વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 165 ) ત્રણ સાહિત્ય પ્રેમી બ્લોગર મિત્રોનું લોસ એન્જેલસમાં સ્નેહ મિલન

તા.૯મી ડીસેમ્બર ૨૦૧૨ના દિવસની બપોર એક યાદગાર બની ગઈ જ્યારે પરાર્થે સમર્પણ બ્લોગના શ્રી ગોવિંદભાઇ ‘સ્વપ્ન’ અને તેમના લઘુ બંધુ ચિમનભાઈના પ્રેમ ભર્યા આમંત્રણે લોસ એન્જેલસમાં અનાયાસે જ ત્રણ સાહિત્ય પ્રેમીઓના સ્નેહ મિલનનો સંજોગ બની ગયો .

આકાશદીપ બ્લોગના જાણીતા કવિ શ્રી રમેશભાઈ ,શ્રી ગોવિંદભાઈ અને હું એ દિવસે શ્રી ગોવિંદભાઈના નાના ભાઈ ચીમનભાઈની આર્તેશીયામાં આવેલ રેસ્ટોરન્ટમાં મન ભરીને મળ્યા ,સપરિવાર સાથે જમ્યા અને ઘણા વખતથી મનમાં એક બીજાને રૂબરૂ મળવાની જે લાંબા સમયની ઈચ્છા રહેલી એની પૂર્તિ થયાનો આનંદ સૌને થયો . .

કવિ હૃદયના શ્રી રમેશભાઈએ તો એમના બ્લોગમાં 10 મી ડીસેમ્બર,2012ની પોસ્ટમાં આ સ્નેહ મિલનના પ્રસંગને વાકયોમાં વર્ણન કર્યા પછી કાવ્યમાં આ રીતે ઢાળ્યું છે .

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે….રમેશ પટેલ(આકાશદીપ)

ભોર ભયે આવ્યું સ્વપ્ન મુજને,

સ્વપ્ન એ દૈવી સાચું જ થયું

વાહ! તમારી લીલા જ ગોવિંદ

સન્મુખ વિનોદી હાસ્ય જ સર્યું

દીપ જ આકાશનો કેવો ઉજાશે

ડૂબ્યો ‘સ્વપ્ન’ માં ઝીલી ગોવિંદ

વિહારી ઘેલમાં છે વિનોદરાયજી

મિત્રો ત્રણે બ્લોગના એક પિંડ

રે સુભગ ઓ ઘડી! સ્વપ્નસી

મળ્યા રે ભાવ ભરતા જ ઉરે

ઉછાળ્યા તરંગો મા ગુર્જરીના

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે

રમેશ પટેલ(આકાશદીપ)

નસીબજોગે, આ વખતે થેન્ક્સ ગીવીગથી ક્રિસમસ દરમ્યાન હું મારી દીકરીને ત્યાં લોસ એન્જેલસમાં હતો .અમારા ત્રણે જણની ઈચ્છા તો ડીસેમ્બરની તારીખ ૨ થી ૧૦ દરમ્યાન બોસ્ટનથી લોસ એન્જેલસ એમના મોટા ભાઈ જીતુભાઈને ત્યાં એમનાં પત્ની ડૉ. ગીતાબેન સાથે ટૂંકી મુલાકાતે આવેલ બ્લોગર મિત્ર ડૉ.રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે આ સ્નેહમિલન કરવાની હતી .પરંતુ સંજોગો અનુકુળ ન થતા આ શક્ય ન બની શક્યું એનો મનમાં અફસોસ રહી ગયો.એમ છતાં ફોન ઉપર બે-ત્રણવાર એમની સાથે અને શ્રી જીતુભાઈ સાથે વાત થઇ હતી જેમાં એમણે એમનાં સુશિક્ષિત બહેનો ૮૮ વર્ષનાં ડૉ.ભાનુબેન , ૮૫ વર્ષનાં જ્યોતિબેન, અલ્કાબેન અને જીતુભાઈનો પરિચય કરાવ્યો હતો એથી ખુશી થઇ.

ચંદ્ર પુકાર બ્લોગના ડૉ.ચંદ્રવદનભાઈ પણ આ વખતે મારી જેમ એમની દીકરીને ત્યાં લંડન ,યુ.કે. વેકેશનમાં ગયાં હોઈ એમને પણ રૂબરૂ મળવાની ઈચ્છા બાકી રહી ગઈ .

આ સ્નેહમિલન વખતે શ્રી રમેશભાઈએ એમના ત્રીજા કાવ્ય સંગ્રહ ત્રિપથગાનું દળદાર સુંદર પુસ્તક આ મિલન પ્રસંગની યાદગીરી રૂપે મને ભેટ આપ્યું એ બદલ એમનો આભારી છું.

શ્રી ગોવિંદભાઈ અને એમના પરિવારે એમનાં માતુશ્રી સ્વ. સુરજબાના સ્મરણાર્થે અંગ્રેજીમાં સચિત્ર છપાવેલ હનુમાન ચાલીસાની સુંદર પુસ્તિકા અને અન્ય સાહિત્ય શ્રી ગોવિંદભાઈએ મને ભેટ આપ્યાં એ બદલ એમનો પણ આભારી છું . આ સ્નેહની પ્રસાદી આ સ્નેહ મિલનની યાદ અપાવતી રહેશે .

શ્રી ગોવિંદ ભાઈ પટેલના બ્લોગ પરાર્થે સમર્પણની આ લિંક ઉપર એમની અવનવી હાસ્ય અને કટાક્ષ કથાઓ માણો .

શ્રી રમેશભાઈના બ્લોગ આકાશદીપની લિંક ઉપર ઉપર એમનાં અવનવાં કાવ્યોનો આસ્વાદ લેવાની મજા માણો .

વિનોદ પટેલ,

____________________________________________________________________________________________

ત્રણ બ્લોગર મિત્રોના સ્નેહ મિલનની બે બોલતી તસ્વીરો

<

Bloggers' meet-2

આ તસ્વીરમાં ડાબેથી શ્રી રમેશભાઈ ,વચ્ચે વિનોદભાઈ અને શ્રી ગોવિંદભાઈ

Bloggers' meet-3

આ તસ્વીરમાં ડાબેથી ગોવિંદભાઈના લઘુ બંધુ ચીમનભાઈ ,રમેશભાઈ ,વિનોદભાઈ,ગોવિંદભાઈ અને બે દિવસ પહેલાં જ અમેરિકા આવેલ

એમના બનેવી.

9 responses to “( 165 ) ત્રણ સાહિત્ય પ્રેમી બ્લોગર મિત્રોનું લોસ એન્જેલસમાં સ્નેહ મિલન

 1. pragnaju જાન્યુઆરી 14, 2013 પર 12:29 પી એમ(PM)

  ત્રિવેણી સંગમે ફરી અભિનંદન
  યાદ

  તું ક્યારેક તો આવીશ જ
  એવી મને શ્રધ્ધા છે
  તું કદાચ ઘરડી થઇ ગઈ હોય
  અને તારાથી આ ઊંચી દીવાલ
  ના કૂદાય તો પાછી ના ફરી જઈશ
  તારા માટે
  અંદર આવવા ડેલી મેલી છે.
  મીરાએ જેવી રીતે શ્યામ માટે
  શબરીએ જેવી રીતે રામ માટે
  જેટલો પ્રેમ,શ્રધ્ધા અને ઉત્કંઠાથી આવા આમંત્રણ છતાં કોકવાર ………….
  “જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
  મન પહોંચતાં જ પાછું ફરે એમ પણ બને ત્યારે જીવનમા સાચી પ્રસન્નતા મેળવવા માટે દિવ્ય ચેતનમા પ્રવેશવુ જરુરી છે, આ ઉપરાંત નિ:સ્વાર્થ કર્મ કર્યાની લાગણી અને તે કર્યાનો આનંદ પ્રાપ્ત થાય ત્યારે સમજવુ કે ભિતરનો પ્રવાસ શરુ થયો ! અને આ
  સમય બદલાય પણ
  લાગણીઓ ન બદલાય
  તેવા માણસોની સંગત …ધન્ય ધન્ય

  Like

 2. aataawaani જાન્યુઆરી 14, 2013 પર 12:47 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  તમારી સાચી વાત છેકે સમય બદલાય પણ પ્રેમ નથી બદલાતો

  Like

 3. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 14, 2013 પર 1:22 પી એમ(PM)

  આદરણીય વડીલ શ્રી વિનોદ કાકા,
  મધુર મિલન કેરું મધુર સ્વપ્નું સજાવ્યું
  મોઘેરા મિલનને વિહારમાં લહેરાવ્યું
  આપ બન્ને સમક્ષ હતો હું હજુ બાળ પણ
  આપ જેવા વડીલોએ કર્તવ્ય સમજાવ્યું.
  આપનાં અને રમેશભાઈના પ્રત્યક્ષ દર્શન અને વડીલોની વાતોનો
  અનેરો લહાવો મળ્યો તેને હું ” ભાગ્ય સપ્તાહ ” માનું છું.
  ગુજરાતના અમદાવાદ, ખેડા ,ને આણંદ મળ્યા
  અમેરિકાનાસાન ડિયાગો, કોરોના, ને કોમ્પટન મળ્યા
  વાતોચીતોને સાહિત્યની બહાર ખીલી પુર મોસમમાં
  દિલ હૈયા ને મન સાથે માનવીઓ અનેરા મળ્યા .
  લેખ ફોટા ને માહિતી મુકવા બદલ ખુબ જ આભાર
  ( મેં રમેશભાઈની ૧૦ ડીસેમ્બરની પોસ્ટ જોઈ નથી. એક માસ કોમ્પ્યુતર રીસાયેલું હતું.. આજે જરૂર જોઇશ.)

  Like

 4. P.K.Davda જાન્યુઆરી 16, 2013 પર 2:51 એ એમ (AM)

  ત્રણમાંથી કોઈને હું રૂબરૂ મળ્યો નથી તો પણ જાણે વર્ષોજુની ઓળખાણ હોય એવું લાગે છે. આમપણ પટેલ અટક વાળા લોકો સાથે મારે સારી લેણાદેણી છે. ત્રણે પટેલને મારી સ્નેહભરી શુભેચ્છાઓ.
  -પી.કે.દાવડા

  Like

 5. સુરેશ જાન્યુઆરી 17, 2013 પર 1:00 એ એમ (AM)

  જેની સાથે રોજ નેટ પ્રેક્ટિસ (!) કરતા હોઈએ તેવા નેટ મિત્રોને આવી રીતે પહેલી વાર રૂબરૂ મળવાનો આનંદ અનેરો હોય છે.
  ૨૦૦૮ (?) ની એલ.એ. મુલાકાત અને ૨૦૧૦ અને ૨૦૧૨ની ભારત મુલાકાતોમાં આ આનંદ ભરપુર માણવા મળ્યો હતો.

  Like

 6. Pingback: ગોદડિયો ચોરો | હાસ્ય દરબાર

 7. dhavalrajgeera જાન્યુઆરી 20, 2013 પર 2:00 પી એમ(PM)

  આદરણીય શ્રી ગોવિંદભાઈ,રમેશભાઈ અને શ્રી વિનોદભાઈ પટેલ
  ડૂબ્યો ‘સ્વપ્ન’ માં ઝીલી ગોવિંદ.
  રમેશ પટેલ(આકાશદીપ)
  વિહારી ઘેલમાં છે વિનોદરાયજી…..
  Narenbhai and Dear Chandravadan who was in London….
  Thanks for your love and wish we meet soon this year.
  We were in LAX December 2nd to 11th with Family !!!!
  Will like to meet this year…Hope we have a rain Check!
  Dhavalrajgeera

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  Like

 8. Pingback: ( 185 ) આ, મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ …. શ્રી રમેશભાઈ પટેલ (આકાશ દીપ) « વિનોદ વિહાર

 9. Pingback: ( 282 ) લોસ એન્જેલસ , કેલિફોર્નીયાના ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું પુન: મિલન | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: