વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(133) થેન્ક્સ ગીવિંગ દિવસ (આભાર પ્રગટ દિવસ ) ની શુભેચ્છાઓ – HAPPY THANKSGIVING

અમેરિકામાં થેન્ક્સ ગીવીંગ ડે દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઉજવવાનો રીવાજ વર્ષોથી પ્રચલિત છે .

આ દિવસે લોકો પોતાનાં સગાવ્હાલાં અને સ્નેહી-મિત્રોને હળે મળે છે અને ખાવા-પીવાની મિજબાનીઓ  યોજી રજાનો

આનંદ માણે છે.

 આ દિવસે અમેરિકનોમાં ભલા ભોળા દેખાવડા અને નિર્દોષ ટર્કી પક્ષીની કતલ કરી ,એના શરીરમાં જાત જાતના

મસાલા ભરી  એને શેકીને ડીનરમાં સગાં સંબંધીઓ સાથે આનંદથી ખાવાની અને ખવડાવવાની  ક્રૂર પ્રથા

આ દિવસ ઉજવવાનો એક અગત્યનો ભાગ બની ગઈ છે.

થેન્ક્સ ગીવીંગની રજાઓ એ આખા વર્ષમાં પ્રવાસ માટેનો સૌથી વ્યસ્ત સમય ગણાય છે.દુર દુર સુધી સગાઓને

મળી થેન્ક્સ ગીવીંગની રજાનો આનંદ લેતા હોય છે.

 આપણને પરમ કૃપાલુ પરમાત્મા તરફથી મનુષ્ય જાતને આપણી જાત સહિત અનેક કુદરતી ભેટો મળેલી છે.

આ બધી કુદરતી બક્ષિસો આપણી નજર સમક્ષ હોવા છતાં ઘણીવાર એને નજરઅંદાઝ કરીએ છીએ.

અન્ન,વસ્ત્ર ,માથે છત્ર, ચાહવા માટે કુટુંબ અને મિત્રો, સ્વાસ્થ્ય,ધન,કીર્તિ જેવા અનેક ઉપકારોને સંભારીને

પ્રભુનો આભાર માનવાનું અને એનું ઋણ સ્વીકારવાનું આપણે સ્વકેન્દ્રી અને પ્રમાદી બનીને ચૂકી જઈએ છીએ.

થેંકસ ગીવીન્ગનો દિવસ આપણે જે અનેક બક્ષીસો ભોગવી રહ્યા છીએ એ માટે આભાર માનવાનો અને સાથે સાથે

દુખી જનો પ્રત્યે અનુકંપા ( compassion ) દર્શાવવાનો દિવસ છે.

આ દિવસે ભૂખ્યા લોકોને અન્ન વસ્ત્ર માટે દાન કરવામાં આવે છે એ યોગ્ય છે.

બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે કહ્યું છે “ જેની પાસે આપવાની હિમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”

આ અંગે એક કવિએ સુંદર કહ્યું છે કે –

“ અપને લીયે જી જાયે વો હૈ જિંદગી , ઔરોંકો જો કામ આયે વો હૈ બંદગી . “

ચાલો આપણે આ દિવસે નીચેની પ્રભુ પ્રાર્થના કરીએ .

THANKSGIVING PRAYER

Oh, heavenly Father,

We thank thee for food , and remember the Hungry.

We thank thee for Friends – Relatives, and remember the Friendless .

We thank thee for Freedom, and remember the Enslaved.

May these rememberances stir us to Service,

That thy gifts to us May be used for Others.

— Anonymous

ઓક્ટોબર થી જાન્યુઆરી દરમ્યાન આવતા હોલોવીન,થેન્ક્સ ગીવીંગ,ક્રિસમસ અને ન્યુ યરનો સમય અમેરિકામાં

હોલીડેની અને આનંદ પ્રમોદ કરવાની મોસમ છે, આ ઉત્સવોને લોકો ખાણી-પીણીની મિજબાની કરીને, અવનવી

ખરીદી કરીને ,ભેટોની આપ-લે કરીને પોતપોતાની રીતે અને ગજવાની શક્તિ પ્રમાણે ભરપુર માણે છે.

એમ કહેવાય છે કે અમેરિકામાં દરેક સરેરાસ વ્યક્તિનું થેન્ક્સ ગીવિંગ દિવસ અને ન્યુ યર દિવસ દરમ્યાન ૬ થી સાત

રતલ વજન વધી જતું હોય છે !

તા. 22 નવેમ્બર, ૨૦૧૨ ના ગુરુવારે આ વર્ષનો થેન્ક્સ ગીવીંગનો દિવસ છે.

વિનોદ વિહારના વાચક મિત્રો અને સ્નેહી જનોને

આ થેન્ક્સ ગીવિંગ દિવસ (આભાર પ્રગટ દિવસ ) અને એનો આનંદ મુબારક હો.

Wish you and your family a “HAPPY THANKSGIVING”

વિનોદ પટેલ, સાન ડિયેગો

________________________________________________________________

અમેરિકામાં થેન્ક્સ ગીવીંગનો દિવસ  અને ટર્કી પક્ષી

એક સમાચાર પ્રમાણે ,થેન્ક્સ ગીવીન્ગના એક જ દિવસે અમેરિકામાં દર વર્ષે અંદાજે ૪૦ મીલીયન નિર્દોષ ટર્કી પક્ષીની ક્રૂર

કતલ કરાય છે.

આ દિવસે અમેરિકાના પ્રેસીડન્ટ બે ચૂંટેલાં ટર્કીનાં પક્ષીઓને માફ કરી એમને નવું જીવન આપી છોડી દે છે.આજસુધીમાં

આવાં ૨૨  પક્ષીઓને મુક્તિ મળી છે.

આ વર્ષે આ રમુજી લાગતા ચીલા ચાલુ રીવાજ પ્રમાણે તાંજેતરમાં જ ફરી ચૂંટાઈ આવેલા પ્રેસીડન્ટ બરાક ઓબામાએ

“કોબલર “નામના રાષ્ટ્રીય ટર્કી પક્ષીને એક સમારંભમાં માફ કરીને છોડી દીધું એ પ્રસંગનો વિડીયો નીચે નિહાળો.

President Obama grants  pardon to ‘Apple’, the National Thanksgiving Turkey 

મને એ નથી સમજાતું કે બિચારા આ નિર્દોષ પક્ષીએ એવો તો શું ગુનો કર્યો છે કે એને માફ કરવી પડે ?

જો કોઈ ગુનો કર્યો હોય તો મનુષ્ય જાતે કર્યો કહેવાય કે નિર્દોષ પક્ષીને મારી એને ખાઈને આનંદ મનાવે છે !

પ્રભુએ જતનથી સુંદર બનાવેલા આ શ્વેત રંગી પક્ષીએ ફક્ત મરવા માટે જ જીવવાનું છે ?

_______________________________________________________________________

 વિનોદ વિહારના સૌ વાચકોનો આભાર

વિનોદ વિહારની પ્રગતિના કેટલાક બોલતા આંકડાઓ (સપ્ટેમબર ૨૦૧૧ થી નવેમ્બર 21,૨૦૧૨)

મુલાકાતીઓની સંખ્યા ………૩૭,૨૬૦ +

મળેલ વાચકોના કુલ પ્રતિભાવો ……૭૪૪+

બ્લોગને ફોલો કરતા સભ્યો …..1૦૦ +

Total LIKES …………500 +

Word Press Official Certification for LIKES

500 likes-likeable-blog-500-2x

આપના આવા પ્રોત્સાહજનક સહકાર બદલ સૌં વાચકોનો ખુબ ખુબ આભાર   

_______________________________________________________________________________

4 responses to “(133) થેન્ક્સ ગીવિંગ દિવસ (આભાર પ્રગટ દિવસ ) ની શુભેચ્છાઓ – HAPPY THANKSGIVING

 1. DR. CHANDRAVADAN MISTRY નવેમ્બર 23, 2012 પર 2:05 એ એમ (AM)

  HAPPY THANKSGIVING DAY to ALL.
  Let us thank GOD for all his Blessings.
  May LOVE be in HUMANITY.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo

  Like

 2. nabhakashdeep નવેમ્બર 23, 2012 પર 3:58 એ એમ (AM)

  આદરણીયશ્રી વિનોદભાઈ

  અનુકંપાથી ભરી દેતો સુંદર લેખ. સાચી રીતે સૌ સુખી બને એવી ભાવના સાથે..

  Happy Thanks giving day.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. pragnaju નવેમ્બર 23, 2012 પર 7:30 એ એમ (AM)

  HAPPY THANKSGIVING
  આજે પેસીડેન્ટ ઓબામાએ ટર્કીને જીવનદાન આપ્યુ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: