વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(132 )મહારાષ્ટ્રના એક સમયના વાઘ સમા સ્વ.બાળ ઠાકરેને હાર્દિક શ્રધાંજલિ . ………….

Bal Thackeray (January,23,1926- November 17,2012 ) Photo-Thanks-Google Images

Bal Thackeray (January,23,1926- November 17,2012 ) Photo-Thanks-Google Images

મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં વર્ષોથી છવાઈ ગયેલ શિવસેનાના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેનું 86 વર્ષની ઉમરે હૃદય રોગના હુમલાથી ,તારીખ 17 મી ઓક્ટોબર ,૨૦૧૨ના રોજ શનિવારે બપોરે 3.30 વાગ્યે દુખદ અવસાન થયું હતું. 

સ્વ. ઠાકરેના અંતિમ સંસ્કાર રવિવારે શિવાજી પાર્ક ખાતે લાખોની જનમેદનીની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

એમનાં નિવાસસ્થાન માતોશ્રી બંગલેથી શરુ થયેલી તેમની અંતિમ યાત્રા અંતિમ સ્થાન શિવાજી પાર્ક ખાતે વિરામી હતી.

સાંજના છ વાગ્યે બાળા સાહેબના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

શિવાજી પાર્ક ખાતે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, બિઝનેસમેન અનિલ અંબાણી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી  સહિતના ભાજપના નેતાઓ, એનસીપીના શરદ પવાર સહિત અનેક નેતા-અભિનેતા ઉપસ્થિત રહયા  હતા.
લોકપ્રિય નેતા સ્વ.ઠાકરેને વિવીધ ક્ષેત્રના આગેવાન નેતાઓએ અંજલિ અર્પી હતી
અને એમને રાજકિય સન્માન આપવામાં આવ્યું હતું.
એમના તેજાબી અને તીખા ભાષણો માટે ચાહક અને વિરોધી બળોનો સામનો
કરનારા અને મહારાષ્ટ્ર અને દેશના રાજકીય ઇતિહાસમાં ચમકનાર મહારાષ્ટ્રના
એક સમયના આ વાઘ સમા …….
સ્વ.બાળ ઠાકરેને હાર્દિક શ્રધાંજલિ .

વિનોદ પટેલ ,સાન ડિયેગો

શિવસેનાનાં સ્થાપક સ્વ. બાલ ઠાકરેનાં નિવાસસ્થાન ‘માતોશ્રી’ જઈને શ્રદ્ધાંજલિ આપતા ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી .(ફોટો સૌજન્ય-ચિત્રલેખા)

__________________________________________

શિવાજીપાર્કમાં ઉદય અસ્ત

૧૯૬૬ની દશેરાથી ૨૦૧૨ની લાભપાંચમ. શિવાજી પાર્કના મેદાનથી શિવાજી પાર્કના મેદાન સુધી. આ હતી બાળ ઠાકરેની રાજકીય યાત્રા.પરંતુ વચ્ચેનાં ૪૬ વર્ષમાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણને તળેઉપર કરી નાખ્યું અને રાષ્ટ્રિય રાજકારણમાં પણ હાજરી પુરાવતા રહ્યા.સમાજસુધારક પિતા કેશવ ‘પ્રબોધનકાર’ ઠાકરેના પુત્ર બાળ ઠાકરેનો જાહેર જીવનમાં આડકતરો પ્રવેશ કાર્ટૂનિસ્ટ તરીકે થયો.
શ્રી બીરેન કોઠારી લિખિત આ આખો લેખ એમના બ્લોગ ઉપર એમના આભાર સાથે  અહીં વાંચો..

4 responses to “(132 )મહારાષ્ટ્રના એક સમયના વાઘ સમા સ્વ.બાળ ઠાકરેને હાર્દિક શ્રધાંજલિ . ………….

 1. pragnaju નવેમ્બર 21, 2012 પર 12:31 પી એમ(PM)

  અમારી હાર્દિક શ્રધાંજલિ
  તેમના અનેક ગુણોમા અભય ની પ્રેરણા મળે

  Like

 2. chandrakant patel નવેમ્બર 21, 2012 પર 5:26 પી એમ(PM)

  મારી હાર્દિક શ્રધાંજલિ
  તેમના અનેક ગુણોમા અભય ની પ્રેરણા મળે………

  Like

 3. mdgandhi21 નવેમ્બર 21, 2012 પર 6:20 પી એમ(PM)

  થોડા વર્ષ પહેલાં અમરનાથ યાત્રા વખતે પરધર્મીઓએ વિરોધ કર્યો હતો અને યાત્રા કેન્સલ કરવાનો ઓર્ડર બહાર પાડ્યો હતો ત્યારે “બાળાસાહેબે” હુંકાર કર્યો હતો કે” જો યાત્રા નહીં થવા દયે તો મુંબઈના એરપોર્ટથી એક પણ યાત્રીને હજ કરવા નહીં જવા દેવાય! (ત્યારે ફક્ત મુંબઈથીજ હજ જવા માટે વિમાનો ઉપડતાં, હવે ૨-૩ જગ્યાએથી ઉપડે છે), અને તરતજ અમરનાથ યાત્રાનો વિરોધ બંધ થઈ ગયો…!!!

  આવુંજ ૧૯૯૩માં થયું હતું. મુંબઈમાં બોંબ ધડાકા થયા અને પરધર્મીઓએ મુંબઈ ભડકે બાળ્યું હતું અને તે વખતની રાજ્યકર્તા કોંગ્રેસ પણ એ લોકોની સાથે હતી ત્યારે પણ “બાળાસાહેબ” “ઉભા થયા” અને હુંકાર કર્યો અને એ લોકો મિંયાની મીંદડી થઈ ગયાં….!!! અને મુંબઈ ખરેખર બચી ગયું….!!!! મુંબઈગરા તેમની આ “ભેટ”ને જીંદગીભર નહીં ભુલે.

  જો “બાળાસહેબ” ન હોત તો હિંદુઓનું અને મુંબઈગરાઓનું શું થાત? તેમની સ્મશાન યાત્રામાં ૨૦ લાખથી વધુ માણસો જોડાયા, તે કાંઈ અમસ્તાં થોડા લાંબા થયા હશે? આવું માન મળે તે માનવ કેટલો મહાન છે….

  “બાળાસાહેબ”-બાલ ઠાકરેને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ.

  Like

 4. aataawaani નવેમ્બર 22, 2012 પર 5:44 એ એમ (AM)

  બાળ ઠાકર હિંમતવાન વાઘ ને મારી શ્રદ્ધાંજલિ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: