વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(143 ) “Dec. 3 World Disability Day…..” – હાથ અને પગ વિહીન એક જિંદાદિલ નીકની અજબ દાસ્તાન — એક પરિચય

Feetless Athllet !દર વર્ષે ૧૯૯૨ થી દર વર્ષે ૩જી ડિસેમ્બરને United Nations’ International Day of Persons with Disabilities તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે

ઘણા દેશોમાં આ દિવસે અવનવા કાર્યક્રમોનું આયોજન કરીને પ્રજામાં વિકલાંગ લોકોના હિત અને હક્કો માટે જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે .

એક અંદાજ પ્રમાણે વિશ્વમાં એક યા બીજા પ્રકારની શારીરિક કે માનસિક ક્ષતિ ધરાવતા વિકલાંગોની સંખ્યા એક બીલીયન એટલે કે વિશ્વની વસ્તીના ૧૫ ટકા જેટલી થવા જાય છે .આ બધાં કમનશીબ લોકોનો વિશ્વની એક મોટી માઈનોરીટીમાં સમાવેશ થાય છે .

આ મોટા વર્ગના  લોકોને અભ્યાસ,રોજગારી,આરોગ્ય, વાહન વ્યવસ્થા વિગેરે સગવડો માટે પડતી અડચણો ઓછી કરવા માટે અને એમના હક્કો માટેના ન્યાય માટે હજુ પૂરતું કામ થયું નથી.ઘણું કરવાનું બાકી છે .

એટલાં માટે વિશ્વ સંસ્થા UN દ્વારા આ અંગે જનજાગૃતિ લાવવા માટે ૩જી ડિસેમ્બરને International Day of Persons with Disabilities દિવસ તરીકે જાહેર કરેલ છે .

આ આંતર રાષ્ટ્રીય વિકલાંગ દિવસે એક એવી વ્યક્તિનો હું તમને પરિચય કરાવવા માગું છું જેના વિષે જાણીને અને એના વિશે નીચેના બે વિડીયો નિહાળીને તમે અહોભાવ સાથે આશ્ચર્ય ચકિત થઇ જશો.

આ વ્યક્તિ વિશેષનુ નામ છે બ્રિસ્બેન,ઓસટ્રેલિયામાં તા.૪થી ડિસેમ્બર,૧૯૬૨ ના દિવસે જન્મેલ Nicholas James Vujicis (ટુકમાં આપણે એને નીક કહીશું).

Nick Vujicic speaking in_a_church in Germany(Photo courtesy- Wikipedia )
Nick Vujicic speaking in_a_church in Germany(Photo courtesy- Wikipedia )

આ નીક જન્મથી જ બે હાથ અને બે પગ વગર જન્મ્યો હતો.સ્વાભાવિક રીતે જ એની આવી સ્થિતિથી ડઘાઈ ગયેલાં નીક્નાં દુખી માતા પિતાને ચિંતા થઇ હતી કે આવી શારિરીક ખોટ ધરાવતા આ બાળકનુ ભવિષ્યમાં શું થશે ?

નીકને સ્કુલમાં બીજાં બાળકો હેરાન પરેશાન કરતાં હતાં .આથી કંટાળીને ૧૦ વર્ષની ઉંમરે એણે આપઘાતનો પ્રયત્ન પણ કરેલો પરંતુ એનાં માતા પિતાના એના પ્રત્યેના નિશ્વાર્થ પ્રેમે એને એમાંથી ઉગારી લીધો.એ પછી તો એણે એની શારીરિક ક્ષતિ સાથે મનથી  સમજૂતિ કરી લીધી.

હાથ પગ નથી તો શું થયું ,હૈયામાં હામ તો છે એવા સકારાત્મક વલણે એને જીવન માટે આશાવાદી બનાવ્યો . નિરાશાને બદલે આશાવાદ અને આંતરિક હિમ્મથી એના જીવનની દશા અને દિશા બદલાઈ ગઈ .

નીક ૨૧ વર્ષની ઉંમરે ગ્રીફીથ યુનિવર્સીટીમાંથી એકાઉન્ટન્સી અને ફાઈનાન્સીલ પ્લાનીગ વિષયો સાથે ગ્રેજ્યુએટ થઈને બીજાં કરતાં પોતે કોઈ રીતે એ કમ નથી એણે બતાવી આપ્યું .

નીક પ્રભુમાં ઊંડી આસ્થા ધરાવે છે અને આ આસ્થાએ એને એક સારા મોટિવેશનલ સ્પીકર તરીકે  વિશ્વમાં ખુબ જાણીતો બનાવ્યો છે .

હાલમાં નીક કેલીફોર્નિયામાં રહે છે .12મી ફેબ્રુઆરી 2012નાં રોજ એણે એની પ્રેમિકા કેન મીયાહારા સાથે લગ્ન કર્યા છે અને એક બાળકનો પિતા પણ ટૂંકમાં થવાનો છે .એના માટે એને અભિનંદન અને અનેક શુભેચ્છાઓ .

જેના મુખ ઉપર હાસ્ય કદી વિલાતું નથી એવા આ સદા બહાર નીકના જીવન, કાર્ય ,એની વક્તૃત્વ શક્તિ અંગે નીચેના બે વિડીયોમાંથી તમને ઘણી વિગતો જાણવા મળશે.એના વિષે જાણીને અને જોઈને તમે જરૂર હેરત પામી જશો .

નીકે એની ૧૭ વર્ષની ઉંમરે Life Without Limbs નામની એક સંસ્થા શરુ કરી છે.જેની  આ વેબ સાઈટ  છે .

નીક વિષે વધુ માહિતી તમને વિકીપીયા અંગ્રેજીની આ  લિંક  ઉપરથી મળી શકશે .

વિનોદ પટેલ , સાન ડીયેગો

તા-3જી ડીસેમ્બર 2012

_______________________________________________________________

 હાથ અને પગ વિહીન જવાંમર્દ નીક વુજીસીકની જિન્દા દિલી અને સિધ્ધિઓ અંગેના બે અદભુત વિડીયો

યુ-ટ્યુબના આભાર સાથે નિહાળો .

Nicholas James Vujicic _No arms.._ No legs.._ No worries

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=1zeb-k-XzaI

Nick Vujicic becoming dad soon! Congratulations!

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=BiUb4pvT-hc

ઉપરના બે વિડીયો જોયા પછી કોણ કહેશે કે નીક “ડીસએબ્લડ” છે ! ખરેખર તો આવી વ્યક્તિઓને “DISABLED ” કહેવા કરતાં તેઓ “PHYSICALLY CHALLENGED ” છે એમ કહેવું વધારે યોગ્ય છે .

 જીવન માટેના ઉત્સાહ અને એના હાસ્ય અને રમુજી સ્વભાવથી બધાંનાં દિલ જીતી લેનાર નીકનું જીવન  વિકલાંગો માટે જ નહી પણ શારીરિક રીતે શશક્ત લોકો માટે પણ ગમે તેટલા વિપરીત સંજોગોમાં જિંદગીને કેવી રીતે જીન્દાદીલી અને હસી ખુશીથી જીવી શકાય એ માટેનું  એક પ્રેરક અને ઉમદા ઉદાહરણ છે .

બે હાથ અને બે પગ વિહીન વ્યક્તિ વિશેષ નીકની આવી અદભુત સિધ્ધિઓ માટે એને સો સો સલામ .

World Disability Day

“Dec. 3 world disability day…..”

But Million $ question is who is more Disable Today people having physical disability or Rest who are mentally  Disable who got negative attitude towards them ?????…….who needs World Disabitlity Day more?????…think friends and help them getting their right as humans..

(Courtesy- Yesha Pomal- Face Book)

A Girl artist without two hands draws nice picture by her legs

A handicapeed girl artist drawing by her leg.

3 responses to “(143 ) “Dec. 3 World Disability Day…..” – હાથ અને પગ વિહીન એક જિંદાદિલ નીકની અજબ દાસ્તાન — એક પરિચય

  1. pragnaju ડિસેમ્બર 6, 2012 પર 3:33 એ એમ (AM)

    આવી પ્રેરણાદાયી વાતો થી પણ સમાજસેવા થાય છે

    Like

  2. Pingback: 1148- બે હાથ વિનાની વિમાન ચાલીકા જેસિકા કોક્સ -Jessica Cox- ની પ્રેરણાદાયી જીવન કથા | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: