વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ડિસેમ્બર 2012

( 149 ) આપનારને બોજ નહીં, લેનારને ક્ષોભ નહીં! (એક પ્રેરક સત્ય કથા )

લેનારના સન્માનને ઠેસ ન પહોંચે એ જ મદદની સાચી રીત

નિજ નગરિયાં – તરુ કજારિયા

હમણાં એક સરસ ફોરવર્ડ (ઇ-મેલ) વાંચી.

વેનિસની એક રેસ્ટોરાંની એક મજાની જાણકરી હતી. રેસ્ટોરાંમાં

એક ટેબલ ઉપર એક માણસ બેઠો હતો. થોડી વારે તેની

બાજુના ટેબલ ઉપર એક યુવાન આવીને બેઠો.

તેણે વેઇટરને બોલાવી ઓર્ડર આપ્યોઃ ટુ કપ્સ ઓફ કોફી,

વન ઓફ ધેમ ઓન ધ વૉલ.’

વેઇટર તેના ટેબલ ઉપર એક કોફી મૂકી ગયો. તેણે કોઇ પણ

દલીલ વિના એ પૂરી કરી અને બે કોફીના પૈસા ચૂકવી તે

ચાલ્યો ગયો. તેના ગયા પછી પેલા વેઇટરે એક કાગળની

કાપલીમાં લખ્યું ‘વન કપ ઓફ કોફી’ અને રેસ્ટોરાંની દીવાલ

ઉપર લગાવ્યું! થોડી વારે બીજા બે કસ્ટમર્સ આવ્યા. તેમણે

ત્રણ કપ કોફીનો ઓર્ડર આપ્યો અને કહ્યું ‘વન ઓન ધ વૉલ’!

તેમના ટેબલ ઉપર વેઇટરે ત્રણને બદલે બે કપ કોફી મૂકી.

તોય પેલા લોકોએ પેમેન્ટ તો ત્રણનું જ કર્યું. વળી વેઇટરે

દિવાલ ઉપર કાપલી ચોંટાડી! પેલા માણસને આ બધું બહુ

કન્ફ્યુઝિંગ લાગ્યું. ત્યાં રેસ્ટોરાંમાં એક ગરીબ દેખાતી વ્યક્તિ

દાખલ થઇ. તે એક ટેબલ પાસે બેસી તેણે વરદી આપી ‘વન

કોફી ઓન ધ વોલ’! પેલો વેઇટર કોફી લઇ આવ્યો. એ પીને

પેલો માણસ ચાલ્યો ગયો. ના તેણે કોઇ પેમેન્ટ કર્યું, ના વેઇટરે

માંગ્યું! માત્ર વેઇટરે દીવાલ પરથી એક કાપલી કાઢીને

ડસ્ટબિનમાં ફેંકી દીધી!

હવે એ માણસને સમજાયું કે એક કોફી પીનારો બે કપનું અને બે

કોફી પીનાર ત્રણ કપનું પેમેન્ટ કેમ કરતા હતા! અને પેલો

ગરીબ માણસ કેમ પૈસા ચૂકવ્યા વગર કોફી પી શકતો હતો!

લેનારના આત્મા કોને સન્માનને ઠેસ ન પહોંચે એ મદદની

સાચી રીત છે. આપનારને બોજ નહીં અને લેનારને ક્ષોભ નહીં.

અહીં આપનાર તો જાણતો પણ નથી કે તેની મદદ માટે છે!

એ માત્ર એટલું જ જાણે છે કે તેના ખિસ્સાને વધુ એક કપ

કોફીનો ખર્ચ સહેલાઇથી પરવડે છે. અને એ રેસ્ટોરાંમાં

આવનાર એવા લોકો છે જેમને માટે એક કપ પણ ‘બિયોન્ડ

મીન્સ’ છે.

આ ઘટનામાંથી માત્ર એ શહેરના લોકોની ઉદાર મેન્ટાલિટીની

જ નહીં, તેમની પ્રામાણિકતાની ઝલક પણ મળે છે. પેલા ‘ઓન

ધ વૉલ કોફી’નું પેમેન્ટ કરનાર લોકોના મનમાં એ વિશે કોઇ

શંકા જ નથી કે તેમણે ચૂકવેલા નાણાંની કોફી જરૂરતમંદોને

પહોંચશે જ!

વાત આમ તો બહુ નાની છે, પણ કેટલી પાવરફૂલ છે!

વાત-વાતમાં સરખામણી કરવી સારી વાત નથી, પરંતુ આવું

કંઇ સાંભળીએ, જોઇએ કે વાંચીએ ત્યારે મનોમન આપણે

ત્યાંની સ્થિતિ સામે આવી જ જાય.

એક બાજુ આપણે ત્યાં લાખો-કરોડો રૂપિયાની સખાવતો કરતા

શ્રેષ્ઠીઓ છે તો બીજી બાજુ કુદરતી આપત્તિ કે રમખાણોનો

ભોગ બનેલી વ્યક્તિઓને પહોંચાડવાની રાહત-સામગ્રી

ગપચાવી લેતા, પશુપંખીઓના ચારા માટેનો ફાળો ચાવી જતા

કે ગરીબો માટે દાનમાં આવેલા કપડા-લતા વીણી લેતા

લોકોનાં કારનામાં પણ છે, પરંતુ જિંદગીની રોજિંદી રફતારમાં

આવી નાની શી કન્સર્ન કે ઉદારતા અને પ્રામાણિકતા જોવા

મળે! મળે તો કેટલું ગમે!

(આભાર- ભુપેન્દ્ર જેસ્રાની -એમના ઈ-મેલમાંથી )

_______________________________________________________

ma-baap no sath

( 148 ) જગ વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું દુખદ અવસાન — એક શ્રધાંજલિ

Pandit Ravi Shankar   (April 7,1920 ...December 11,2012)

                                        (Pandit Ravishankar  ….. April 7,1920- December 11,2012 )

જગ વિખ્યાત સિતારવાદક અને સંગીતજ્ઞ પંડિત રવિશંકરનું મંગળવાર,તારીખ ૧૧મી ડિસેમ્બર,૨૦૧૨ના રોજ સાન ડિયેગો, કેલીફોર્નીયા, યુ.એસ.એ.ખાતે દુખદ અવસાન થયું છે.ગયા ગુરુવારે એમને શ્વાસની તકલીફ થતાં લા હોયામાં આવેલી જાણીતી સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમણે મંગળવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધો.

સાંસ્કૃતિક નગરી વારાણસીમાં એપ્રિલ ૭,૧૯૨૦માં પંડિતજીનો જન્મ થયો હતો.તેઓ ૯૨ વર્ષના હતા.

દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર હતા.પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા.પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા. તેમણે અનેક શાસ્ત્રીય તેમજ ફ્યુઝન આલ્બમ્સમાં સંગીત આપ્યું હતું. ઊપરાંત તેમણે રિચાર્ડ એટનબર્ગની ગાંધી, સત્યજીત રેની અપુ ટ્રાયોલોજી, ગુલઝારની મીરા અને મૃણાલ સેનની ગેસિસમાં સંગીત આપ્યું હતું.  પંડિત રવિશંકરે ભારતીય શાસ્ત્રીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસેથી મેળવી હતી.

તેઓને 1999માં ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી પણ નવાજવામાં આવ્યા હતા .

ઉપરાંત તેઓને 14 માનદ્ ડોક્ટરેટ, પદ્મ વિભૂષણ, મેગ્સેસે એવોર્ડ,ત્રણ ગ્રેમી એવોર્ડસ અને 1982માં ગાંધી ફિલ્મમાં સર્વક્ષેષ્ઠ મૌલિક સંગીત માટે જ્યોર્જ ફેન્ટન સાથે નામાંકન પ્રાપ્ત થયું હતું.

વિશ્વ સંગીતના ગોડફાધર કહેવાતા પંડિતજીની વિદાયથી સંગીતની દુનિયાનો એક ચમકતો સિતારો ખરી પડ્યો છે.

પંડિત રવિશંકરની પુત્રી અનુષ્કા શંકર આજે સિતાર અને સંગીતની પિતાની વિરાસતમાં આગળ પ્રગતી કરી રહી છે.

સંગીતના બેતાજ બાદશાહ સમા સ્વ.પંડિત રવિશંકરના આત્માને પ્રભુ શાંતિ બક્ષે.

  પંડિત રવિશંકરના જીવન  વિષે વધુ  અહીં વાંચો  

____________________________________________________

ચાલો, પંડિત રવિશંકરના અદભુત સિતાર વાદન એમના સંગીતને માણીને એમને શ્રધાંજલિ અર્પીએ.

પંડિત રવિશંકર અને એમની શિષ્યા પુત્રી અનુષ્કા શંકરની સિતાર ઉપરની જુગલબંધીનો આ વિડીયો અદભુત છે.

Ravi Shankar & Anoushka Shankar Live: Raag Khamaj (1997)

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=9xB_X9BOAOU

( 147 ) ઇન્ડીયન અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ — -ભાગ 2

Sunita during her 2007 visit to India-Photo courtesy Chhaya Pandya and NASA

Sunita during her 2007 visit to India-Photo courtesy Chhaya Pandya and NASA

“It (recent space) experience was just an amazing experience. While flying we could see how thin the atmosphere is and felt that it needs to be protected.It’s beautiful! My colleagues and I were awestruck with the view from on top. From there one sees no borders and we wondered how could someone argue on this beautiful planet, leave alone have any hatred.”–Sunita Williams

મહિલા અવકાશયાત્રીઓમાં સૌથી વધારે દિવસો સુધી અવકાશમાં રહેવાનો વિક્રમ ધરાવનાર ભારતીય મુળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનો નાસા સંસ્થાના એક બાહોશ અંતરિક્ષ વૈજ્ઞાનિક તરીકેનો પરિચય આ અગાઉની પોસ્ટ નમ્બર 146માં આપણે મેળવ્યો.

આજની પોસ્ટમાં સુનીતા વિલિયમ્સની વ્યક્તિગત જીવનની અને  મૂળ વતન ભારત માટે એના દિલની ભાવનાઓને ઉજાગર કરતી  ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કેટલીક માહિતીનું ચયન અને સંકલન કરીને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે .

સુનીતા વિલિયમ્સનો જન્મ ૧૯મી સપ્ટેમબર,૧૯૬૫ના રોજ    ઓહાયો સ્ટેટના યુક્લીડ ખાતે થયો હતો.

અભ્યાસ

સુનીતા વિલિયમ્સએ મેસાચ્યુસેટસના નીડહામ ખાતે શિક્ષણ લીધું હતું અને ૧૯૮૩માં સ્નાતક થયા હતા.૧૯૮૭ માં તેમણે યુ.એસ.એસ નૌકાદળ તાલીમ કેન્દ્ર (U.S.Naval Academy)માંથી Physical Science વિષયમાં બેચલર ઓફ સાયન્સની પદવી મેળવી હતી.૧૯૯૫માં ફ્લોરીડા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી  એન્જિનિયરીંગ મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયંસની પદવી મેળવી હતી.

લશ્કરી તાલીમ અને નાસામાં કારકિર્દી

સુનીતા વિલિયમ્સને ૧૯૮૭માં યુએસ નેવલ અકાદમીમાંથી યુએસ નૌકાદળની કામગીરી સોંપવામાં આવી.૧૯૮૯માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું અને તેઓ ૧૯૯૩માં નેવલ ટેસ્ટ પાઇલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા.

જુન ૧૯૯૮માં હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે આવેલ NASA (National Aeronautics and Space Administration )દ્વારા પસંદગી પામીને અવકાશ વિજ્ઞાનની તાલીમ લેવાની શરુ કરી.ત્યારબાદ નાસાના અવકાશયાત્રી તરીકે તેમને અભિયાન ૧૪ના એક સભ્ય તરીકે આંતર રાષ્ટ્રીય અવકાશ મથકની (International Space Station )ની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન ૧૫ માં જોડાયાં હતાં .

સુનીતા વિલિયમ એક સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશમાં સૌથી લાંબા સમય માટેની સફર (૩૨૨  દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.    

માતા-પિતા

સુનીતાનાં માતા બોની પંડ્યા અને પિતા ડો. દિપક પંડ્યા  છે, તેઓ ફેલમાઉથ, મેસેચ્યુસેટ્સ (Massachusetts)યુ.એસ.એ.માં રહે છે.દિપક પંડ્યા વિખ્યાત ન્યૂરોએનાટોમિસ્ટ (neuroanatomist) છે. તેમની માતા સ્લોવેનીઝ વંશના છે .

સુનીતા વિલિયમ્સના પિતા ડૉ.દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઝુલાસણ ગામ છે . આ ગામ મારા ગામ ડાંગરવાની ખુબ જ નજીક આવેલું છે. તેઓ પિતાના કુટુંબની મુલાકાત લેવા ગુજરાત, ભારત આવતાં હોય છે.

ડૉ.દીપક પંડ્યાએ એમનું હાઈસ્કુલનું શિક્ષણ કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં લીધું હતું જે સંસ્થાનો હું પણ એક જુનો વિદ્યાર્થી રહી ચુક્યો છું.

સુનીતા વિલિયમ્સ અમેરિકામાં જનમ્યાં હોવા છતાં પિતાના વતન માટે એમના દિલમાં આત્મીયતાની લાગણી ધરાવે છે.૨૦૦૭માં એ ભારત આવ્યાં  ત્યારે એમણે જે મુલાકાતો લીધી હતી અને એમણે  આપેલ પ્રવચનોમાં જે વિચારો વ્યક્ત કર્યા હતા એના ઉપરથી જણાયા વગર રહેતું નથી.

સુનીતા વિલિયમ્સની  ભારત મુલાકાત

સપ્ટેમ્બર 2007માં, સુનિતા વિલિયમ્સે પિતાની સાથે ભારત (India)ની મુલાકાત લીધી હતી .

તેમણે ગુજરાતમાં 1915માં મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની અને તેમના વતનના ગામ ઝુલાસણની મુલાકાત લીધી હતી.

તેમના પિતા ડો. દિપક પંડ્યા સાથે વતનથી નજીક પિતાની માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય ,કડી મુકામે જઈને વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા .

સ્વામી વિવેકનંદ ઍજ્યુકેસન ટ્રસ્ટ(મેઘના છાત્રાલય)ની મુલાકાત દરમ્યાન ઝાલાવાડી સમાજની કન્યાઓને ઍક પ્રેરણા મુર્તિ બન્યા હતા. તેમને વિશ્વ ગુજરાત સોસાયટી (World Gujarati Society) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત થયો હતો . ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિને પ્રથમવાર આ એવોર્ડ એનાયત થયો.

તેમના ભત્રીજાની વર્ષગાંઠે તેમના કાકાના ઘરની પણ મુલાકાત લીધી હતી.

4 ઓક્ટોબર, 2007 એ વિલિયમ્સે અમેરિકન એમ્બેસી સ્કુલ (American Embassy School)ની મુલાકાત લીધી, અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મળ્યાં હતાં .

સુનીતા વિલિયમ્સ અંગે ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે અંતરિક્ષમાં લાંબો સમય રહેવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવ્યા બાદ ફરી એકવાર અંતરિક્ષ તરફ જવા રવાના થયેલા ભારતીય અમેરિકી સુનીતા વિલિયમ્સ પંડ્યાના મોટા બાપા દિનેશભાઇ રાવલે અમેરિકાથી દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે,” સુનીતાની બીજી વખતની મુસાફરીને લઇને શબ્દોમાં ના કહી શકાય એવો અનેરો આનંદ થાય છે. સુનીતાનું સફળ ઉડયન થયું છે જે અમારા માટે દોલા માતાજીના આર્શીવાદ સમાન છે. સુનીતા તેની સાથે ગણેશજી અને દોલા માતાજીની તસવીર અને પઠન કરવા ગીતાજી અને ઉપનિષદ લઇ ગઇ છે.

ઉપરાંત ભારતીય ભોજનનો સ્વાદ માણવા માટે ઘરેથી ‘સુખડી’ લઇ ગઇ છે. સુનીતાએ યાનમાં રવાના થતાં પહેલાં એના પતિ વિલિયમ્સ અને બહેન દીના સાથે વાત કરી એની સફળ યાત્રા માટે પ્રાર્થના કરનાર શુભેચ્છા પાઠવનાર વિશ્વ, ભારત તથા ઝુલાસણવાસીઓ સહિ‌ત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.” (સૌજન્ય-દિવ્ય ભાસ્કર)

માદરે વતન ઝુલાસણવાસીઓના ઉત્સાહને રજુ કરતો વિડીયો(સૌજન્ય -યુ ટ્યુબ )

આ વિડીયોમાં સુનીતા વિલિયમ્સ હેમખેમ અવકાશયાત્રા પૂરી કરે તે માટે ઝુલાસણનાં ભલાં ભોળાં ગ્રામવાસીઓ આરાધ્ય દેવી દોલા માતાજીના સ્થાનકે અખંડ ધૂન અને અવકાશયાત્રાની સફળતા માટે પ્રાર્થના કરતાં બતાવ્યાં છે .

વ્યક્તિગત

વિલિયમ્સ માઇકલ સુનીતા વિલિયમ્સને પરણ્યા છે. બંને તેમની કારકિર્દીની શરુઆતમાં હેલિકોપ્ટર ઉડાડતા હતા.તેમના લગ્નને 16 વર્ષ થઈ ગયા. તેમને કોઈ સંતાન નથી.પરતુ તેમણે ગોર્ડી નામના જેક રેસલ ટેરીયર (Jack Russell Terrier)ને પાળ્યું છે.

મીડ-ડે અખબારમાં પ્રગટ સમાચાર પ્રમાણે “ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ એમની સ્પેસ સફરેથી પરત આવ્યા બાદ અમદાવાદમાં એક ગુજરાતી કન્યાને દત્તક લેવાનાં છે.

સુનીતાની બહેન દીનાએ પુત્રી દત્તક લેવા માટે અમદાવાદના એક સંગઠન સાથે મળીને પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

તેના પિતા દીપક પંડ્યા અવારનવાર છોકરાઓની સરખામણીએ છોકરીઓની ઘટી રહેલી સંખ્યા બાબતે દીકરી સાથે ચર્ચા કરતા હતા. સુનીતાએ પિતા સાથેની ચર્ચા દરમ્યાન ગુજરાતી બાળકી દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. “ (સૌજન્ય-મીડ-ડે)

આજે ભારતીય સમાજમાં દીકરીનો જન્મ અટકાવવા માટે સ્ત્રી ભ્રુણ હત્યાના બનાવો વધી રહ્યા છે એના માહોલમાં સુનીતા વિલિયમ્સનો ગુજરાતમાંથી દીકરો નહી પણ દીકરી દત્તક લેવા માટેનો વિચાર કેટલો પ્રસંસનીય કહેવાય.આવા ઉમદા ભારતીય સંસ્કાર ધરાવતી સુનીતાને ધન્યવાદ ઘટે છે.

સુનીતા વિલિયમ્સને અર્પણ થયો પદ્મ ભૂષણ એવોર્ડ-વિડીયોમાં નિહાળો .

તારીખ ૨૫મી જુન,૨૦૧૨ના રોજ અમેરિકામાં હ્યુસ્ટન ખાતે ભારતનો પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડ “પદ્મ ભૂષણ” ભારત સરકાર વતી કોન્સલ જનરલ એસ.એમ.ગવઈએ ઈન્ડીયન અમેરિકન સુનીતા વિલિયમ્સને એનાયત કર્યો એ પ્રસંગને નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં નિહાળો .

આ વિડીયોમાં સુનીતાના પિતા ડો .દીપક પંડ્યા એક હિન્દી ગીત ગાય છે એ પણ જુઓ .

(Video Courtesy – TV Asia )

અમેરિકામાં જન્મ થયો હોવા છતાં પિતાના ભારતીય સંસ્કાર જાળવી રાખનાર સુનીતા વિલિયમ્સની એક અવકાશી વૈજ્ઞાનિક તરીકેની વિક્રમી સિધ્ધિઓમાંથી પ્રેરણા લઈને સૌ ભારતીય દીકરીઓ એને અને કલ્પના ચાવલાને અનુસરશે અને એ માટે ભારત સરકાર બધી સગવડો પૂરી પાડશે એવી આશા રાખીએ .

સંકલન –વિનોદ પટેલ

____________________________________________________________

Sunita-India's proud daughter

 

Kalpana-chawla-Sunita-williams

Kalpana-chawla-Sunita-williams

 

(146 ) નાસા સ્પેસ મિશનની કમાન્ડર ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ

Sunita Williams --Courtesy Google images

Sunita Williams –Courtesy Google images

Sunita Williams with her two fellow astronaughts -Photo Courtesy Google

Sunita Williams with her two fellow astronaughts -Photo Courtesy Google

અંતરિક્ષમાં ચાર મહિના વિતાવ્યા બાદ ભારતીય મૂળની અવકાશયાત્રી અને નાસાના સ્પેસ મિશન એક્સ્પીડીશન 33 ની કમાન્ડર સુનીતા પોતાના બે સાથી કર્મચારીઓ રશિયાના યુરી મલેનચેન્કો અને જાપાનના અકીહિકો હોશીદે સાથે પૃથ્વી પર સહી સલામત પરત ફરી છે.સુનીતાનું અંતરિક્ષયાન સોયુઝ કઝાખસ્તાનના અર્કાલ્ય્ક સ્ટેશન પર લેન્ડ થયું હતું.  સુનીતા 15 જુલાઈએ અંતરિક્ષમાં ગઈ હતી.

ભ્રમણકક્ષામાં સ્થિર મૂકવામાં આવેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં સૌથી લાંબો સમય – છ મહિના સુધી રહેનારી વિશ્વની પ્રથમ મહિલા તરીકે ૨૦૦૬માં રેકોર્ડ કરનાર સુનિતાનું આઈએસએસ પર આ બીજું રોકાણ હતું.

આ ટીમે અંતરિક્ષમાં 127 દિવસો વિતાવ્યા હતાં. 46 વર્ષીય સુનીતા વિલિયમ્સનો આ બીજો અંતરિક્ષ પ્રવાસ હતો. સુનીતા અંતરિક્ષમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા છે. તેણે અત્યાર સુધીમાં અંતરીક્ષમાં 322 દિવસ રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

આ પહેલાં 2006માં સુનીતાએ 195 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા. ત્યારે લગભગ 6 મહિના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કામ કર્યું હતું.

આ વખતની અવકાશયાત્રામાં સુનિતા ઘણી વ્યસ્ત રહી હતી અને વૈજ્ઞાનિક પ્રયોગો, સંશોધનો કરવાની સાથોસાથ સુનીતાએ આ મિશન દરમિયાન 3 વાર સ્પેસ વોક કર્યું એ ખાસ વાત કહી શકાય કેમકે એ અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે.આના માટે અનેક તૈયારીઓ કરવી પડે છે. સુનીતાએ આ વખતે ટેકનીકલ મુશ્કેલીઓ પણ દૂર કરી હતી.

ભારતીય મુળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં બનેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈએસએસની કમાન્ડર બનવાનું માન મેળવનાર બીજા નંબરની મહિલા અંતરિક્ષ વૈજ્ઞાનિક છે.

અત્યાર સુધીની તમામ મહિલા અવકાશયાત્રીઓમાં સૌથી વધારે વખત અવકાશમાં રહેવાનો વિક્રમ ધરાવનાર સુનિતાની અવકાશયાત્રી તરીકે પસંદગી અમેરિકાની ‘નાસા’ સંસ્થાએ ૧૯૯૮માં કરી હતી.

_____________________________________________________

                              સ્પેસ સ્ટેશનની યાત્રા કરાવતી સુનીતા વિલિયમ – Superb video!!

Sunita Williams

Sunita Williams

 

ઉપર જણાવ્યા મુજબ સુનીતા વિલિયમ્સ જ્યાં મહિનાઓ સુધી રહી હતી એ  સ્પેસ સ્ટેશનની યાત્રા કરાવતો એક સુંદર વિડીયોની લિંક હ્યુસ્ટન રહેતા શ્રી ચીમનભાઈ પટેલે મને ઈ-મેલમાં મોકલી આપી છે એને એમના આભાર સાથે નીચે આપું છું .

આ વિડીયોમાં સુનીતા વિલિયમ અંગ્રેજીમાં વિશાળ સ્પેસ સ્ટેશનની ટેકનીકલ માહિતી આપતાં આપતાં આપણને જુદાં   જુદા વિભાગોની ટુર કરાવે છે .

આ વિડીયો જોઈને તમે જરૂર રોમાંચ અનુભવશો અને સ્પેસ સ્ટેશન અંગે ઘણું નવું જાણવાનું મળશે .

Please Click  below  to see Sunita William  giving a “personal tour”  of the space station.

અગાઉ સ્પેસ સાહસમાં જાન આપનાર ભારતીય મૂળની કલ્પના ચાવલા પછી સુનીતા વિલિયમ્સ એ ભારતનું જ નહી પણ ગુજરાતનું ગૌરવ છે.

ગુજરાતી પિતા દિપક પંડ્યા અને સ્લોવેકિયન માતા બોની પંડ્યાની પુત્રી સુનીતા વિલિયમના ભારતીય -ગુજરાતી  મૂળ અને એના વ્યક્તિગત જીવનની રસસ્પદ માહિતી આ પછીની પોસ્ટમાં વાંચવા માટે રાહ જોવા વિનંતી છે.

સંકલન- વિનોદ પટેલ

 

( 145 ) નરેન્દ્ર મોદી અને એમનું અનોખું વ્યક્તિત્વ — સંકલિત

હાલના ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છેલ્લા અગિયાર વર્ષથી સતત ગુજરાત રાજ્યની ધુરા સફળતા અને સક્ષમતાથી સંભાળી રહ્યા છે .ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક વિક્રમી સિદ્ધિ છે .એમના  કાર્યક્ષમ વહીવટ હેઠળ ગુજરાત રાજ્યે ખુબ જ પ્રગતી સાધી છે .દેશ અને વિદેશમાં નરેન્દ્ર મોદીનું નામ એક લોકપ્રિય જનતાના નેતા અને કાબેલ રાજનીતિજ્ઞ તરીકે ઉભરી આવ્યું છે.

અત્યારે હાલ ગુજરાતમાં થોડા દિવસોમાં જ યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો વચ્ચે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે અને ખરાખરીનો ખેલ ખેલાઈ રહ્યો છે. અમેરિકાની પ્રમુખ માટેની ચૂંટણીમાં બરાક ઓબામા વિરુદ્ધ જે રીતે ઝેરી પ્રચાર અને ખોટા આક્ષેપો કરવામાં આવતા હતાં એ જ રીતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો હાલ કરી રહ્યા છે.પરંતુ ઓબામાની જેમ મોદીને લોકોનો સાથ છે અને છેલ્લા ૧૧ વર્ષથી ગુજરાત માટે એમણે નિસ્વાર્થ પણે ગુજરાતના જ હિતને લક્ષમાં રાખીને કોઈની પણ બીક રાખ્યા વિના અડગતાથી કામ કરી બતાવ્યું છે એટલે આ ચૂંટણીમાં ઓબામાની જેમ એ ચૂંટાઈ આવશે એ લગભગ ભીંતે લખેલા લેખ જેવું છે .

શ્રી નરેન્દ્ર મોદીને એક રાજકીય નેતા તરીકે લોકો વધુ જાણતા હોય છે પરંતુ તેઓ કેવી ગરીબ પરીસ્થીતીમાંથી પસાર થઈને આજના સ્થાને પહોંચ્યા છે એ વિષે બહું જાણતા નથી હોતા.મહેસાણા જીલ્લાના વડનગર ગામમાં નીચલા મધ્યમ વર્ગીય પિતા દામોદરદાસ મોદી એક સામાન્ય ચાનો સ્ટોલ ચલાવતા હતા જ્યાં મોદીએ પણ શાળાના અભ્યાસ વખતે એમના  ભાઈ સાથે કામ કર્યું હતું.

હ્યુસ્ટન રહેતા શ્ર્રી ચીમનભાઈ પટેલે એમનાં ઈ-મેલમાં નરેન્દ્ર મોદીના કુટુંબની વિગતો અને મોદીના સંત જેવા ત્યાગી જીવન વિષે એક ગુજરાતી અખબારના સુંદર તંત્રી લેખની નકલ મોકલી આપી છે એ નીચે મુકેલ છે.

Modi's Family and more

આ તંત્રી લેખ અને નીચે પોસ્ટ કરેલા યુ-ટ્યુબના બે વિડીયો ઉપરથી શ્રી નરેન્દ્ર મોદીના એમના વતન વડનગરમાં વીતાવેલા દિવસો,એમનાં કુટુંબીજનોની ઓળખાણ અને  હાલની રાજકીય કારકિર્દીનો ચિતાર મળી રહેશે.

Narendra Modi seeking blessings from his mother on his birth anniversary
Narendra Modi seeking blessings from his mother on his birth anniversary

(144 ) અમેરિકામાં રહેતા ઉંમરલાયક ઇમિગ્રન્ટ વડીલોના પ્રશ્નો ….. લેખક- પી.કે.દાવડા

આ અગાઉ તારીખ ૩૦મી નવેમ્બર,૨૦૧૨ની વિનોદ વિહારની પોસ્ટ નંબર ૧૩૯ માં શ્રી પી.કે.દાવડાએ આ બ્લોગ માટે મોકલી આપેલો એમનો પથમ લેખ “જીવનના અલગ અલગ મુકામ “ એમના પરિચય સાથે પ્રસિદ્ધ કર્યો હતો .

આ બ્લોગ માટે એમણે ખાસ લખીને મોકલેલ એમનો બીજો લેખ “અમેરિકાના ઉંમરલાયક ઇમિગ્રન્ટ વડીલોના પ્રશ્નો” આજની પોસ્ટમાં એમના આભાર સાથે મુક્યો છે.

મોટી ઉંમરે એમના નિવૃત્તિ કાળમાં ઇમિગ્રન્ટ વિસા ઉપર અહીં અમેરિકા આવીને અમેરિકામાં ખુબ મહેનત અને સંઘર્ષ કર્યા પછી પોતાની સારી કારકિર્દી જમાવીને સારી રીતે સ્થાયી અને પૈસે ટકે સુખી થયેલ પોતાનાં સંતાનો સાથે ઘણા વૃદ્ધ વડીલો રહેતા હોય છે .

આ બધા સીનીયર સીટીઝનો/વૃદ્ધજનો પોતાના મૂળ વતન કરતાં અહીના જુદા જ પ્રકારના વાતાવરણને જેટલા બની શકાય એટલા અનુકુળ થઈને પોતાની જિંદગીનો છેલ્લો તબક્કો પસાર કરી રહ્યા છે.એમની જિંદગીના મોટા ભાગનો સમય ભારતમાં-વતનમાં વિતાવેલો હોઈ તેઓ અહીં એક પ્રકારનો વતન ઝુરાપો અનુભવતા હોય છે.

શ્રી પી.કે.દાવડાના નીચેના લેખમાં એમણે અહીના વસવાટ દરમ્યાન આ સૌ સજ્જનોના જીવનનું અવલોકન અને અભ્યાસ કરીને એમના પ્રશ્નો અંગે સુંદર વિચારો અને વિશ્લેષ્ણ કર્યું છે, જે આપને પણ વાંચવું ગમે એવું છે.

અમેરિકામાં રહેતા આ ઉંમરલાયક ઇમિગ્રન્ટ વડીલોના પ્રશ્નો અને એના ઉકેલ અંગે તમે શું વિચારો છો એનો પ્રતિસાત આપવા વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચકોને આમંત્રણ છે.

વિનોદ પટેલ, સાન  ડિયેગો

__________________________________________________________

અમેરિકાના ઉંમરલાયક ઇમિગ્રન્ટ વડીલોના પ્રશ્નો લેખક- શ્રી પી.કે.દાવડા

OldMan gardening

આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે એમની ૨૦-૨૨ ની ઉમ્મરે અમેરિકા જાય છે. ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસ Home sickness અને Cultural shock અનુભવે છે પણ ત્યાર બાદ ધીરે ધીરે અમેરિકનોની રહેણીકરણી, ભાષા, ઉચ્ચાર, પહેરવેશ વગેરે અપનાવવાનું શરૂ કરી દે છે. ત્યારબાદના ટૂંકા સમયમાં જ તેઓ નિર્ણય લઈ લે છે કે તેમને ત્યાં જ રહેવું છે અને પોતાની  Career બનાવવી છે.

બીજા થોડા ભારતિય યુવાનો H1 B Visa લઈ, નોકરી કરવા અમેરિકા જાય છે, તેઓ પણ Cultural shock અને Home sickness અનુભવે છે પણ તેમાંથી વહેલા બહાર આવી જાય છે.

માબાપ પણ આ પરિસ્થિતીનો સ્વીકાર કરી લે છે કે જેથી તેમના બાળકોને  સારી જિંદગી  જીવવા મળે. બાળકોને સારી જિંદગી મળે એ માટે તેમણે કરેલી મહેનત સફળ થતી એમને  લાગે છે.

એકવાર નોકરીમાં ઠરીઠામ થયા પછી તેઓ અમેરિકામાં સ્થાયી થયેલી ભારતીય છોકરી, જેને કદાચ તેઓ તેમના શાળા-કોલેજના સમયથી ઓળખતા હોય અથવા નોકરી દરમ્યાન  સંપર્કમાં આવ્યા હોય તેની સાથે લગ્ન કરી લે છે. કેટલાક યુવાનો ભારતમાં માબાપની પસંદગીની છોકરી સાથે ભારતમાં આવી લગ્ન કરે છે અને પત્નીને H1B કે H4 visa પર અમેરિકા લઈ જાય છે. જો પત્ની પણ ત્યાં નોકરી કરતી હોય તો Double Income Couple તરીકે ખૂબ જ સારી આર્થિક સ્થિતિમાં આવી જાય છે. મોટું ઘર, બે ગાડી વગેરે સામાન્ય બની જાય છે, અને આનંદથી જીંદગી પસાર થાય છે.

આ દરમ્યાન પોતાના માબાપ, ભાઈ-બહેન અને મિત્રો સાથે ઈ-મેલ, ટેલિફોન અને વાર્ષિક India Trips થી સંપર્ક જાળવી રાખે છે. તેમના માબાપ અને ભાઈ-બહેન પણ ક્યારેક અમેરિકા એમને મળવા જાય છે અને એમનો વૈભવ જોઈને ખૂબ હરખાય છે.

આમ જીવન સરળતાથી ચાલે છે. હવે તેઓ પોતાનું બાળક ઈચ્છે છે. બાળક જો અમેરિકામાં  જન્મે તો આપમેળે અમેરિકન નાગરિક બની જાય. વિચાર તો સારો છે પણ થોડા સમય માટે કોઈ ત્રીજી વ્યક્તિની મદદની જરૂર પડશે એમ વિચારી માબાપને કે સાસુ-સસરાને વિનંતિ કરે છે, જેનો સહેલાઈથી સ્વીકાર થઈ જાય છે. વડિલો છ મહિના માટે અમેરિકામાં   રહેવા તૈયાર થઈ જાય છે.

હવે મુશ્કેલીઓ શરૂ થાય છે. પતિ-પત્ની બને કામ કરે છે. બાળકોની સંભાળ કોણ રાખે. શાળાના કડક નિયમો, રોજ શાળામાં મૂકવા અને લેવા જવાનું (શાળા પણ એમની ઓફીસની વિરૂધ્ધ દિશામાં જ હોવાની). કોઈ બાળકોને શાળામાંથી લઈ આવે, પછી મા-બાપ ઓફીસેથી આવે ત્યાં સુધી સાચવે વગેરે ત્યાં ખૂબ જ મોંગું છે. પાછું ઘરે આવીને રાંધવાનું, બાળકોને હોમવર્ક કરાવવાનું- ઉફ આ તો ખૂબ જ કઠીન કામ છે.

અહીં ભારતમાં પણ માબાપની ઉમર મોટી થાય છે, એમની ચિંતા થાય એ પણ સ્વભાવિક છે. તેઓ વિચારે છે કે હવે તો તેઓ રીટાયર્ડ છે, તો અહીં અમેરિકામાં આવીને અમારી સાથે શા માટે નથી રહેતા? મજાનું મોટું સંયુક્ત કુટુંબ બનાવીને રહેશું. પણ તેઓ એ ભૂલી જાય છે કે સંયુક્ત કુટુંબમાં રહેવાની તેમની આદત તો તદન છૂટી ગઈ છે. મા-બાપને સંયુક્ત કુટુંબનો થોડો અનુભવ હોવાથી તેઓ થોડા પ્રોત્સાહિત થાય છે.

માબાપ ઘણાં સપનાં લઈને એક દિવસ અમેરિકા આવી પહોંચે છે. પૌત્ર-પૌત્રિઓ જોડે રમશું, એમને શાળામા મૂકવા લેવા જઈશું, સાંજે એમને બાગમાં રમવા લઈ જઈશું, દિકરાના મોટા બંગલામાં આનંદથી રહેશું, દિકરાની મોટરમાં ફરીશું, દિકરા અને પુત્રવધુની સેવા પામશું વગેરે મનમાં હવાઈ કિલ્લા રચે છે .

થોડા દિવસમાં  જ સચ્ચાઈ સામે આવે છે. એમને અંગ્રેજી બોલતાં કે સમજતાં આવડતું નથી, જે થોડું ઘણુ આવડે છે તે અમેરિકન ઉચ્ચારોને લીધે અપૂરતું થઈ જાય છે. ડ્રાઈવિંગ આવડતું ન હોવાથી જાતે તો ક્યાંયે જઈ જ ન શકે. જ્યારે દિકરો કે વહુ લઈ જાય ત્યારે જ ઘરની બહાર નીકળાય. ટી.વી. માં હિંદી ચેનલો મોંઘી હોવાથી ઓછી હોય છે. અમેરિકાની અંગ્રેજી ચેનલોના સમાચાર સમજવામાં સમય લાગે છે.બાળકોને રજા હોય ત્યારે કાર્ટુન જોવા ટી.વી. પર તેમનો કબજો હોય છે. વહુ-દિકરો સાંજે થાક્યા પાક્યા ઘેર આવે ત્યારે તેમને થોડું એકાંત અને શાંતિ જોઈએ છે.

થોડા દિવસમાં એ પણ સમજાઈ જાય છે કે ઘરની બાબતોમાં કોઈ પણ નિર્ણય લેવામાં  એમનો કોઈ રોલ નથી. કોઈ પણ વસ્તુ એમને પૂછીને કરવામાં નથી આવતી.  હા, તેમની જરૂરીઆતોનો પુરો ખ્યાલ રાખવામાં આવે છે

જે માબાપ પોતાના દિકરા અને તેના કુટુંબ સાથે અહીં રહેવા આવ્યા છે, તેમનુ ભારતમાં ખુબ જ સંતોષકારક જીવન હતું. એમનુ માન સન્માન ભરેલું સામાજીક સ્થાન હતું. અડોસ-પડોસ અને સગા-સંબંધીઓમાં પ્રેમ ભર્યો આવકાર મળતો. એમનું પોતાનું ઘર હતું. અહીં તેમને લાગે છે કે તેઓ દિકરાની છતની નીચે રહે છે. દેશમાં જે વડિલોનું માન સન્માન હતું, તેમની સુખ સગવડ પ્રત્યે જે વિષેશ ધ્યાન અપાતું એ અહીંની સંસ્કૃતિમાં નથી. તેમના બાળકો અજાણતા જ અમેરિકન સંસ્કૃતિની અસરમાં આવી ગયા હોય છે. અહીં અજાણતા જ તેઓ પોતાના માબાપની નાની નાની ભૂલોનું પણ ધ્યાન દોરે છે. માબાપની લાગણી આવી ચીજોથી થોડી દુભાય છે.

એમને લાગે છે કે ભલે ભારતમાં એમનાં ઘર નાનાં હતાં , ભલે એ.સી અને રૂમ-હીટર ન હતાં , ભલે ચોવીસે કલાક નળમાં પાણી નહોતું આવતું પણ ત્યાં એ વધારે comfortable હતા. એમની સંયુક્ત કુટુંબની કલ્પના ભારતના સંયુક્ત કુટુંબની હતી. અમેરિકન સમાજમાં એ પ્રથા નથી. તેમનાં  બાળકો અમેરિકન પધ્ધતિને અજાણતાં પણ અપનાવી ચૂક્યાં હોય છે.

યુવાન પતિ-પત્નીને કુટુંબ ચલાવવા ખૂબ મહેનત કરી કમાવું પડે છે. એમને એમ લાગે છે દાદા-દાદી છોકરાઓ સાથે રમીને ખૂબ જ ખુશહાલ જીવન જીવે છે. એમને એ સમજાતું નથી કે ફક્ત બાળકો સાથે રમવા સિવાય પણ વૃધ્ધ લોકોની બીજી જરૂરિયાતો હોય છે. એમને પોતાની ઉમરના લોકોમાં ઊઠવું બેસવું છે, દિકરા અને વહૂ સાથે સુખ દુખની વાતો કરવી છે, ધઉં ચોખાના ભાવ જાણવા છે, એક અસ્તિત્વ પૂર્વકનું જીવન જીવવું છે.

ભારતમાં તેઓ પગે ચાલીને વાણિયાની દુકાનેથી ભાવતાલ કરી વસ્તુઓ ખરીદી લાવતા, પડોસી અને મિત્રોને ચાપાણી માટે બોલાવતા, ગમે ત્યારે પડોશમાં ગપ્પાં મારવા ચાલ્યા જતા અને આમ એમની એકલતાને દુર ભગાડતા. અહીં આવું કંઈ પણ શક્ય નથી.

એમનું આ દુખ કોઈને દેખાતું નથી કારણ કે પોતાના બાળકોનું ખરાબ ન લાગે એટલે આવી વાતો એ કોઈને કહેતા નથી, ટેલીફોન પર દેશના સગાવહાલાઓને પણ નહિં. હા કોઈવાર પોતાની ઉમ્મરના લોકો જ્યારે ક્યાંક મંદિર કે ગાર્ડનમાં મળી જાય છે ત્યારે તેઓ ખૂબ જ આનંદમાં આવી જાય છે. ક્યારેક દબાતા સૂરમાં એકબીજાને સુખદુખની વાતો કહી દે છે.હવે આ પરિસ્થિતિમાં કોઈનો વાંક નથી. છે કોઈની પાસે આ ઉંમરલાયક ઇમિગ્રન્ટ વડીલોના પ્રશ્નોનો ઉકેલ? જો હોય તો જરૂર આ બ્લોગ ઉપર મૂકી એમના આશિર્વાદ મેળવો.

અહીં મેં જે લખ્યું છે એવી જ પરિસ્થિતિ બધાં જ કુટુંબોમાં છે એવું મારું કહેવું નથી. મેં અમેરિકામાં જે જોયું છે અને જે હું સમજ્યો છું તે મેં લખ્યું છે. આને આખે આખું નકારી કાઢશો તો પણ મને અન્યાય થાય છે એવું નહિં લાગે.

-પી . કે. દાવડા,

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા.

______________________________________________________

શ્રી પી .કે .દાવડાએ મને એમના તારીખ 5મી ડિસેમ્બર 2012ના ઈ-મેલમાં જે સુંદર વિચારવા જેવાં સુવાક્યો 

મોકલી આપ્યાં હતાં એને નીચે મુક્યાં છે .તમને પણ એ વાંચવાં ગમશે . –વિ .પ .   

વિડંબણા 

  સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!

 

જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાયછે;

જયારે સંબંધોમાં તિરાડો પડેછે, ત્યારે તે દીવાલો બની જાયછે.…!!!

 

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે“યાદ રાખતાં શીખો”.

અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે“ભૂલતાં શીખો…”!

 

જીવનભરની   વધુ પડતી   કમાણીની  આજ છે યાત્રા,

ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજનમાં  Diet  ખાખરા…!

 
શું થાય?
દાવડા