વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 12, 2012

( 148 ) જગ વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું દુખદ અવસાન — એક શ્રધાંજલિ

Pandit Ravi Shankar   (April 7,1920 ...December 11,2012)

                                        (Pandit Ravishankar  ….. April 7,1920- December 11,2012 )

જગ વિખ્યાત સિતારવાદક અને સંગીતજ્ઞ પંડિત રવિશંકરનું મંગળવાર,તારીખ ૧૧મી ડિસેમ્બર,૨૦૧૨ના રોજ સાન ડિયેગો, કેલીફોર્નીયા, યુ.એસ.એ.ખાતે દુખદ અવસાન થયું છે.ગયા ગુરુવારે એમને શ્વાસની તકલીફ થતાં લા હોયામાં આવેલી જાણીતી સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમણે મંગળવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધો.

સાંસ્કૃતિક નગરી વારાણસીમાં એપ્રિલ ૭,૧૯૨૦માં પંડિતજીનો જન્મ થયો હતો.તેઓ ૯૨ વર્ષના હતા.

દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર હતા.પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા.પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા. તેમણે અનેક શાસ્ત્રીય તેમજ ફ્યુઝન આલ્બમ્સમાં સંગીત આપ્યું હતું. ઊપરાંત તેમણે રિચાર્ડ એટનબર્ગની ગાંધી, સત્યજીત રેની અપુ ટ્રાયોલોજી, ગુલઝારની મીરા અને મૃણાલ સેનની ગેસિસમાં સંગીત આપ્યું હતું.  પંડિત રવિશંકરે ભારતીય શાસ્ત્રીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસેથી મેળવી હતી.

તેઓને 1999માં ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી પણ નવાજવામાં આવ્યા હતા .

ઉપરાંત તેઓને 14 માનદ્ ડોક્ટરેટ, પદ્મ વિભૂષણ, મેગ્સેસે એવોર્ડ,ત્રણ ગ્રેમી એવોર્ડસ અને 1982માં ગાંધી ફિલ્મમાં સર્વક્ષેષ્ઠ મૌલિક સંગીત માટે જ્યોર્જ ફેન્ટન સાથે નામાંકન પ્રાપ્ત થયું હતું.

વિશ્વ સંગીતના ગોડફાધર કહેવાતા પંડિતજીની વિદાયથી સંગીતની દુનિયાનો એક ચમકતો સિતારો ખરી પડ્યો છે.

પંડિત રવિશંકરની પુત્રી અનુષ્કા શંકર આજે સિતાર અને સંગીતની પિતાની વિરાસતમાં આગળ પ્રગતી કરી રહી છે.

સંગીતના બેતાજ બાદશાહ સમા સ્વ.પંડિત રવિશંકરના આત્માને પ્રભુ શાંતિ બક્ષે.

  પંડિત રવિશંકરના જીવન  વિષે વધુ  અહીં વાંચો  

____________________________________________________

ચાલો, પંડિત રવિશંકરના અદભુત સિતાર વાદન એમના સંગીતને માણીને એમને શ્રધાંજલિ અર્પીએ.

પંડિત રવિશંકર અને એમની શિષ્યા પુત્રી અનુષ્કા શંકરની સિતાર ઉપરની જુગલબંધીનો આ વિડીયો અદભુત છે.

Ravi Shankar & Anoushka Shankar Live: Raag Khamaj (1997)

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=9xB_X9BOAOU

( 147 ) ઇન્ડીયન અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ — -ભાગ 2

Sunita during her 2007 visit to India-Photo courtesy Chhaya Pandya and NASA

Sunita during her 2007 visit to India-Photo courtesy Chhaya Pandya and NASA

“It (recent space) experience was just an amazing experience. While flying we could see how thin the atmosphere is and felt that it needs to be protected.It’s beautiful! My colleagues and I were awestruck with the view from on top. From there one sees no borders and we wondered how could someone argue on this beautiful planet, leave alone have any hatred.”–Sunita Williams

મહિલા અવકાશયાત્રીઓમાં સૌથી વધારે દિવસો સુધી અવકાશમાં રહેવાનો વિક્રમ ધરાવનાર ભારતીય મુળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનો નાસા સંસ્થાના એક બાહોશ અંતરિક્ષ વૈજ્ઞાનિક તરીકેનો પરિચય આ અગાઉની પોસ્ટ નમ્બર 146માં આપણે મેળવ્યો.

આજની પોસ્ટમાં સુનીતા વિલિયમ્સની વ્યક્તિગત જીવનની અને  મૂળ વતન ભારત માટે એના દિલની ભાવનાઓને ઉજાગર કરતી  ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કેટલીક માહિતીનું ચયન અને સંકલન કરીને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે .

સુનીતા વિલિયમ્સનો જન્મ ૧૯મી સપ્ટેમબર,૧૯૬૫ના રોજ    ઓહાયો સ્ટેટના યુક્લીડ ખાતે થયો હતો.

અભ્યાસ

સુનીતા વિલિયમ્સએ મેસાચ્યુસેટસના નીડહામ ખાતે શિક્ષણ લીધું હતું અને ૧૯૮૩માં સ્નાતક થયા હતા.૧૯૮૭ માં તેમણે યુ.એસ.એસ નૌકાદળ તાલીમ કેન્દ્ર (U.S.Naval Academy)માંથી Physical Science વિષયમાં બેચલર ઓફ સાયન્સની પદવી મેળવી હતી.૧૯૯૫માં ફ્લોરીડા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી  એન્જિનિયરીંગ મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયંસની પદવી મેળવી હતી.

લશ્કરી તાલીમ અને નાસામાં કારકિર્દી

સુનીતા વિલિયમ્સને ૧૯૮૭માં યુએસ નેવલ અકાદમીમાંથી યુએસ નૌકાદળની કામગીરી સોંપવામાં આવી.૧૯૮૯માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું અને તેઓ ૧૯૯૩માં નેવલ ટેસ્ટ પાઇલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા.

જુન ૧૯૯૮માં હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે આવેલ NASA (National Aeronautics and Space Administration )દ્વારા પસંદગી પામીને અવકાશ વિજ્ઞાનની તાલીમ લેવાની શરુ કરી.ત્યારબાદ નાસાના અવકાશયાત્રી તરીકે તેમને અભિયાન ૧૪ના એક સભ્ય તરીકે આંતર રાષ્ટ્રીય અવકાશ મથકની (International Space Station )ની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન ૧૫ માં જોડાયાં હતાં .

સુનીતા વિલિયમ એક સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશમાં સૌથી લાંબા સમય માટેની સફર (૩૨૨  દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.    

માતા-પિતા

સુનીતાનાં માતા બોની પંડ્યા અને પિતા ડો. દિપક પંડ્યા  છે, તેઓ ફેલમાઉથ, મેસેચ્યુસેટ્સ (Massachusetts)યુ.એસ.એ.માં રહે છે.દિપક પંડ્યા વિખ્યાત ન્યૂરોએનાટોમિસ્ટ (neuroanatomist) છે. તેમની માતા સ્લોવેનીઝ વંશના છે .

સુનીતા વિલિયમ્સના પિતા ડૉ.દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઝુલાસણ ગામ છે . આ ગામ મારા ગામ ડાંગરવાની ખુબ જ નજીક આવેલું છે. તેઓ પિતાના કુટુંબની મુલાકાત લેવા ગુજરાત, ભારત આવતાં હોય છે.

ડૉ.દીપક પંડ્યાએ એમનું હાઈસ્કુલનું શિક્ષણ કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં લીધું હતું જે સંસ્થાનો હું પણ એક જુનો વિદ્યાર્થી રહી ચુક્યો છું.

સુનીતા વિલિયમ્સ અમેરિકામાં જનમ્યાં હોવા છતાં પિતાના વતન માટે એમના દિલમાં આત્મીયતાની લાગણી ધરાવે છે.૨૦૦૭માં એ ભારત આવ્યાં  ત્યારે એમણે જે મુલાકાતો લીધી હતી અને એમણે  આપેલ પ્રવચનોમાં જે વિચારો વ્યક્ત કર્યા હતા એના ઉપરથી જણાયા વગર રહેતું નથી.

સુનીતા વિલિયમ્સની  ભારત મુલાકાત

સપ્ટેમ્બર 2007માં, સુનિતા વિલિયમ્સે પિતાની સાથે ભારત (India)ની મુલાકાત લીધી હતી .

તેમણે ગુજરાતમાં 1915માં મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની અને તેમના વતનના ગામ ઝુલાસણની મુલાકાત લીધી હતી.

તેમના પિતા ડો. દિપક પંડ્યા સાથે વતનથી નજીક પિતાની માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય ,કડી મુકામે જઈને વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા .

સ્વામી વિવેકનંદ ઍજ્યુકેસન ટ્રસ્ટ(મેઘના છાત્રાલય)ની મુલાકાત દરમ્યાન ઝાલાવાડી સમાજની કન્યાઓને ઍક પ્રેરણા મુર્તિ બન્યા હતા. તેમને વિશ્વ ગુજરાત સોસાયટી (World Gujarati Society) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત થયો હતો . ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિને પ્રથમવાર આ એવોર્ડ એનાયત થયો.

તેમના ભત્રીજાની વર્ષગાંઠે તેમના કાકાના ઘરની પણ મુલાકાત લીધી હતી.

4 ઓક્ટોબર, 2007 એ વિલિયમ્સે અમેરિકન એમ્બેસી સ્કુલ (American Embassy School)ની મુલાકાત લીધી, અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મળ્યાં હતાં .

સુનીતા વિલિયમ્સ અંગે ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે અંતરિક્ષમાં લાંબો સમય રહેવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવ્યા બાદ ફરી એકવાર અંતરિક્ષ તરફ જવા રવાના થયેલા ભારતીય અમેરિકી સુનીતા વિલિયમ્સ પંડ્યાના મોટા બાપા દિનેશભાઇ રાવલે અમેરિકાથી દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે,” સુનીતાની બીજી વખતની મુસાફરીને લઇને શબ્દોમાં ના કહી શકાય એવો અનેરો આનંદ થાય છે. સુનીતાનું સફળ ઉડયન થયું છે જે અમારા માટે દોલા માતાજીના આર્શીવાદ સમાન છે. સુનીતા તેની સાથે ગણેશજી અને દોલા માતાજીની તસવીર અને પઠન કરવા ગીતાજી અને ઉપનિષદ લઇ ગઇ છે.

ઉપરાંત ભારતીય ભોજનનો સ્વાદ માણવા માટે ઘરેથી ‘સુખડી’ લઇ ગઇ છે. સુનીતાએ યાનમાં રવાના થતાં પહેલાં એના પતિ વિલિયમ્સ અને બહેન દીના સાથે વાત કરી એની સફળ યાત્રા માટે પ્રાર્થના કરનાર શુભેચ્છા પાઠવનાર વિશ્વ, ભારત તથા ઝુલાસણવાસીઓ સહિ‌ત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.” (સૌજન્ય-દિવ્ય ભાસ્કર)

માદરે વતન ઝુલાસણવાસીઓના ઉત્સાહને રજુ કરતો વિડીયો(સૌજન્ય -યુ ટ્યુબ )

આ વિડીયોમાં સુનીતા વિલિયમ્સ હેમખેમ અવકાશયાત્રા પૂરી કરે તે માટે ઝુલાસણનાં ભલાં ભોળાં ગ્રામવાસીઓ આરાધ્ય દેવી દોલા માતાજીના સ્થાનકે અખંડ ધૂન અને અવકાશયાત્રાની સફળતા માટે પ્રાર્થના કરતાં બતાવ્યાં છે .

વ્યક્તિગત

વિલિયમ્સ માઇકલ સુનીતા વિલિયમ્સને પરણ્યા છે. બંને તેમની કારકિર્દીની શરુઆતમાં હેલિકોપ્ટર ઉડાડતા હતા.તેમના લગ્નને 16 વર્ષ થઈ ગયા. તેમને કોઈ સંતાન નથી.પરતુ તેમણે ગોર્ડી નામના જેક રેસલ ટેરીયર (Jack Russell Terrier)ને પાળ્યું છે.

મીડ-ડે અખબારમાં પ્રગટ સમાચાર પ્રમાણે “ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ એમની સ્પેસ સફરેથી પરત આવ્યા બાદ અમદાવાદમાં એક ગુજરાતી કન્યાને દત્તક લેવાનાં છે.

સુનીતાની બહેન દીનાએ પુત્રી દત્તક લેવા માટે અમદાવાદના એક સંગઠન સાથે મળીને પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

તેના પિતા દીપક પંડ્યા અવારનવાર છોકરાઓની સરખામણીએ છોકરીઓની ઘટી રહેલી સંખ્યા બાબતે દીકરી સાથે ચર્ચા કરતા હતા. સુનીતાએ પિતા સાથેની ચર્ચા દરમ્યાન ગુજરાતી બાળકી દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. “ (સૌજન્ય-મીડ-ડે)

આજે ભારતીય સમાજમાં દીકરીનો જન્મ અટકાવવા માટે સ્ત્રી ભ્રુણ હત્યાના બનાવો વધી રહ્યા છે એના માહોલમાં સુનીતા વિલિયમ્સનો ગુજરાતમાંથી દીકરો નહી પણ દીકરી દત્તક લેવા માટેનો વિચાર કેટલો પ્રસંસનીય કહેવાય.આવા ઉમદા ભારતીય સંસ્કાર ધરાવતી સુનીતાને ધન્યવાદ ઘટે છે.

સુનીતા વિલિયમ્સને અર્પણ થયો પદ્મ ભૂષણ એવોર્ડ-વિડીયોમાં નિહાળો .

તારીખ ૨૫મી જુન,૨૦૧૨ના રોજ અમેરિકામાં હ્યુસ્ટન ખાતે ભારતનો પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડ “પદ્મ ભૂષણ” ભારત સરકાર વતી કોન્સલ જનરલ એસ.એમ.ગવઈએ ઈન્ડીયન અમેરિકન સુનીતા વિલિયમ્સને એનાયત કર્યો એ પ્રસંગને નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં નિહાળો .

આ વિડીયોમાં સુનીતાના પિતા ડો .દીપક પંડ્યા એક હિન્દી ગીત ગાય છે એ પણ જુઓ .

(Video Courtesy – TV Asia )

અમેરિકામાં જન્મ થયો હોવા છતાં પિતાના ભારતીય સંસ્કાર જાળવી રાખનાર સુનીતા વિલિયમ્સની એક અવકાશી વૈજ્ઞાનિક તરીકેની વિક્રમી સિધ્ધિઓમાંથી પ્રેરણા લઈને સૌ ભારતીય દીકરીઓ એને અને કલ્પના ચાવલાને અનુસરશે અને એ માટે ભારત સરકાર બધી સગવડો પૂરી પાડશે એવી આશા રાખીએ .

સંકલન –વિનોદ પટેલ

____________________________________________________________

Sunita-India's proud daughter

 

Kalpana-chawla-Sunita-williams

Kalpana-chawla-Sunita-williams