વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 19, 2012

(131) શુદ્ધ કરેલું પાણી વેચીને પાંચ કરોડ કમાતા ત્રણ ભારતીય સાહસિકોની અજબ દાસ્તાન

સુદેશમેનન,મોહન રણબૌરે ને ઇન્દ્રનીલ દાસ ખરેખર અભિનંદનને પાત્ર છે.તેમણેવિદેશમાં તગડું સેલેરી પેકેજ મેળવતા ભારતના યુવાનોને સલાહ આપી છે કે તક તમારા બારણે ટકોરા નહીં મારે,તમારે તકના દ્વાર ખખડાવવા પડશે.નવાવ્યવસાયની શોધ કરનારા યુવાનોએ આમાંથી ધડો લેવા જેવો છે.સુદેશ મેનને પોતાનો આઇડિયા અને સંકલ્પ મિત્રો સાથે શેર કર્યા.જબરદસ્તબૌદ્ધિક કવાયત કર્યા પછી એવું તારણ કાઢયું કે ગ્રામ્યવિસ્તારોમાં નાનકડા ટેલરમેડ જેવા વોટર પ્યોરિફાયર પ્લાન્ટ સ્થાપવા જોઇએ. આ પ્લાન્ટ અશુદ્ધપાણીમાં રહેલા નાઇટ્રેટ અને ફ્લોરાઇડના વધુ પડતા પ્રમાણને પાણીમાંથી બહાર ફેંકી દે તેવા બનાવવા.આવી રીતે શુદ્ધ કરેલું પીવાનું પાણી, ‘પાણીના’ ભાવે ગામડાંની પ્રજાને પૂરું પાડવાની રીત શોધાવી જોઇએ.

 નામ:

-સુદેશ મેનન, બી.ટેક.,આઇઆઇટી-ખડગપુર અને મેનેજમેન્ટની ડિગ્રી

-મોહન રણબૌરે,એમ.એસસી.(રસાયણશાસ્ત્ર)

-ઇન્દ્રનીલ દાસ,એમબીએ

કંપની: વોટરલાઇફ ઇન્ડિયા

વ્યવસાય: પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું.

ટર્નઓવર: વાર્ષિક લગભગ ૫ કરોડ રૂપિયા

ભારતનું તત્વજ્ઞાન એમ કહે છે કે તરસ્યાને પાણી પિવડાવવું એ પુણ્યનું કામગણાય છે.પુણ્ય કમાવા ઇચ્છતા લોકો હાલમાં પણ ઉનાળામાં પાણીની પરબ ખોલે છે અને રસ્તે આવતા-જતા લોકોને શુદ્ધ અને શીતળ પાણી પૂરું પાડે છે.ભારતનાં ગામડાંમાં તો પીવાના પાણીની સમસ્યા સૌથી ગંભીર છે.આપણા દેશની મોટા ભાગનીવસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તેથી તે વિવિધ રોગનો ભોગ બને છે.

વિશ્વ બેંકે પણ એ વાસ્તવિકતા સ્વીકારી છે કે દુનિયાની એક અબજ કરતાં વધારે વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.હોસ્પિટલમાં સૌથી વધુ એવા દર્દીઓ જોવા મળે છે કે જે અશુદ્ધ પાણી પીને બીમાર પડ્યા હોય. આ સાર્વત્રિકસમસ્યાને સુદેશ મેનને પારખી અને તેઓ તેમાં ઊંડા ઊતર્યા.સુદેશે ખડગપુરની આઇઆઇટીમાંથી બી.ટેક.અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. તેમણે ૨૦૦૯ની સાલમાં વોટરલાઇફ ઇન્ડિયા નામની કંપની સ્થાપી.

ત્રણ ભાઇબંધોનો ‘સર્વ ભવન્તુ સુખિન:’નો સંકલ્પ:ભારતની યુવા પેઢીએ પોતાની બુદ્ધિપ્રતિભાના જોરે વિકસિત અને આર્થિક રીતે સધ્ધર દેશોને ભૂ પાઇ દીધું છે. એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના દેશના યુવાનોને ચેતવે છેકે તમે લોકો ભણો, નહીંતર તમારે ભારત અને ચીનના લોકોની નોકરી કરવી પડશે. આજે ભલે તમે તેમને નોકરીએ રાખતા હો ભવિષ્યમાં તમારે એ લોકોની નોકરી કરવાનોવારો આવશે.

આ યુવા પેઢી પોતાની માતૃભૂમિને કર્મભૂમિ બનાવી લે તો તેઓ કેવો ચમત્કાર સર્જી શકે તેનો ઉત્તમ દાખલો વોટરલાઇફ કંપની છે.આ કંપની નાનકડી છે,પણ અદભૂત છે.વોટરલાઇફ કંપની વર્ષે પાંચ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે એ બાબતમહત્વની નથી,પણ તેના યુવાન પ્રમોટરોએ પોતાના અને પોતાના જેવા અન્યવ્યવસાયીઓ માટે શક્યતાઓના અગાધ સાગરમાં ઝંપલાવ્યું છે એ બાબત અગત્યની છે.વોટરલાઇફ ઇન્ડિયાના ત્રણ પ્રમોટર્સે ગ્લોબલ જોબ માર્કેટની મોભાદાર નોકરી અને સોનેરી તકને ઠોકર મારીને નવો વ્યવસાય શરૂ કરવાનું બીડું ઝડપ્યું એ બાબતપ્રેરણાદાયી છે.તેમનો આ વ્યવસાય ‘સર્વે ભવન્તુ સુખિન:’ના વિચારને વધારેમજબૂત બનાવે છે.

નોકરી છોડી,સેવાનો સંકલ્પ કર્યો અને ટીમ બનાવી:ઉચ્ચ ટેક્નોલોજીઅને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી સુદેશ મેનને બહુરાષ્ટ્રીય કંપનીઓથી પોતાની કારકિર્દીના શ્રીગણેશ કર્યા.૨૦૦૬ના વર્ષમાં તેઓ જનરલ ઇલેક્ટ્રિકના મલેશિયા બિઝનેસના કન્ટ્રી મેનેજર હતા. એ દરમિયાન ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝનાસ્થાપક-ચેરમેન અંજી રેડ્ડીએ તેમને ભારત બોલાવ્યા.તેમણે સુદેશને યુએસની વોટર હેલ્થ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના સીઇઓ તરીકેની જવાબદારી સંભાળવા માટેકહ્યું.

આ કંપનીનું લક્ષ્ય ભારતનાં ગામડાંમાં વસતી પ્રજાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનું હતું. સુદેશ મેનનને આ વિચાર ગમી ગયો. તેનાથી તે પ્રભાવિતથયા, પણ તેને અમલમાં મૂકવાની રીત ન ગમી. આ કારણસર તેમને ટૂંકા સમયગાળામાં જનોકરી છોડી દેવાનું મન થયું. ત્યારે તેમણે આ કામ પોતાની રીતે આગળ વધારવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેમણે ગામડાંની વસ્તીને પરવડે તેવું કામ કરવાનું નક્કી કર્યું. તેમનો સંકલ્પ લોકકલ્યાણનો અને જોખમી હતો.

ભારતની મોટા ભાગની વસ્તી પછી તે શહેરની હોય કે ગામડાંની,પાણી ખરીદીને પીવામાટે તૈયાર નહોતી અને મફતમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનું સુદેશ મેનનનું ગજું નહોતું.તેમણે પોતાના જેવા જ બે મિત્રો મોહન રણબૌરે અને ઇન્દ્રનીલ દાસનો સંપર્ક સાધ્યો. એ વખતે રણબૌરે ઝેરોકસ ઇન્ડિયાના નેશનલડિરેક્ટર હતા.તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની પદવી મેળવી છે.સુદેશના અન્ય એક ભાઇબંધ ઇન્દ્રનીલ દાસ વોટર હેલ્થ ઇન્ડિયામાં કામ કરતા હતા. આ અગાઉ દાસે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, એચસીએલ અને ઝેરોકસ જેવી મોભાદાર કંપનીઓમાં અનુભવ મેળવ્યો હતો.તેમણે ભુવનેશ્વરનીઝેવીર્યર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.

નવો કન્સેપ્ટ:

 નિ:શુલ્ક બ્રાન્ડ એમ્બેસેડર :સુદેશ મેનને પોતાનો આઇડિયા અને સંકલ્પ મિત્રો સાથે શેર કર્યા. જબરદસ્ત બૌદ્ધિક કવાયત કર્યા પછીએવું તારણ કાઢયું કે ગ્રામ્યવિસ્તારોમાં નાનકડા ટેલરમેડ જેવા વોટર પ્યોરિફાયર પ્લાન્ટ સ્થાપવા જોઇએ. આ પ્લાન્ટ અશુદ્ધ પાણીમાં રહેલા નાઇટ્રેટ અને ફ્લોરાઇડના વધુ પડતા પ્રમાણને પાણીમાંથી બહાર ફેંકી દે તેવા બનાવવા.આવી રીતે શુદ્ધ કરેલું પીવાનું પાણી,‘પાણીના’ભાવે ગામડાંની પ્રજાને પૂરુંપાડવાની રીત શોધાવી જોઇએ.

લોકો વોટર પ્યોરિફાયર પ્લાન્ટ પર આવે અને પીવાનું ચોખ્ખું પાણી લઇ જાય. સુદેશ મેનને કહ્યું છે કે ખિસ્સાંને પરવડે તેટલા ભાવે શુદ્ધ પાણીને માટે પ્રજાને તૈયાર કરવી એ ખરેખર મુશ્કેલ કામ હતું.એ માટે અમે સ્થાનિકવસ્તીમાંથી ભણેલા લોકોને તારવ્યા અને તેમને નિ:શુલ્ક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા.અમે લોકોને અમારી આ વાત ગળે ઉતારવા માટે બ્રાન્ડ એમ્બેસેડરને તૈયાર કર્યા.તેમણે લોકોને સમજાવ્યા કે તેઓ પીવાના શુદ્ધ પાણી પાછળ થોડારૂપિયા ખર્ચે.શુદ્ધ પાણી પાછળનો ખર્ચ બીમારીના અનિવાર્ય કમરતોડ ખર્ચામાંથી ઉગારે છે.સુદેશ મેનન કહે છે આ વ્યવસાયમાં નફો ઓછો છે. આની સફળતા વધુમાં વધુ ગ્રાહક બનાવી શકાય, એના પર આધાર રાખે છે.

વોટરલાઇફનું લક્ષ્ય દેશના ઘરેઘરમાં પહોંચવાનું છે:૨૦૦૮ના વર્ષમાં કોલકાતા નજીક આવેલા સુકાંતનગર ખાતે વોટરલાઇફે પહેલો મિની જળ પ્લાન્ટસ્થાપ્યો.આ પ્લાન્ટ અમેરિકા અને યુરોપથી આયાત કરેલો હતો. પછી કંપનીએ ૧૫૦ ગામડાંની પ્રજાને દસ લિટર પીવાનું ચોખ્ખું પાણી ત્રણ રૂપિયાના ભાવે અને વીસ લિટર પીવાનું શુદ્ધ પાણી પાંચ રૂપિયાના ભાવે વેચવાનું શરૂ કર્યું.હાલમાં ૩૦ હજારથી ૧,૨૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતા ૨૦૦ કરતાં વધારે વોટરલાઇફજળશુદ્ધિકરણ પ્લાન્ટ ત્રણ રાજ્યોની ગામડાંની પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડે છે. તેમાંથી અમુકનું સંચાલન સ્થાનિક લોકોને ફ્રેન્ચાઇઝીના આધારેસોંપાયું છે. સૌથી ઓછા ખર્ચે જળશુદ્ધિકરણ માટે વોટરલાઇફ ગ્રીન ટેક્નોલોજી અને જળસંચય પદ્ધતિનો ઉપયોગ કરે છે.

વોટરલાઇફના આ લોકકલ્યાણ વ્યવસાયને આવિષ્કાર વેન્ચર મેનેજમેન્ટ સર્વિસીસે સીડ કેપિટલ આપી છે. થોડા સમય પહેલાં જ આની ૧૦ ટકા ઇક્વિટી પાંચ કરોડ રૂપિયામાં ખરીદી છે.માઇકલ એન્ડ સુસેન ડેલ ફાઉન્ડેશને વોટરલાઇફના પાંચ ટકાકન્વર્ટિબલ ડિબન્ચર ખરીધ્યા છે.આવિષ્કારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિનીત રાયનો સમાવેશ વોટરલાઇફના વહીવટી મંડળમાં કરાયો છે.

વોટરલાઇફના પ્રમોટર્સ આ ટેકાની કદર કરે છે, પણ એમ કહે છે કે આટલું પૂરતુંનથી. હજુ અમારે વોટરલાઇફને ભારતનાં છ લાખ કરતાં વધારે ગામ,૧ લાખ ૨૦ હજારસરકારી હોસ્પિટલ અને એક લાખ સ્કૂલ સુધી પહોંચાડવી છે.૧૮,૪૦૦ કરોડ રૂપિયાનાઆ લોકકલ્યાણ વ્યવસાયને અમારા જેવા હજારો બિઝનેસમેનની જરૂર છે.

સૌજન્ય : દિવ્ય ભાષ્કર

લેખક:પ્રકાશ બિયાની , જાણીતા કોર્પોરેટ ઈતિહાસકાર છે.
 
સંપર્ક : prakashbiyani@yahoo.co.in