-૧૪ વર્ષના બાળકો મનોમન તમારી સરખામણી પોતાના મિત્રોના પિતા સાથે કરવા લાગે છે. આનું કારણ એમની અપરીપક્વ વિચાર શક્તિ અને મિત્રોના કુટુંબોની વધારે સારી આર્થિક પરિસ્થિતિ સમજવાની અક્ષમતા હોઈ શકે.કોઈક્વાર માતા પાસે આ વિષય કાઢે છે. સમજદાર માતાનું એ વખતે કર્તવ્ય થઈ જાય છે બાળકને સમજ પાડે કે આપણા કરતાં એ વધારે પૈસાવાળા હોવાથી એ બાળકોને આવી મોંઘી વસ્તુઓ પોષાય પણ આપણને ન પોષાય. બાળક્ને ઉત્સાહ આપવા માતાએ એ પણ કહેવું જોઈએ કે સારી રીતે અભ્યાસ કરી, મોટો થઈ ખૂબ પૈસા કમાજે તો આનાથી પણ સારી વસ્તુઓ ખરીદી શકીશ. આ તબકે માતા જો પોતાની ફરજ સારી રીતે ન બજાવે તો બાળક નાનપણથી જ પૂર્વાગ્રહથી ગ્રસ્ત થઈ જાય છે.

જ્યારે તમે ૫૦ વર્ષના થાવ છો અને તમારા બાળકો યુવાનીમા પ્રવેશ કરે છે ત્યારે કોઈ કોઈ વાર બાળકો સાથે ચર્ચા કે વિવાદ થાય છે. આ સમયે પણ માતાની ફરજ વધી જાય છે. બાળકો પિતા કરતાં માતાની વધારે નજીક હોય છે અને સામાન્ય રીતે માતા સાથે ખુલા દિલે વાત કરી શકે છે. માતા માટે આ કામ સહેલું નથી. પતિને અને બાળકોને એકી સાથે રાજી રાખવાનું કામ ખરેખર અઘરૂં છે. બાળકોનો પક્ષ લે તો પતિને માઠું લાગે છે.

બાળકો કમાતા થાય અને એમને આર્થિક સ્વતંત્રતા મળે ત્યાર બાદ પરિસ્થિતિમાં  મોટો બદલાવ આવે છે.

ઘરની બાબતમા નિર્ણય લેવાની તમારી સત્તામાં ભારે ઘટાડો થાય છે. કેટલાક ફેરફારો તો તમને તમારી પત્ની દ્વારા જાણવા મળે છે, અને એ તમને સમજાવે છે કે જે થયું એ જરૂરી હતું.કોને ખબર છે માતાઓ ભવિષ્યમાં  પોતાના બાળકોને આશ રે રહેવાની અજાણતાં  તૈયારી કરતી હોય.કેટલીકવાર તમને પૂછ્યા વગર કંઈ કરી, પછી તમને જણાવે એ બાબતમા તમે દુભાવ છો, પણ ધીરે ધીરે આદત પાડો છો.

લગ્ન પછી બાળકોના વર્તનમા થોડો ઘણો બદલાવ આવે એ સ્વભાવિક છે. જ્યાં સુધી એ બદલાવ હદમાં હોય ત્યાં સુધી તમે બદલાતા સંજોગોને અનુકુળ થવાની કોશિશ કરો છો. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે સામાજીક રીતરિવાજો પ્રમાણે તમારૂં માન સન્માન જળવાતું નથી.

યુવાનોએ પોતાના વર્તુળમાં  પોતાની એક છાપ ઊભી કરી હોય છે અને તેને ધક્કો ન લાગે તે માટે તેઓ પૂરા સજાગ હોય છે. આ વર્તુળની હાજરીમાં  તમે અજાણતા કરેલી નાની ભૂલનો જ્યારે ઘરે જઈ તમારી પાસેથી જવાબ માંગવામાં  આવે ત્યારે તમને લાગે છે કે જે કુટુંબ માટે તમે વર્ષો સુધી રાતદિવસ એક કર્યા એ કુટુંબમાં  હવે તમારૂં કોઈ વજૂદ નથી.

સારા નશીબે આપણો સમાજ હજી પણ સંવેદનશીલ છે. તમારા કુટુંબની બહારના સભ્યો હજી પણ તમારા ડહાપણ, કુટુંબ માટે તમે કરેલી મહેનત અને તમારા સામાજીક મોભાની કદર કરે છે. આ એક ચીજ તમને જીંદગી જીવવાની નવી તાકાત આપે છે અને તમને Obsolescence થી થોડા દૂર રાખે છે. કદાચ તેઓ તમને Obsolescence નહિ પણ heritage નો અહેસાસ અપાવે છે.

આ પરિસ્થિતિમા બદલાવ લાવવો હોય તો જીવનના પ્રત્યેક તબક્કે તમને પોતાને બદલવા પડશે.બાળકો જેમ જેમ મોટા થાય તેમ તેમ તમારે હાથે જ એમને ઘરની સત્તા સોંપવી જોઈએ. જ્યાં જરૂરી હોય અથવા તમારી પાસેથી માગવામાં  આવે ત્યારે જ સલાહ આપવી. બાળકો પોતાની કમાઈ કેવી રીતે ખર્ચ કરે છે તેનો હીસાબ માગવો નહિં, તમને જો પૈસાની જરૂરત હોય તો તેમને જણાવવું, તેઓ જરૂર સમજદારી દાખવશે. તેમના પતિ-પત્નીના સંબંધોની બાબતમા હસ્તક્ષેપ કરવો નહિં, અને તેમના સાસરિયા સાથેની લેણી દેણી  અને સંબંધોમાં રસ લેવો નહિં. બાળકોની ઈચ્છા ન હોય તો તેમના વર્તુળમાં direct સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો નહિં.આટલું કરવાથી તમને માનસિક શાંતિ મળશે  અને બાળકો તમને માન આપશે.

મારા આ વિચારો કોઈ પણ સાયન્ટીકફીક સ્ટડી પર આધારીત નથી, તેમ મારા પોતાના અનુભવ પર પણ આધારિત નથી. મારી ઉમરના લોકો સાથે ઘણીવાર થયેલી વાતચીત પર, અડોશ  પડોશમાં જોયેલા પ્રસંગો પર થોડે ઘણે અંશે અધારીત છે. થોડું મારૂં Logic છે.

-પી.કે. દાવડા ,કેલીફોર્નીયા ,યુએસએ .

__________________________________________________________________

શ્રી પી .કે . દાવડાનો  અંગ્રેજીમાં એક રસપ્રદ  ઈ-મેલ  

નવેમ્બર 28,2012ના રોજ શ્રી દેવડાએ મને એક અંગ્રેજીમાં  સુંદર ઈ-મેલ મોકલ્યો છે જે ખુબ પ્રેરક અને

એમના વિચારોની પાકટતા  ઉપર  સારો પ્રકાશ પાડે છે .

એમનો  આ ઈ-મેલ એમના ઉપરના લેખના વિચારો સાથે થોડે ઘણે  અંશે  પુરક હોઈ 

એમના આભાર સાથે નીચે  રજુ કરું છું . 

 Art of living 

For the first 72 years, I did nothing of the five below. For the last five years, I am struggling to follow them(better late than never). Honest to God, I am deriving enormous benefits in the form of mental peace. Just try it, you will not find this very difficult.

P.K.Davda  

1. Accept all the people as they are, with their strength and weaknesses, fullness and short comings.

2. Accept all the situations as they are.

3. It is difficult to change others, but it is easy to change yourself.

4. Unless you change you cannot be happy .Change is the only permanent thing in

this world.

5. Stretch your hands first, to greet, to thank, to praise, to ask for forgiveness and to

forgive others.

__________________________________________________________________

અક્ષરનાદ ગુજરાતી બ્લોગમાં પ્રગટ થયેલા  શ્રી પી.કે.દાવડાના લેખો,કાવ્યો વાંચવા અહીં ક્લિક કરો.

જીવનમાં યાદ રાખવા જેવાં સોનેરી સુવાક્યો

    

(1)ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

 

(2) ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

 

(3) મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશે દુર્ગતિથી.

 

(4) જીભ કદાચ ‘તોતડી ‘ હશે તો ચાલશે, પરંતુ ‘તોછડી’ હશે તો નહિ ચાલે.

 

(5) ‘પ્રાણ’ એ પ્રથમ ભેટ,’ સ્નેહ’ એ બીજી અને ‘સમજણ’ એ ત્રીજી.

 

(6) વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથીજ ખીલે છે

 

(7) માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, પણ યોગ્ય રીતે સંકોચાવાનું નહીં !

 

(8) સૌને મન ભરીને માણવું છે, જીવવું છે, – પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ!

 

(9) મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

 

(10) જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

 

(11) માણસને મોતથી વધુ એનાં ડરની બીક લાગે છે !

 

(12) આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજબૂરી જીવનને મૂરઝાવી દેછે.

 

(13) માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

 

(14) ‘આત્મપ્રશંસા’ જેવું કોઈ ઝેર નથી, ‘આત્મનિંદા’ જેવું કોઈ અમૃત નથી.’

 

(15) ‘નથી’ તેની ચિંતા છોડશો, તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

 

(16) પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

 

(17) જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે!

 

(18) માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. શાણો છે કે કેમ તે એના સવાલો પરથી!

 

(19) લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

 

(20) જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી, અને બીજી રસપૂર્વક નિદા સાંભળનારી !!

 

 

 

 

(138 ) 25 AWESOME TIPS for a beautiful life.

(Thank you Son Pari  for sending these inspiring tips in E-mail )

If you implement all of these tips or only half of it then your life

will be easy and awesome.

1. Take a 10-30 minute walk every day. & while you walk,

SMILE. It is the ultimate antidepressant.

2. Sit in silence for at least 10 minutes each day.

3. When you wake up in the morning, Pray to ask God’s

guidance for your purpose, today.

4. Eat more foods that grow on trees and plants and eat less food

that is manufactured in plants.

5. Drink green tea and plenty of water. Eat blueberries, broccoli,

and almonds.

6. Try to make at least three people smile each day.

7. Don’t waste your precious energy on gossip, energy vampires,

issues of the past, negative thoughts or things you cannot

control. Instead invest your energy in the positive present

moment.

8. Eat breakfast like a king, lunch like a prince and dinner like a

college kid with a maxed out charge card.

9. Life isn’t fair, but it’s still good.

10. Life is too short to waste time hating anyone. Forgive them

for everything !

11. Don’t take yourself so seriously. No one else does.

12. You don’t have to win every argument. Agree to disagree.

13. Make peace with your past so it won’t spoil the present.

14. Don’t compare your life to others. You have no idea what

their journey is all about.

15. No one is in charge of your happiness except you.

16. Frame every so-called disaster with these words: In five

years, will this matter?’

17. Help the needy,Be generous ! Be a Giver’ not a Taker’

18. What other people think of you is none of your business.

19. Time heals everything.

20. However good or bad a situation is,it will change.

21. Your job won’t take care of you when you are sick. Your

friends will. Stay in touch.

22. Envy is a waste of time. You already have all you need.

23. Each night before you go to bed,Pray to God and Be thankful

for what you’ll accomplish, today !

24. Remember that you are too blessed to be stressed.

25. Share this to everyone on your list to help them lead a

happier life!!!!

___________________________________________________________________

Who is God

When GOD solves your problems,

you have faith in HIS abilities;

when GOD doesn’t solve your problems,

HE has faith in your abilities.

અને છેલ્લે છેલ્લે…

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,

ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,

સંભાળીને પોતે નથી ચાલતો,

અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે.

(137) મેથ્યુ રિચર્ડ ,‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ અને એની સુખ અંગેની ફિલસુફી

Buddhist Monk Matthieu Ricard  (Photo courtesy-Bombay Samachar )

નવરાશે ઈન્ટરનેટ ઉપર સર્ફિંગ કરતાં કરતાં મુંબઈ સમાચાર.કોમમાં પીન્કીબેન દલાલનો લેખ “સુખી માણસનું પહેરણ “મારા વાંચવામાં આવ્યો. આ લેખ વાંચતાં જ મને એ ખુબ ગમી ગયો.ગમતાનો કરીએ ગુલાલ એ રીતે વિનોદ વિહારના વાચકો માટે મુંબાઈ સમાચાર.કોમના અને પીન્કીબેન દલાલના આભાર  સાથે એમનો આ ગમતીલો લેખ આજની પોસ્ટમાં મુક્યો છે.

આ લેખમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ “જગતની સૌથી સહુથી સુખી વ્યક્તિ ” તરીકે જેમની ગણના થઇ છે એવા દલાઈ લામાના શિષ્ય મૂળ ફ્રાન્સના વતની બૌદ્ધ સાધુ મેથ્યુ રિચર્ડ અંગે વધુ જાણવાની જીજ્ઞાસા થતાં એમના વિષે વધુ જાણવા માટે ઈન્ટરનેટમાં શોધ કરતાં વિકિપીડીયાની આ લીંક ઉપર મળી આવી .

આ લિંક અને એમાં બતાવેલી બીજી વેબ સાઈટોમાંથી મેથ્યુ રિચર્ડના જીવન ,એમની આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિ ,એમનાં જાણીતાં પુસ્તકો ,પ્રવચનોના લેખો અને ઘણા વિડીયો વિગેરેમાં પુષ્કળ માહિતી વાંચીને આનંદ અનુભવ્યો.મેથ્યુ રિચર્ડ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે એટલે એમણે લીધેલા હિમાલયનાં અદભુત કુદરતી દ્રશ્યોના ફોટાઓ જોઈને દિલ હરખાઈ ઉઠ્યું .

વિસ્કોન્સીન યુનિવર્સીટીના રીસર્ચ તજજ્ઞોએ ૬૬ વર્ષના આ બૌદ્ધ સાધુ ઉપર મનોવૈજ્ઞાનિક પ્રયોગો કર્યા એ પછી જગતના સૌથી સુખી વ્યક્તિનું બિરુદ આપ્યું હતું. મેથ્યુ રિચર્ડ ઉપર જે રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો એની બધી વિગતવાર માહિતી DAILY MAIL ના આ બ્લોગમાં વાંચીને તમે પણ હેરત પામશો.

આ પોસ્ટની નીચે Matthieu Ricard: The habits of happiness એ નામનો વિડીયો મુક્યો છે એમાં તમે મેથ્યુ રિચર્ડને સુખ વિષેનુ પ્રવચન સાંભળી તમને દલાઈ લામાના આ શિષ્યના ઊંડા આધ્યાત્મિક  જ્ઞાનનો પરચો મળશે.આ પ્રવચન સાથે વિડીયોની શરૂઆતમાં અને અંતે એમણે લીધેલા હિમાલય અને તિબેટના યાદગાર ફોટાઓ પણ જોઈને તમોને અહોભાવની લાગણી અનુભવાશે.

સુખના વિષયમાં ઘણા લેખકોએ પુસ્તકોમાં અને અગણિત લેખોમાં વિગેરેમાં અવનવી વ્યાખ્યાઓ કરી છે.પરંતુ આજના લેખમાં અને એમના વિડીયો પ્રવચનમાં સાધુ મેથ્યુ રિચર્ડએ જે વિચારો રજુ કર્યા છે  એ અવનવા અને મનોવિજ્ઞાન સાથે સંકળાએલા છે .સુખ .આખરે મનનો જ વિષય છે.તમારી જાતને તમે સુખી કરી શકો એનાથી બીજી ઉત્તમ કોઈ ભેટ તમે અન્યને આપી ન શકો.પ્રાણી માત્ર ઉપર જરા પણ ધિક્કાર,ઘૃણા ,ક્રોધ,ઈર્ષ્યા નહી પણ માત્ર કરુણા,અનુકંપા,દયા અને પ્રેમ રાખવાથી મનુષ્ય સુખી થઇ શકે છે.મનને આ માટે તૈયાર કરવામાં મેડીટેશન ખુબ જ ઉપયોગી સાધન છે.

એમનાં આ અવતરણમાં મેથ્યુ રિચર્ડએ  સરસ કહ્યું છે કે —

Mind training is based on the idea that two opposite mental factors cannot happen at the same time. You could go from love to hate. But you cannot, at the same time — toward the same object, the same person — want to harm and want to do good.”

—Matthieu Ricard

આજની પોસ્ટ આપ સૌને સુખના પ્રદેશ માટેની તલાશ માટેની આપની યાત્રામાં માર્ગદર્શક અને પ્રેરક બનશે એવી આશા છે .

વિનોદ પટેલ, સાન ડિયેગો

_______________________________________________________

                               સુખી માણસનું પહેરણ

સુખ ને દુઃખની ફિલોસોફી માનસિકતા છે, પણ હવે સુખી થવાની ચાવી મળી ગઇ છે.

ઓપિનિયન – પિન્કી દલાલ

 

દિવાળી ને નવું વર્ષ શુભ રહે, મા લક્ષ્મીનો સદા વાસ રહે, રિદ્ધિસિદ્ધિની મહેર રહે તેવા ટનબંધ મેસેજીસ વંચાઇ ગયા પછી પણ દિલમાં ન સમજાય તેવો અજંપો વર્તાયા કરે એટલે માણસ પાસે એક અકસીર ઉપાય બચે કે નવા વર્ષે કંઇક નવો સંકલ્પ લે, એ રોજ સવારે ચાલવા જવાનો હોય કે પછી ફેસબુક પર અડધા કલાકથી વધુ ન ચીટકી રહેવાનો કેમ ન હોય?

એવા બધા નિરુપદ્રવી સંકલ્પો ભલેને બિલકુલ તકલાદી હોય પણ મનને કામચલાઉ હાશકારો તો જરૂર આપે છે. નવા વર્ષે મનને શાંતિ ને ખુશીથી ભરી દેવાનો એક મિથ્યા પ્રયાસ. પણ, એ ખુશાલી ટકે કેટલો સમય? પાંચ દિવસ? બે અઠવાડિયાં? બે મહિના? અલબત્ત, ખુશીનું ટકાઉપણું તો માણસના પોતાના પોત પર આધાર રાખે છે પણ એ સમયે કોઇ આપણને કહે કે દુનિયામાં સુખીમાં સુખી, હેપીએસ્ટ માણસને મળ્યા છો? તો??

એવું બની શકે કે દુનિયામાં કોઇ શતપ્રતિશત સુખી માણસ હોય? એવી વાર્તા સાંભળી હતી કે એક દુઃખી માણસ ભગવાન પાસે ગયો. ભગવાનને ફરિયાદ કરી આટલું બધું દુઃખ મને એકલાને જ? જરા ન્યાય તો કરો, ભગવાન!

ભગવાને કહ્યુંઃ ઠીક છે, તારા દુઃખનું પોટલું બાંધ, ને પેલા રૂમમાં મૂકી દે, અને હા, ત્યાં બીજાં ઘણાનાં દુઃખનાં પોટલાં પડ્યાં છે તેમાંથી એક તું લઇ લે. એટલે કે ભગવાનની એક્સચેન્જ ઓફર. ભક્ત ગયો, પોતાનું પોટલું મૂક્યું. હવે શોધવાનું હતું થોડું ઓછું દુઃખવાળું પોટલું. પણ, આ શું? એકેય પોટલું ઓછું વજનદાર, નહોતું. ભક્તે વિચાર્યું, લે! આના કરતાં મારું પોટલું શું ખોટું હતું?

પોતાના પોટલા સાથે ભક્ત પાછો ફર્યો ત્યારે, તે એને હળવું લાગ્યું. કારણ? કારણ કે બધા કરતાં પોતાનું પોટલું હળવું છે તેની ખુશી ઉમેરાવાથી દુઃખનો ભાર ઓછો થઇ ગયો હતો.

આ આખી માનસિકતા છે સુખ ને દુઃખની ફિલોસોફી, પરંતુ આજનું મેડિકલ સાયન્સ સુખ અને દુઃખને વિજ્ઞાનની રીતે માપે છે.

ન્યુરો સાયન્સના આધુનિક વિજ્ઞાનની વ્યાખ્યા પ્રમાણે માનવીના મગજની ડાબી બાજુએ થતી પ્રી-ફ્રંટલ કોર્ટેક્સ એક્ટિવિટીથી ખુશી, આનંદ, હર્ષ જેવી લાગણી જન્મે છે. આ એક્ટિવિટી જેટલી વધુ એટલી સુખની માત્રા બળવત્તર. જેમ જેમ ડાબા મગજમાં આ પ્રવૃત્તિ ગતિ પકડે તેમ તેમ નેગેટિવિટી એટલે કે હતાશા, ક્રોધ, ઇર્ષ્યા, વેર-ઝેર જેવી તામસિક ભાવના નિર્મૂળ થતી જાય.

પહેલી નજરે આ વાંચી કે જાણીને અચરજથી આંખ પહોળી થઇ જાય. ક્ષણવાર માટે આ વાત ટાઢા પહોરના ગપ્પા જેવી વધુ લાગે, પરંતુ આ પ્રયોગો થતા રહ્યા છે, અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે દુનિયામાં હેપીએસ્ટ મેન એટલે કે સૌથી સુખી માણસ વિજ્ઞાનીઓએ શોધી પણ કાઢ્યો છે.

છેલ્લાં ચાર વર્ષથી આ પ્રયોગો ચાલી રહ્યા હતા અને આખરે જવાબ મળ્યો હોય તેમ દુનિયાને સુખીમાં સુખી માણસ જડ્યો. આ આનંદીપુરુષ છે મેથ્યુ રિચર્ડ. જેને વિજ્ઞાનીઓએ ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ ટાઇટલ આપ્યું છે. આ માટેના પ્રયોગો કરનાર ન્યુરો સાયન્ટિસ્ટ રિચર્ડ ડેવિડસને તે માટે પ૦,૦૦૦થી વધુ વાર મેડિટેશન કરી ચૂક્યા હોય તેવા સેંકડો લોકોને પસંદ કર્યા હતા. ન્યુરો સાયન્સની એક થિયરી એ પણ કહે છે કે મેડિટેશન જ એવી અવસ્થા છે જ્યારે માનવમગજ ગામા વેવ્ઝ ઉત્પન્ન કરે છે, આ રિસર્ચ જ ન્યુરો સાયન્સની તવારીખમાં નવીનવાઇની ઘટના છે. આ પ્રયોગ માટે મેડિટેશન દરમિયાન રપ૬ સેન્સર્સ મસ્તક સાથે જોડાતા હતા જે મગજમાં ઉદ્ભવતા ઝીણામાં ઝીણા તરંગ માપી શકે. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે મેથ્યુ રિચર્ડના મસ્તકમાં મેડિટેશન દરમિયાન જે ગામા વેવ્ઝ જોવા મળ્યા તે વાત જ અચંબાભરી છે, આ થઇ સુખી માણસની વ્યાખ્યા. નો નેગેટિવિટી ઓન્લી પોઝિટિવિટી. કોઇ જીવ માટે લેશમાત્ર ધિક્કાર, ઘૃણા, ક્રોધ, ઇર્ષ્યા નહીં, માત્ર અનુકંપા, દયા, ને પ્રેમ. હવે દુનિયા માટે મેથ્યુ રિચર્ડ જ એક કોયડો છે.

ઓક્ટોબર મહિનાથી વિશ્વભરમાં આ વ્યક્તિ માટે એટલું બધું લખાઇ, છપાઇ ચૂક્યું છે કે કદાચ એ હેપીએસ્ટ એન્ડ મોસ્ટ નૉન તરીકે પણ જાણીતા થઇ જાય તો નવાઇ નહીં. ઉંમર ૬૬ વર્ષ, બૌદ્ધ સાધુ, લેખક, ભાષાંતરકાર, ફોટોગ્રાફર, દલાઇ લામા માટે ફ્રેંચ દુભાષિયાનું કામ કરનાર આ મૂળ ફ્રેંચ એવા મેથ્યુ રિચર્ડ છેલ્લાં ૪૦ વર્ષથી હિમાલયમાં રહે છે. ફ્રેંચ ફિલોસોફર અને પેઇન્ટર માના સંતાન એવા મેથ્યુ રિચર્ડની યુવાની પેરિસના આર્ટ અને ઇન્ટલેક્ચ્યુઅલ કહેવાય તેવા માહોલમાં વીતી રહી હતી ત્યારે કશુંક અગોચર તત્ત્વ તેમને ૧૯૬૭માં સૌપ્રથમ વાર ભારત ખેંચી લાવ્યું. તિબેટિયન બૌદ્ધ ધર્મગુરુઓનું આકર્ષણ જબરું હોવા છતાં પેરિસ જઇ તેમણે સેલ જેનેટિક્સમાં પીએચડી કર્યું, પણ વિજ્ઞાની અને યોગીની કશ્મકશમાં યોગી જીતી ગયો. ૧૯૭૨માં ભારત પાછા આવીને મેથ્યુ રિચર્ડે માત્ર ભારતના જ નહીં ભૂતાન, નેપાળના બૌદ્ધ સાધુઓ સાથે જીવન ગાળવું શરૂ કર્યું અને પાછળથી સંન્યસ્ત જીવન પણ સ્વીકાર્યું.

બૌદ્ધ સાધુ બનેલા મેથ્યુ રિચર્ડે સાધુ બના હૈ તો નામ બદલના પડતા હૈ તેવા કોઇ નિયમો માન્યા નથી. નામે ફ્રેંચ, કર્મે બૌદ્ધ સાધુ તિબેટિયન માસ્ટર્સના સાંનિધ્યમાં આધ્યાત્મિક પ્રગતિ કરતા રહ્યા. સાથે સાથે વ્યક્તિત્વને નવી નવી શાખા ફૂટતી રહી લેખક તરીકે, ફોટોગ્રાફર તરીકે, ભાષાંતરકાર તરીકે, ફિલોસોફર તરીકે, કર્મયોગી તરીકે… મેથ્યુ રિચર્ડે લખેલાં પુસ્તકો દુનિયાની ૭૦થી વધુ ભાષામાં અનુવાદ થયાં છે એટલું જ નહીં, બેસ્ટ સેલરની યાદીમાં રહી ચૂકેલાં પુસ્તકો છે ધ ક્વોન્ટમ ઓફ ધ લોટસ અને હેપીનેસઃ અ ગાઇડ ટુ ડેવલપિંગ લાઇફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ. એટલે કે સુખી થવું એ પણ એક કળા છે, અને એ પામવાની ચાવી છે મેડિટેશન. મેથ્યુ રિચર્ડનું ‘વ્હાય મેડિટેટ?’ પુસ્તક ૭૦થી વધુ ભાષામાં આજે પણ ચપોચપ ઊપડે છે. દુનિયાનો સૌથી સુખી આ માણસ ૧૯૮૯થી દલાઇ લામા માટે ફ્રેંચ દુભાષિયા તરીકે કામ તો કરે છે, પરંતુ તેમનો મોટા ભાગનો સમય વીતે છે પુસ્તકો લખવામાં, ફોટોગ્રાફી કરવામાં, વિશ્વભરમાં ફેલાયેલી માઇન્ડ એન્ડ લાઇફ ઇનિ્સ્ટટ્યૂટની શાખાઓમાં જઇ પેપર રજૂ કરવામાં અને તેમના ૧૧૦ પ્રોજેક્ટમાં. આ ૧૧૦ પ્રોજેક્ટ એટલે કે નેપાળનાં ગરીબ, સુવિધાવિહીન ગામોમાં ચલાવાતાં ક્લિનિક, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને વોકેશનલ ટ્રેઇનિંગ સેન્ટરો. જ્યારે મેથ્યુ રિચર્ડ પ્રવાસ પર નથી હોતા ત્યારે તેઓ પોતાની કાઠમંડુથી ૪૦ કિ.મી. દૂર આવેલી ઝેશેન મોનેસ્ટ્રીમાં જ હોય છે.

દુનિયાનો સૌથી સુખી પુરુષ જાહેર થયા પછી ન તો મેથ્યુ રિચર્ડની કોઇ દિનચર્યામાં ફરક પડ્યો છે ન પ્રવૃત્તિમાં.

બૌદ્ધ કથાઓમાં કિસા ગોતમીની એક વાત આવે છે. જેમાં ગૌતમ બુદ્ધ સુખી માણસનું પહેરણ લઇ આવવા કહે છે. વાર્તા કહે છે કે કિસા ગોતમીને ક્યાંયથી પહેરણ મળતું નથી જે સુખી માણસનું હોય! એટલે કે સુખી માણસ હોય તો પહેરણ મળેને!

આ કિસા ગોતમી કોણ છે? હું? તમે? આપણે?

બસ, આટલી જ વાત રિચર્ડ મેથ્યુ પોતાની જાતને પૂછવા માટે કહે છે. આખરે તો પેલું કહેવાતું સુખી માણસનું પહેરણ પેલા દુઃખના પોટલામાં જ બંધાઇ ગયું છે તેવું નથી?

છેલ્લે છેલ્લે…

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

(સૌજન્ય – મુંબઈ સમાચાર )

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=70943

______________________________________________________________

Matthieu Ricard: The habits of happiness  (Video)

What is happiness, and how can we all get some? Buddhist monk, photographer and author Matthieu Ricard has devoted his life to these questions, and his answer is influenced by his faith as well as by his scientific turn of mind: We can train our minds in habits of happiness. Interwoven with his talk are stunning photographs of the Himalayas and of his spiritual community.

___________________________________________________

(136 ) ગાંધીજીના દીકરાના દીકરાનો દીકરો શાંતિલાલ—- એકસ્ટ્રા કોમેન્ટ – કૃષ્ણકાંત ઉનડકટ.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે પોતાનો જાન આપી દેશ માટે મહાન ત્યાગ આપ્યો હતો .દેશ પાસેથી કોઈ બદલાની એમણે કોઈ આશા રાખી ન હતી.એવું જ ગુજરાતના બીજા સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ વિષે પણ કહી શકાય .દેશના આ લોખંડી નેતા સરદારે દેશને નાના ટુકડાઓમાં ખંડિત થતો બચાવીને દેશની એકતા માટે નિસ્વાર્થ ભાવે મહાન કાર્ય કરીને નામ અમર કરીને ગયાં.

આ બે દેશ નેતા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો વિષે જન સમાજમાં બહું ઓછી માહિતી પ્રવર્તે છે કારણ કે આ બન્ને નેતાઓ એમના સ્વાર્થ માટે નહી પણ દેશના હિતો માટે સદા વિચારતા હતા અને દિનરાત કામ કરતા હતા.એમના  પુત્રો અને પૌત્રોના ભવિષ્યની પણ એમણે જરાયે ચિંતા ન કરી એટલું જ નહી એ માટે પિતા તરીકે પૂરતું ધ્યાન પણ આપ્યું ન હતું.એમના વંશજો એક સામાન્ય માણસો તરીકે પોતપોતાના જીવનનો રાહ દેશ પાસેથી કોઈ પણ બદલાની આશા રાખ્યા વગર કંડારતા રહ્યા છે જેની આપણને કોઈ માહિતી મળતી નથી.

આની સામે દેશે આઝાદી પ્રાપ્ત કરી ત્યારથી આજ દિન સુધી નેહરુ પરિવારના સભ્યો વંશ પરંપરાથી દેશના રાજકારણમાં  છવાઈ ગયા છે. દેશના સર્વોચ્ચ સ્થાને ચીપકી રહ્યા છે.અત્યારે હાલ પણ કોંગ્રેસ પક્ષમાં રાહુલ ગાંધીને દેશના વડા પ્રધાન બનાવવા માટેનાં ચક્રો ગતિમાન થઇ ગયાં છે.

આ અંગે મેં એક વાત વાંચી હતી એ યાદ આવે છે.એક વખતનાં શક્તિશાળી કહેવાતાં ઇન્દિરા ગાંધી અને એમનાં ફોઈ વિજયાલક્ષ્મી પંડિત વચ્ચે બહું મનમેળ ન હતો.એક વખત વિજયાલક્ષ્મી પંડિતે જાહેરમાં આ મતલબનું જણાવ્યું હતું કે” લોકો એમ કહે છે કે નેહરુ પરિવારે દેશ માટે મોટો ભોગ આપ્યો છે, પરંતુ એમણે જે ભોગ આપ્યો એના બદલામાં દેશ પાસેથી એમણે પ્રાપ્ત પણ ઘણું કર્યું છે.”વિજયા લક્ષ્મીપંડિતના આ શબ્દો આજના દેશના રાજકીય માહોલમાં કેટલા  સાચા લાગે છે !

ખેર, આજની પોસ્ટમાં મહાત્મા ગાંધીના જયેષ્ઠ પુત્ર હરીલાલ ગાંધીના પુત્ર કાંતિલાલ ગાંધીના પુત્ર શાંતિલાલ ગાંધી વિશેનો જાણીતા લેખક અને પત્રકાર શ્રી  કૃષ્ણકાન્ત ઉનડકટનો એક સરસ લેખ “ગાંધીજીના દીકરાના દીકરાનો દીકરો શાંતિલાલ”એમના આભાર સાથે મુક્યો છે.

શ્રી શાંતિલાલ સૌ પ્રથમ જ્યારે અમેરિકા વધુ અભ્યાસ માટે આવ્યા ત્યારે પ્લેનની ટીકીટના પણ પૈસા ગાંધીજીના આ પ્રપૌત્ર પાસે ન હતા ! શ્રી શાંતિલાલ ગાંધીએ એમની ૭૨ વર્ષની ઉંમરે ,અમેરિકાની નવેમ્બરની ૬ઠી તારીખે યોજાએલ કેન્સાસ સ્ટેટ એસેમ્બલીની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો એ હકીકત અને એમના નિસ્પૃહી જીવનનો ઘણો અને સુંદર ચિતાર લેખકે એમના આજની પોસ્ટમાં મુકેલ લેખમાં આપ્યો છે.આ લેખ તમને  વાંચવો ગમશે.

                                                                     વિનોદ પટેલ, સાન ડિયેગો

____________________________________________________________________

ગાંધીજીના દીકરાના દીકરાનો દીકરો શાંતિલાલ

                                                                           (Shantilal K. Gandhi )   

ભારતનાં રાજકારણમાં વારસાઇ પરંપરાની બોલબાલા છે. ત્રણ-ચાર પેઢીથી રાજકારણમાં જ હોય એવાં લોકો બાપ-દાદાનું નામ વટાવવામાં કોઇ કસર છોડતા નથી. મહાત્મા ગાંધીજીના વારસદારો મોટા ભાગે પોતાની રીતે જિંદગી જીવ્યા છે. અમેરિકામાં ગાંધીજીના પ્રપૌત્ર શાંતિલાલ ગાંધી ચૂંટણી જીત્યા ત્યારે છેક ઘણાને ખબર પડી કે ગાંધીજીના એક વારસદાર અહીં પણ વસે છે અને સૌથી મોટી વાત એ છે કે,આ ગાંધીએ ચૂંટણીમાં મત મેળવવા માટે ક્યારેય ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો નથી!

અમેરિકાના ન્યૂયોર્ક ખાતે યુનિયન સ્કવેર પાર્કમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવામાં આવી છે. ગઈ ૨જી ઓકટોબર અહીં મહાત્મા ગાંધીજીની ૧૪૩મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય કોન્સ્યુલેટ અને ભારતીય વિદ્યા ભવનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકામાં વસતાં ઘણા ઇન્ડિયન્સ આ કાર્યક્રમમાં હાજર હતા. આ બધામાંથી ભાગ્યે જ કોઇને ખબર હતી કે ગાંધીજીના એક વારસદાર શાંતિલાલ ગાંધી અમેરિકામાં વસે છે. તેમાં વાંક એ લોકોનો ન હતો પણ ખૂબી શાંતિલાલ ગાંધીની હતી. ખૂબી એ જ કે તેમણે ક્યારેય મહાત્મા ગાંધીજીના નામને વાપર્યું ન હતું!

ડોકટર શાંતિલાલ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દીકરા હરિલાલના દીકરા કાંતિલાલના દીકરા છે. ગાંધીજીના નામ સાથે જ શાંતિ અને અહિંસાનો સંદેશ જોડાયેલો છે. કદાચ એટલે જ કાંતિલાલે પોતાના પુત્રનું નામ શાંતિ પાડયું હશે. એ વાત જગજાહેર છે કે ગાંધીજીના પુત્ર હરિલાલને પિતા સાથે બનતું ન હતું. હરિલાલના રંગ-ઢંગ અને ટેવ-કુટેવની વાતો પણ ખૂબ બહાર આવી છે. લોકો હરિલાલની વાત નીકળે ત્યારે એ જ જૂની ગુજરાતી કહેવત ’ર્દીવા પાછળ અંધારૂ’ નો ઉપયોગ કરતા. જો કે હરિલાલના પુત્ર કાંતિલાલની વાત જુદી હતી. ગાંધીજીને પણ કાંતિલાલ પ્રત્યે અપાર સ્નેહ હતો એવું તેના પત્રો અને લખાણોમાં જોવા મળ્યું છે. કાંતિલાલના દીકરા શાંતિલાલે ૭૨ વર્ષની ઉંમરે અમેરિકાની કેન્સાસ સ્ટેટ એસેમ્બલીમાં વિજય પ્રાપ્ત કર્યો છે.

બરાક ઓબામા અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણી બીજી વાર જીતી ગયા. જે પરિણામો આવ્યા તે જોતાં એ વાત કહેવી પડે કે લોકોએ બરાક ઓબામાને ખુલ્લા દિલે મતો આપ્યા છે. મતલબ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનો હાથ ઘણો ઉપર રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીની બોલબાલા વચ્ચે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર શાંતિલાલ ગાંધી એસેમ્બ્લીમાં ચૂંટાયા એ વાત પણ નોંધવા જેવી છે. મતલબ કે તેની વ્યક્તિગત છાપ જ આ વિજય માટે કામ કરી ગઇ છે. મજાની વાત તો એ પણ છે કે જ્યાં સુધી શાંતિલાલ ગાંધી ચૂંટણી જીતી ગયા ત્યાં સુધી પણ કોઇને ખબર ન હતી કે ગાંઘીજીના એક વારસદાર એસેમ્બલી ઇલેકશન લડે છે. ઇન્ડિયન મીડિયા પણ ઊંઘતું ઝડપાયું એમ કહીએ તો ખોટું નથી, જો કે સાચી વાત એ છે કે લો-પ્રોફાઇલ શાંતિલાલ ગાંધીએ દાદાના પિતા મહાત્મા ગાંધીજીના નામને ક્યારેય વટાવ્યું ન હતું ! તમે તેની સામે ભારતના રાજકારણીઓના સંતાનોની સરખામણી કરી શકો છો!

આ રવિવારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના બાઝીપુરા ગામે કોંગ્રેસની એક જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં કોંગ્રેસના નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝ હાજર હતા. તેમણે પોતાના પ્રવચનમા કહ્યું કે આપણા દેશમાં બે જ ગાંધીને લોકો ઓળખે છે, એક મહાત્મા ગાંધી અને બીજા રાહુલ ગાંધી. બરાબર એ જ દિવસે બહાર આવ્યું કે એક ગાંધી અમેરિકામાં પણ જીત્યા છે. આપણા રાજકારણીઓ તો વ્હાલા લાગવા માટે ચાપલુસી કરવાની એકેય તક પણ જતી નથી કરતાં ત્યારે શાંતિલાલ ગાંધી પાસેથી દેશના નેતાઓએ ઘણુંબધું શીખવા જેવું છે.

અત્યારે રાજકારણીઓના સ્વિસ બેંકમાં નાણાંનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે શાંતિલાલ ગાંધીની બીજી પણ એક વાત જાણવા જેવી છે. મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોંલેજમાં ભણીને અમેરિકા જવા માટે તેમની પાસે નાણાં ન હતા. તેમની કાબેલિયત જોઇને જ ઓહાયોના યંગસ્ટાઉનની એક હોસ્પિટલે તેમને ઇન્ટર્નશિપ ઓફર કરી હતી. હાલત એ હતી કે શાંતિલાલ કે તેમના પિતા પાસે અમેરિકાની ટિકિટના રૂપિયા પણ ન હતા. આખરે હોસ્પિટલે ટિકિટના નાણાં પણ લોન તરીકે આપ્યા હતા. અમેરિકા ગયા પછી પણ તેમણે ઘણી સ્ટ્રગલ કરી છે. પત્ની સુશાનને પણ પહેલી વખત એ જ્યાં કામ કરતાં હતા એ યંગસ્ટાઉનમાં જ મળેલા. શાંતિલાલ અને સુશાનને ત્રણ પુત્રીઓ છે.

શાંતિલાલ ગાંધી અને સુશાન આમ તો ૧૯૮૦થી રાજકારણમાં છે. રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ હતા ત્યારે જ તેઓનું કામ શરૂ થઇ ગયું હતું, પણ હોસ્પિટલની જોબ ચાલુ હતી એટલે પૂરો સમય આપી શકાતો ન હતો. આખરે ડિસેમ્બર-૨૦૧૨માં રિટાયરમેન્ટ લઇને સમાજસેવાના કામમાં સક્રીય થયા.

રાજકારણમાં આવવા વિશે તેણે કહ્યું કે મારો ઉદ્દેશ એક જ છે કે, લોકોને તેના રોજિંદા જીવનમાં નડતી સમસ્યામાં મદદરૂપ થવું. કાશ, આવા જ ઇરાદા સાથે આપણા રાજકારણીઓ પણ રાજકારણમાં ઝંપલાવતા હોત! બાકી અહીં તો રાજકારણીઓ મહાત્મા ગાંધીજીનું નામ વાપરવા અને વટાવવા જ બેઠાં છે !

-આભાર-  કૃષ્ણકાંત ઉનડકટ.

( ‘સંદેશ’, તા. 13મી નવેમ્બર,2012. મંગળવાર. ‘એકસ્ટ્રા કોમેન્ટ’)

(135) “થેન્ક્સ ગીવીંગ ડે“ અને પ્રભુનો ઋણ સ્વીકાર

 “થેન્ક્સ ગીવીંગ ડે“ અંગેની આ અગાઉની પોસ્ટમાં આપણે પ્રભુ તરફની આભારવશતા અંગે સુવાક્યો સાથે વાત કરી હતી.

આજની પોસ્ટમાં આ પ્રભુના ઋણ સ્વીકાર અને આભારવશતાની વાતને વધુ આગળ વધારતી એક અંગ્રેજી બોધ કથા નીચે આપેલ છે, જે તમોને જરૂર ગમશે.

અમેરિકામાં વર્ષોથી ઉજવાતા “થેન્ક્સ ગીવીંગ ડે“ નો આપણે ઈતિહાસ ટૂંકમાં તપાસીએ તો આ દિવસનું મૂળ સાલ ૧૬૨૧ સુધી જાય છે . આ વરસે પ્લાયમાઉથ કોલોનીના યાત્રાળુઓએ ઇંગ્લેન્ડના જાનલેવા શિયાળામાંથી બચાવીને અમેરિકાની નવી દુનિયામાં હેમખેમ પહોચાડવા બદલ પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે મનાવ્યો હતો. એનો મૂળ હેતુ ભગવાનનો આભાર માનવાનો હતો.

આ પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે ત્રણ દિવસ ૫૩ નવ આગંતુકો (ઇમિગ્રન્ટ ) અને ૯૦ નેટીવ અમેરિકનોએ ખાણીપીણીની મિજબાની યોજીને મનાવ્યો હતો. ત્યાર પછી પણ ન્યુ ઇંગ્લેન્ડ કોલોનીના લોકો નિયમિત રીતે આ દિવસને દુકાળ નાબુદી અને યુદ્ધમાં જીત અપાવવા બદલ પ્રાર્થના અને ભગવાનનો આભાર માનવા માટેના દિવસ તરીકે ઉજવતા હતા.   ત્યારબાદ ,લોક લાગણીને માન આપી, સાલ ૧૮૬૩માં અમેરિકાના જાણીતા સિવિલ વોરના કપરા સમયે એ વખતના અમેરિકાના પ્રેસિડન્ટ અબ્રાહમ લિન્કને નવેમ્બર ૨૬ ના દિવસને રાષ્ટ્રીય દિવસ “થેન્ક્સ ગીવીંગ ડે” તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું.

આ જાહેરાત કરતાં એમણે આ પ્રમાણે કહ્યું હતું.:

“We have been the receipients of the choicest bounties of heaven. We have forgotten the gracious hand which preserved us in peace and multiplied and enriched and strngthened us. We have grown in numbers, wealth and power as no other nation has ever grown. And virtue of our own…. Before we sit down to eat, we should thank God for the Blessings bestowed on us.”

ગયા વરસે, વિનોદ વિહારની થેન્ક્સ ગીવીંગ (આભાર પ્રગટ દિવસ)ની પોસ્ટમાં આ દિવસના સ્પીરીટને અનુરૂપ મને ઈ-મેલમાં પ્રાપ્ત એક  સુંદર  અંગ્રેજી બોધદાયક વાર્તા મૂકી હતી . આ વાર્તા મને ખુબ ગમી હતી .એટલાં માટે વારંવાર વાંચવા જેવી આ વાર્તા આજે ફરી હું આજની પોસ્ટમાં આપ સૌને વાંચવા માટે મુકું છું.આશા છે આપણે એ જરૂર બોધદાયક લાગશે.

આ વાર્તામાં આપણે શા માટે પ્રભુના આભારવશ થવું જોઈએ અને એના ઋણનો સ્વીકાર કરવો જોઈએ ,એ વાત ખુબીથી સમજાવી છે.

આ વાર્તાને નીચેની લિંક ઉપર ક્લિક કરી ફાઈલ ઓપન કરી વાંચશો અને અન્યોને પણ વંચાવશો.

A Thanksgiving Day Story

વિનોદ પટેલ, સાન ડિયાગો

_______________________________________________________________

વાચક મિત્રોને એક વિનંતી

અત્યાર સુધી વિનોદ વિહાર બ્લોગમાં નવી પોસ્ટ મુકાય એટલે એની ખબર  મિત્રો અને સ્નેહીઓને નિયમિત

ઈ-મેલથી આપવામાં આવતી હતી .

હવે, પોસ્ટની સંખ્યા વધતાં ઈ-મેલ દ્વારા અપાતી ખબર નિયમિત રૂપે આપવી શક્ય બનતી નથી.

એટલા માટે જો આપને આ બ્લોગમાં મુકાતી પોસ્ટ વાંચવી ગમતી હોય અને ઈ-મેલથી તરત નવી પોસ્ટની માહિતી

મેળવવામાં રસ હોય તો આ બ્લોગની જમણી બાજુના કોલમમાં અંગ્રેજીમાં નીચેના શબ્દો લખ્યા છે એની નીચે આપેલ બોક્ષ્

ઉપર ક્લિક કરી આપનુ ઈ-મેલ એડ્રેસ ટાઈપ કરશો તો વર્ડ પ્રેસની સગવડ પ્રમાણે પોસ્ટ પ્રસિદ્ધ થતા જ તમને એની ખબર

મળી જશે.

Click to follow this blog and receive notifications of new posts by email.   Join 103 other followers

આપના સહકાર બદલ આભાર

વિનોદ પટેલ,સાન ડિયાગો

Thank you God for everything ………