વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 149 ) આપનારને બોજ નહીં, લેનારને ક્ષોભ નહીં! (એક પ્રેરક સત્ય કથા )

લેનારના સન્માનને ઠેસ ન પહોંચે એ જ મદદની સાચી રીત

નિજ નગરિયાં – તરુ કજારિયા

હમણાં એક સરસ ફોરવર્ડ (ઇ-મેલ) વાંચી.

વેનિસની એક રેસ્ટોરાંની એક મજાની જાણકરી હતી. રેસ્ટોરાંમાં

એક ટેબલ ઉપર એક માણસ બેઠો હતો. થોડી વારે તેની

બાજુના ટેબલ ઉપર એક યુવાન આવીને બેઠો.

તેણે વેઇટરને બોલાવી ઓર્ડર આપ્યોઃ ટુ કપ્સ ઓફ કોફી,

વન ઓફ ધેમ ઓન ધ વૉલ.’

વેઇટર તેના ટેબલ ઉપર એક કોફી મૂકી ગયો. તેણે કોઇ પણ

દલીલ વિના એ પૂરી કરી અને બે કોફીના પૈસા ચૂકવી તે

ચાલ્યો ગયો. તેના ગયા પછી પેલા વેઇટરે એક કાગળની

કાપલીમાં લખ્યું ‘વન કપ ઓફ કોફી’ અને રેસ્ટોરાંની દીવાલ

ઉપર લગાવ્યું! થોડી વારે બીજા બે કસ્ટમર્સ આવ્યા. તેમણે

ત્રણ કપ કોફીનો ઓર્ડર આપ્યો અને કહ્યું ‘વન ઓન ધ વૉલ’!

તેમના ટેબલ ઉપર વેઇટરે ત્રણને બદલે બે કપ કોફી મૂકી.

તોય પેલા લોકોએ પેમેન્ટ તો ત્રણનું જ કર્યું. વળી વેઇટરે

દિવાલ ઉપર કાપલી ચોંટાડી! પેલા માણસને આ બધું બહુ

કન્ફ્યુઝિંગ લાગ્યું. ત્યાં રેસ્ટોરાંમાં એક ગરીબ દેખાતી વ્યક્તિ

દાખલ થઇ. તે એક ટેબલ પાસે બેસી તેણે વરદી આપી ‘વન

કોફી ઓન ધ વોલ’! પેલો વેઇટર કોફી લઇ આવ્યો. એ પીને

પેલો માણસ ચાલ્યો ગયો. ના તેણે કોઇ પેમેન્ટ કર્યું, ના વેઇટરે

માંગ્યું! માત્ર વેઇટરે દીવાલ પરથી એક કાપલી કાઢીને

ડસ્ટબિનમાં ફેંકી દીધી!

હવે એ માણસને સમજાયું કે એક કોફી પીનારો બે કપનું અને બે

કોફી પીનાર ત્રણ કપનું પેમેન્ટ કેમ કરતા હતા! અને પેલો

ગરીબ માણસ કેમ પૈસા ચૂકવ્યા વગર કોફી પી શકતો હતો!

લેનારના આત્મા કોને સન્માનને ઠેસ ન પહોંચે એ મદદની

સાચી રીત છે. આપનારને બોજ નહીં અને લેનારને ક્ષોભ નહીં.

અહીં આપનાર તો જાણતો પણ નથી કે તેની મદદ માટે છે!

એ માત્ર એટલું જ જાણે છે કે તેના ખિસ્સાને વધુ એક કપ

કોફીનો ખર્ચ સહેલાઇથી પરવડે છે. અને એ રેસ્ટોરાંમાં

આવનાર એવા લોકો છે જેમને માટે એક કપ પણ ‘બિયોન્ડ

મીન્સ’ છે.

આ ઘટનામાંથી માત્ર એ શહેરના લોકોની ઉદાર મેન્ટાલિટીની

જ નહીં, તેમની પ્રામાણિકતાની ઝલક પણ મળે છે. પેલા ‘ઓન

ધ વૉલ કોફી’નું પેમેન્ટ કરનાર લોકોના મનમાં એ વિશે કોઇ

શંકા જ નથી કે તેમણે ચૂકવેલા નાણાંની કોફી જરૂરતમંદોને

પહોંચશે જ!

વાત આમ તો બહુ નાની છે, પણ કેટલી પાવરફૂલ છે!

વાત-વાતમાં સરખામણી કરવી સારી વાત નથી, પરંતુ આવું

કંઇ સાંભળીએ, જોઇએ કે વાંચીએ ત્યારે મનોમન આપણે

ત્યાંની સ્થિતિ સામે આવી જ જાય.

એક બાજુ આપણે ત્યાં લાખો-કરોડો રૂપિયાની સખાવતો કરતા

શ્રેષ્ઠીઓ છે તો બીજી બાજુ કુદરતી આપત્તિ કે રમખાણોનો

ભોગ બનેલી વ્યક્તિઓને પહોંચાડવાની રાહત-સામગ્રી

ગપચાવી લેતા, પશુપંખીઓના ચારા માટેનો ફાળો ચાવી જતા

કે ગરીબો માટે દાનમાં આવેલા કપડા-લતા વીણી લેતા

લોકોનાં કારનામાં પણ છે, પરંતુ જિંદગીની રોજિંદી રફતારમાં

આવી નાની શી કન્સર્ન કે ઉદારતા અને પ્રામાણિકતા જોવા

મળે! મળે તો કેટલું ગમે!

(આભાર- ભુપેન્દ્ર જેસ્રાની -એમના ઈ-મેલમાંથી )

_______________________________________________________

ma-baap no sath

4 responses to “( 149 ) આપનારને બોજ નહીં, લેનારને ક્ષોભ નહીં! (એક પ્રેરક સત્ય કથા )

 1. pragnaju ડિસેમ્બર 17, 2012 પર 3:28 એ એમ (AM)

  ખૂબ સુંદર વાતો
  જમણા હાથે કરેલું દાન ડાબા હાથને પણ ખબર ન પડે તેવી કોફી દાનની વાત ગમી.
  અને ટીપ ભૂખ્યા વૅઇટરની પ્રામાણિકતા સ્પર્શી ગઇ
  હાથ પકડવાની વાતથી યાદ
  ભગવાને સૂરદાસને કેટલીયે વાર સહાય કરી હતી. એક વાર એ ખાડામાં પડી ગયા ત્યારે ભગવાને એમનો હાથ પકડીને એમને બહાર કાઢયા હતા! પણ પછી હાથતાળી દઈ ભગવાન છટકી ગયા હતા! સૂરદાસ હસીને કહે` તમે હાથ પકડો છો ને પાછા છટકી જાઓ છો. એ તમારી નટખટવિદ્યા હું જાણું છું હોં! અત્યારે મારા હાથમાંથી ભલે છટકો, પણ મારા હ્રદયમાંથી છટકો ત્યારે તમે ખરા! ભગવાનને આવો પડકાર ભક્ત સિવાય કોણ આપી શકે?

  Like

 2. P.K.Davda ડિસેમ્બર 17, 2012 પર 1:08 પી એમ(PM)

  કેટલી સારી અને સાચી વાતો? સમજે એના કામની.

  Like

 3. aataawaani ડિસેમ્બર 19, 2012 પર 12:08 પી એમ(PM)

  પ્રજ્ઞા બેન
  આજે તો મેથી આજ્માઇન બીસ્કુત્ના દર્શન કર્યાં અને કૃતાર્થ થયો .રીત પણ વાંચી પણ જરાય યાદ નથી રહી .
  કંઈ વાંધો નહિ .હવેતો હું ખાઈ પી ઉતર્યો છું . હવે તો હું બફેલુંજ ખાઉં છું .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: