વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(166 ) મારા ૭૬મા જન્મ દિવસે થોડુંક ચિંતન ……

૧૫મી જાન્યુઆરી, ૨૦૧૩ એ છે મારો ૭૬મો જન્મ દિવસ. આ વાસી ઉતરાયણનો પણ દિવસ .

વતન અમદાવાદમાં હતો ત્યારે દર વર્ષે વાસી ઉતરાયણના આ દિવસે બધાં નજીકના સગાઓ

ભેગાં મળી અગાસીમાં જમણ અને પતંગના પેચ સાથે જન્મ દિવસ ઉજવતાં એની યાદ કેમ ભૂલાય ! 

આ દિવસે હું જીવન સધ્યાના અવનવા રંગો નિહાળતો નિહાળતો મારી ભાતીગર જીવન યાત્રાના ૭૬ વર્ષ પુરાં કરીને  ૭૭ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં જાગેલ કેટલાંક વિચાર મંથનોને શબ્દ રૂપ આપી આજની પોસ્ટમાં રજુ કર્યા છે .આજના દિવસે મારી જીવન કિતાબનાં પાછલાં પૃષ્ઠો ઉપર નજર દોડાવું છું ત્યારે મારા માનસ પટ ઉપર વીતેલા સમયના ચિત્રો ઉપસી આવે છે .

આ ચિત્ર પટમાં જીવનમાં આવેલ ધૂપ અને છાંવ અને  ચઢાવ ઉતરાવના પ્રસંગો  દેખાય છે ! જીવનના તપતા લોખંડ ઉપર સંજોગોના હથોડા પડતા ગયા એમ જિંદગીને એક નવો આકાર મળતો ગયો .મજબુત મનોબળ અને આંતરિક હિમ્મત એજ સંજોગો પર સવાર થવા માટેનો એક માત્ર ઉપાય છે એ સમજાયું ..

જીવનમાં આવેલી દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર આનંદ પૂર્વક ચાલતી રહી.

કવિ ઉમાશંકર જોશીના શબ્દોમાં કહું તો

”ત્રણ વાનાં મુજને મળ્યાં ,હૈયું,મસ્તક, હાથ, બહું દઈ દીધું નાથ,જા ચોથું નથી માગવું.”

જે સમયે જે આવી મળે એને પ્રેમથી સમજપૂર્વક સ્વીકારીને સંજોગો સાથે સમજણ કેળવીને મનમાં કોઈ પણ જાતનો દગો રાખ્યા વિના આગળ વધતા રહેવું એમાં જ જીવન જીવ્યાનો સંતોષ અને આનંદ રહેલો હોય છે ..

જિંદગીનો છેલ્લો પડાવ મનથી માનેલા આ દેશ અમેરિકામાં આવીને અટક્યો છે . આપણી આ જિંદગી નદીના વહેતા વહેણ જેવી છે .રસ્તામાં આવતા અવરોધો નદીને ડરાવતા નથી .એ બધાં અવરોધોને એક બાજુ કરીને એમાંથી પોતાનો માર્ગ કરીને એ  આગળ વધતી રહે છે .

એનું અંતિમ લક્ષ્ય એના જન્મદાતા સમુદ્રને મળવાનું હોય છે .સમુદ્ર નજીક આવતો જાય એમ એના વહેણ ઠાવકાં અને  શાંતિથી વીશાળ પટમાં ખળ ખળ વહેતાં હોય છે.

આપણે પણ નદીમાંના પાણીના બુંદ જેવાં છીએ પણ જ્યારે બુંદ સાગરને જઈને મળે છે ત્યારે બુંદ એક મહાસાગરનું રૂપ ધારણ કરે છે .

નદીની જેમ આપણા આ જીવનના વહેણનું અંતિમ લક્ષ્ય પરમાત્મા રૂપી સમુદ્રને જઈને મળવાનું છે .આ લક્ષ્ય કેવું હોવું જોઈએ ? એક ઘોડેસ્વાર એના ઘોડાને કુદાવવા માટે લગામ પકડીને  પોતાની જાતને બરાબર સંભાળી લઈને ઘોડાને કુદાવ્વાની વાડ તરફ જ પોત્તાની દ્રષ્ટિ સ્થિર કરે છે એમ જ જીવન સંધ્યાના આ સમયે અંતરીક્ષમાં દેખાતા પ્રભુ મિલનના લક્ષ્ય તરફ દ્રષ્ટિ સ્થિર રાખીને જાતને સંભાળી લઈને આ મોટા કુદકાની તૈયારી કરવા માટે પોતાની જાતને પ્રભુમાં જોતરવાનો આ સમય છે .

જીવન સંધ્યાનો આ સમય છે આત્મ ખોજનો સમય.આ સોનેરી સમયની હરેક પળને આનંદથી જીવવા નિવૃતિને મનગમતી પ્રવૃતિમાં અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.

મારા આ બ્લોગના પેજ ઉપર મારા પરિચય નીચે મુકેલ મારા કાવ્ય” મને શું ગમે ?” ની અંતિમ ક્ડીયોમાં મેં કહ્યું છે એમ-

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી  

વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.  

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને

જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

You can’t change the past,  

but you can ruin the present  

by worrying over the future. 

એક અજ્ઞાત કવિના હિન્દી કાવ્યની પ્રેરક ક્ન્ડીકાનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં આપું છું .

ઘડી દર ઘડી એનાં રૂપ બદલી રહી છે આ જિંદગી

કોઈક સમયે છાંય તો કોઈક સમયે તાપ  છે જિંદગી

દરેક પ્રાપ્ત પળને મન ભરીને જીવીલો આ જિંદગીમાં 

કેમકે આવો સમય કદાચ કાલે આવે કે ન પણ આવે !

શાયર “મરીઝ ” નો પણ એક સુંદર શેર યાદ આવે છે

બસ એટલી જ સમજ મને  પરવરદિગાર દે ,

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે .

ભગવાન ઉપર મને અપાર શ્રધા છે.મને  હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ કસોટીનો પ્રસંગ આવ્યો,જ્યારે હિમ્મત હારીને બેસી ગયો એવા વખતે કોઈ અદ્રશ્ય દિવ્ય શક્તિએ હિમ્મત આપીને મને બેઠો કરી મારો માર્ગ સરળ બનાવ્યો છે. ગીતા જેવા સદગ્રંથોના વાચને મારા મનોબળને  મજબુત કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે.   કોઈએ સાચું જ કહ્યું છે કે ચિંતાની ચકલી મનમાં માળો બાંધે એ પહેલાં એણે ઉડાડી મુકો .કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય જે પળ જીવતા હોઈએ  એને સારી રીતે આનંદથી જીવી જાણવી એમાં જ જીવનની સાર્થકતા છે.

શ્રીમદ ભગવદ ગીતા એ જીવન જીવવાની કળા શીખવતો વિશ્વ માન્ય ગ્રંથ છે .સાચો યોગી કોને કહેવાય એની વ્યાખ્યા કરતાં યોગેશ્વર શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના ૬ ઠા અધ્યાયના ૧૭માં શ્લોકમાં કહે છે કે —

“જેનો આહાર ,વિહાર,વિચાર અને વ્યવહાર સંતુલિત અને સંયમિત છે, જેના કાર્યોમાં દિવ્યતા,મનમાં સદા પવિત્રતા અને શુભની પ્રત્યે અદમ્ય ઈચ્છા છે ,જેનું સુવું અને ઉઠવું અર્થપૂર્ણ છે , તે જ સાચો યોગી છે .”

આવા યોગી બનવા માટેનો આપણો પ્રયત્ન હોવો જરૂરી છે . .

મારી આજ સુધીની જિંદગીને સહ્ય અને સરળ તથા  નિવૃતિના આ સોનેરી કાળને રસિક અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અને મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.  

તા-જાન્યુઆરી ૧૫,૨૦૧૩ ,

૭૬મો જન્મ દિવસ .                                                                                  વિનોદ આર. પટેલ     

-_______________________________________________________________________________________

આજના આ જન્મ દિવસે મને પ્રિય એક સુંદર ગુજરાતી પ્રાર્થના યુ-ટ્યુબના સૌજ્ન્યથી વિડીયોમાં માણો

જીવન અંજલિ થાજો મારૂ,
જીવન અંજલિ થાજો….
ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જળ થાજો….
દીન દુઃખીયાના આંસુ લુછતાં
અંતર કદી ન ધરાજો….
સત્યની કાંટાળી કેડી પર,
પુષ્પ બની પથરાજો….
ઝેર જગતના ઝિરવી ઝિરવી,
અમૃત ઉરના પાજો….
પડખાં કયા ચરણો મારા નીત,
તારા સમીપે રાજો….
હૈયાના પ્રત્યેક સ્પંદને,
તારૂં નામ રટાજો….
વમળોની વચ્ચે નૈયા મુજ,
હાલક ડોલક થાજો….
શ્રધ્ધા કેરો દીપક મારો
નવ કદી ઓલવાજો….

જીવન અંજલિ થાજો મારૂ, જીવન અંજલિ થાજો….

Life is like a book...

19 responses to “(166 ) મારા ૭૬મા જન્મ દિવસે થોડુંક ચિંતન ……

 1. Hemant જાન્યુઆરી 15, 2013 પર 3:23 પી એમ(PM)

  Wish you very happy birthday and thank you for sharing valuable thoughts .

  Hemant Bhavar Winnipeg

  Like

 2. pragnaju જાન્યુઆરી 15, 2013 પર 3:51 પી એમ(PM)

  Wish you a many many happy returns of the day.
  May God bless you with health, wealth and prosperity in your life.
  Happy 76 th Birthday (me 73 & Prafull 81)
  Congratulations to you, my old friend,
  Birthday wishes to you, I do send.

  You look good for your age, I could say,
  But you look good to me any day.

  When I look in the mirror, I sigh,
  ‘Cause I know the mirror doesn’t lie.

  You’re aging like me, so you surely can see
  That you’re getting to be an old guy. ..
  બહુમુખી પ્રતિભાને ૭૬મા જન્મદિને આટલો સરસ શુભેચ્છા સંદેશો આપવા બદલ અભિનંદન.
  જન્મદિન મુબારક અને આપની સાહિત્યિક સુગંધ સદા મહેકતી રહે એવી શુભેચ્છા.
  મુ શ્રી ભગવતીભાઈના જન્મદિને રજુ થયેલા તહેરી મુશાયરાના શેરો
  હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
  ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
  ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
  પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.
  – રઈશ મનીઆર
  છે રામના રખોપાં એવું હું કહું અને
  મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
  માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
  કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.
  – બકુલેશ દેસાઈ
  બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
  સાત ભવ માગું ને કેવળ પળ મળે.
  દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
  ઇચ્છું કે મારી કલમને બળ મળે.
  – દિલીપ મોદી
  ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
  માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
  મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
  હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.
  – રવીન્દ્ર પારેખ
  બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
  કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
  હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
  હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.
  -હેમાંગ જોષી (ભરૂચ)

  નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
  અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
  તને પાંપણે કેદ રાખું છતાંયે
  બની આંસુ, તારી હયાતી દડી છે.
  -સ્મિતા પારેખ
  પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
  પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
  મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
  થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.
  -પંકજ વખારિયા
  તેમાં આ વિશેષ ગમ્યા……..
  ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
  મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.
  ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
  કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.
  હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
  મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.
  અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
  મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.
  હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
  પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.
  અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
  ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.
  એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
  જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
  ફરીથી અભિનંદન

  Like

 3. chandrakant જાન્યુઆરી 15, 2013 પર 4:29 પી એમ(PM)

  Dear Vinodbhai
  Wish you a many many happy returns of the day.
  May God bless you with health, wealth and prosperity in your life.
  Happy 76 th Birthday
  Chandrakant patel india, Navagam
  15/1/2013

  Like

 4. નિરવ ની નજરે . . ! જાન્યુઆરી 15, 2013 પર 5:58 પી એમ(PM)

  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ , વિનોદ અંકલ 🙂

  Like

 5. ગોવીંદ મારુ જાન્યુઆરી 15, 2013 પર 6:35 પી એમ(PM)

  જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ….

  Like

 6. preeti જાન્યુઆરી 15, 2013 પર 6:56 પી એમ(PM)

  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙂

  Like

 7. aataawaani જાન્યુઆરી 15, 2013 પર 8:02 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  તમારી જિંદગી એક દૃષ્ટાંત રૂપ કહેવાય .તમારો અનુભવ પ્રેરણા રૂપ છે .તમે ઘણી ઠોકરો ખાઈને મજબુત મનોબળ ધરાવતી વ્યક્તિ છો .जिन्दगीमे कोई गम न हो अगर ,जिन्दगीको मज़ा नहीं मिलता .
  राह आसानहोतो राहगीरोको गुम राहका मज़ा नहीं मिलता .

  Like

 8. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 16, 2013 પર 5:39 એ એમ (AM)

  Happy 76th Birthday !
  Wishing you many more…..may you have the Joy of this Day.
  It in this Life on this Earth, you are God destined in America. And…I came to know you because of the God’d Grace !
  Let our Friendship blossom !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Vinodbhai..i was away to UK & India & just reurned on 11th January.
  Inviting you to Chandrapukar for a New Varta Post !

  Like

 9. mdgandhi21 જાન્યુઆરી 16, 2013 પર 7:02 એ એમ (AM)

  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  Like

 10. Ramesh Patel જાન્યુઆરી 16, 2013 પર 7:36 એ એમ (AM)

  આદરણીયશ્રી વિનોદભાઈ

  જય યોગેશ્વર

  જન્મદિને ખૂબખૂબ શુભેચ્છાઓ. આપના નામ પ્રમાણે જ હર સંજોગોને આપે વિનોદથી જ વધાવી,

  જીંદગીની જીવંત ગાથાથી પ્રેરણાદાયી જીવન જીવ્યા છો. આપના લખાણો અને મુલાકાત દ્વાર

  મને જીંદગીમાં કોઈ પોતિકુ મળ્યું હોય એવા ભાવ જાગતા રહ્યા છે. શ્રી ગોવિંદભાઈ અને આપને

  તથા આપના પરિવારને મળવાનો આનંદ અવસર મળ્યાની ધન્યતા હું અનુભવું છું.મીઠી યાદો સાથે મળતા રહીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ક્ષણક્ષણનાં આ ખેતર ઊભાં
  ક્ષણક્ષણનાં આ ખેતર ઊભાં
  લઈ જીવતરનાં તોલ
  સંબંધના વાયરા વંઠે તો
  કેમ કરીએ રે મોલ
  ઋતુ ઋતુના કામણ ખીલતા
  નિજ મસ્તીમાં ગુલ
  ખૂટ્યા જ્યાં વ્યવહાર શ્વાસના
  પળભરમાં સૌ ડૂલ
  પ્રેમ કરૂણા દે ફળ મીઠા
  જાણો ભણતર ભેદ
  ભૂલ્યા ગણતર માનવતાનું
  વિંટળાશે વિષ વેલ
  ભાઈ સમજો સાચા ખેલ(૨)

  Like

 11. pravinshastri જાન્યુઆરી 16, 2013 પર 7:42 એ એમ (AM)

  વિનોદભાઈ, સાગરને મળવાના તલસાદને અંકુશમાં રાખો….જિવન પ્રવાહ હજુ ઓછામાં ઓછો ૨૫ વર્ષ વહેતો રહે, અને આપ ગ્નાન ગંગા વહાવતા રહો એજ પ્રભુ પ્રાર્થના.
  પ્રવીણ શાસ્ત્રી.
  http://pravinshastri.wordpress.com.

  Like

 12. Ramesh Kshatriya જાન્યુઆરી 16, 2013 પર 9:41 એ એમ (AM)

  Dear Vinodbhai wish yu happy new year and many many return of the day, I pray God may bless yu and all happiness of life yu get and yr all dreams of yr life may come true.

  Like

 13. Bhogilal J Patel જાન્યુઆરી 16, 2013 પર 12:44 પી એમ(PM)

  પૂજ્યશ્રી વિનોદભાઈ,

  આપના ૭૭ મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
  આપના વિનોદ વિહાર બ્લોગનો રજીસ્ટર્ડ અને નિયમિત વાચક છું. આપના લેખની ખૂબ આતુરતા પૂર્વક રાહ જોતો હોઉં છું.

  આપ એક લેખક અને કવિથી જરાય કમ નથી. આપનો સાહિત્ય પ્રેમ ખૂબ પ્રેરણાદાયક છે. અને એમાંથી
  સ્પષ્ઠ ઉપસી આવતું આપનું નિર્મોહી, નમ્ર અને સાત્વિક ઋષિ જેવું વાક્તિત્વ ખૂબ જ પ્રેરક છે.
  આપના હુંકાર વગરના હું ને મારા નમસ્કાર.

  આપને આજના શુભ દિને નિરામય અને દીર્ઘાયુની પરમાત્માને પ્રાર્થના.

  આપનો શુભચિંતક વાચક

  ભોગીભાઈ પટેલ , દલ્લાસ ટેક્સાસ

  Sent from my iPad

  Like

 14. Vinod R. Patel જાન્યુઆરી 17, 2013 પર 6:34 એ એમ (AM)

  છેલ્લા 40+ વર્ષોથી અમેરિકામાં રહીને એમના હાસ્ય લેખો દ્વારા અહર્નિશ સાહિત્ય જગતમાં જાણીતા

  થયેલા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીએ, ન્યુ જર્સીથી ઈ-મેલથી એમનો શુભેચ્છા સંદેશ મોકલ્યો છે એને

  એમના આભાર સાથે નીચે મુકેલ છે .–વિનોદ પટેલ

  ______________________________________________

  ખૂબ ખૂબ વધાઈ– જુગ જુગ જીઓ વિનોદભાઈ–

  મને તમારો બ્લોગ મોકલતા રહેશો.

  ઉપરની કોમેંટ મારાથી મુકાઈ નથી . તો આપ મુકી દેશો.

  આભાર

  અભિનંદન.

  હરનિશ જાની.

  Like

 15. Vinod R. Patel જાન્યુઆરી 17, 2013 પર 6:43 એ એમ (AM)

  E-mail message from Pravinaben Avinash from Houston.-Thank you Pravinaben-V.P.

  Congratulations and Happy Birth Day to you.

  Many Many Happy Returns of the day.

  pravina Avinash

  http://www.pravinash.wordpress.com

  Like

 16. સુરેશ જાની જાન્યુઆરી 17, 2013 પર 8:40 એ એમ (AM)

  જન્મ દિવસની શુભેચ્છાઓ. આતાની પાછળ જ તમે છો.

  Like

 17. Shailesh Shah જાન્યુઆરી 18, 2013 પર 6:06 પી એમ(PM)

  Respected Vinodbhai,
  You have contributed a great literature to the book lover and englighted the mind and thoughts by your dynamic writings. Age goes with the body and not with the heart and mind. You are still young and progressive, you did not stop in your life, God keep you healthy and active through out your entire life. I am new to you, but have great regards,
  Shailesh Shah . Sydney, Australia

  Like

 18. Aruna Dholakia જાન્યુઆરી 19, 2013 પર 4:23 એ એમ (AM)

  Many many returns of the day
  Wish you long,healthy and happiest life. God may bless you

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: