વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 1, 2013

( 156 ) નવા વર્ષે નવલા થઈએ……

Happy New Year-Animation circle

  આપણા જીવનનું અને સમયનું ચક્ર સદા ફરતું રહે છે

  પ્રિય વાચકમિત્રો.

  આપણા જીવનનું અને સમયનું ચક્ર સદા ફરતું રહે છે .સેકન્ડો,મીનીટો ,કલાકો,દિવસો મહિનાઓ અને વર્ષો વહેતાં જ રહે છે . શિયાળો,ઉનાળો અને ચોમાસું,વસંત અને પાનખર એમ ઋતુઓ બદલાતી રહે છે.કેલેન્ડરનાં પાનાં ફાટતાં જ રહે છે .વહી ગયેલાં વર્ષો અનુભવોનો અહેસાસ કરાવતાં જ રહે છે.

  આ અગાઉની પોસ્ટમાં મુકેલ વર્ડ પ્રેસ .કોમનો વિનોદ વિહાર બ્લોગ માટેનો વાર્ષિક અહેવાલ આપે વાંચ્યો હશે .ગત વરસે ઘણા મિત્રોએ

  બ્લોગમાં મુકવામાં આવેલી પોસ્ટ અંગે એમના પ્રતિભાવો દર્શાવીને મને પ્રોત્સાહિત કરવા બદલ એમનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું .

  નવા વર્ષમાં પણ આપ સૌ તરફથી એના કરતાં વધુ સારો સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.

  આ વર્ષે પણ મારા બ્લોગ વિનોદ વિહારના માધ્યમથી મારી સ્વ રચિત રચનાઓ અને મેં વાંચી હોય અને ગમી ગઈ હોય એવી પ્રેરક

  અને સત્વશીલ સાહિત્ય સામગ્રી વાચકોને પીરસવાનો મારો નમ્ર પ્રયાસ ચાલુ રહેશે એની ખાત્રી આપું છું .

  દેશ અને વિદેશના ફલક ઉપર ઘણી સુખદ અને દુખદ યાદોને પાછળ મુકીને ૨૦૧૨ વર્ષના ચક્રનું એક વર્તુળ પુરું થયું છે .

  નવી આશાઓનો દીપક જલાવીને નવું ૨૦૧૩નું વર્ષ હાજર થઇ ગયું છે.

  આ નવા વર્ષ ૨૦૧૩નું હૃદયમાં હર્ષ,નવા ઉત્સાહ અને ઉલ્લાસથી સ્વાગત કરીએ .

  નવા વર્ષના સ્પીરીટને અનુરૂપ મારી એક કાવ્ય રચના નવા વર્ષે નવલા થઈએ નીચે પ્રસ્તુત છે .

  નવા વર્ષે નવલા થઈએ

  પસાર થઇ ગયું એક ઓર વરસ

  આવીને ઉભા નવા વરસને પગથાર

  જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર

  જુના વરસના ઘાસ નીદામણ દુર કરી

  નવા વરસે પ્રેમનો નવો પાક ઉગાડીએ

  નવા વરસે નવલા બની નવેસરથી

  નવું વર્ષ હળીમળી પ્રેમથી ઉજવીએ

  નુતન વર્ષે નુતન આશાનો દીપ જલાવી

  ઈશ્વરને કરીએ દિલથી પ્રાર્થના કે

  ગત વર્ષો કરતાં આ નુતન વર્ષમાં

  રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી સૌ પર રીઝે ,

  સુખ શાંતિ પ્રાપ્ત થાય એવું સર્વોત્તમ વર્ષ બનાવજે, હે પ્રભુ

  આજથી શરુ થતું ૨૦૧૩નુ આ નવુ વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી અનેક હાર્દિક શુભ કામનાઓ છે .

  HAPPY NEW YEAR — HAPPY NEW YOU

  The fragrance remains on the hand that gives the rose – Mahatma Gandhi

  You did not choose your date of birth,
  Nor do you know your last,
  So live this gift that is your present,
  Before it becomes your past.
  –Linda Ellis

  આભાર,

  વિનોદ આર. પટેલ

  ____________________________________________________________________________________

  AHappy New Year