વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(146 ) નાસા સ્પેસ મિશનની કમાન્ડર ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ

Sunita Williams --Courtesy Google images

Sunita Williams –Courtesy Google images

Sunita Williams with her two fellow astronaughts -Photo Courtesy Google

Sunita Williams with her two fellow astronaughts -Photo Courtesy Google

અંતરિક્ષમાં ચાર મહિના વિતાવ્યા બાદ ભારતીય મૂળની અવકાશયાત્રી અને નાસાના સ્પેસ મિશન એક્સ્પીડીશન 33 ની કમાન્ડર સુનીતા પોતાના બે સાથી કર્મચારીઓ રશિયાના યુરી મલેનચેન્કો અને જાપાનના અકીહિકો હોશીદે સાથે પૃથ્વી પર સહી સલામત પરત ફરી છે.સુનીતાનું અંતરિક્ષયાન સોયુઝ કઝાખસ્તાનના અર્કાલ્ય્ક સ્ટેશન પર લેન્ડ થયું હતું.  સુનીતા 15 જુલાઈએ અંતરિક્ષમાં ગઈ હતી.

ભ્રમણકક્ષામાં સ્થિર મૂકવામાં આવેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં સૌથી લાંબો સમય – છ મહિના સુધી રહેનારી વિશ્વની પ્રથમ મહિલા તરીકે ૨૦૦૬માં રેકોર્ડ કરનાર સુનિતાનું આઈએસએસ પર આ બીજું રોકાણ હતું.

આ ટીમે અંતરિક્ષમાં 127 દિવસો વિતાવ્યા હતાં. 46 વર્ષીય સુનીતા વિલિયમ્સનો આ બીજો અંતરિક્ષ પ્રવાસ હતો. સુનીતા અંતરિક્ષમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા છે. તેણે અત્યાર સુધીમાં અંતરીક્ષમાં 322 દિવસ રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

આ પહેલાં 2006માં સુનીતાએ 195 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા. ત્યારે લગભગ 6 મહિના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કામ કર્યું હતું.

આ વખતની અવકાશયાત્રામાં સુનિતા ઘણી વ્યસ્ત રહી હતી અને વૈજ્ઞાનિક પ્રયોગો, સંશોધનો કરવાની સાથોસાથ સુનીતાએ આ મિશન દરમિયાન 3 વાર સ્પેસ વોક કર્યું એ ખાસ વાત કહી શકાય કેમકે એ અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે.આના માટે અનેક તૈયારીઓ કરવી પડે છે. સુનીતાએ આ વખતે ટેકનીકલ મુશ્કેલીઓ પણ દૂર કરી હતી.

ભારતીય મુળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં બનેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈએસએસની કમાન્ડર બનવાનું માન મેળવનાર બીજા નંબરની મહિલા અંતરિક્ષ વૈજ્ઞાનિક છે.

અત્યાર સુધીની તમામ મહિલા અવકાશયાત્રીઓમાં સૌથી વધારે વખત અવકાશમાં રહેવાનો વિક્રમ ધરાવનાર સુનિતાની અવકાશયાત્રી તરીકે પસંદગી અમેરિકાની ‘નાસા’ સંસ્થાએ ૧૯૯૮માં કરી હતી.

_____________________________________________________

                              સ્પેસ સ્ટેશનની યાત્રા કરાવતી સુનીતા વિલિયમ – Superb video!!

Sunita Williams

Sunita Williams

 

ઉપર જણાવ્યા મુજબ સુનીતા વિલિયમ્સ જ્યાં મહિનાઓ સુધી રહી હતી એ  સ્પેસ સ્ટેશનની યાત્રા કરાવતો એક સુંદર વિડીયોની લિંક હ્યુસ્ટન રહેતા શ્રી ચીમનભાઈ પટેલે મને ઈ-મેલમાં મોકલી આપી છે એને એમના આભાર સાથે નીચે આપું છું .

આ વિડીયોમાં સુનીતા વિલિયમ અંગ્રેજીમાં વિશાળ સ્પેસ સ્ટેશનની ટેકનીકલ માહિતી આપતાં આપતાં આપણને જુદાં   જુદા વિભાગોની ટુર કરાવે છે .

આ વિડીયો જોઈને તમે જરૂર રોમાંચ અનુભવશો અને સ્પેસ સ્ટેશન અંગે ઘણું નવું જાણવાનું મળશે .

Please Click  below  to see Sunita William  giving a “personal tour”  of the space station.

અગાઉ સ્પેસ સાહસમાં જાન આપનાર ભારતીય મૂળની કલ્પના ચાવલા પછી સુનીતા વિલિયમ્સ એ ભારતનું જ નહી પણ ગુજરાતનું ગૌરવ છે.

ગુજરાતી પિતા દિપક પંડ્યા અને સ્લોવેકિયન માતા બોની પંડ્યાની પુત્રી સુનીતા વિલિયમના ભારતીય -ગુજરાતી  મૂળ અને એના વ્યક્તિગત જીવનની રસસ્પદ માહિતી આ પછીની પોસ્ટમાં વાંચવા માટે રાહ જોવા વિનંતી છે.

સંકલન- વિનોદ પટેલ

 

4 responses to “(146 ) નાસા સ્પેસ મિશનની કમાન્ડર ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ

 1. pragnaju ડિસેમ્બર 11, 2012 પર 8:50 એ એમ (AM)

  ખૂબ સુંદર
  વારંવાર વાંચવી ગમે તેવી માહિતી
  તેમા વીડીયો
  Sunita Williams of NASA provides a tour of the ISS orbital laboratory.

  અદભૂત

  Like

 2. pravinshastri ડિસેમ્બર 11, 2012 પર 11:30 એ એમ (AM)

  વિનોદ્ભાઈ સરસ આર્ટિકલનો સમાવેશ કર્યો.
  ભારતીય હોય કે અમેરિકન (ખરેખરતો અમેરિકન જ કહેવાય) સુનિતાની સિદ્ધિઓ પ્રસંશા પાત્ર છે. જ્યારે ભારતીય મૂળની વાત કરીયે ત્યારે ભારતનું અનુદાન કેટલું. જો આ તેજસ્વી મહિલા ભારતમાં જ હોત તો? સફેદ ઝભ્ભાવાળા કાળા કૌભાંડોમાં વ્યસ્ત રાજકારણીયો આપણા સંશોધકોને ક્યારે ઉત્તેજન આપશે? સુનિતાને સુનિતા તરીકે જ બિરદાવો.
  પ્રવીણ શાસ્ત્રી.
  http://pravinshastri.wordpress.com

  Like

 3. aataawaani ડિસેમ્બર 12, 2012 પર 4:36 એ એમ (AM)

  ભારત ,ગુજરાત ,અને અમેરિકાનું નામ રોશનકરનાર કલ્પનાચાવલા ,અને સુનીતા વિલ્યમ તમારા સાહસને હું બિરદાવું છું ” આતા “

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: