વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જાન્યુઆરી 2013

(174) ૩૦મી જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિને હાર્દિક શ્રધાંજલિ

GANDHI AND DEATH

૩૦મી  જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે દેશ માટે એક મહાત્માએ આપેલ પોતાના જીવનની આહુતિનો -શહીદીનો દિવસ.  

આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો જે દિવસે લોકોના લાડીલા નેતા મહાત્મા ગાંધીએ એક પાગલ હત્યારાની ત્રણ ગોળીઓનો ભોગ બની દેશ માટે પ્રાણ આપી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.

આ સત્ય અને અહિંસાના પુજારી ,એક નાના જંતુની પણ હિંસા સાંખી ન શકે એવા શાંતિના દૂતનો પ્રાણ એક દેશવાસી અને સહધર્મી વ્યક્તિ લે એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય !દુનિયાના કરોડો લોકોએ આ ૭૮ વર્ષના ફકીરની વિદાયથી આંસુ ભરી શોકાંજલિ અર્પી હતી.

ગાંધીજીના જીવન અને કાર્ય અંગે કેટકેટલું અનેક લેખકો દ્વારા લખાયું છે અને લખાતું રહેશે .એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક  છે.ડો.માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળ લડાયેલ અમેરિકાની અહિંસક સામાજિક ક્રાંતિમાં અને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની સ્વતંત્રતાની  લડતમાં ગાંધી વિચારોની અસર ચોખ્ખી જણાઈ આવે છે

આ કર્મયોગી  પૂજ્ય બાપુ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં  એમનામાં ભારોભાર નમ્રતા ભરી હતી.એમની આત્મકથા સત્યના પ્રયોગોમાં એમણે કહ્યું છે :

”મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે.એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી .જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું ,મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું ,તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. “  

આવા નિર્મોહી દેશનેતા એવા પ્રાતઃસ્મરણીય મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથીના આજના દિવસે એમને કોટિ કોટિ અંતરના પ્રણામ

છેલ્લે,ગાંધીજીને અતિપ્રિય એવી આ ધૂન —  

રઘુપતિ રાઘવ રાજા રામ ,પતિત પાવન સીતારામ,  

ઈશ્વર અલ્લા એક હિ નામ,સબકો સન્મતિ દે ભગવાન

   પૂજ્ય બાપુને  ભાવભરી શ્રદ્ધાંજલિ

 

જાન્યુઆરી ૩૦,૨૦૧૩ .                                                  -વિનોદ આર. પટેલ

_______________________________________________________________________________________

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પ્રસ્તુત છે ત્રણ ગાંધી ગીતો

રડો ન મુજ મૃત્યુને  

“રડો ન મુજ મૃત્યુને ,

હરખ માય આ છાતીમાં   ન રે!-

ક્યમ તમેય તો હરખતાં ન હૈયાં મહી?  

વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી,  

અરે નહીં શું પ્રેમધાર ઉછળી ઉરે ! કે રડો ?    

હતું શું બલિદાન આ મુજ પવિત્ર પુરું ન કે,  

અધૂરપ દીઠી શું કૈ મુજ અક્ષમ્ય તેથી રડો ?  

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા  

અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને.      

શ્વશ્યા કરત ભૂતલે?મરણથી છૂટ્યો સત્યને  

ગળે વિષમ જે હતો કઈંક કાળ ડૂમો !થયું,  

સુણો પ્રગટ સત્ય :વૈર પ્રતિ પ્રેમ ,પ્રેમ ને પ્રેમ જ!  

હસે ઈશુ ,હસે જુઓ સુક્રતુ ,સૌમ્ય સંતો હસે.”      

અમે ન રડીએ ,પિતા,મરણ આપણું પાવન ,  

કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન .  

— ઉમાશંકર જોશી  

_________________________________  

મૃત્યુંદંડ  

ફાંસી દીધી ગોડસેને અમોએ  

ગાંધીજીના દેહના મારનારને.  

ગાંધીજીના જીવ-ને જીવતાં ને  

મુઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે  

પડ્યું અમોમાં : સહુમાં કંઇક  

તેને હશે કે કદી મૃત્યુંદંડ ?  

—- ઉમાશંકર જોશી  

_____________________________________

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!

તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ

તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું

રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું

ત્યારે વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :

તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

______________________________________________________________________________

ગાંધીજીના જીવનનો છેલ્લો દિવસ -૩૦મી જાન્યુઆરી ૧૯૪૮નો સંપૂર્ણ નો અહેવાલ અને એ દિવસ પહેલાં એમના ખુન માટે ગોડસે અને એના સાથીદારોના ષડ્યંત્રની વિગતો નિહાળો નીચેના વિડીયોમાં .

January 30, 1948: Martyrs Day in Memory Of Mahatma Gandhi

( 173 ) ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહિયે–અલગ અલગ રાગમાં, અલગઅલગ સ્વરમાં….

વૈષ્ણવ જન તો તેને કહિયે એ ભજન ગાંધીજીનું પ્રિય ભજન .સદીઓ પહેલાં ગુજરાતના,જુનાગઢના ભક્ત અને કવિ  નરસિંહ મહેતા  રચિત આ ભજનમાં એક    વૈશ્વિકસંદેશો, વિશ્વમાનવનો.. સમાયેલો છે .ચાલો આ ખુબ જ ગવાતા ભજનને    અલગ અલગ ગાયકો ,અલગ રાગમાં, અલગ અલગ સ્વરમાં માણીએ …. 
. આપણાઆશિતભાઈદેસાઈનાસ્વરમાં Well known Gujarati singer, Aashit Desai- Raag Khamaj (શુધ્ધગુજરાતીમાં..’રે લગાડીને). લતામંગેશકરનાંસ્વરમાં.. In Lata Mangeshkar’s voice
/span>. પંડિતજસરાજ</અનેશંકરમહાદેવનનાંસ્વરમાં..
Sung by Pandit Jasraj and Shankar Mahadevan
.ગાંધીજીનાંદેહાંતસમયેકરુણરસમાં At the death of Gandhiji 
.

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
 
પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… ||ધૃ||
 
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
 
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે… ||૧||
 
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
 
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે… ||૨||
 
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
 
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે… ||૩||
 
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
 
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે..

Bhajan-Kirtan Vaishnava Janato– English Translation

One who is a vaishnav Knows the pain of others

Does good to others, esp. to those ones who are in misery

Does not let pride enter his mind A Vaishnav,

Tolerates and praises the the entire world

Does not say bad things about anyone

Keeps his/her words, actions and thoughts pure

O Vaishnav, your mother is blessed (dhanya-dhanya)

A Vaishnav sees everything equally, rejects greed and avarice

Considers some one else’s wife/daughter as his mother

The toungue may get tired, but will never speak lies

Does not even touch someone else’s property

A Vaishnav does not succumb to worldly attachments

Who has devoted himself to stauch detachment to worldly pleasures

Who has been edicted to the elixir coming by the name of Ram

For whom all the religious sites are in the mind Who has no greed and deciet

Who has renounced lust of all types and anger

The poet Narsi will like to see such a person

By who’s virtue, the entire family gets salvation

______________________________________________________________________
આભાર: શ્રી યોગેશ કાણકીયા-એમના ઈ-મેઈલમાંથી

હાવર્ડયુનિવર્સિટીમાં , ગુજરાતી – અંગ્રેજીમાં એક સાથે જાણીતા ગાયક સોનું નિગમે ગાયેલું -વિડીયોમાં 

Sonu Nigam in Harvard,USA -Singing Vaishnavajan Song in Gujarati and English

વૈષ્ણવજન જેવું એક હિંદુ ભજન જ્યારે મુસ્લિમ ભાઈઓ એમની ક્વાલીમાં ગાય ત્યારે કોમી એકતાનો

ગાંધીજીનો સંદેશ જાણે સાર્થક થાય છે .આ ભજનને એમનાં મુખે સુંદર સ્વરોમાં ક્વાલીના તાલમાં

સાંભળીને તમને જરૂર આશ્ચર્ય થશે જ .

Vaishnava Jan to song in QAWWALI – By Riyaaz Qawwal and Group

( 172 ) ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને — પૂજ્ય દાદા ભગવાનની અમૃત વાણી (દાદા વાણી )

Dada Bhagwan

“ To know “who I am and who I am not” is called Absolute knowledge (Gnan) .” – Dadashri

 

આ અગાઉની પોસ્ટ નંબર ૧૭૧ માં  ” અહંકાર પણ એક પ્રકારનો નશો છે.” એ નામનો લેખ પોસ્ટ કરવામાં આવ્યો છે .

ત્યારબાદ નેટ જગતમાં ઘૂમતાં પૂજ્ય દાદા ભગવાનની વેબ સાઈટ ઉપર એમના પ્રવચન ઉપર આધારિત “ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને” એ નામનો એક વિસ્તૃત પ્રેરક લેખ જોવામાં આવ્યો . આ લેખ વાંચતાં જ મને એ ગમી ગયો એટલે વાચક મિત્રોના લાભાર્થે આજની પોસ્ટમાં મુક્યો છે .

આ લેખમાં પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) આ ગાંડા અહંકાર વિષે વિશેષ ફોડ પાડતા કહે છે,

મોક્ષમાર્ગની પ્રગતિમાં આ પણ એક મોટુંભયસ્થાન છે.

. આ ગાંડો અહંકાર બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે. પોતાને એમ જ લાગે કે પોતાનામાં આવો અહંકાર નથી પણ એ આટલો નાનો થઈને બેસી રહેલો હોય, એને વધતા વારેય ના લાગે. એને ઓળખી લેવો પડે. તે જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ. હવે એ ગાંડો અહંકાર શું કરે ? તો કહે,

* સવળાને અવળું દેખાડે

* સત્ય વાતનો સ્વીકાર ના કરવા દે,

* પોતે સાચો છે, પોતાની વાત સાચી છે એ આગ્રહ રાખી બીજાને દુઃખ આપે,

* પોતાના ડહાપણે બધું કામ કરવા જાય ને ગૂંચો પાડ-પાડ કરે,

* બુદ્ધિનું ઉપરાણું લે અને ભેદ પાડે,

* બીજાને નુકસાન થાય-પાયમાલ થઈ જાય તેવા ભાવ કરે,

* સામા નિમિત્તને બચકાં ભરે,

* પોતાની જાતનું, પોતાની વાતનું, પોતાની માન્યતાનું રક્ષણ કરે,

* જેમાં ને તેમાં નેગેટિવ જુએ,

* હું હોશિયાર છું માનીને બીજા બધામાં ડખલો કરે,

* માન પોષવા કપટ કરે અને ના પોષાય તો બીજાનું અપમાન કરે, ખરાબ ઈચ્છે,

* બીજા બધાના દોષ જુએ અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાહ્યો,

* હું જાણું છું, હું વિશેષ છું, હું કંઈક છું, મારામાં આવડત છે, મારા વગર ચાલે જ નહીં એમ એનો કેફ રખાવે,

*પોતાને જ્ઞાનજાગૃતિ પૂર્ણ ના હોય પણ તેવી જાગૃતિ વર્તે છે તેવી વાતો કરે, આડંબર દેખાવ કરે

* પોતે પૂર્ણતાએ પહોંચ્યો છે એમ માની તેના કેફમાં જુદો ચોકો માંડે, પંથ સ્થાપે.

આ આખો લાંબો પ્રેરક લેખ થોડી ધીરજ રાખી દાદા ભગવાનની વેબ સાઈટની નીચેની લિંક ઉપર વાંચો .

http://dadabhagwan.in/dadavani/2010/March_10.html

નીચેની વેબ સાઈટ ઉપર અનેક વિડીયો પ્રવચનો . સત્સંગ …

  http://satsang.dadabhagwan.org/

 

_____________________________________________________________________

દાદા ભગવાનના જ્ઞાનનો આધ્યાત્મિક વારસો સ્વ. નીરુમા પછી હાલ સંભાળી રહેલ એમના અદના શિષ્ય પૂજ્ય શ્રી દીપકભાઈએ મન ,બુદ્ધિ ,ચીત ,અહંકાર ઉપર ઉદાહરણો સાથે કરેલ સુંદર પ્રેરક પ્રવચન નીચેના વિડીયોમાં સાંભળો અને સત્સંગ કરો .

( 171 ) અહંકાર પણ એક પ્રકારનો નશો છે (સંકલિત)

ગુર્જિયેફે જ્યારે વિખ્યાત લેખિકા કેથરિન મેન્સફિલ્ડને ‘વ્યસન’ છોડાવ્યું

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

વિખ્યાત તત્ત્વચિંતક સંત ગુર્જિયેફને મળવા મશહૂર લેખિકા કેથરિન મેન્સફિલ્ડ ગયાં. કેથરિન મેન્સફિલ્ડ ચેઈન સ્મોકર હતાં અને ગુર્જિયેફને એ વાતની ખબર હતી.

ગુર્જિયેફે કેથરિનને કહ્યું, “તમે આવડા મોટાં લેખિકા છો. તમારી આટલી બધી પ્રતિષ્ઠા છે. પણ તમારું સિગારેટનું વ્યસન સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. તમને ક્યારેય એવું લાગતું નથી કે તમારે આ વ્યસન છોડી દેવું જોઈએ?

કેથરિને કહ્યું, “તમારી વાત તો સાચી છે પણ સિગારેટનું વ્યસન છોડવું બહુ મુશ્કેલ છે.

ગુર્જિયેફે કહ્યું, “કશું જ મુશ્કેલ નથી. તમે સંકલ્પ કરો તો કોઈ પણ વ્યસન છોડી શકો છો.

કેથરિન મેન્સફિલ્ડને એ વાત ગળે ઉતરી ગઈ અને એ જ ક્ષણે તેમણે સિગારેટ છોડી દેવાનો નિશ્ર્ચય કર્યો.

કેથરિનના દૃઢ નિશ્ર્ચયથી તેમની સિગારેટની લટ છૂટી ગઈ. એકાદ વર્ષ પછી તેઓ ગુર્જિયેફને મળવા ગયાં. કેથરિન ગુર્જિયેફને મળ્યાં ત્યારે તેમના ચહેરા પર અભિમાનનો ભાવ હતો.

કેથરિને બીજી કંઈ વાત કરવાને બદલે ગુર્જિયેફને કહેવા માંડયું, “તમે કહ્યું એ પ્રમાણે મેં સિગારેટ છોડવાનો નિશ્ર્ચય કર્યો અને સિગારેટ પીવાની લતથી મેં છુટકારો મેળવી લીધો. હવે તો મારી આજુબાજુમાં કોઈ સિગારેટ પીતું હોય કે કોઈ મને સિગારેટ પીવા માટે લલચાવે તો પણ હું સિગારેટ પીતી નથી. મેં સિગારેટ છોડવાનો દૃઢ સંકલ્પ કર્યો એ પછી હું મારા નિર્ણયમાંથી ડગી નથી, આવો દૃઢ સંકલ્પ કરવાની શક્તિ કોઈ મક્કમ મનોબળવાળી વ્યક્તિમાં જ હોય છે…

કેથરિન મેન્સફિલ્ડ આગળ બોલી રહ્યાં હતાં પણ તેમને અટકાવીને ગુર્જિયેફે કહ્યું કે, “તમે એક વ્યસનમાંથી નીકળીને બીજું વ્યસન પકડી લીધું છે એનું મને દુ:ખ થાય છે.

કેથરિને ચેલેન્જ ફેંકીને કહ્યું કે, “મને બીજું કોઈ જ વ્યસન નથી. કોણ કહી શકે એમ છે કે મને કોઈ પ્રકારનું વ્યસન છે?

ગુર્જિયેફે કહ્યું કે, “સિગારેટ કે બીજા કોઈ નશા કરતા અભિમાનનો વધુ નશો હોય છે. તમે સિગારેટ કરતા

વધુ ખતરનાક નશાનો ભોગ બની ગયાં છો, તમે જે બોલી રહ્યાં છો એ અહંકારના નશા સાથે બોલી રહ્યાં છો.

કેથરિન મેન્સફિલ્ડે એ દિવસે બીજું વ્યસન, અહંકારનું વ્યસન છોડી દીધું.

સૌજન્ય- મુંબઈ સમાચાર

 

 

Swami Vvekaanand -Quote

( 170 ) ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન.

happy-independence-day-now-india-turns-for-progress

તારીખ 15 મી ઓગષ્ટ  ૧૯૪૭ ના દિવસે ભારત અંગ્રેજોના શાશનમાંથી મુક્તિ પામીને એક સ્વતંત્ર દેશ બન્યો એ પછી તારીખ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નો દિવસ પણ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો એટલે આ દિવસને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે .

રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભગતસિંહ અને નેતાજી સુભાષચન્દ્ર  બોઝ જેવાં અનેક સ્વાતંત્ર્ય વીરો નું સ્વપ્ન ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સંપૂર્ણ થયું જ્યારે વીશાળ વસ્તી ધરાવતા ભારત દેશ માટે બધારણનો અમલ શરુ થયો .

એટલા માટે જ ૨૬ મી જાન્યુઆરી ને દેશના રાષ્ટીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે . ત્યારથી આ દિવસને  ભારત ના “પ્રજાસત્તાક દિવસ” અથવા “ગણતંત્ર દિવસ”(Republik Day ) તરીકે માનભેર અને ધામધુમથી દેશ અને વિદેશોમાં ઉજવાય છે.

આ દિવસને ૧.૨ બિલિયનની વસ્તી ધરાવતા અને ૨૦થી વધુ ભાષા બોલતા મહાન રાષ્ટ્ર ભારત દેશમાં રાજધાની દિલ્હી તથા એના દરેક રાજ્યોમાં ધ્વજ વંદન અને અવનવા કાર્યક્રમો સાથે  પ્રજાસત્તાક દિન ઊત્સાહથી ઉજવવામાં આવે છે,.રાજધાની  નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના દેશને સંબોધનથી ઉજવણીનો આરંભ  થાય છે. સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી અપાય છે .યુદ્ધ મોરચે વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને ઇનામ તથા પદકો આપવામાં આવે છે .

વિનોદ વિહારના આપ સૌ વાચકોને ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક અભિનંદન.

વિનોદ પટેલ

_________________________________________________________________

Mr. & Mrs. Rameshbhai Patel
Mr. & Mrs. Rameshbhai Patel

 

પ્રજાસત્તાક દિવસ ઉપર કવિ શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’નું સુંદર ગીત અને વિડીયો .

કરોના,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર અને કવિ શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’એ પ્રજાસત્તાક દિન ઉપર એક સુંદર ગીત. ‘જયહિન્દ જયઘોષ તિરંગા’ અને આ ગીતનો યુ-ટ્યુબ વિડીયોની લિંક મને ઈ-મેલથી મોકલી આપી છે .

આ ગીત અને વિડીયોને એમના અને શ્રી દિલીપભાઈ ગજ્જર જેમણે આ ગીતને સરસ વિડીયોમાં

ઢાળ્યું છે, એમના આભાર સાથે નીચે મુકું છું.

શ્રી રમેશભાઈ પટેલના આ રાષ્ટ્રભક્તિના ગીતના વિડીયોની રચનામાં  શ્રી દિલીપભાઈ એ એમની

 કળા પ્રીતિના દર્શન કરાવ્યાં છે અને ગીતના શબ્દોને સંગીત અને સૂરોમાં મઢીને શ્રી રમેશભાઈના

 ગીતને દીપાવ્યું છે, જે અભિનંદનીય છે .

 
કવિ શ્રી રમેશ પટેલ “આકાશ દીપ “ રચિત ગીત  ‘જયહિન્દ જયઘોષ તિરંગા”….

સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે , સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત

 

 

 

જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)

શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……

લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

 

( કવિ શ્રી રમેશભાઈના બ્લોગની લિંક અને એમનો પરિચય અહીં વાંચો)

_____________________________________________________________

જે ગીત સાંભળીને ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આંખો અશ્રુભીની બનેલી એ રાષ્ટ્ર ભક્તિનું ગીત ભારતના પ્રજાસતાક દિન નિમિત્તે સ્વર કિન્નરી લતા મંગેશકરના સુરીલા સ્વરે નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં માણો .

અય્ મેરે વતનકે લોગો ,જરા આંખમેં ભરકે પાની – લતા મંગેશકર –વિડીયો  

INDIAN -All religions

( 169 ) એક ખેડૂતની બકરી અને ઘોડાની વાર્તા . (એક બોધ કથા )

SAMSUNG

નીચે આપેલી એક બકરી અને ઘોડાની વાર્તા શરૂથી અંત સુધી ધ્યાનથી  વાંચો .

આ વાર્તામાં જીવન માટેનો મોટો સંદેશ છુપાયેલો છે.  

એક  ખેડૂતની પાસે એના ફાર્મમાં એક બકરી અને એક ઘોડો હતાં.બકરી અને ઘોડો એક બીજા માટે લાગણીના તંતુથી જોડાયેલાં હતાં.એક દિવસ ઘોડો અચાનક માંદો પડી ગયો .ખેડૂતે પ્રાણીઓના નિષ્ણાત ડોક્ટરને ફાર્મ ઉપર બોલાવ્યા.ડોક્ટરે ઘોડાને તપાસીને ખેડૂતને કહ્યું “આ ઘોડો વાયરસમાં સપડાઈ ગયો છે .એને ત્રણ દિવસ માટે દવા આપવી પડશે.હું ત્રીજા દિવસે આવીશ અને જો એની સ્થિતિમાં સુધારો નહીં જણાય તો પછી એના જીવનનો અંત લાવવો જરૂરી બનશે.”

ઘોડાની બાજુમાં ઉભેલી બકરી એક ધ્યાનથી ખેડૂત અને ડોક્ટરની આ વાતચીત સાંભળી રહી હતી.બીજે દિવસે ડોક્ટરના માણસો ઘોડાને દવા આપીને ગયા પછી બકરી ઘોડાની નજીક ગઈ અને એને કહેવા લાગી “દોસ્ત,તારું મન મજબુત કર અને  ઉભો થઇ જા . ઉભો થઈને તું ચાલવા લાગ નહિતર એ લોકો તને કાયમ માટે સુવાડી દેશે એ નક્કી છે.

બીજે દિવસે પણ ડોક્ટરના માણસો આવીને ઘોડાને દવા આપીને વિદાય થયા.બકરી ફરી ઘોડાની પાસે આવીને એના મિત્રમાં જોશ આવે એવા શબ્દોમાં કહેવા લાગી “મારા દોસ્ત,થોડું વધારે જોર લગાવીને ઉભો થઇ .તારે જો જીવવું હોય તો એ જ એક રસ્તો છે નહિતર તું મર્યો સમજજે.એટલે જરા પ્રયત્ન કર ,હું તને ઉભાં થવામાં મારાથી બનતી મદદ કરીશ.ચાલ, એક…..બે…..ત્રણ….

ત્રીજે દિવસે પ્રાણીઓના ડોક્ટર આવ્યા અને ઘોડાને દવા આપ્યા પછી એમણે ખેડૂતને કહ્યું :”કમનશીબે અમારે આવતીકાલે કોઈ પણ હિસાબે આ ઘોડાને કાયમ માટે સુવડાવી દેવો પડશે. જો એમ નહીં કરીએ તો ઘોડાનો વાયરસ ચોતરફ ફેલાઈ જતાં બીજા ઘોડાઓને પણ એનો ચેપ લાગવાનો મોટો ભય છે.

ડોક્ટરના ગયા પછી બકરી ઘોડા પાસે ગઈ અને એને કહેવા લાગી : તેં સાંભળ્યું ને ડોક્ટરે શું કહ્યું ? દોસ્ત,સાંભળ,મરણીયો થઈને ઉભો થઇ જા .આજે જ અને અત્યારે જ, પછી તો કદી નહીં. જરા હિંમત બતાવ, કમ ઓન, જોર લગાકે હૈસો,ઉભો થઇ જા.એક…બે… અને ત્રણ ….

પોતાના દોસ્ત બકરીના જોશીલા શબ્દોની એના પર ચમત્કારીક  અસર થઇ .ઘોડામાં સુસુપ્ત રીતે પડેલી જીજીવિષા જાગૃત થઇ ગઈ.ઘોડો ધીમે ધીમે ઉભો થઇ ગયો.બકરીના વધુ પ્રોત્સાહનથી એ ચાલવા માંડ્યો અને પછી દોડવાનું શરુ કર્યું.બકરી ખુશ થઇ ગઈ અને કહેવા લાગી :”તેં કરી બતાવ્યું,,દોસ્ત તું મારો શેર છે,તું એક મોટો ચેમ્પિયનછે.”  

ઘોડાનો માલિક ખેડૂત ઘોડાને દોડતો જોઈને ઘરની બહાર દોડી આવ્યો અને ખુશીમાં આવી જઈને મોટેથી બોલી ઉઠ્યો :”અરે, આ હું શું જોઈ રહ્યો છું.આ તો મોટો ચમત્કાર થઇ ગયો .મારો ઘોડો હવે સાજો થઇ ગયો.” 

જીવનની મોટી કરુણીકા અને વિધિની વિચિત્રતા તો આ ખેડૂતે ખુશ થઈને આગળ જે કહ્યું એમાં આવે છે. 

ખેડૂતે એના મિત્રોને સંબોધી કહું : ” મારો ઘોડો હવે પહેલાની જેમ દોડવા લાગ્યો છે. હવે એક મોટી મિજબાની કરવી જ જોઈએ.ચાલો, આ બકરીની કતલ કરીએ અને એક ગ્રાંડ પાર્ટીમાં એનું જમણ કરીએ!”   

એક બકરી અને ઘોડાની ઉપરની વાર્તા ઉપરથી મેં જીવનના નીચેના બોધપાઠ તારવ્યા છે. 

મુશ્કેલીઓના સમયમાં એક સાચો મિત્ર જ બીજા મિત્રના દુઃખમાં રસ લે છે અને    એને મદદ કરવાની હંમેશા ભાવના રાખતો હોય છે.

મિત્રની હતાશાને દુર કરે અને  એને જીવન જીવવા જેવું છે એવું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડે એ જ સાચો મિત્ર.

દરેક મનુષ્યને જીવન વ્હાલું હોય છે.ગમે એવા વિપરીત સંજોગોમાં પણ એનામાં  જીજીવિષા સુસુપ્ત રીતે પડેલી હોય છે .જરૂર હોય છે એને જાગૃત કરી જીવનની  પહાડ જેવી લાગતી કસોટીઓનો મજબુત મન ,હિંમત અને જોસ્સાથી સામનો કરવાની.પ્રયત્ન જારી રાખવાથી અશક્ય લાગતું કામ પણ શક્ય બની શકે છે.જીવનની નાની વસ્તુઓથી જીવન પૂર્ણ બને છે અને પૂર્ણ જીવન એ કંઇ નાની વસ્તુ નથી.

શું જિંદગીમાં કે શું કામ-ધંધાની જગાઓએ એ એક વિચિત્રતા છે કે કોઈ માણસની પ્રગતિ કે ઉન્નતિ પાછળ કોનો હાથ રહેલો છે એની કોઈને જલ્દી ખબર પડતી નથી.આને લીધે ઘણીવાર જેણે મદદ કરી હોય એને જ સહન કરવાનું થાય છે .

કોઈ કામની કદર કરે કે ન કરે,વેઠવાનું આવે કે ન આવે પરંતુ હંમેશા કર્તવ્ય બજાવતાં રહેવું એ એક કળા છે. એ એક સાચી જીવન કલા છે .  

(મૂળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ )                                                    – વિનોદ પટેલ