વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 148 ) જગ વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું દુખદ અવસાન — એક શ્રધાંજલિ

Pandit Ravi Shankar  (April 7,1920 ...December 11,2012)

                                        (Pandit Ravishankar  ….. April 7,1920- December 11,2012 )

જગ વિખ્યાત સિતારવાદક અને સંગીતજ્ઞ પંડિત રવિશંકરનું મંગળવાર,તારીખ ૧૧મી ડિસેમ્બર,૨૦૧૨ના રોજ સાન ડિયેગો, કેલીફોર્નીયા, યુ.એસ.એ.ખાતે દુખદ અવસાન થયું છે.ગયા ગુરુવારે એમને શ્વાસની તકલીફ થતાં લા હોયામાં આવેલી જાણીતી સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમણે મંગળવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધો.

સાંસ્કૃતિક નગરી વારાણસીમાં એપ્રિલ ૭,૧૯૨૦માં પંડિતજીનો જન્મ થયો હતો.તેઓ ૯૨ વર્ષના હતા.

દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર હતા.પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા.પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા. તેમણે અનેક શાસ્ત્રીય તેમજ ફ્યુઝન આલ્બમ્સમાં સંગીત આપ્યું હતું. ઊપરાંત તેમણે રિચાર્ડ એટનબર્ગની ગાંધી, સત્યજીત રેની અપુ ટ્રાયોલોજી, ગુલઝારની મીરા અને મૃણાલ સેનની ગેસિસમાં સંગીત આપ્યું હતું.  પંડિત રવિશંકરે ભારતીય શાસ્ત્રીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસેથી મેળવી હતી.

તેઓને 1999માં ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી પણ નવાજવામાં આવ્યા હતા .

ઉપરાંત તેઓને 14 માનદ્ ડોક્ટરેટ, પદ્મ વિભૂષણ, મેગ્સેસે એવોર્ડ,ત્રણ ગ્રેમી એવોર્ડસ અને 1982માં ગાંધી ફિલ્મમાં સર્વક્ષેષ્ઠ મૌલિક સંગીત માટે જ્યોર્જ ફેન્ટન સાથે નામાંકન પ્રાપ્ત થયું હતું.

વિશ્વ સંગીતના ગોડફાધર કહેવાતા પંડિતજીની વિદાયથી સંગીતની દુનિયાનો એક ચમકતો સિતારો ખરી પડ્યો છે.

પંડિત રવિશંકરની પુત્રી અનુષ્કા શંકર આજે સિતાર અને સંગીતની પિતાની વિરાસતમાં આગળ પ્રગતી કરી રહી છે.

સંગીતના બેતાજ બાદશાહ સમા સ્વ.પંડિત રવિશંકરના આત્માને પ્રભુ શાંતિ બક્ષે.

  પંડિત રવિશંકરના જીવન  વિષે વધુ  અહીં વાંચો  

____________________________________________________

ચાલો, પંડિત રવિશંકરના અદભુત સિતાર વાદન એમના સંગીતને માણીને એમને શ્રધાંજલિ અર્પીએ.

પંડિત રવિશંકર અને એમની શિષ્યા પુત્રી અનુષ્કા શંકરની સિતાર ઉપરની જુગલબંધીનો આ વિડીયો અદભુત છે.

Ravi Shankar & Anoushka Shankar Live: Raag Khamaj (1997)

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=9xB_X9BOAOU

5 responses to “( 148 ) જગ વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું દુખદ અવસાન — એક શ્રધાંજલિ

 1. pragnaju ડિસેમ્બર 14, 2012 પર 12:37 એ એમ (AM)

  શત શત પ્રણામ
  સિતાર ગુંજન રહયું વાદક ની યાદ
  નીરવ રવે પર પણ શ્રધ્ધાંજલી આપી છે

  Like

 2. jjugalkishor ડિસેમ્બર 14, 2012 પર 12:41 પી એમ(PM)

  ભારતનું એક ચમત્કારીક વ્યક્તીત્વ…કુદરતની આવી દેણ બદલ આપણો દેશ સદાય ૠણી ગણાય. કોઈ પણ ઍવોર્ડ એમને ટુંકો જ પડે.

  સારું છે કે બહેન અનુષ્કાએ એમના પેગડામાં પગ રાખીને સીતારના તારો પર એમને જીવંત રાખ્યા છે.

  Like

 3. aataawaani ડિસેમ્બર 15, 2012 પર 4:57 એ એમ (AM)

  જગમશહુર સિતાર વાદકનો અસ્ત થઇ ગયો .પરમેશ્વર એમને મોક્ષ આપે એવી મારી પ્રાર્થના

  Like

 4. Pranlal Sheth ડિસેમ્બર 16, 2012 પર 8:18 એ એમ (AM)

  Great person, great country,great world
  Without person, loss to country loss to the world

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: