વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(124 ) પંગુમ લંગયતે ગિરિમ – બે પગ વિહીન પર્વત આરોહક સ્પેન્સર વેસ્ટની અદભૂત સાહસ કથા.

Spencer West, celebrates at the peak of Kilimanjaro after scaling the tallest mountain in Africa on his hands

આજની પોસ્ટમાં જન્મથી બે પગ ગુમાવ્યા હોવાં છતાં ફક્ત બે હાથે ઘસડાઈને આફ્રિકાના ૧૯૦૦૦ ફીટ ઊંચામાં ઊંચા કીલીમાંજારો પર્વતને શિખરે ધ્વજ લહેરાવનાર એક પંગુ પણ જવાંમર્દ માનવીની દિલ ધડક અને સૌને માટે પ્રેરક દાસ્તાનનો પરિચય કરાવવામાં આવ્યો છે.

મૂળ ટોરોન્ટો ,કેનેડાના વતની સ્પેન્સર વેસ્ટ પાંચ વર્ષનો થયો ત્યારથી એક જન્મજાત રોગમાં એના બે પગની શક્તિ બિલકુલ ગુમાવી દીધી હતી.બે હાથ જમીન ઉપર મૂકી ઢસડાઈને જ એ ખસી શકતો અને હલન ચલન કરી શકતો હતો.

આ રોગમાં ત્રણ વર્ષની ઉંમરે એના ઢીંચણથી નીચેના અને પાંચ વર્ષની ઉંમરે  કમરથી નીચેથી બે પગ કાપી નાખવા પડ્યા હતા. ડોક્ટરોએ એ વખતે કહ્યું હતું કે સ્પેન્સર કદી સમાજ માટે કોઈ ઉપયોગી કામ કરી નહી શકે.

શારીરિક શક્તિથી અશક્ત પરંતુ ભરપુર આત્મિક શક્તિથી છલકાતા સ્પેન્સરે ડોક્ટરોના આ અભિપ્રાયને એક પડકાર તરીકે લીધો.આવી વિકલાંગ શારીરિક પરીસ્થિતિમાં પણ કોઈ શશક્ત માનવી માટે પણ મુશ્કેલ એવું એક જીવ સટોસટનું સાહસ પોતાના નામે અંકિત કરી દાક્તરોને ખોટા સાબિત કર્યા.એટલું જ નહી પોતાની Free The Children નામની ચેરીટી સંસ્થા મારફતે આફ્રિકા અને અન્ય ગરીબ દેશોમાં સ્વચ્છ પાણીની યોજનાઓ  અને બાળ શિક્ષણની સંસ્થાઓ શરુ  કરી .

૩૧ વર્ષની ઉંમરે સ્પેન્સર વેસ્ટે ટાન્ઝાનિયા,આફ્રિકાના ૧૯૩૧૪ ફીટ ઊંચા પર્વત કીલીમાંજારોની ટોચ ઉપર એના સાથીઓ સાથે માત્ર બે હાથે ચાલીને  ઘસડાતાં ઘસડાતાં એ પર્વતનું શિખર શર કરી બતાવ્યું.!

આ સાહસ મારફતે સ્પેન્સરે પોતાની સંસ્થાના સામાજિક કામો માટે 500000 ડોલર કરતાં ય વધુ ફાળો એકત્રિત કયો હતો , અને દાનનો પ્રવાહ હજુ  પણ ચાલુ છે.   

બે પગ વિનાના આ જવામર્દ સ્પેન્સરના નીચેના ખુમારીથી ભરપુર શબ્દોમાંથી શરીરથી નર્યા માણસોએ પણ ઘણું શીખવાનું છે.

‘I set out to climb Mt. Kilimanjaro not only to redefine what’s possible for me, but to inspire others to overcome obstacles and challenges of their own, and to give back to communities, that need our help.

Reaching the peak of Mt. Kilimanjaro was the most mentally and physically challenging thing I have ever done, but in doing so, it reinforced the powerful message behind believing in yourself, and believing in others.”

આવા હિમ્મતવાન પંગુ પર્વત આરોહક સ્પેન્સર વેસ્ટના સાહસની  અદ્ભુત તસ્વીરો સાથેનો અહેવાલ  આ લિંક ઉપર વાંચો.

આ પંગુ સાહસવીર સ્પેન્સર વેસ્ટના પર્વતાવરોહણની કથા એક જાણીતી સંસ્કૃત પ્રાર્થનાના શ્લોકનું સ્મરણ કરાવે છે.

મુકમ કરોતિ વાચાલમ ,પંગુમ  લંગયતે ગિરિમ

યતકૃપા ત્વમહમ વંદે , પરમાનંદમ માધવમ

(અર્થ :જેની કૃપાથી મુંગો પણ બોલતો થાય છે અને પંગુ માણસ પણ પર્વત ઓળંગી જાય છે એવા  પરમ આનંદ સ્વરૂપ પરમાત્માને-

માધવને હું વદન કરું છું.)

મારી પ્રેરણામૂર્તિ અંધ,બધીર અને મુક  હેલન કેલરે પણ સાચું જ કહ્યું છે કે :

“સુખનું એક દ્વાર બંધ થતાં  જ બીજું દ્વાર ઉઘડી જાય છે .પણ પેલા બંધ દ્વાર તરફ આપણે એટલો બધો વખત તાક્યા કરીએ છીએ

કે  ઉઘડેલા દ્વાર તરફ આપણી નજર જતી જ નથી.”

“કુદરતે મારી બન્ને આંખો લઇ લીધી, મારી શ્રવણ શક્તિ હરી લીધી અને મારી વાણી ખૂંચવી લઈને મને મુક બનાવી પરંતુ મારો

પ્રભુ મારી પાસે મોજુદ છે ત્યાં સુધી મારી આત્માની શક્તિને કોઈ હણી  નહીં શકે.જ્યાં સુધી મારો આત્મા સાબુત છે,ત્યાં સુધી મારી

પાસે  બધું જ છે.હું કોઈ પણ રીતે અપૂર્ણ નથી.” 

બે પગ વિનાના શશક્ત પંગુ સ્પેન્સર વેસ્ટની

હિમ્મત,ધ્યેયનિષ્ઠા ,સાહસિકતા અને સેવા ને શત શત સલામ

વિનોદ આર। પટેલ ,સાન ડિયેગો 

_______________________________________________________________________

વિકલાંગ સ્પેન્સર વેસ્ટને નીચેના બે વિડીયોમાં જુઓ અને સાંભળો

આ વિડીયોમાં વિકલાંગ સ્પેન્સર વેસ્ટ અને એના બે મિત્રો સાથે બે હાથ ઉપર ચાલીને સાત દિવસમાં આફ્રિકાના સૌથી ઊંચા કીલીમાન્જારો પર્વતની ટોચ ઉપર પહોંચવાની અશક્ય વાતને શક્યતામાં કેવી રીતે પલટે છે એ સ્પેસરના શબ્દોમાં જ સાંભળો અને જુઓ.

આ સાહસ પાર પાડીને એમણે ઈસ્ટ આફ્રિકામાં સ્વચ્છ પાણી પુરવઠાની યોજના Free the Children માટે ૫૦૦૦૦૦ ડોલરનો ફાળો એકઠો કર્યો હતો અને હજુ ફાળો આવતો જ રહે છે.

Spencer West walks up Mount Kilimanjaro on his hands –

આ વિડીયોમાં સ્પેન્સર વેસ્ટ  એની ભારતની મુલાકાત દરમ્યાન માઉન્ટ આબુના ગુરુ શીખર ઉપર આવેલ જૈન મંદીરના પગથીયા

ચડીને મંદિરનો ત્રણ વાર ઘંટ  વગાડે છે એની રસપ્રદ વાતનું  એક મોટી મેદની સમક્ષ સરસ બયાન કરે છે.

એનું આખું ય વક્તવ્ય ખુબ જ જોશીલું અને પ્રેરક છે.તો માણો આ પ્રેરક વિડીયો.

Spencer West speaks at We Day 2010

સ્પેન્સર વેસ્ટના પર્વત આરોહણના સાહસના વધુ વિડીયો ,તસ્વીરો અને એની સેવા સંસ્થાના કાર્યના પરિચય માટે

સ્પેન્સરના ના  બ્લોગની આ લિંક ઉપર ક્લિક કરો.

4 responses to “(124 ) પંગુમ લંગયતે ગિરિમ – બે પગ વિહીન પર્વત આરોહક સ્પેન્સર વેસ્ટની અદભૂત સાહસ કથા.

 1. Ramesh Patel નવેમ્બર 6, 2012 પર 6:05 પી એમ(PM)

  What a will power! Shri Vinodbhai…very ineresting post.

  Thanks for sharing such nice topics.

  Ramesh patel(Aakashdeep)

  Like

 2. પરાર્થે સમર્પણ નવેમ્બર 8, 2012 પર 5:12 એ એમ (AM)

  આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
  આપનો લેખ મનનીય અને વ્યક્તિ વિશેષની હમ અને હિમતને
  દિલેરી દાદ આપે તેવો છે..અદભુત.
  ઘણા સમયે આપના આંગણે આવ્યો તે બદલ માફ કરશો.

  Like

 3. aataawaani નવેમ્બર 8, 2012 પર 5:29 એ એમ (AM)

  વિનોદ ભાઈ

  પરમેશ્વરની કૃપા થાય તો मुकम करोति वाचालम पंघु लघयते गिरिम ઘણું જાણવા મળ્યું તમારો આભાર વિનોદ ભાઈ આવી અદ્ભુત વાતો પીરસવા બદલ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: