વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(140 ) માનવીનું મુલ્ય…….(એક બોધ કથા)…….. ભાવાનુવાદ- વિનોદ પટેલ

એક અંગ્રેજી અખબારમાં વાંચેલી અને મને ગમી ગયેલી  એક બોધ કથાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને આજની પોસ્ટમાં મુકું છું .આશા છે આપને એ ગમશે. — વિનોદ પટેલ 

______________________________________________________________

માનવીનું મુલ્ય

A speaker speaking at a meeting in a big hall

શહેરમાં એમનાં પ્રેરક પ્રવચનોથી ખુબ જાણીતા એક પ્રવક્તા ડો.મેથ્યુ આજે પ્રવચન કરવાના હોઈ એમને સાંભળવા આતુર ૨૦૦ શ્રોતાઓથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો .

આજના પ્રવચનનો વિષય હતો “માનવીનું મુલ્ય.”

તાલીઓના ગડગડાટ સાથે હોલમાં પ્રવેશેલા ડો.મેથ્યુએ એમનું પ્રવચન શરુ કર્યું .પ્રવચનની શરૂઆતમાં  એમના ખિસ્સામાંથી ૨૦ ડોલરની એક ચલણી નોટ બહાર કાઢીને બધાને બતાવતાં કહ્યું :

” હું આ નોટ તમારામાંના એક જણને આપવા માગું છું ,મને હાથ ઊંચા કરી કહો કે આ નોટ હું આપું તો કોને લેવી ગમશે ?”

બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થયા .

ડો. મેથ્યુએ પછી કહ્યું :”હું આ નોટ તમારામાંના એકને આપું એ પહેલાં મને આમ કરવા દો .” એમ કહીને એમણે એ વીસ ડોલરની નોટને બે હાથની હથેળીમાં મસળીને દડા જેવી બનાવી દીધી .

પછી ડૉ.મેથ્યુએ  શ્રોતાઓને ઉદ્દેશીને પૂછ્યું :” હવે આ નોટ તમને લેવી ગમશે ?”

બધાંના હાથ હકારમાં  ફરી ઊંચા થયા .

ત્યારબાદ ડૉ .મેથ્યુએ એ નોટને જમીન ઉપર ફેંકી એમના બુટની એડીથી બરાબર જોરથી કચરી નાખી અને એને ગંદી જોવી ન ગમે એવી કુરૂપ કરી નાખી .

પછી,આ કરચલીઓવાળી અને ગંદી નોટને નીચેથી ઉપાડી હાથમાં લઇ સૌને બતાવતાં એમણે શ્રોતાઓને કહ્યું :

” હજુ પણ આ નોટને સ્વીકારવા માગતા હોય એ હાથ ઊંચા કરે “

કોઇપણ અપવાદ સિવાય બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થઇ ગયા . 

ડૉ.મેથ્યુએ એમનું પ્રવચન આગળ ચલાવ્યુ:

” મિત્રો, આજે આ ૨૦ ડોલરની નોટ મારફતે તમે તમારા જીવન માટે બહું  જ  મૂલ્યવાન બોધપાઠ શીખ્યા છો .

મેં આ ૨૦ ડોલરની નોટને મસળી,મચડી,પગ નીચે કચડીને જોવી ન ગમે એવી ગંદી અને ગોબરી બનાવી દીધી એમ છતાં તમે બધાં એને સ્વીકારવા તૈયાર થઇ ગયા એનું શું કારણ ? એનું કારણ એ કે એ એના કોઇપણ સ્વરૂપમાં આ નોટના મૂળભૂત મૂલ્યમાં કોઈ ફેરફાર થયો ન હતો, એની કિંમત હંમેશા ૨૦ ડોલરની જ રહેવાની.

એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં સાચા ખોટા નિર્ણયો લઈએ ,આપણા માર્ગમાં આવતા વિપરીત સંજોગો નીચે કચડાઈએ ,નીચે પછડાઈ જઈએ ત્યારે હિંમત હારી જઈને હિણપતની લાગણી અનુભવીએ છીએ .પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઇપણ સંજોગોમાં આ ૨૦ ડોલરના મૂલ્યની માફક આપણે આપણું એક મનુષ્ય તરીકેનું મૂળભૂત મુલ્ય ગુમાવતા નથી .

મનુષ્યમાં પડેલી શક્તિઓનું મુલ્ય અમુલ્ય છે .આ બધી શક્તિઓને કામે લગાડીને આપણે આપણી જિંદગીનો રાહ સુપેરે કંડારી આગળ વધવું જોઈએ .”

ડૉ. મેથ્યુના આ કથનથી ખુશ થઇને શ્રોતાઓએ એમને તાલીઓના ગડગડાટથી  વધાવી લીધા. 

7 responses to “(140 ) માનવીનું મુલ્ય…….(એક બોધ કથા)…….. ભાવાનુવાદ- વિનોદ પટેલ

 1. aataawaani ડિસેમ્બર 3, 2012 પર 8:25 એ એમ (AM)

  વિનોદભાઈ
  હું ઈંગ્લીશ નથી વાંચી શક્યો

  Like

 2. aataawaani ડિસેમ્બર 3, 2012 પર 8:39 એ એમ (AM)

  ડો .મેથ્યુંનું પ્રવર્ચન મને ઘણું ગમ્યું .તમે ગુજરાતીમાં ભાષાંતર કરીને મોકલ્યું એથી મને ઘણી ખુશી થઈ .તમારો ઘણો આભાર વિનોદભાઈ .મારો આતામંત્ર તમે વાંચતા હશો .મેં લખ્યું છેકે
  सच्चा है दोस्त हरगिज़ झुटा हो नहीं सकता
  जल जाएगा सोना फिरभी काला हो नहीं सकता

  Like

 3. pragnaju ડિસેમ્બર 3, 2012 પર 9:06 એ એમ (AM)

  આ વાત અંગ્રેજીમા વાંચેલી
  આજે ગુજરાતીમા તરજુમો વાંચી મઝા આવી

  Like

 4. P.K.Davda ડિસેમ્બર 3, 2012 પર 3:10 પી એમ(PM)

  બહુ સરસ અનુવાદ કર્યો છે, મૂળ વિષયની જરા પ ક્ષતિ વગર.
  અભિનંદન.

  Like

 5. dr. hitesh bhai Joshi ડિસેમ્બર 3, 2012 પર 8:59 પી એમ(PM)

  વાહ વાહ ખુબ ખુબ અભીનંદન બહુ સરસ અનુવાદ કર્યો છે

  Like

 6. Pranita majmudar and Devraj Majmudar ડિસેમ્બર 5, 2012 પર 2:27 પી એમ(PM)

  This is so true. Any individual has its own identity and value. It is a creation of God and so we must respect all individuals.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: