વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(129) નવા વર્ષે નવલા થઈએ …..નવા વર્ષના શુભ સંકલ્પો

આજે હિંદુ વિક્રમ સંવત ૨૦૬૯ નું નવું વર્ષ નવી આશાઓ અને નવા અરમાનો સાથે શરુ થશે.

દર વર્ષે દીવાલ ઉપર લટકાવેલા કેલેન્ડરનાં પાનાં ફાટતાં જાય છે.એક વર્ષ પુરું થઇ ભૂતકાળમાં ગરકાવ થઇ

જાય છે, અને એક નવું વર્ષ વર્તમાન કાળમાં દાખલ થાય છે.

સમય સમયનું કામ કર્યે જાય છે.

બાળપણ,યુવાની અને ઘડપણ એ બધી સમયની લીલા છે.

પરિવર્તન એ જ તો છે બધાના જીવનનો એક નિશ્ચિત ક્ર્મ  .

જો કોઈ વસ્તુ અપરિવર્તનશીલ હોય તો એ છે પરિવર્તન.

આપણે આપણા આ જીવનક્રમને ઉજ્જવળ બનાવવાનો છે.આપણી જિંદગીમાં ફક્ત વર્ષો ઉમેરવાનાં નથી

પણ વરસોમાં જીવન ઉમેરવાનું છે.

એક બીજા ઉપર નફરત,તિરસ્કાર,અણગમો ,વેર ઝેર અને ખોટા પૂર્વ ગ્રહોમાં જિંદગીના

દિવસોને નાહક વેડફી મારવા માટે આપણી આ જિંદગી બહું જ ટૂંકી છે.

એકબીજા પ્રત્યે કોઈ પણ જાતના પૂર્વ ગ્રહ વિનાનો સાફ દિલનો નિસ્વાર્થ પ્રેમ એ જ સફળ જીવનની ચાવી છે .

આજના આ નવા વર્ષના પ્રથમ દિવસે રચેલી મારી એક અગદ્યાપદ્ય કાવ્ય રચના નીચે રજુ કરું છું .

નવા વર્ષે નવલા રે થઈએ …

આ નવા વર્ષે નવલા રે થઇએ ,એવા જ જુના શું કામ રહીએ

અણગમતું , બિન જરૂરી ભૂલી બધું ,નવું નવેસરથી અપનાવીએ

મનનો  બધો કચરો  ખૂણે ખૂણેથી  સાફસુફ કરીને

મન મંદિરને  ઉજળું  અને આકર્ષક બનાવીએ

ભૂતકાળનાં   બધાં  કર્મો-કુકર્મોનો સુપેરે હિસાબ માંડી 

જીવનના વરસોનું  બરાબર સરવૈયું કાઢીએ  

વર્ષ ભલેને હોય બેસતું , આપણે તો બેસી ન રહીએ

હૈયેથી હતાશા હટાવીને, આશાનો દીપ પ્રગટાવીએ

અજ્ઞાન-તિમિરમાંથી જ્ઞાનના પ્રકાશને સાથી બનાવી

વરસના હર દિનને અનેરા મહોત્સવમાં પલટાવીએ

જિંદગીના ખેતરમાંથી બધા નિંદામણને દુર કરીને

નુતન વર્ષે  જીવનમાં  નવા આદર્શોનો પાક ઉગાડીએ

ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને

નવા વર્ષે  નવલા બનીને નવા વર્ષને  ઉમંગે આવકારીએ

અંતે ,શ્રી અરવિંદ આશ્રમ પાંડીચેરીનાં શ્રી માતાજીની એક સરસ અંગ્રેજી પ્રાર્થનાનો મેં કરેલ ગુજરાતી

અનુવાદ નીચે આપેલ છે:

સર્વશ્રેષ્ઠ પ્રાર્થના

કાર્ય સહ કરીએ પ્રાર્થના

પ્રાર્થના સહ કરીએ કાર્ય ,કેમકે,

કાર્ય એ ખરે જ આ દેહની છે,

એ પરમતત્વ પ્રત્યેની,

સર્વશ્રેષ્ઠ પ્રાર્થના.

માતાજી

ફરી ,વિનોદ વિહારના સૌ મિત્રો અને સ્નેહીજનોને

નુતન વર્ષાભિનંદન —  સાલ મુબારક

Happy New Year- (Coutesy- Pritiben)
Happy New Year- (Coutesy- Pritiben)

વિનોદ આર. પટેલ

સાન ડિયેગો ,બેસતું વર્ષ,  તા.૧૪મી નવેમ્બર,૨૦૧૨ .

______________________________________________

નવા વર્ષના શુભ સંકલ્પો

અમદાવાદથી પ્રસિદ્ધ થતા માસિક ” ધરતી”માં ઓક્ટોબર,૨૦૦૮માં  પ્રગટ થયેલ મારો લેખ

“નવા વર્ષનાં શુભ સંકલ્પો ” નીચે વાંચો.

નવા વર્ષના શુભ સંકલ્પો- લેખક-વિનોદ પટેલ (ધરતી માસિકમાંથી )

2 responses to “(129) નવા વર્ષે નવલા થઈએ …..નવા વર્ષના શુભ સંકલ્પો

 1. chandrakant નવેમ્બર 15, 2012 પર 1:17 પી એમ(PM)

  Dear Vinodbhai
  જિંદગીના ખેતરમાંથી બધા નિંદામણને દુર કરીને

  નુતન વર્ષે જીવનમાં નવા આદર્શોનો પાક ઉગાડીએ

  ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને

  નવા વર્ષે નવલા બનીને નવા વર્ષને ઉમંગે આવકારીએ
  Chandrakant Patel India

  Like

 2. Ramesh Patel નવેમ્બર 16, 2012 પર 2:35 પી એમ(PM)

  આદરણીયશ્રી વિનોદભાઈ

  જય યોગેશ્વર

  આપની આ પોષ્ટ સુંદર વિચારોથી ઝગમગે છે. આપની કલમે આલેખાયેલી

  વાતો સુંદર જીવન સંદેશો દઈ જાય છે. આપનું સંકલન અને લેખન ઉત્કૃષ્ટ છે.

  ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: