વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 145 ) નરેન્દ્ર મોદી અને એમનું અનોખું વ્યક્તિત્વ — સંકલિત

હાલના ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છેલ્લા અગિયાર વર્ષથી સતત ગુજરાત રાજ્યની ધુરા સફળતા અને સક્ષમતાથી સંભાળી રહ્યા છે .ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક વિક્રમી સિદ્ધિ છે .એમના  કાર્યક્ષમ વહીવટ હેઠળ ગુજરાત રાજ્યે ખુબ જ પ્રગતી સાધી છે .દેશ અને વિદેશમાં નરેન્દ્ર મોદીનું નામ એક લોકપ્રિય જનતાના નેતા અને કાબેલ રાજનીતિજ્ઞ તરીકે ઉભરી આવ્યું છે.

અત્યારે હાલ ગુજરાતમાં થોડા દિવસોમાં જ યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો વચ્ચે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે અને ખરાખરીનો ખેલ ખેલાઈ રહ્યો છે. અમેરિકાની પ્રમુખ માટેની ચૂંટણીમાં બરાક ઓબામા વિરુદ્ધ જે રીતે ઝેરી પ્રચાર અને ખોટા આક્ષેપો કરવામાં આવતા હતાં એ જ રીતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો હાલ કરી રહ્યા છે.પરંતુ ઓબામાની જેમ મોદીને લોકોનો સાથ છે અને છેલ્લા ૧૧ વર્ષથી ગુજરાત માટે એમણે નિસ્વાર્થ પણે ગુજરાતના જ હિતને લક્ષમાં રાખીને કોઈની પણ બીક રાખ્યા વિના અડગતાથી કામ કરી બતાવ્યું છે એટલે આ ચૂંટણીમાં ઓબામાની જેમ એ ચૂંટાઈ આવશે એ લગભગ ભીંતે લખેલા લેખ જેવું છે .

શ્રી નરેન્દ્ર મોદીને એક રાજકીય નેતા તરીકે લોકો વધુ જાણતા હોય છે પરંતુ તેઓ કેવી ગરીબ પરીસ્થીતીમાંથી પસાર થઈને આજના સ્થાને પહોંચ્યા છે એ વિષે બહું જાણતા નથી હોતા.મહેસાણા જીલ્લાના વડનગર ગામમાં નીચલા મધ્યમ વર્ગીય પિતા દામોદરદાસ મોદી એક સામાન્ય ચાનો સ્ટોલ ચલાવતા હતા જ્યાં મોદીએ પણ શાળાના અભ્યાસ વખતે એમના  ભાઈ સાથે કામ કર્યું હતું.

હ્યુસ્ટન રહેતા શ્ર્રી ચીમનભાઈ પટેલે એમનાં ઈ-મેલમાં નરેન્દ્ર મોદીના કુટુંબની વિગતો અને મોદીના સંત જેવા ત્યાગી જીવન વિષે એક ગુજરાતી અખબારના સુંદર તંત્રી લેખની નકલ મોકલી આપી છે એ નીચે મુકેલ છે.

Modi's Family and more

આ તંત્રી લેખ અને નીચે પોસ્ટ કરેલા યુ-ટ્યુબના બે વિડીયો ઉપરથી શ્રી નરેન્દ્ર મોદીના એમના વતન વડનગરમાં વીતાવેલા દિવસો,એમનાં કુટુંબીજનોની ઓળખાણ અને  હાલની રાજકીય કારકિર્દીનો ચિતાર મળી રહેશે.

Narendra Modi seeking blessings from his mother on his birth anniversary
Narendra Modi seeking blessings from his mother on his birth anniversary

8 responses to “( 145 ) નરેન્દ્ર મોદી અને એમનું અનોખું વ્યક્તિત્વ — સંકલિત

 1. P.M.PATEL 🇺🇸 USA 🇺🇸 ફેબ્રુવારી 14, 2018 પર 7:52 પી એમ(PM)

  અનામત અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

  ભારતમાં જ

  પછાત રહેવું એ

  આશીર્વાદ છે !

  ========

  અનામતનું

  પૂછડું પકડાયું

  છૂટતું નથી !

  ========

  પટેલો અને

  બ્રાહ્મણો ઈચ્છે હવે

  અનામતને !

  =========

  દેશમાંથી આ

  અનામતનું ભૂત

  ક્યારે ભાગશે ?

  ========

  મન કી બાત

  નેતાની સૌ સાંભળે

  પ્રજાની કોણ ?

 2. Pingback: નરેન્દ્ર મોદી, Narendra Modi | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. ગોદડિયો ચોરો… માર્ચ 5, 2013 પર 4:05 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  સેવા સમર્પણનો સંગમ થાય ત્યારે સંત બને

  સરસ લેખ

 4. Pingback: ( 152 ) સતત ત્રીજી વાર વિજયી બનનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને અભિનંદન « વિનોદ વિહાર

 5. Prashant ડિસેમ્બર 21, 2012 પર 7:37 એ એમ (AM)

  વિનોદ દાદા ખુબ જ સરસ …..વાત કરી મજા આવી ગયી વાંચી ને …તમારા કહ્યા પ્રમાણે ….આજે જ અહિયાં ચુંટણી નું પરિણામ આવ્યું એમાં કેહવાની જરૂર નથી કે નરેન્દ્ર ભાઈ મોદી જ વિજેતા થયા છે ….હવે નોંધવા જેવી વાત ને દરેક એ શીખવા જેવી પણ એ છે કે ….

  જયારે અહિયાં ચુંટણી પ્રચાર થઇ રહ્યો હતો ત્યારે તેમના પર …. કેટલું દબાણ હતું ….રાષ્ટ્રીય સ્તરે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ….. પુરા દેશ ની સત્તા એમેન જુકાવવા મંડી પડી હતી ….એમની ઘણી ટીકાઓ પણ કરી જે એવી હતી કે કોઈ ને પણ સાંભળી ને એનો ગુસ્સે તથા જુસ્સે થી પ્રતિકાર કરવાનો મન થાય …ઉપર થી કેશુ દાદા પણ એમના પક્ષ માંથી અલગ થયા જેથી ભા.જ.પા. ની બેઠકો ઓછી થવાની શક્યતા હતી …તથા કોંગ્રેસ ના જંગી પ્રચાર ને સામે પોતાના પક્ષ નો પણ પ્રચાર કરવો …એ પણ એટલી સાવચેતી થી કે જો કંઈક ઊંધું બોલાય જાય તો કોંગ્રેસ એ મુદ્દો પકડી લે …

  તેમ છતાં જયારે તે પ્રચાર નું ભાષણ આપતા હતા …ત્યારે તેમના ચેહરા પર કોઈ ભય , કોઈ તણાવ , કે કોઈ ના પ્રત્યે નો દ્વેશ જોવા મળ્યો નથી … બસ એમનો મુદ્દો એક જ હતો વિકાસ ને જે પણ ટીક્કા કોંગ્રેસ દ્વારા થઇ હતી એને એકદમ હકારાત્મક લઈને એને જ પોતાની તાકાત ને પોતાની સફળતા ના પગથીયા બનાવ્યા … ને અંતે પ્રચાર નો સૌથી સુંદર ને આજની technology ને બિરદાવે એવો રસ્તો શોધી કાઢ્યો ને રાજકારણીય ક્ષેત્રે 3D technology નો ઉપયોગ કરી …નવો માર્ગ આપ્યો …. આટલી તાણવાભરી સ્થિતિ માં આવો સુંદર રસ્તો એ જ કાઢી શકે કે જેનું મન સયંમ ને નીરવ શાંતિ નું ઘર છે ….

  જયારે એ આજે ચુનાવ જીત્યા …ત્યારે પણ એમના ભાષણ માં એ જ શાંતિ …એ જ આત્માવિશ્વાસ …એ જ સંયમ જોવા મળ્યો હતો ….નથી કોઈ અભિમાન જોવા મળ્યું કે ન’તો કોઈ વધારે પડતો ઉત્સાહ …. ચુનાવ જીત્યાં ત્યારે પણ પ્રજા સમક્ષ માફી માગવી …તથા પોતાના પક્ષ થી અલગ થયેલા વરિષ્ઠ નેતા કેશુ દાદા ના આશીર્વાદ લેવા એમને મળવા જવું …પોતાના માતા ને આશીર્વાદ લેવા ….. જીત્યાં બાદ પણ ટીકાકારો ની વિરુદ્ધ માં કોઈ ટીક્કા નહિ કરવી … આ બધા સદગુણો એક સંત ને છાજે એવા છે ….

  આત્યાર સુધી ની એમની સફર ખુબ જ પ્રેરણાદાયી તથા …. સર્વચાહના ને પ્રાપ્ત કરનારી રહી છે …..આગળ પણ એવી જ બની રહે ને ગુજરાત માં સરદાર પટેલ, ગાંધીજી તથા અન્ય બીજા મહાત્માઓને જીવંત રાખવા ટેકા રૂપી તથા દ્રષ્ટાંત રૂપી રહે એવી પ્રભુ ને પ્રાથના ….

 6. aataawaani ડિસેમ્બર 13, 2012 પર 1:05 પી એમ(PM)

  vinodbhai tame narendr modi vishe raspradmahઇતિ આપી તમારો આભાર

 7. Vinod R. Patel ડિસેમ્બર 10, 2012 પર 4:52 પી એમ(PM)

  Comments from Mrs. Pragnaben Vyas

  ચાણક્ય કહેતા, ‘જે રાજમાં સ્વાર્થહીનતા નહીં હોય અને જે રાજમાં સ્વનર્ભિરતાની વાત હશે એ રાજ અન્ય રાજની સરખામણીમાં અગ્રિમ સ્તર પર પહોંચશે.
  નકારાત્મકતાની રાજનીતિ હંમેશાં રાષ્ટ્ર કે રાજ્યને અધોગતિની દિશામાં ખેંચી જતી હોય છે. અરે, ઇતિહાસમાં અનેક નોંધપાત્ર દાખલાઓ છે કે જેમાં પુરવાર થયું હોય કે ખંડનાત્મક વિચારધારાથી માત્ર રાષ્ટ્રને કે રાજ્યને જ નહીં પણ શાસકને પણ નુકસાન થયું હોય અને તેમણે શાસન ગુમાવ્યું હોય. સર્વાંગી હકારાત્મકતા જ વિકાસની માનસિકતા સર્જતી હોય છે અને એ દિશા જ એક શાસકની દિશા હોવી જોઈએ. આજે જ્યારે ગુજરાતનો માહોલ જોઉં છું ત્યારે મારી આંખ સામે અનેક એવાં રાષ્ટ્ર આવી જાય છે જ્યાં વિકાસને રૂંધવા માટે અને પ્રજાની સુખાકારીને અટકાવવા માટે અનેક વિરોધ પક્ષ જન્મતા. ભારત વર્ષમાં આ પ્રકારના અનેક વિરોધ પક્ષ નથી અને છે તો એનું દળ એવડું નથી કે જેની નોંધ લેવી પડે પણ આ ભારત વર્ષના ગુજરાતમાં આજે એવો સમય આવી ગયો છે કે જેમાં શાસક પક્ષની સામે એના જેટલું જ પ્રજામાં મહત્વ ધરાવતા હોય એવા એક કરતાં વધુ કહેવાય એવા વિરોધ પક્ષ અસ્તિત્વમાં આવ્યા છે. ઇતિહાસને સાક્ષીએ રાખીને કહું છું કે શાસન માટે એ જ સ્થળે પ્રયાસ કરવામાં આવતા હોય છે જે સ્થળ અદમ્ય મહત્વ અને વિકાસની વિપુલ તક ધરાવતું હોય. ભવિષ્યની ચિંતા વિના અત્યારે તો ગુજરાતે ખુશ થવું જોઈએ કે આ રાજ્ય હવે મહારાષ્ટ્રની હરોળમાં આવી ગયું છે. હવે ગુજરાતને કબજે કરવા માટે ખાલી બીજેપી નહીં પણ કૉન્ગ્રેસ, જીપીપી અને એનસીપી જેવી પાર્ટીઓ પણ જોર લગાવી રહી છે. આર્થિકપણે સક્ષમ રાષ્ટ્ર કે રાજ્યનું કોઈ ધણી નથી હોતું અને આજે ગુજરાતના ધણી થવા માટે રીતસરની હોડ લાગી છે.ત્રણ દિશા, ત્રણ દશા…આગળ કહ્યું એમ, ગુજરાત પર શાસન કરવા માટે અત્યારે ત્રણ મહત્વના પક્ષો કામ કરી રહ્યા છે. આ ત્રણમાંથી બીજેપી સત્તા સાચવવા માટે ચૂંટણી લડે છે. આ સત્તાનો રંગ છે. એ મળતી નથી અને મળે છે પછી એને છોડવા માટે કોઈ તૈયાર નથી થતું હોતું. સત્તા છોડવા માટે વૈરાગ્યનો ગુણ હોવો જોઈએ. ભગવાન મહાવીર સત્તા ગળથૂથીમાં લઈને જન્મ્યા હતા, બુદ્ધ પણ એક રાજવી પરિવારમાં જન્મ્યા અને એ પછી વૈરાગ્યના ગુણે તેમને સત્તાનો ત્યાગ કરાવ્યો. આજના રાજકારણ અને રાજકારણી પાસેથી આવી કોઈ અપેક્ષા રાખવી હિતાવહ નથી….

  વાટ જોઇએ પરિણામની.સતા વગર પણ સેવા કરી શકાય છે

 8. Ramesh Kshatriya ડિસેમ્બર 10, 2012 પર 3:56 પી એમ(PM)

  If I no mistake Sardar Patel than Lal Bahadur Sastry than Narendra Mody who are realy saint as though they have power but neither they or their any relative not get undue benefits. Salute to these saints.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: