વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 17, 2012

(150) અમેરિકામાં શાળા –કોલેજોમાં વધતી જતી હિંસાખોરી ક્યારે દુર થશે ?

President-Barack-Obama-wipes-a-tear-as-he-speaks-about-shooting-at-Sandy-Hook-Elemetary-School-in-Newtown .Conn.
President-Barack-Obama-wipes-a-tear-as-he-speaks-about-shooting-at-Sandy-Hook-Elemetary-School-in-Newtown .Conn.

હાલ અમેરિકામાં ચોમેર ક્રીસમસની શાનદાર ઉજવણી કરવા માટે  આનંદનો માહોલ ચાલી રહ્યો છે. આવા ઉત્સાહના વાતાવરણ વચ્ચે તારીખ ૧૪મી ડિસેમ્બર ૨૦૧૨ની એ ગોઝારા શુક્રવારની સવારે ક્નેટીકટના ન્યુ ટાઉન  શહેરમાં આવેલ Sandy hook Elementary School માં એક માર્ગ ભૂલેલા ૨૦ વર્ષીય જુવાન આદમએ કરેલ ઘાતકી ગોળીબારમાં જોતજોતામાં ૨૦ નિર્દોષ બાળકો અને ૬ સ્કુલના હિમતવાન શિક્ષકો મૃત્યુને ભેટી ગયાં. આખા દેશમાં હાહાકાર ફેલાઈ ગયો.

અકાળે મોતને ભેટેલ આ વીસ વિદ્યાર્થીઓ મોટા ભાગનાં છ થી સાત વર્ષની કુમળી વયનાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી ૧૨ બાલિકાઓ અને આઠ બાળકો હતાં . એમનાં માં-બાપ જેઓ સવારે વહેલા ઉઠી એમને શાળામાં મૂકી આવ્યાં હશે તેઓ  એમને ફરી હસતાં કુદતાં પાછાં જોવા નહી મળે એથી એમના હૃદયમાં થતા દુખની  કલ્પના કરતાં જ આપણું હૃદય ભારે થાય છે.ટીવી ઉપર બતાવતાં દ્રશ્યો દિલમાં  કમકમાટી અને કરુણા ઉપજાવે છે.શું ગુનો કર્યો હશે આ ફૂલ જેવાં બાળકોએ કે એ ખીલે એ પહેલાં જ મુરઝાઈ ગયાં !

છેલ્લા ચાર વર્ષમાં સ્કુલોમાં ,થીયેટરમાં ,સ્ટોરોમાં કેટલા બધાં માણસો ગનથી મોતને શરણ થયાં!આમ કેમ થતું હશે?. આજે અમેરિકામાં ૨૦૦ મીલીયનથી વધુ ગન સરક્યુંલેશનમાં છે . આવા બનાવો બને છે ત્યારે ચોમેર ગન કન્ટ્રોલના કાયદામાં મૂળભૂત ફેરફાર કરવાની વાતો જોર શોરથી શરુ થાય છે અને થોડા દિવસોમાં આવો બીજો બનાવ બને ત્યાં સુધી રાજકારણ ખેલાય છે અને બધું ભૂલાઈ જાય છે.જેમ ચાલે છે એમ ચાલ્યા કરે છે.હાલ અમેરિકામાં બંધારણમાં આપેલ વ્યક્તિ સ્વાત્રન્ત્યના   હક્કને લીધે ગન ખરીદવી એ સ્ટોરમાં જઈને કેન્ડી ખરીદવા જેવું સહેલું બની ગયું છે.

આજના  માહોલમાં જનતામાં આવી હિંસા રોકવા માટે જાગૃતિની હવા ફેલાઈ રહી છે.દેશના પ્રેસિડન્ટ અને કેટલાંક રાજકીય વર્તુળોમાં ગન રાખવાના કાયદામાં જરૂરી ફેરફારો કરવાની વાતો શરુ થઇ છે.જોઈએ છીએ એ કઈક મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે કે પછી આગળ બનતું આવ્યું છે એમ આરંભે શુરો ગુજરાતીની કહેવત છે એ મુજબ જેમ હાલે છે એમ હાલતું રહે છે.

આ સંદર્ભમાં હ્યુસ્ટન રહેતા મારા મિત્ર શ્રી પદ્મકાંત ખંભાતી તરફથી મને એક ઈ-મેલ મળ્યો છે એને નીચે મુકેલ છે જે વિચારવા જેવો અને અમલ કરવા જેવો છે.

Namaste to all,

Don’t you think this is our job, parents’ job, society’s job to change the thoughts about the GUNS?

 
It takes a village to do that, particularly in USA ,when our country USA is having so much VIOLENCE everywhere.

I would suggest from Hindu Organisations  and temples to start Signature Campaign against such violence and show to our local, State and Federal Politicians our, Hindus’ feelings and actions.

 
Please do something URGENT NOW when it is FRESH and hot topic here. Otherwise we all know that a big TALK and no actions!!!

If you ask me “What are you doing , just suggesting?, I would, YES suggest all temples and organizations to have one preliminary meeting by HGH ( I can say this being one Founder of this active organization)

Thanks
Padmakant Khambhati

મિત્ર શ્રી ખંભાતીની માફક આ દેશના એક જાગૃત નાગરિક તરીકે બીજાંઓએ પણ તેઓ જે સંસ્થા સાથે જોડાયેલ હોય એમાં સંગઠિત  રીતે આવી ઝુંબેશ શરુ કરવી જોઈએ.

આ ગમખ્વાર હત્યાકાંડનો ભોગ બનેલ સૌ કમનશીબ 20 બાળકો અને 6 શિક્ષકોના આત્માને

પ્રભુ શાંતિ બક્ષે એ જ પ્રાર્થના .

વિનોદ આર. પટેલ

_______________________________________________________

Dear-God-violance-in-the-school-Photo Courtesy Mr. Khambhati
Dear-God-violance-in-the-school-Photo Courtesy Mr. Khambhati
Makeshift memorial at Sandy Hook Elementary,New Town, Conn.
Makeshift memorial at Sandy Hook Elementary,New Town, Conn.

President Obama’s Speech At Sandy Hook Vigil: ‘These Tragedies Must End’