વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 7, 2012

(125) અમેરિકાના ૪૪મા વિજયી પ્રેસિડન્ટ બરાક ઓબામાને અભિનંદન અને કાર્ય સિદ્ધિ માટે અનેક શુભ કામનાઓ .

Four more year- Barack Obama with his family after victory speech on Novembr 6, 2012 night at Chicago.

વિશ્વની મહાસત્તા અમેરિકાની  તા. ૬ નવેમ્બર,૨૦૧૨ના રોજ ૨૦૧૨ની પ્રેસીડન્ટ માટેની યોજાએલ ચૂંટણીમાં દેશના બહુમતી

મતદારોએ હાલના પ્રેસીડન્ટ બરાક ઓબામાને સતત બીજીવાર બહુમતીથી વિજયી બનાવીને એક નવો ઇતિહાસ સર્જ્યો છે.

બુધવારે વહેલી સવારે જાહેર થયેલા પરિણામો અનુસાર ઓબામાએ ૩૦૩ ઈલેક્ટોરલ વોટ્સ હાંસલ કરી લીધા હતા જ્યારે એમના હરીફ

મિટ રોમનીને ૨૦૬ વોટ. મળ્યા હતા. ફ્લોરિડાના ૨૯ વોટ્સનો ચુકાદો આવવાનો હજુ બાકી છે જે ઓબામાની તરફેણમાં આવે એમ

જણાય છે.

આ વખતની ચૂંટણી અપેક્ષા પ્રમાણે  ખુબ જ રસાકસી ભરી હતી અને આજ સુધીના ચૂંટણીના ઇતિહાસમાં સૌથી ખર્ચાળ હતી.બે વર્ષ

ચાલેલ કંટાળાજનક ચૂંટણી પ્રક્રિયાનો પ્રચાર સંકેલાઈ ગયો ત્યાં સુધી એકલી પ્રેસિડન્ટ માટેની જ ચૂંટણીમાં ૨.૬ બીલીયન ડોલરનો

ધુમાડો થઇ ચુક્યો હતો.

બન્ને  પક્ષે એક બીજાને ખરાબ ચિતરવામાં કઈ બાકી રાખ્યું ન હતું .આ અંગે આ કારટુન ઘણું કહી જાય છે।Obama and Romney scrawling each other's image during 2012 Presidential race-Google images  

હાલ દેશમાં પ્રવર્તતી આર્થિક મંદી ,૭.૯નો લાંબાસમયથી સ્થગિત થયેલો ઉંચો બેરોજગારીનો દર, વધતી જતી ખાધ જેવી અનેક

સમસ્યાઓ હોવા છતાં અગાઉ ૧૯૩૨ની મંદી પછી જેમ પ્રેસિડન્ટ રુઝવેલ્ટે વિજય મેળવેલો એમ બરાક ઓબામાએ આ ઐતહાસિક

વિજય મેળવ્યો છે .

અર્થશાસ્ત્રીઓ અને રાજકારણના જાણકાર પંડિતો માટે આ મોટું આશ્ચર્ય છે .હાલ તેઓ આનું વિશ્લેષણ કરી રહયા છે.

ઓબામાએ એમના હરીફ કરતાં એમની ચૂંટણી ઝુંબેશનું સંચાલન ખુબ જ કાર્યક્ષમતાપૂર્વક એક યુદ્ધના સેનાપતિની જેમ વ્યુહાત્મક રીતે

કરીને આ ચૂંટણી જંગમાં સફળતા પ્રાપ્ત કરી હતી.આ માટે ખરેખર એમને દાદ આપવી પડે.

બરાક ઓબામાની એમની પહેલાં થઇ ગયેલ અમેરિકાના બધા જ ૪૩ પ્રેસીડન્ટ શ્વેત હતા .તા. ૨૦મી જાન્યુઆરી,૨૦૦૯ના રોજ પ્રથમ

વખત એક અશ્વેત -આફ્રિકન અમેરિકન બરાક ઓબામા 2008ની રસાકસી ભરી ચૂંટણીમાં દેશના ૪૪મા પ્રેસીડન્ટ તરીકે ચૂંટાઈ

આવ્યા હતા। આ વખતે જ અમેરિકાની લોકશાહીમાં એક નવા યુગના મંડાણ થયાં હતાં.અમેરિકામાં રંગભેદ સામેની લડતમાં આપણા

ગાંધીની જેમ શહીદી વહોરનાર માર્ટીન લ્યુથર કિંગએ સેવેલું “આઈ હેવ એ ડ્રીમ “એ વખતે સાકાર થયું હતું અને અમેરિકાની બે સદીઓ

જૂની લોકશાહીનાં મૂલ્યો વધુ દ્રઢ  બન્યા હતાં.

પ્રેસિડન્ટ ઓબામાને બીજી ટર્મમાં કરવાનાં કાર્યોનું બકેટ લીસ્ટ ખુબ જ મોટુ અને વિકટ છે .તેઓ આ માટે વિરોધ પક્ષના સહકાર સાથે

હવે પછી કેવું કામ કરી બતાવે છે એના ઉપરથી ઇતિહાસ એમની ચાર વર્ષની આ ટર્મ દરમ્યાનની કામગીરીની નોધ લેશે.

નવી આશાઓ, પરિવર્તન અને આગે કદમના -ફોરવર્ડના

કામયાબ મંત્રથી ફરી વિજયી બનેલ અમેરિકાના 

૪૪મા પ્રેસિડન્ટ બરાક ઓબામાને

અભિનંદન અને એમની કાર્ય સિદ્ધિ માટે અનેક શુભ કામનાઓ .

વિનોદ આર. પટેલ ,સાન ડિયેગો

_________________________________________________________

મારી એક અછાંદશ સ્વ-રચિત કાવ્ય રચના 

અમેરિકી રાષ્ટ્રપતીની તાજ્પોશીનો  ચૂંટણી જંગ પૂરો થયો  

ક્યાંક જશન મનાયો,હેલે ચઢ્યું જાણે અમેરિકા 

લોક જીભે બસ એક જ નામ 

પ્રેશીડન્ટ  બરાક ઓબામા,બરાક ઓબામા . 

પૂર્વે અશ્વેત મજુરોના હાથે બંધાયું વ્હાઈટ હાઉસ 

એના જ પગથારે થશે શપથવિધિ અને 

ફરી વસશે એક અશ્વેત  પ્રમુખ પરિવાર    

આશ્ચર્ય નયને વિશ્વ આખું નીરખી રહ્યું 

અમેરિકી લોકશાહીનો આ એક ચમત્કાર 

“બધું જ શક્ય છે અમેરિકામાં “

એ મંત્રનો જાણે   સાક્ષાત્કાર 

લીન્કન ,માર્ટીન લ્યુથર કિંગનાં સ્વપ્નો 

ફરી જાણે સાકાર થયાં . 

ઉદય થયો ફરી આકાશે સુરજ 

નવી  આશાનાં કિરણો રેલાઈ રહ્યાં . 

યુધ્ધો,બેકારી , આર્થિક સંકટો અને 

આતંકવાદ જેવા અનેક ડરામણા પડકારો 

દેશ સામે વિકરાળ આંખે ડરાવી રહ્યા 

કિન્તુ  “યસ વી કેન “નો વિશ્વાસ ધરાવતા 

આ લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખને વધાવીએ 

રાષ્ટ્રનાં સૌ સ્વપ્નો સાકાર કરવા એમને 

સહકાર આપીએ , શુભેચ્છાઓ પાઠવીએ .

વિનોદ આર. પટેલ   

________________________________________________________

President Barack Obama  Victory Speech 2012: Election Remarks From Chicago Illinois