વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

જીવનમાં યાદ રાખવા જેવાં સોનેરી સુવાક્યો

    

(1)ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

 

(2) ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

 

(3) મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશે દુર્ગતિથી.

 

(4) જીભ કદાચ ‘તોતડી ‘ હશે તો ચાલશે, પરંતુ ‘તોછડી’ હશે તો નહિ ચાલે.

 

(5) ‘પ્રાણ’ એ પ્રથમ ભેટ,’ સ્નેહ’ એ બીજી અને ‘સમજણ’ એ ત્રીજી.

 

(6) વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથીજ ખીલે છે

 

(7) માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, પણ યોગ્ય રીતે સંકોચાવાનું નહીં !

 

(8) સૌને મન ભરીને માણવું છે, જીવવું છે, – પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ!

 

(9) મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

 

(10) જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

 

(11) માણસને મોતથી વધુ એનાં ડરની બીક લાગે છે !

 

(12) આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજબૂરી જીવનને મૂરઝાવી દેછે.

 

(13) માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

 

(14) ‘આત્મપ્રશંસા’ જેવું કોઈ ઝેર નથી, ‘આત્મનિંદા’ જેવું કોઈ અમૃત નથી.’

 

(15) ‘નથી’ તેની ચિંતા છોડશો, તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

 

(16) પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

 

(17) જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે!

 

(18) માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. શાણો છે કે કેમ તે એના સવાલો પરથી!

 

(19) લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

 

(20) જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી, અને બીજી રસપૂર્વક નિદા સાંભળનારી !!

 

 

 

 

6 responses to “જીવનમાં યાદ રાખવા જેવાં સોનેરી સુવાક્યો

 1. aadhar cheritable trust જુલાઇ 5, 2017 પર 7:19 એ એમ (AM)

  ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
  nice sri

 2. aataawaani ડિસેમ્બર 1, 2012 પર 2:08 એ એમ (AM)

  વિનોદ ભાઈ
  સાચી વાત છે સબંધ પણ તૂટી જાય તો પાછો બાંધવો મુશ્કીલ હોય છે .એક દોહરો લખું છું
  મોતી તૂટ્યું વિંધતા મન તૂટ્યું કવેણ
  કાંસુ તૂટી જાય તો ઈને સાંધો ન લાગે શેણ

 3. pragnaju ડિસેમ્બર 1, 2012 પર 2:07 એ એમ (AM)

  ખૂબ પ્રેરણાદાયી સૂત્રો

 4. વિનય ખત્રી નવેમ્બર 30, 2012 પર 8:11 પી એમ(PM)

  જાણીતા લેખક/ચિંતકોના વિચારો જે ‘ચિત્રલેખા’માં ઈશિતાના નામે ‘એલચી’ વિભાગમાં પ્રસિદ્ધ થાય છે તેનું મૃગેશભાઈએ કરેલું સંકલન http://archive.readgujarati.in/sahitya/?p=1219 ઘણા સમયથી નેટ પર ફરે છે અને અન્ય બ્લૉગ/વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલા લખાણ પર નભતા બ્લૉગ વાંચ્યા વગર લખાણમાં રહેલી ટાઈપ ભૂલો સહિત (દા.ત. દષ્ટિ) પ્રસિદ્ધ કરતા રહે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: