વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(134 ) પ્રભુનો આભાર માનો કે….. ભાવાનુવાદ- વિનોદ પટેલ

અમેરિકામાં સૌએ તા-૨૨મી નવેમ્બરના ગુરુવારે દર વર્ષની માફક ચીલા ચાલુ રીતે થેન્ક્સ ગીવીંગ દિવસ(આભાર પ્રગટ દિવસ) ને ઉજવ્યો અને અને માણ્યો હશે .

આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ આપણને આપેલ અગણિત ભેટો માટે એનો આદરથી આભાર માનવામાંથી આપણે ચુક્યા તો નથી ને ?

આ થેન્ક્સ ગીવીંગ દિવસ ભાવનાઓને અનુરૂપ મને એક ગમી ગયેલા અંગ્રેજી લેખનો ભાવાનુવાદ નીચે રજુ કરેલ છે.આ લેખ વિચારવા જેવો અને અમલમાં મુકવા લાયક છે .

________________________________

પ્રભુનો આભાર માનો કે ………

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ જીવનમાં ઈચ્છયું હોય એ બધું જ તમને પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હતો એ મળી નહી શકે.

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા નથી કેમ કે એ તમને જ્ઞાન પ્રાપ્તિ માટેની એક વધુ તક પૂરી પાડે છે.

—  તમારા જીવનની મુશ્કેલ પરિસ્થિતિ માટે પ્રભુનો આભાર માનો કેમ કે મુશ્કેલીઓના સમયમાં જ તમારો સારો અને સાચો વિકાસ થતો હોય છે.

—  પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે .

—  તમારા જીવનમાં આવતા દરેક નવા પડકાર માટે પ્રભુનો આભાર માનો,કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિ અને સાચા ચારિત્ર્ય(Character)નું ઘડકર કરશે.

—  તમારી ભૂલો માટે પ્રભુનો આભાર માનો કેમ કે તમારી ભૂલોમાંથી જ તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળશે.

—  તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો આભાર માનો કેમકે જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે, પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે જ પ્રયત્નો કરીને તમારી જે ભાવનામય પૂર્ણતા શક્ય બનાવશો એનો તો આનંદ જ અનેરો હોય છે.

તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વે નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખશે.

તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !

HAPPY THANKSGIVING DAY SPIRIT

(મૂળ અજ્ઞાત અંગ્રેજી લેખકના લેખનો ભાવાનુવાદ)

વિનોદ પટેલ, સાન ડિયેગો

5 responses to “(134 ) પ્રભુનો આભાર માનો કે….. ભાવાનુવાદ- વિનોદ પટેલ

 1. aataawaani નવેમ્બર 24, 2012 પર 9:41 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  બહુ સરસ વાક્યો છે .હું પ્રભુનો આભાર માનું છુકે તેઓએ આવા સમજવા જેવા જીવનમાં ઉતારવા જેવા વાક્યો લખવા માટે કોઈને પ્રેરણા આપી અને હું પ્રભુનો આભાર એટલા માટે પણ માનું છુકે
  શ્રી વિનોદભાઈ જેવા સજ્જનને ભાષાંતર કરવાની પ્રેરણા આપી .કે જેથી કરી મારા જેવાને ઘણું જાણવા મળ્યું .

  Like

 2. pravinshastri નવેમ્બર 25, 2012 પર 3:08 પી એમ(PM)

  પ્રભુ અને આપણા માતાપિતા એ આપણા સર્જક છે. પ્રભુ પરોક્ષ છે. માતા-પિતા પ્રત્યક્ષ છે. એમને માટે શાબ્દિક આભાર પૂરતો નથી. કર્તવ્યથી આભાર સિદ્ધી થઈ શકે. અને એક બીજી વાત…જે ઈમિગ્રેશન અને થેન્ક્સ ગીવીંગ સાથે સંકળાયલી છે. આપણા અમેરિકામાં આવેલા વસાહતીઓના બે પ્રકાર છે. એક પ્રકાર સ્વબળે આવેલાઓનો છે. બીજો પ્રકાર સ્વજનોના સ્પોન્સરશીપ થી આવલાનો છે. થેન્કસ ગીવીંગના દિવસે જો તમારા કોઈ સ્પોન્સર હોય તો તેમને ફોન કરીને આભારની લાગણી વ્યક્ત કરવાનું ચૂકશો નહીં.

  Like

 3. pragnaju નવેમ્બર 26, 2012 પર 8:53 એ એમ (AM)

  ખૂબ સરસ પ્રેરણાદાયી
  તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !

  Like

 4. DR. CHANDRAVADAN MISTRY નવેમ્બર 27, 2012 પર 2:05 એ એમ (AM)

  તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !
  Saras !
  We must thank GOD for everything !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 5. Pingback: (392) બ્લોગ ભ્રમણની વાટે …વિનોદ વિહારનો પરિચય….મૌલિકા દેરાસરી | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: